નિયતિને પડકાર

PADAKAR

નિયતિને પડકાર/મહેશ દવે/પાંદડે પાંદડે કિરણ/ઇમેજ/પાનું :07

 

      બે-ચાર વર્ષ પહેલાં કોઇક અંગ્રેજી સામયિકમાં એક કિસ્સો વાંચેલો. સાત વર્ષની ઉંમરથી નિકિતા ઘિયા ભરતનાટયમ્  શીખતી હતી.સોળમે વર્ષે વર્ષે તો એ પારંગત થઇ ગઇ. બરાબર એ જ ઉંમરે પ્રારબ્ધે ફટકો માર્યો. તેની બંને કિડની કામ કરતી બંધ થઇ ગઇ. માતાએ આપેલી કિડની તેના શરીરે ‘રિજેક્ટ’ કરી. અઠવાડિયે ત્રણ વાર ડાયાલિસિસ કરાવવાનું ચાલુ થયું. પછીના તેર વર્ષ નિકિતા માટે બંધ અંધારાના હતાં. નૃત્ય કરવા પર ડૉકટરોની મનાઇ હતી. અસહ્ય યાતનાથી રિબાવાનું હતું. આંખોનું તેજ ઓલવાવા માંડ્યું. મોતિયાના બબ્બેઑપરેશન કરાવવાં પડ્યાં. સ્ટિરૉઇડ્ અને બીજી દવાઓની આડઅસરોએ શરીરને બેહાલ ને બેડોળ કરી મૂક્યું. ડિપ્રેશને નિકિતાને ભાંગી નાખી.

 એક સખીના આરંગેત્રમે નિકિતાના જીવનમાં નવો વળાંક આણ્યો. સખીનું નૃત્ય નિહાળતાં જ નિકિતાને સ્વધર્મ મળ્યો. ડૉકટરોને અવગણી તેણે નૃત્યની રિયાજ ચાલુ કરી. કાર્યક્રમ કરવા જેટલી શક્તિ અને સ્ફૂર્તિ મેળવ્યાં. યોગ્ય રીતે જ પહેલો કાર્યક્રમ તેણે નડિયાદની યુરૉલૉજી હૉસ્પિટલમાં આપ્યો. તે પછી ડૉકટરોએ નૃત્યપરની મનાઇ હઠાવી દીધી.ડૉકટરો દર્દીને અનુસર્યા. નિકિતાનું ‘ડિપ્રેશન’ ક્યાંય નાસી ગયું.

      નિકિતાએ વિચાર્યું કે પોતે નસીબદાર છે. તેના પિતા મહિને રૂ.25,000/=નો ડાયાલિસિસનો ખર્ચ ઉપાડી શકે છે, પણ ગરીબ દર્દીઓનું શું થતું હશે ?આવા દર્દીઓને સહાય કરવા નિકિતાએ નૃત્યના કાર્યક્રમો આપવા માંડ્યા. વડોદરા, વલસાદ, અમદાવાદ, વાપી, મદ્રાસ વગેરે સ્થળોએ એણે કાર્યક્રમો આપ્યા છે. 45 મિનિટથી લાંબો કાર્યક્રમએ આપી શકતી નહોતી, થાકી જવાતું. ત્રણથી વધારે દિવસ એ અમદાવાદની બહાર રહી શકતી નહોતી. આમ છતાંય તેણે 50લાખ રૂપિયા એકઠા કર્યા. તેનો સદુપયોગ કર્યો. દર મહિને વીસેક જેટલા દર્દીઓને એ રકમમાંથી સહાય મળતી.

      નિકિતાનો કાર્યક્રમ નિહાળો તો યુવાન, સુંદર નર્તકી ચપળતાથી નૃત્ય કરતી દેખાય, પણ તેના સાદા પહેરવેશમાં તેના ઘરમાં, એની સામાન્ય સ્થિતિમાં તેને જુઓ ત્યારે તેની સાચી હાલતની ખબર પડે. વરસોના ડાયાલિસિસે તેનાં સ્વાસ્થ્ય અને સૌંદર્યનો ભોગ લીધો હતો. બાંયો નીચે હાથ સૂજી ગયા હતા, નસો ગંઠાઇ ને ગૂંચાઇ ગઇ હતી. આમ છતાંય નિકિતાની પરમાર્થ—પ્રવૃત્તિ ચાલુ રહી. એ કહેતી, ‘વૈયક્તિક સારવાર તરીકે ચાલું થયેલું કામ હવે “મિશન” બની ગયું છે.’

      નાનાં-મોટાં સ્થળોએ અવાં નાનાં—મોટાં કામ કરનારાં કેટલાય હોય છે. કમનશીબે આપણાં છાપાં અને સામયિકોમાં આવા કિસ્સાઓની નોંધ ભાગ્યે જ લેવાય છે. ખરેખર તો સ વૃત્તિ ધરાવતી વિધાયક વ્યક્તિઓના કિસ્સા નોંધાવા જોઇએ. આવા પુણ્યાત્માઓને લઇને જ આ ધરતી અસંખ્ય પાપીઓનો ભાર ઝીલી શકતી હશે.

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 396,179 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: