લોટો પાણી

LOTO PANEE

લોટો પાણી

અમાસના તારા/કિશનસિંહ ચાવડા

        1935ના ઑક્ટોબરમાં પૂજાની રજાઓ દરમિયાન હું શાંતિનિકેતનથી મુંબઇ આવ્યો હતો. ત્યાં રજાઓ પૂરી કરીને કલકત્તા પાછા જતાં રસ્તામાં ત્રણચાર દિવસ વર્ધા ઊતરીને ગાંધીજી પાસે રહેવાનું બન્યું હતું. ત્યારે બાપુ મગનવાડીમાં રહેતા હતા. મુંબઇથી શ્રીક્ષિતિમોહન સેનના કેટલાક મિત્રોએ થોડાંઘણાં સંપેતરાં આપ્યાં હતાં. એટલે મારો સામાન ઠીકઠીક વધેલો હતો. આટલો બધો સામાન લઇને મગનવાડી જવામાં સંકોચ થયો, પણ હિંમત કરીને હું રો પહોંચી ગયો.

        મારો સામાન જોઇને બાપુ હસી પડ્યા. એમણે કહ્યું;”તને તારા આ રજવાડી સામાન સાથે ઉતારવાની મારી પાસે જગ્યા નથી. હું અહીં તસુએ તસુ જગ્યાનો ઉપયોગ કરું છું. આ ઓટલા ઉપર આશરો લો.”

મેં તો બાપુના ઓરડાની આગળના ઓટલા ઉપર જ ડેરાતંબુ ઠોક્યા. તે વખતે હું ભૂલતો ન હોઉં  તો બાપુ દોઢ વાગે ઊઠતા. ઊઠીને મહત્ત્વના ઉત્તરો અને જરૂરના લેખો લખાવતા.પછી સાડાત્રણ વાગે સૂઇ જતા. પાંચ વાગે પાછા ઊઠીને પ્રાર્થના કરી નવો દિવસ શરૂ કરતા. છ-સાડાછ વાગે ફરવા નીકળતા.

        તે દિવસે મને સાથે લીધો. રસ્તામાંથી એક બાલટી અને સાવરણો મારી પાસે લેવડાવ્યાં. એમણે કહ્યું:”આપણે જે ગામે જઇએ છીએ ત્યાંનો મુખ્ય રસ્તો તમારે સાફ કરવાનો છે. વળી ગામને પાદરે એક ઉકરડો છે એને પણ સાફ કરવો પડશે,” અને મારે ખભે એક હાથ મૂકીને બીજે હાથે લાકડી ઠોકતા ડોસા ચાલ્યા. બાલટી અને સાવરણો પકડીને જાહેરમાં ચાલવાનો જિંદગીમાં પહેલો પ્રસંગ હતો. અભિમાન

છંછેડાયું. બીજી બાજુ મારે ખભે બાપુનો હાથ હતો એને કારણે અહંકારને કંઇક આનંદ પણ થયો. આ બન્ને લાગણીઓ એક સાથે ઊગીને સમાંતરે સળવળવા માંડી. રસ્તે હું મારી વાત કહેતો ગયો. બાપુ એમનો જવાબ પળતાં આપવાના હતા. પેલું ગામ આવ્યું, રસ્તો વાળ્યો, પેલો ઉઅકરડો સાફ કર્યો. રસ્તે કૂવામાંથી  પાણી કાઢીને બાલટી અને હાથપગ ધોયાં. પાછા વળતાં બાપુએ એમનો જવાબ આપવા માંડ્યો. વચ્ચે વચ્ચે હું સ્પષ્ટતા માગતો તે પણ એ આપતા જતા હતા. અમે વર્ધા પહોંચ્યા. બાપુ તો એમને કામે લાગી ગયા:પણ મારામાં રોપાયેલા વિનમ્રતાના છોડને લોટો પાણી પાતા ગયા.

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જૂન 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: