હું નહીં બદલું

HU NAHI BADALU

હું નહીં બદલું

 

        અમારું રાજ્ય મોટું હતું, પણ અમારું રેલ્વેસ્ટેશન નાનું હતું.લોકલ ગાડી માત્ર બે જ મિનિટ ઊભી રહેતી અને મેલગાડી પકડવા માટે અમારે આગલી લોકલગાડીમાં નીકળી જંકશને પહોંચવું પડતું. હું મારા કાફલા સાથે લખનૌ જતો હતો અને ત્યાંથી અમે મસૂરી જવાના હતા. સ્ટેશન ઉપર એક નાનાશા રાજ્યના ધણી પણ અલ્લાહાબાદ જવા માટે પધાર્યા હતા. પ્લૅટફૉર્મ ઉપર એમને  બેસવા માટે સ્ટેશનમાસ્તરની એકની કે ખુરશી બહાર કાઢવામાં આવીહતી અને દરબાર બરાબર જ્યાં એંજિન આવીને ઊભું રહે ત્યાં જ પ્લૅટ્ફૉર્મને છેડે બેઠા હતા.આગળપાછળ હુકમ ઉઠાવવા હજૂરિયાની હાર વીખરાયેલી ઊભી હતી. એટલામાં તો એક ઘંટો વાગ્યો, સીટી વાગીઅને ગાડીએ દૂરથી જ પોતાનું આગમન જાહેર કર્યું. એક હજૂરિયાએ પેલા રાજાસાહેબને નિવેદન કર્યું કે ગાડી આવે છે. એટ્લે તરત જ હુકમ થયો કે હવે પાન બનાવો. પાન બની ગરહ્યું અને ગાડી પણ આવી ગઇ. ત્યાં વળી હુકમ થયો કે હુક્કો ભરો. હુક્કો ભરાયો ન ભરાયો ત્યાં ગાડીએ સીટી મારી અને પોતાની ઊપસ્ડવાની વાત જાહેર કરી. સ્ટેશનમાસ્તર દોડતો આવ્યો. દરબારનો પહેલા વર્ગનો ડબ્બો છેક પાછળના ગાર્ડના ડબ્બાની પણ પાછળ હતો. હું પણ એ જ ડબ્બામાં બેસવાનો હતો એટલે હું તો અંદર બેસીને દરબારની વાટ જ જોતો હતો. દરબારના માણસોએ સામાન ઊંચકીને દોડવા માંડ્યું. ગાડી તો ધીરેથી ઊપડી. ચાલતી ગાડીએ સામાન અંદર ધકેલાયો. સ્ટેશન માસ્તરે લીલીને બદલે લાલ ધજા કરી એટલે ગાડી જરા અટકી. હું ઊતરીને દરબારને લેવા દોડ્યો. ત્યાંતો દરબાર હજી કોગળો કરતા હતા. મહામહેનતે મેં એમને સમજાવ્યા ત્યારે ડબ્બા તરફ એમણે ચાલવાની હામ ભીડી. એક હજૂરિયાએ હુક્કો ઝાલ્યો છે. હુક્કાની નળી દરબારના હાથમાં છે. બીજો હજૂરિયો પાનનો મોટો ચાંદીનો ડબ્બો ઉઘાડીને પાન ધરી રહ્યો છે ચાલતાં ચાલતાં, અને દરબાર પાન ખાતાં ખાતાં વચ્ચે નળીમાંથી ધુમાડો કાઢતા કાઢતા ચાલે છે. મારી ધીરજ ખૂટ્તી હતી. સ્ટેશનમાસ્તર અકળાયા હતા. ત્યાં તો એમનાથી લાલને બદલે લીલી ધજા બતાવાઇ ગઇ અને ગાડી પાછી ધીરેથી ઊપડી. મેં દરબારને કહ્યું કે જર જલદી પગ ઉપાડો. જવાબ મળ્યો કે ગાડીને જવું હોય તો જાય પણ હુ& ચાલ નહીં બગાડું. હું દોડીનેદબ્બામાં ચઢી ગયો અને અંદર જઇને પાછી સાંકળ ખેંચી. ગાડીની ઉપર ઉપકાર કરતા હોય તેમ પોતાની ગજગતિએ દરબાર આખરે ગાડીમાં બેઠા. એમાં કમાયો સ્ટેશનમાસ્તર. દરબારે ખુશ થઇને ડબ્બામાંથી સ્ટેશનમાસ્તરને પચ્ચીસ રૂપિયા બક્ષિસ આપ્યા અને એના ઉમંગમાં એણે જોરથી લીલી ઝંડી ઉડાવીને ગાડીને વિદાય આપી.

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,834 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: