ભાગવતના થોડાક પ્રસંગો

Lok-Bhagwat

લોક-ભાગવતના થોડાક પ્રસંગો

(લોક-ભાગવત/મનુભાઇ ગઢવી/નવભારત /પ્રથમ આવૃત્તિ:2006)

(1)શ્રીકૃષ્ણ વિદુરજી ના ઘરે:

સવારના પહોરમાં શ્રીકૃષ્ણ પ્રભુની સવારી હસ્તિનાપુરમાં દાખલ થઇ. ધૃતરાષ્ટ્રના રાજમેલ પાંહે રથ ઊભો રીયો. પ્રભુએ રથમાંથી ધરતી પર પગ મૂક્યો ને ભીષ્મ, દ્રોણ, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિદુરજી, દુર્યોધન સામે લેવા હાલ્યા. પીળાં પીતાંબર, ગળામાં વૈજયંતિમાળા. વિદુરજી સાત્યકિને ખભે હાથ મૂકીને હાલ્યા. રાજમેલના પગથિયે પગ મૂક્યો ત્યાં શંખ ધણેણી ઊઠ્યા. મહેલમાં સોનાના સિંહાસન ઉપર બેહાડ્યા. ખબરઅંતર પૂછ્યા. ધૃતરાષ્ટ્ર કે આપના ઉતારાની સગવડ દુશાસનના  મેલમાં રાખી છે. આજનું ભોજન આપે દુર્યોધનના મેલમાં લેવાનું છે. શ્રીકૃષ્ણ બોલ્યા: હું રાજા નથી, મહેમાન નથી. પાંડવોનો દૂત છું.દૂતનું કામ પૂરું થાય ત્યાં સુધી ક્યાંય જમાય નંઇ. દુર્યોધન કે અમે તમારા મિત્ર નથી? શ્રીકૃષ્ણે કીધું અત્યારે તો પાંડવના મિત્ર ઇ મારા મિત્ર અને દુશ્મન એ મારાય…. એમ બોલતા ઊભા થીયા અને વિદુરજીનો હાથ ઝાલીને એમની ઝૂંપડીએ પહોંચ્યા.

        વિદુરજીનાં પત્ની સુલભાજી તો પગમાં પડ્યા ને રોવા માંડ્યાં. શ્રીકૃષ્ણ ભગવાને સીધું કીધું: મા ! મને ભૂખ લાગી છે. સુલભાજીના હાથમાં એક કેળું આવ્યું એટલે છાલ્ય કાઢીને શ્રીકૃષ્ણને આપી અને કેળું નાખી દીધું આટલા ભાવવિભોર થઇ ગયેલ. દર્શનમાં બેભાન છે અને શ્રીકૃષ્ણ છાલ્ય પણ પ્રેમથી ખાઇ ગીયા. ભગતીની વાતું કરતાં કરતાં ત્રણેય જણાએ મીઠા વગરની ભાજી પ્રેમથી ખાધી. શ્રીકૃષ્ણ ભગવાનના મુખ ઉપર છપ્પન ભોગ આરોગ્યાની તૃપ્તિ દેખાણી.

==============================================================-=====

[2] કુંતામાતાની પ્રાર્થના:

વિપદ:સંતુ ન: શશ્વત્તત્ર જગદ્ ગુરો:

ભવતો દર્શનમ્ યસ્માત્ પુનરભવદર્શનમ્  …(સ્કંધ:2, અધ્યાય:8 શ્લોક:25)

        શુકદેવજી કહે છે:ઓતરાના ગરભને જિવાડીને બેઠા છે અને કુંતા માતા રોવા માંડ્યાં. શ્રીકૃષ્ણે પૂછ્યું:ફૈબા કેમ રોવો છો. કુંતા માતા કે છે તું મારે માટે નંદ-જશોદાનો દીકરો નથી. દેવકી-વાસુદેવનો દીકરો નથી. અરજુનનો સખો નથી . દ્રૌપદીનો ભાઇ નથી. તું તો મારો પિયરિયો છો. મારા સગામાં તું એક છો. અમને લાક્ષાગૃહમાં નાખ્યા ત્યાંથી ઓતરાના ગર્ભને બચાવ્યો ત્યાં સુધીના અમારા બધાં દુખમાં તું હાજર થીયો છું. તું મારો ભગવાન છો. અબળાનો આધાર છો. હું જ તારી પાંહે હાથ જોડીને માગું છું કે અમારા માથે કાયમ દખ પડે એવી કૃપા કરજે. દખ પડશે તો તું આવીશ. અને તારાં દર્શન કરીને અમે આનંદ કરશું. મને દુ:ખ જ દેજે અને હાજર થઇને દરશન દેજે.

================================================================

       [3]ગોપીની ચરણરજ

        એક વખત શ્રીકૃષ્ણનું માથું દુખવા માંડ્યું. કોઇના પગની ચરણ લગાડું તો ઊતરી જાય. બધાએ વિચાર કર્યો કે આપડી રજ પ્રભુને અડે તે તો આપડે નરકમાં જાવું પડે. બધાએ દોડા-દોડી કરી પણ કોઇ પોતની રજ આપતું નથી. એક અભણ ગોપીએ આપી કે મારી રજથી જો મારા નાથનું માથું ઊતરતું હોય તો હજારો વરસ હું ન્રકમાં રહીશ. આલ્યો લઇ જાવ. લોક-ભાગવત માને છે કે માનવીને ભગવાન વાલા છે ને એનો પોરહ છે. એના કરતા ભગવાનને માનવી વધારે વાલા છે. ભગતની વાંહે ભગવાન ગોતતો ફરે છે.બાળકને વાલું જેમ ઘોડિયું એમ ઘોડિયાંને વાલાં નાનાં બાળ.

[4] પીરોંસે ક્યાપરદા?

        શ્રીમદ્ ભાગવતની કથા વ્યાસ ભગવાને શુકદેવજીને ભણાવી છે. વ્યાસપુત્ર શુકદેવજીએ તો માતા”વાટિકા” ના ગર્ભમાં બાર વરસ બેસીને વેદઉપનિષદ ભણી લીધા છે. વ્યાસ ભગવાને શુકદેવજીને ગર્ભમાં હતા ત્યારે કીધેલું બાર વરસથી ગરભમાં છો. હવે તારી માતાને મુક્તિ આપ્ય અને બહાર આવ્ય. શુકદેવજી કે મારે માયામાં નથી બંધાવું.સંસાર નથી જોતો. અહીં જ ભજન કરીશ. તને માયા નંઇ બાંધે. બહાર આવ્ય નંઇતર તારી મા જીવી નંઇ શકે. શુકદેવજી કે મને માયા નંઇ અડે ઇ વાતમાં માયાના સ્વામી શ્રીકૃષ્ણ જામીન થાય તો આવું. વ્યાસે પ્રર્થના કરી અને શ્રીકૃષ્ણે આવીને કીધું મારી માયા તને નંઇ અડે અને શુકદેવજી બહાર પધાર્યા. શ્રીકૃષ્ણ અને વ્યાસજીને પગે પડીને વનમાં ઊપડી ગીયા. વ્યાસજીએ પુત્ર પાછો વળ્ય બૂમો પાડી પણ પાછા ન વળ્યા. નરમદા નદી પાર કરીને સામે કાંઠે ચાંદોદ પાસે “શુકદેવ’ નામના ગામમાં ભગતીમાં નિર્ગુણ ઉપાસના કરવા બેહી ગયા. શુકદેવજી માતાના ઉદરમાંથી નીકળીને દોડ્યા. “ઓર” પણ નીકળી નોતી. આ “ઓર” નો રેલો હાલ્યો એ “ઓરસંગ’ નામની નદી કેવાય છે. અને આ નદી જ્યાં “રેવા” નદીને મળી એને  “ઓરસંગમ”  કહે છે. નરમદાને કાંઠે શુકદેવજી પાછળ વ્યાસને દોડતા જ્યાંથી આગળ ન જવાણું ત્યાં “શુકદેવ”ગામની સામે “વ્યાસ” ગામ છે ત્યાં રોકાણા. શુકદેવજીને સ્ત્રીપુરુષના ભેદ જ નથી. વાસના અડી જ નથી. એક તલાવડીને કાંઠે અપસરાયું નહાય છે ને શુકદેવજી મારાજ નીકળ્યા તો પોતાના અંગ ઢાંકવાની કોઇ મેનત જ અપસરાએ નો કરી. ત્યાંથી જ વ્યાસજી નીકળ્યા ને બાઇયુંએ અંગ ઢાંકી દીધા. વ્યાસજીને નવિન લાગ્યું એટલે પૂછ્યું દીકરીયું !હમણાં શુકદેવ આંઇથી નીકળ્યા ત્યારે તમે લૂગડાં નો ઓઢ્યા ને હું નીકળ્યો ત્યારે કેમ અંગો ઢાંકો છો? તો કે શુકદેવજીને અમે બાઇયું છીએ ને ઇ આદમી છે એવી ખબરેય નથી.

એક વખત સરહદના ગાંધી મહાત્મા ગાંધીને મુસ્લિમ સ્ત્રીની સભામાં ભાષણ કરવા લઇ ગીયા. બુરખામાં આખું પંડ્ય ઢાંકીને બહેનો બેઠી છે.આંખ્યું પાંહે ફક્ત નાની જાળી છે. ગાંધી બાપા દસ મિનિટ બોલ્યા હશે ત્યાં બધી બહેનોએ બુરખા કાઢીને ગોટો વાળીને ઢીંચણ નીચે દબાવીને સાંભળવા માંડી. સરહદના ગાંધીએ પૂછ્યું કે આમ કેમ કર્યું તો કે  “પીરોં સે પરદા ક્યા રખના”.

એક વખત ગોપીએયું ઋષિઓને ભોજ્ન કરાવવા હાલી. પણ જમનાજીમાં પૂર આવેલું એટલે શ્રીકૃષ્ણને પૂછ્યું પુરમાં કેમ જવાય. શ્રીકૃષ્ણે કીધું કાંઠે ઊભા રહીને કેજો “શ્રીકૃષ્ણ જો બ્રહ્મચારી હોય તો જમના રાણી મારગ દેજો” જમનાજી તો યમુના મહારાણી છે ઇ શ્રીકૃષ્ણનું રૂંવાડું  રૂંવાડું ઓળખતા હોય મારગ દીધો.

[5]કૈકેયીનો પશ્ચાતાપ

        કંસ, રાવણ, દુર્યોધન, શિશુપાલ કોઇ પાત્ર પોતાની જાતને દુષ્ટ ગણવાનું સમજ્યા નથી. એક કૈકેયી જ એવું પાત્ર છે કે જેને પોતાની ભૂલ છે એ સમજાણું છે. લોક-ભાગવત કે છે, રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી વલ્કલ પેરીને હાલ્યાં અને અજોધાના પાદરમાં હશે ત્યાં કૈકેયીને પસ્તાવો શરૂ થીએલો. એને થિયું અરે આવું મહાપાપ હું કરું છું. રામને જઇને પગે પડીને પાછો વાળી લઉં. પણ બીજી જ પળે સમજાણું કે હું અભાગિણી બુદ્ધિ વગરની છું. હું મારો નિર્ણય હવે બદલું પણ હવે રામ નિર્ણય બદલીને પાછા વળે ઇ વાતમાં માલ નથી. એટલે કે દશરથના મૃત્યુ પછી કૈકેયી કાળાં લૂગડાં પેરીને મોઢું ઢાંકીને કાયમ બેહતા. રામ વનમાંથી પાછા અજોધા પધાર્યા ને પેલા કૈકેયીના મેલમાં પગે લાગવા ગીયા. કાળે લૂગડે મોઢું ઢાંકીને પગ સોતા સંતાડીને બેઠા છે. રામજી પગે લાગ્યા, ભીંતમાં ગાબડાં અને લાલ ડાઘ જોયા ને રામે પૂછ્યું કે મારી માના ઓરડામાં કોઇ દિ કાંઇ કામ જ નથી કરાવ્યું. પ્લાસ્તર ખરી ગીયાં છે ને ડાઘા પડ્યા છે. માણહે કીધું, બાપુ આપને વનમાં મોકલ્યા ત્યારથી રોજ સવાર સાંજ ચૌદ ચૌદ વખત માથું ભીંતમાં પછાડે છે એના લોઇના ડાઘા છે અને ભીંતમાં ખાડા પડ્યા છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in શીમદ્ ભાગવત
2 comments on “ભાગવતના થોડાક પ્રસંગો
  1. kaushik patel કહે છે:

    Thanks for printing these incidents from Mahabharat and Ramayan, which is very sugestive for todays life also.Its for great values in life.

    thanks again,

    kaushik

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 558,315 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: