ભજનાંજલિ-સંક્ષિપ્ત/કાકા કાલેલકર

Bhajananjali

 ભજનાંજલિ-સંક્ષિપ્ત/કાકા કાલેલકર

 સંપાદક:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ ટ્રસ્ટ/સંક્ષિપ્ત આવૃત્તિ:1996

 સંપાદકના નિવેદનમાંથી:

‘આશ્રમ ભજનાવલિ’નાં 42 ભજનોનો રસાસ્વાદ કરાવતાં પ્રવચનો કાકા કાલેલકરે આપેલાં, તે ‘ભજનાંજ્જલિ’ નામની પુસ્તિકા રૂપે 1974માં પ્રગટ થયેલાં. હાલ તે અપ્રાપ્ય છે. તેમાંથી પંદર પ્રવચનો ચૂંટી, તેને ટૂંકાવીને અહીં રજૂ કરેલાં છે

. જતનસે ઓઢી ચદરિયા/કબીર

જેઓ લોકકવિ છે તે વિશાળ લોકજીવનના સામાન્ય અનુભવમાંથી જ પોતાની કવિતાનો મસાલો મેળવી લે છે.

 ઝિની ઝિની ઝિની ઝિની

 બિની ચદરિયા.

ઝિની ઝિની ઝિની ઝિની

 બિની ચદરિયા કબીર વણકર હતો, એટલે ચાદરની અને વણાટની ઉપમા એને સૂઝે એમાં આશ્ચર્ય શું?

 તાણાની તૈયારી કરીને પછી જેમ એમાં વાણો વણાય છે, તે જ પ્રમાણે માબાપ પાસેથી મળેલો વારસો, કુળધર્મની ટેક, પોતાના જમાનાની લોકસ્થિતિ, એ બધો આપણા જીવનનો તાણો છે. એની અંદર દૈનંદિન જીવન, એમાં મળતા અનુભવો, એની મારફતે ખીલવેલી કલ્પનાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ,એમાંથી નીતરતાં સુખદુ:ખો, એ બધો આપણા જીવનનો વાણો છે. શ્રદ્ધા અને અનુભવો, પૂર્વસંસ્કારો અને નવા પુરુષાર્થો જ્યારે ઓતપ્રોત થાય છે, ત્યારે એમાંથી અવનવી ભાત પડતી જાય છે; અને એ જ જીવનનો સાચો ઉપયોગ અને આનંદ છે.

આવી રીતે બનેલી ચાદર તે આપણું શરીર છે.

માણસને જેમ કુશળતાપૂર્વક વણતાં આવડવું જોઇએ, તેમ વણેલી ચાદર કુનેહપૂરવક વાપરતાં પણ આવડવું જોઇએ. શરીર જો સ્વચ્છ હોય અને આખા દિવસની પ્રવૃત્તિ પણ જો નિર્મળ હોય, તો સવારે ઓઢેલાં કપડાં સાંજ સુધી મેલાં શા માટે થવા જોઇએ ?

 સ્વર્ગના દેવો, પૃથ્વી પરના મનુષ્યો અને એ બંને કોટિથી પર એવા ઋષિમુનિઓ, બધાએ પોતપોતાની ચાદરઓઢી છે, અને દરેકની ચાદર ક્યાંક ને ક્યાંક મેલી થઇ છે. એક કબીર એવો નીકળ્યો કે જેણે એ ચાદર એવી કુનેહથી વાપરી કે, એની પાસેથી એક જન્મારાનું કામ કઢાવ્યાં છતાં, અંતે જેવી મળી હતી તેવી જ પાછી સોંપી દીધી.

સો ચાદર સુર નર મુનિ ઓઢી,

ઓઢિ કે મૈલી કિની ચદરિયા.

દાસ કબીર જતનસે ઓઢી,

જ્યોંકિ ત્યોં ધરિ દિની ચદરિયા.

 આખો જન્મારો નિર્વિકાર સ્થિતિમાં પસાર કરવાને કારણે પોતાનું શરીર ક્યાંય મેલું ન થયું, એવો કબીરનો આત્મવિશ્વાસ છે.

 શરીર મેલું થયું ક્યારે ગણાય? આરામ, કસરત, આહાર અને વિહાર એ બધા શરીરના વ્યાપાર છે. આલસ્ય વધે તો શરીર મેલું થયું ગણાય, ખાવામાં સ્વાદ-લોલુપતા દેખા દે તો શરીર મેલું થયું ગણાય.

નિર્વિકારી માણસ જ્યારે ભોજન કરે છે ત્યારે કેવળ શરીર-પોષણને માટે જ કરે છે. ખાતી વખતે દરેક વસ્તુનો સ્વાદ એ સૂક્ષ્મતાથી અનુભવી શકે છે. સારો સ્વાદ ક્યો અને નરસોક્યો, એનો વિવેક પણ એની પાસે ઉત્તમ હોય છે; પણ એ સ્વાદ પાછળ એક ક્ષણ પણ એ તણાઇ જતો નથી.

 સ્વાદ-ક્ષમતા એ અલગ વસ્તુછે, અને સ્વાદ-લોલુપતા એ બીજી વસ્તુ છે. કલારસિકો જે કલાનંદ માણે છે તે, અને ઊતરતી કોટિના લોકો એ જ વસ્તુમાંથી જે વિશયાનંદ માણે છે તે, બંને વસ્તુઓ જુદી. એકમાં નિર્વિકારી સ્થિતિ જળવાય છે અને એમાં કૌશલ્યની પરિસીમા સધાય છે; વિશયાનંદમાં શરીર અને મન વિકારી થઇ જાય છે અને સ્વાદ-ક્ષમતા, અમુક હદ પછી, બુઠ્ઠી પણ થઇ જાય છે. ===============================================================

વૃક્ષનસે મત લે/સુરદાસ

શિક્ષક કહે છે, મારી પાસે આવેલા સારા-નરસા બધા વિદ્યાર્થીની સેવા કરવી, એ એક જ મારો ધર્મ છે. જેઓ જાણતા નથી તેમને જ્ઞાન આપવાનું, જેમનામાં કૌશલ્ય નથી તેમને કેળવવાનું, જેઓ બગડેલા છે તેમને સુધારવાનું કામ મારું.પણ સજા કરવાનું કામ મારું નથી.

 હું તો બગડેલા વિદ્યાર્થીઓને પણ અજ્ઞાની જ ગણું છું. જેઓ ચારિત્ર્યમાં કાચા છે તેઓ મારી દૃષ્ટિએ અજ્ઞાની, નબળા જ છે. જે લોકો સારું શું છે એ જાણતાં છતાં ખરાબ રસ્તે જાય છે, તેમનામાં પોતાના મન ઉપર કાબુ મેળવવાની શક્તિ નથી એ એમની નબળાઇ છે. એવી નબળાઇ દૂર કરવી, એ શિક્ષકનું કામ. એને માટે શિક્ષકમાં પાર વગરની ધીરજ હોવી જોઇએ. વળી, મારો આ વિદ્યાર્થી આજે ભલે ચારિત્રનો નબળો હોય, દુર્જનની પેઠે ચાલતો હોય, તોપણ એનામાં ભલાઇનાં તત્ત્વો સુપ્તપણે છે જ એ વિશે મને શંકા નથી. એ સારાં તત્ત્વો અત્યારે સૂતેલાં છે, એને જગાડવાં એ મારું કામ છે.

 સજા કરવી એ સહેલું કામ છે. મારું જીવનકાર્ય એથી ઊંચું છે. દરેકમાં રહેલી ભલાઇ અને સજ્જનતા ઉપર વિશ્વાસ રાખવા જેટલી આસ્તિક્તા મારામાં હોવી જોઇએ. અને એ ભલાઇ જગાડવા માટે હું મારા પ્રયત્નની પરાકાષ્ઠા કરું. શિક્ષક તરીકેની એ જ મારી જીવન-સાધના છે.

 આટલે સુધી આવ્યા પછી સુરદાસનું આ ભજન આપણે પૂરતું સમજી શકીશું:

વૃક્ષનસે મત લે, મન તૂ વૃક્ષનસે મત લે.

કાટે વાકો ક્રોધ ન કરહીં,

 સિંચત ન કરહીં નેહ. સુર

 

દાસ પોતાના મનને

કહે છે:જુઓ આ વૃક્ષો, જે કોઇ એને કાપી નાખે છે, એના ઉપર એ ક્રોધ નથી કરતાં.અને જે કોઇ એમને પાણી પાય છે, એમને પોતાના હિતકર્તા સમજી એમના પ્રત્યે ખાસ વહલ પણ બતાવતાં નથી. એ તો બધા પ્રત્યે સરખાં જ.

 આ જુઓ, કેટલો સખત તડકો છે !એ તડકામાં એ વૃક્ષ સૂરજની ગરમી પોતાના માથા ઉપર ઝીલી લે છે, સહન કરે છે. અને પોતાની તળે આવેલાં બધાંને છાયા આપે છે.

 ઝાડ ઉપર સરસ ફળ ઉગેલાં જોઇ લોભી માણસ એ ફળ તોડે છે. ઉપર ચડવાનું શક્ય ન હોય, અથવા એટલી મહેનત પણ કરવી ન હોય, તો માણસ ફળ તરફ તાકીને પથ્થર ફેંકે છે. આવા માણસ ઉપર પણ ક્રોધ કર્યા વગર વૃક્ષ પોતાનું ફળ એને આપી છૂટે છે.

ધૂપ સહત અપને સિર ઉપર,

 ઔર કો છાંહ કરેત;

 જો વાહીકો પથર ચલાવે,

 તાહીકો ફલ દેત.

ખરેખર, આ વૃક્ષો જ પૂરાં પરોપકારી છે. એમને ધન્ય છે. હે મારા મન !તને માણસનો દેહ મળ્યો એ વ્યર્થ છે. વૃક્ષ જેટલી પણ ભલાઇ તું બતાવતો નથી !આ વૃક્ષનાં વખાણ ક્યાં સુધી કરું? એ વૃક્ષો જ ખરેખરાં હરિનાં જનો છે; એમની પાસેથી તારે બોધ લેવો જોઇએ.

 ધન્ય ધન્ય યે પર-ઉપકારી,

વૃથા મનુજકી દેહ.

 સૂરદાસ પ્રભુ કહં લગિ બરનૌં,

હરિજનકી મત લે.

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in ભજન
2 comments on “ભજનાંજલિ-સંક્ષિપ્ત/કાકા કાલેલકર
  1. kaushik patel કહે છે:

    These are exellent understandings of most popular and heart touching bhajans. V can understand the meaning of the comparisions. Thanks a lot for making common man understand the philosophy of poes.

    kaushik

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,737 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ઓગસ્ટ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: