માઠા સમાચાર

Maathaa samaachaar

ચાલો, આજે “કાગવાણી”માં ખોવાઇ જઇએ.

 માઠા સમાચાર

કાગવાણી ભાગ:1/ગુર્જર/પાંચમી આવૃત્તિ:1962/પુનર્મુદ્રણ:2005/પાના:61 ને 62

સોરઠની સંપત્તિ સમાન ગીર પ્રદેશમાં શ્રી તુલસીશ્યામનું ધામ છે. મારા એક સાધુ-મિત્ર રહેતા હતા. તે મધ્ય હિંદુસ્તાનના હતા. કર્મજોગે મારે તેમની સાથે ગાઢ મિત્રતા બંધાણી હતી. મારાથી નાનોભાઇ સંવત 1983ના જેઠ મહિનામાં ગુજરી ગયેલ. તેનો અગ્નિ હજુ બળતોહતો ત્યાં તો, તે પછી ત્રીસ જ દિવસે, તે જુવાન તપસ્વી ગુજરી ગયાના સમાચાર મને રાતે ભજન ગાતી વખતે મળ્યા! પ્રભુનાં ભજન થંભી ગયાં અને—

 ‘અગની હતી માર ઉરમાં ઘણી, ત્યાં તો સાંભળ્યા માઠા સમાચાર રે—એ ભજન ચાલ્યું.

 (સોરઠો)

 અંતરમાં બળતી આગ, અધ ઘડીએ ઓલાતી નૈં;

 (ત્યાંતો) જો ઝોકી જગ તાગ, આજ બાવે બથ ભરી.

 (ભજન)

(જાગજો રે તમે ચેતજો ને રે છેલ્લી અનંધનો પોકાર—એ રાગ)

 અગનિ હતી મારા ઉરમાં ઘણી ત્યાં તો–

 સાંભળ્યા માઠા સમા….ચાર રે….;

 શામનો પૂજારી એક સ્વામી હતો એ મારા–

આતમરામનો આ…..ધાર રે. ટેક

 ભોમિની કોઇ દી આપણે ભેળપ નોતી ને,

 કેવું બન્યું આ કરતૂત રે;

નશીબને લગાડીને તું,

એકલો ગીયલ છો અબધૂત રે. અગનિ…..1

જાવું રે નો તું હમણાં, બાળુડા જોગી !

તું તો, વયમાં હતો બાળે વેશ રે;

પરદેશી પંખી !મુને પ્રીતડી લગાડીને તેં,

પરિયાણ કીધાં જઇ પરદેશ રે, અગનિ….2

રામનું અમુને તું તો રટન કરાવતો ને,

 હેતે બાંધ્યા થા ભેળા હાથ રે;

સંકટ પડ્યે તું તો ધ્રોડતો *ચોંપથી ને,

 છોડી કાં દીધો એ મારો સાથ રે? અગનિ….3

 જોગ કમાવેલ તેં તો બાળુડા જોગી ને,

**મું સું બાધલ એ તારું મન રે;

 વિપત્ત +અમાણી તુને વસમી એ લાગી તેથી,

 ત્યાગી દીધેલ તેં ++તાયલું તને રે. અગનિ….4

ભૂંડાં રે લાગે મુને ભવજળ ખારાં ને,

વિશ્વ તો થીયલ ચી વનરાય રે;

 સાન કરીથી એમાં સમજ્યો રે નઇ એનો,

 ઘટડામાં લાગલ ઊંડો ઘાવ રે. અગનિ….5

નાનેરિયાને તું તો નજરુંમાં રાખજે રે,

એ પણ ગિયલ છે મનખા ત્યાગ રે,

 ગોવિંદની પાસે જોગી પોગી ગયો તું તો,

કે’માં લોભાણો ભૂંડા ‘કાગ’ રે ? અગનિ….6

*ચોંપથી—ઉતાવળથી, **મું –મારી સાથે, +અમાણી—અમારી, ++તાયલું –તારું

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in ભજન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,821 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: