નારાયણ—કવચ

‘નારાયણ—કવચ

 ‘ શ્રીમદ્ ભાગવત/કરસનદાસ મણેક/નવભારત/પ્રથમ આવૃત્તિ:1984 /પાના129 થી 131

પહેલાન જમાનામાં રણ-સંગ્રામમાં જતા સૈનિકને, પૌરાણિક ઋષિ કવચ પહેરાવતા અને પહેરાવતાં પહેરાવતાં મંત્ર ભણતા. પહેરાવવાની સાથે મંત્ર ભણવાની આ પ્રક્રિયામાં પણ એક રહસ્ય છે. કવચ—સ્થૂલ કવચ—અગત્યનું; પણ એ એકલું કશા કામનું નહિ. સ્થૂલ કવચની સાથે ‘મંત્ર’નું સૂક્ષ્મ કવચ પણ હોવું જરૂરી છે.હકીકતમાં ખરું કવચ જ આ; આ સૂક્ષ્મ કવચ—મંત્ર રૂપી કવચ. તમે જે ધ્યેયને નજર સામે રાખીને યુધ્ધ કરી રહ્યા છો, એ ધ્યેયજ તમારું સાચું આયુધ છે, તમારું સાચું કવચ છે. એ જ તમારી સાચી શક્તિ છે. તમારા કરતાં તમારા શત્રુઓ પાસે વધારે સારાં શસ્ત્રાસ્ત્રો કે કવચો હશે તોપણ (જો તમારું ધ્યેય શત્રુઓ કરતાં વધારે ઊંચું હશે તો )વિજય તમને જ વરશે. શસ્ત્રાસ્ત્રોની સરસાઇ નહિ, અંતરાત્માની સચ્ચાઇ અને ધ્યેયની વિશુધ્ધિ, એ જ છે સૌથી મોટું નિર્ણાયક તત્ત્વ જગતનાસર્વે સંગ્રામોમાં !

અને આ કેવળ આપણી કલ્પના નથી. મંત્ર જાતે જ આ વાત સ્પષ્ટ કરે છે:

 મર્માણિ તે વર્મણા છદયામિ ‘હુ તારાં મર્મસ્થળોને “વર્મ”વડે આચ્છાદી દઉં છું.’ ઋષિ, સૈનિકને કહે છે, ‘પણ તારા સંરક્ષણ અને વિજય માટે આટલું જ માત્ર પૂરતું નથી. આ ચર્મના કે ધાતુના વર્મ ઉપરાંત એક બીજું વર્મ પણ તારે જોઇશે. ચર્મનું વર્મ તો “મૃત” છે, જ્યારે આ બીજું વર્મ “અ-મૃત” નીવડશે, અભેદ્ય નીવડશે.’ ક્યું છે એ વર્મ/ ઋષિ કહે છે:

 સોમસ્તવ શાખા અમૃતેન અનુવસ્તામ્ ઉરોર્વરીયો વરુણસ્તે કૃણોતિ I જયંતં ત્વા અનુદેવતા મદંતુ II

 જ્યોતિર્મય સોમ, તને અ-મૃત વડે આચ્છાદો; વરુણ તારા વક્ષસ્થળને સાચવી રહો; તારો વિજય દેવોને આનંદ લેવા જોગ બનો.

 વેદકાલીન આ વિચારક કઇ દિશામાં જઇ રહ્યા છે એ સમજવું જરાય મુશ્કેલ નથી. સંગ્રામે સંચરતા સૈનિકને ઋષિ સાબદો કરે છે :’સોમ’ અને ‘વરુણ’, માંગલ્ય અને વ્યાપકતા એ બે જેનાં લક્ષણો છે, એવા પરમાત્માની સામે તો તારું ધીંગાણું નથી ને ? જો એવું હશે તો જગતનું કોઇ પણ કવચ તારી એઅક્ષા નહિ કરી શકે. માટે કદમ ઉઠાવતા પહેલાં ધ્યેયની ચકાસણી કરી લે. જે યુધ્ધમાં સામેલ થવા તું જઇ રહ્યો છે તે યુદ્ધનો હેતુ શો છે? જો એ યુદ્ધ પરમાત્મા પ્રેરિત હશે તો તારો વાળ સરખો યે વાંકો નહિ થાય અને ગીતાના શબ્દોમાં શ્રી, વિજય અને ભૂતિ ત્રણે તને આવી મળશે; પણ એ યુદ્ધ જો મૂઠીભર લોકોના સ્વાર્થને ખાતર સમગ્રનું અહિત સાધવા માટે હશે, તો વિશ્વના તમામ ‘વર્મો’ વૃથા છે.

 પણ ક્યું યુદ્ધ પરમાત્મા પ્રેરિત અને ક્યું યુધ્ધ શેતાનપ્રેરિત એ નક્કી શી રીતે થાય ? યુધ્ધનો બૂંગિયો વાગવા માંડે છે ને વિવેક, વિચાર, સમ્ય દૃષ્ટિ –આત્માના બધાય દીવા એક ઝપાટે ઓલવાઇ જાય છે; અને પછી દરેક વ્યક્તિ ને વર્ગ એમ જ માનતા થઇ જાય છે કે ધર્મ અને ન્યાય પોતાના જ પક્ષમાં છે; અને સામે પક્ષે શેતાન સિવાય બીજું કંઇ જ નથી.

આનો ઉપાય શો? આનો ઉપાય ઋગ્વેદનાર્ષિરએ મંત્રની છેલ્લી પંક્તિમાં સૂચવ્યો છે, જો એનો ઉપયોગ કરતાં આપણને આવડે તો. એ કહે છે :’ તારો વિજય દેવોને આનંદ લેવા જોગ બનો.’ એટલે કે જ્યાં વિજય કેવળ વિજેતાઓના જ આનંદમાં નહિ, પણ સૌના આનંદમાં પરિણમે, એ જ ધર્મયુદ્ધ.

વિશ્વભરનાં યુદ્ધોના ઇતિહાસના અભ્યાસનો આટલો જ કેવળ મર્મ છે; અને એ ‘મર્મ’ એ એકજ સાચું ‘વર્મ’ છે—‘કવચ’છે.

વિશરૂપને ગુરુપદે સ્થાપી, સમગ્ર સૃષ્ટિને અંધકારમાં ડુબાડી દેવા તૈયાર થયેલ અસુરો સામે ઇન્દ્ર સંગ્રામે ચડ્યો. કથા કહે છે કે એ સમયે ભયભીત એવા ઇન્દ્રને ગુરુ વિશ્કરૂપે એને ‘નારાયણ—કવચ’ પહેરાવ્યું. આ’નારાયણ-કવચ’દધીચિએ ત્વષ્ટાને આપેલું. ત્વષ્ટાએ પોતાના પુત્ર વિશ્વરૂપને અને વિશ્વરૂપે ઇન્દ્રને પ્રબોધ્યું. શું છે એ ‘નારાયણ—કવચ?’

‘આખું જગત-સૃષ્ટિનો અણુએ અણુ –નારાયણમય છે એવી અચલ શ્રદ્ધા.’ જો આવી શ્રદ્ધા એક વખત પ્રગટે તો પછી એને કોનો ભય રહે ? આ શ્રદ્ધા કેવી છે?

 હરિવર, તું મારું હથિયાર !

તું જ કવચ , હરિ, શિર્સ્ત્રાણ તું, ઢાલ તું, તું તલવાર !…

જલથલનભ છલછલ લહર્યો તું, તું ભીતર, તું બહાર:

 તુ હરિ, હું મા, તું અરિમાં, હરિ;કોનો કરું સંહાર?

ક્રોધથી રાતાં નયન કરી હું કરવા ધસું પ્રહાર,

અધવચ્ચે થંભું, દુશ્મનમા6 દેખી તુજ દીદાર !….

હું એક જ શત્રુ હરિ, મારો, હું મુજ કારાગાર;

મુજને મુજ કરથી છોડાવો, કરી મારો સંહાર !

 હરિવર તું મારું હથિયાર !….

અને આવા ‘નારાયણ-કવચ’ થી શ્રદ્ધેય બનેલ ઇન્દ્રે અસુરોના આક્રમણને પાછું વાળી, પોતાની હજારે હજાર આંખોને પાછી અપ્સરાના સૌંદર્યકૂપમાં ડુબાવી દીધી.

વિશે

I am young man of 77+ years

Tagged with: ,
Posted in શીમદ્ ભાગવત
3 comments on “નારાયણ—કવચ
  1. dhruv કહે છે:

    i want shree sudarchan kacach ,ples send me

  2. Gopal Parekh કહે છે:

    મારી આજની પોસ્ટ સુદર્શનકવચ:મહામંત્ર જુઓ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: