ગીતા ઘડપણની

GHADPAN

ગીતા ઘડપણની

લેખકો: વિક્રમ દલાલ, હરિલાલ અ. શાહ, વૈદ્ય નવીન ઓઝા,

આભાર:ચીનુભાઇ ગી. શાહ, સંકલન: અનિલ પરીખ-ઘાટકોપર(ફોન:022-25119819)

 

જીવન સંધ્યાના આનંદની ગુરૂચાવી.

(1)    દીકરા કે દીકરીના મિત્રો તેમને મળવા આવે અને તેઓ ઘેર ન હોય તો તેઓને આપણી સાથે વાતો કરવા આગ્રહ ન રાખવો.

(2)    દીકરો મિત્રો સાથે વાતો કરતો હોય તે જગ્યાએ ખાસ જઇને બેસવું નહિ, એટલું જ નહિ પરંતુ આપણી હાજરીમાં જ દીકરાના મિત્રો મળવા આવે તો થોડી ઔપચારિક વાત કરી ધીરે રહીને ત્યાંથી સરકી જવું. એવું શકય ન હોય તો વાતચીતમાં ખલેલ ન પહોંચે માટે કશુંક વાંચવા માંડવું. આવું પણ શક્ય ન હોય તો તદ્દન ચૂપ રહેવું.

(3)    યુવાનો પૂછે નહિ ત્યાંસુધી આપણા યુવાકાળની વાતો કાઢવી નહિ. વૃદ્ધો ભૂતકાળમાં જીવતા હોય છે જ્યારે યુવાનો વર્તમાન કે ભવિષ્યમાં જીવતા હોય છે.

(4)    પુત્ર કે પુત્રવધૂના અવગુણો તેમના મિત્રો કે નોકર આગળ ગાવા નહિ.

(5)    દીકરા અને ખાસ કરીને તેના મિત્રોને વણમાગી સલાહ આપવી નહિ.

(6)    પુત્રના બાળકોને પુત્રે કે પુત્રવધુએ મારઝૂડ સિવાયની શિક્ષા કરી હોય તો તેમાં વચ્ચે ન આવવું. કદી બાળકનો પક્ષ તેમના દેખતાં ન લેવો.

(7)    દીકરાનાં બાળકોને કઇ નિશાળમાં દાખલ કરવાં, તેમને શું ખવડાવવું, તેમણે શાળા-કોલેજમાં ક્યા વિષયો લેવા વગેરે બાબતમાં ચર્ચા અને સૂચન કરી શકાય, પરંતુ તેનો આગ્રહ ન રાખવો.

(8)    આપણે નવરા છીએ માટે યુવાનો પણ નવરા છે તેમ ન માનવું.

(9)    યુવાનો આપણને થોડા થોડા દિવસે મળવા આવશે તેવી અપેક્ષા ન રાખવી. આપણે જિંદગીમાં પરવારીને બેસી ગયા છીએ જ્યારે તેમને જિંદગી બનાવવાની છે.

(10)કોઇના ઘેર કામ પ્રસંગે જવાનું થાય ત્યારે નાનાં પૌત્ર-પૌત્રીને સાથે લઇ ન જવા. સામી વ્યક્તિને ઘેર આપણે ધારીએ તેના કરતાં વધારે ભાર પડતો હોય છે.

(11)પુત્ર કે પુત્રીનાં બાળકોને તેમનાં માતા-પિતાએ ભૂતકાળમાં કરેલી ભૂલો કહેવી નહિ.

(12)દીકરી અને પુત્રવધુને સમાન ગણવાં. છેવટે તો આપણે પુત્રવધુની જોડે જ રહેવાનું છે.

(13)દાન કરવા માટેના પૈસા દીકરા પાસે ન માગવા.

(14)પહેલાં આપણો પુત્ર આપણા ઘરમાં રહેતો હતો, હવે આપણે એના ઘરમાં રહીએ છીએ તે બદલાયેલી પરિસ્થિતિ અંગે હંમેશાં સભાન રહેવું.

(15)શારીરિક અશક્તિ કે રોગો એ વૃદ્ધાવસ્થાનું લક્ષણ છે અને તેને સ્વીકારવું જ રહ્યું તેથી આપણા ડૉકટર સિવાય બીજાઓ સાથે તેની વિગતે વાત ન કરવી.

(16)બની શકે તેટલું કામ જાતે કરવું. સમય પસાર કરવા માટે યોગ્ય કામ શોધી કાઢવું. ઘરની અન્ય વ્યક્તિઓ ઉપર ભારરૂપ ન થવું.

—વિક્રમ દલાલ.

જો તમે નિવૃત હો અને સમય પસાર ન થતો હોય તો નીચેની પ્રવૃત્તિઓ વિષે વિચાર કરવો.

 

[1] ઘરકામમાં મદદ—ખરીદી, શાકભાજી સમારી આપવી, બાળકો સાચવવાં. વગેરે.

[2]સામાજીક કાર્ય કરતી સંસ્થામાં સેવા આપવી, તમારી જ્ઞાતિની કે તમારા લત્તાની સંસ્થામાં સેવા આપી શકાય, પરંતુ આવી સંસ્થાઓમાં સત્તાની સાઠમારીમાં ન પડવું. બનતી સેવા આપવી, વાતાવરણ અનુકૂળ ન હોય તો છોડી દેવું.

[3] આયુર્વેદ વિષે વાંચીને થોડી દવાઓ રાખવી અને આપવી અથવા હળદર, મેથી, તુલસી, મરી, ધાણા વગેરેના ઉપાય સૂચવવા. બારક્ષાર ઔષધો વિષે વાંચવું, બારક્ષાર ઔષધો રાખવા અને જરુરિયાતમંદ વ્યક્તિઓને આપવા. વધુ રસ પડે તો હોમિયોપેથીનો અભ્યાસ કરી હોમિયોપેથીક દવાઓ રાખવી. તમારી સલાહથી કે દવાથી કોઇને લાભ થશે તો તમને અનેરો આનંદ આવશે.

[4]એક સારો રેડીઓ અથવા ટુ-ઇન-વન વસાવો અને સાંભળ્યા કરો. દેશનાં તથા પરદેશના જુદાં જુદાં સ્ટેશનો સાંભળો. બી.બી.સી.માં હિન્દી કાર્યક્રમ સવાર સાંજ હોય છે. અંગ્રેજી લગભગ આખો દિવસ હોય છે. ટેપરેકોર્ડર પર ધાર્મિક પ્રવચનો, ભજનો, શાસ્ત્રીય સંગીત અથવા બીજા મનગમતાં વિષયની કેસેટ સાંભળી શકો.

[5] કોઇ નવી દેશી કે પરદેશી ભાષા શીખો.

[6] પેનસિલથી ડ્રોઇંગ કરવાનું શીખો  અથવા ઓઇલ કલરથી ચિત્રકામ કરવાનું શીખો. અમેરિકામાં તો સિનિયર સિટિઝન માટે આવા વિષયોના ખાસ વર્ગો હોય છે.

[7] ઓરીગમી ફોલ્ડીંગ—કાગળને વાળીને જાતજાતનાં રમકડાં બનાવવાની કળા છે, એમાં રસ લઇ શકાય.

[8] બગીચો કરવો, ફલેટમાં રહેતા હો તો પણ કુંડાંમાં જાતજાતના છોડ ઉછેરી શકાય.

–હરિલાલ અ.શાહ

 

(1) વડીલશાહીનો ડગલો ખીંટીએ ટીંગાડી દેવો.

(2) ગમા-અણગમા ટાળવા.

(3) પોતાને લગતા હળવાં કામો જાતે કરી લેવા

(4)કુટુંબમાં સૌને પ્રત્યે સમાન દૃષ્ટિ કેળવવી.

(5) ઘરમાં કે બહાર વણમગી સલાહ આપવાનું બંધ કરવું

(6) પુસ્તકો સાથે મૈત્રી કરવી.

(7) સદ્ પુસ્તકોનું વાચન કરવું

(8) સવાર-સાંજ નિયમિત ફરવા જવું.

(9) પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવવું.

(10) સફાઇકામનો કે બાગકામનો હળવો શ્રમ કરવો.

(11) સાંજ-સવાર નિયમિત પ્રાર્થના કરવી.

(12) ઘરનાં નાનાં બાળકો સાથે નિર્દોષ આનંદ માણવો.

(13) જમાનાને અને સંજોગોને અનુકૂળ બનવું.

(14) પારકી પંચાત અને નિંદાથી દૂર રહેવું.

(15) શરીર સ્વસ્થ હોય તો સમયનો સદુપયોગ કરવા સેવાનું મનપસંદ કામ કરવું.

(16) અન્યના સુખની ઇર્ષ્યા કરવાને બદલે બીજાનું સુખ જોઇ સુખી થવું.

(17) અધિક કે સમાન સદ્વિચારી મિત્રોનો સત્સંગ કરવો.

(18) સૌને પૂછીને ઓશિયાળું જીવન જીવવા કરતાં સૌ પરાણે પૂછવા આવે તેવું નિખરતું જીવન જીવવું.

–વૈદ્ય નવીનભાઇ ઓઝા

અને છેલ્લે,

છેલ્લા ત્રણ વરસથી www.gopalparekh.wordpress.com  બ્લોગ ચલાવું છું, તમે પણ મારી જેમ

અનુકૂળતા હોય તો  બ્લોગ ચલાવી નિજાનંદ સાથે બીજાનંદ કરી ગમતાંનો ગુલાલ વેરી શકો.

આવજો, ફરી ક્યારેક  મળીશું.

ગોપાલ

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો
3 comments on “ગીતા ઘડપણની
 1. pragnaju કહે છે:

  ખૂબ સુંદર
  આમાંની ઘણી ખરી અને ૧૪ વર્ષના અમેરિકાનિવાસની સમસ્યાઓ સાથે તાલ મિલાવી શારિરીક,માનસિક એવં આધ્યાત્મિક રીતે પ્રસન્ન દાંપત્ય,પ્રસન્ન ગ્રાંડ પેરન્ટસ તરીકે રહેવામા અત્યાર
  સુધી સફળ રહ્યાં છીએ.
  આગળ હરિ ઈચ્છા

 2. પ્રિય વડીલો,

  અમે યુવાન મા-બાપો આપને ખુબ જ પ્રેમ કરીએ છીએ અને આપનો અમારા પરનો અધિકાર માન્ય કરીએ છીએ. આપણે ત્યાં કહેવત છે, કે ‘ઘરડાં ગાડાં વાળે’ એટલે કે કોઈ પણ ન નિવારી શકાય એવી મુશ્કેલી વડીલો જ નિવારી શકે. આપના અનુભવો એ અમારુ કીમતી બેંક બેલેંસ છે. સમાજના કાર્યક્રમોમાં યુવાનોના ગ્રુપમાં યુવાનો રહે અને વડીલોના ગ્રુપમાં વડીલો રહે એ જુદી વાત છે અને પરિવારમાં તમારુ નેતૃત્વ હોવું એ જુદી વાત છે. આ દૃષ્ટિએ વિક્રમભાઈના (3),(11),(14),(15),(16) સુચનો પર પુનર્વિચાર કરી શકાય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 558,315 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: