અભિનવ સાક્ષાત્કાર

ABHINAV

અભિનવ સાક્ષાત્કાર

        ફાગણ મહિનો હતો. હોળી આવી નહોતી ગઇ, આવતી હતી. હું લખનૌથી કલકત્તા જતો હતો. ક્યા સ્ટેશને સુમેરગઢના દરબાર અમારા પહેલા વર્ગના ડબ્બામાં આવ્યા તે આજે યાદ નથી. એ વખતે અમારા ખાનામાં અમે બે જણ હતા- હું અને મારા સાથી કૅપ્ટન જંગબહાદુરસિંહ. દરબારની સાથે એમના મિત્ર હતા કર્નલ ગિરિરાજસિંહ. બપોર આથમતા હતા, પરંતુ હજી સંધ્યાના ઓળા ઊતર્યા નહોતા. જંગબહાદુરે એમન સ્વભાવ પ્રમાણે શરાબની બોટલ કાઢી. ઠાઠથી પ્યાલાઓ જમાવ્યા અને બેઠકની નીચીથી એક ખાસ પેટી કાઢીને એમાંથી સોડા બાટલીઓ બહાર મૂકી. બરફથી ભરેલા એક મોટા થરમૉસને પણ અ બહાર આન્યું. સાચા શરાબીને મન એકલો શરાબ પીવા જેવી બીજી ગમગીની નથી અને સાચા સાથીદારો સાથે પીવા જેવો બીજો આનંદ નથી. જંગબહાદુરે પેલા દરબાર અને એમના મિત્રને પ્યાલા નજર કરીને ઓળખાણ કરી લીધી, પરંતુ એ બન્ને જણે પ્યાલા પાછા મૂકીને જ્યારે શરાબ પીવાની ના પાડી ત્યારે મારા આશ્ચર્યનો અવધિ ન રહ્યો. દરબાર દારૂની ના પાડે એ મારે મન અજાન્યો અને અણધાર્યો પ્રસંગહતો. જંગબહાદુર નિરાશ થયા. એમણે પણ આખરે એમ નક્કી કર્યુંકે બનારસ ગયા પછી પીવાનું શરૂ કરીશું. પરંતુ ચોંકાવનારી વાત તો એ બની કે દરબારે શરાબ નહીં લેવાનું જે કારણ આપ્યું તેણે મારી જિજ્ઞાસાને હલાવી દીધી. મારું આશ્ચર્ય પળ વાર થંભી ગયું.

        દરબારે કહ્યું: “અમે વિદ્યાધરીનું ગીતગોવિંદ સાંભળવા બનારસ જઇએ છીએ. મહામુશ્કેલીએ એણે ગાવાની હા પાડી છે. શરાબ પીને આવેલા માણસો આગળ એ ગીતગોવિંદ ગાતી નથી. બાટલી તો અમે પણ લાવ્યા છીએ. પણ કાલે વાત. આજે તો એના વિના ઉપવાસ કરવો પડશે !”

        વિદ્યાધરીનું નામ મશહૂર ગાનારી તરીકે મેં સાંભળ્યું હતું, પરંતુ ગાનારી એ ગુણકા, શરાબ પીને આવનારની આગળ ગીતગોવિંદ ગાતી નથી એ વાત મારે માટે સાવ નવી હતી. એટલું જ નહીં પણ એણે મારા મનમાં કુતૂહલનાં ગૂંચળાં ઉપજાવ્યાં—અગરબત્તીના ધૂપમાંથી એકમાંથી અનેક ગૂંચળાં ઉત્પન્ન થાય છે તેમ. બનારસ પાસે આવતું જતું હતું.મેં તરત જ નિર્ણય કરી લીધો કે જો દરબારને વાંધો ન હોય તો હું બનારસ ઊતરી જઇશ અને બીજે દિવસે એ જ ગાડીમાં પાછો કલકત્તા ચાલ્યો જઇશ. મારી ઇચ્છા મેં દરબારની આગળ નમ્ર વિનંતીના ભાવથી મૂકી,એમણે એ ખુશીથી સ્વીકારી. જંગબહાદુર સાથે નક્કી કર્યું કે એમણે તો એ જ ગાડીમાં કલકત્તા જવું, કારણ કે હાવરા સ્ટેશને નીલમનગર દરબારના માણસો વ્યવસ્થા મુજબ રાહ જોશે. જંગબહાદુરને એક રંજ હતો કે એમને હવે એકલા જ શરાબની લિજ્જત લૂંટવી પડશે, જે લિજ્જત વિના બીજું બધું જ હશે. મેં આશ્વાસન આપ્યું કે બનારસ અથવા મીરજાપુર સ્ટેશને થી કોઇ સંગાથી જરૂર મળી જશે.

        આથમતા બપોરે અમે બનારસ ઊતરી પડ્યા. સુમેરગઢના રાજાસાહેબ સાથે રસાલામા6 માત્ર એક જ માણસ હતો, એ વસ્તુસ્થિતિએ પણ મારા આશ્ચર્યમાં વધારો કર્યો. બનારસમા6 રાજાસાહેબનો પોતાનો બંગલો હતો. સ્ટેશને એમની મોટર હાજર હતી. આગળ થઇગયેલી વાતચીતથી હું એટલો બધો આશ્ચર્યમુગ્ધ હતો કે સભ્યતાને ખાતર કરવી જોઇએ તેટલી વાતચીત પણ મારાથી થઇ શકી નહીં. જે થતું હતું તે જોતો હતો અને થવાનું હતું તેની કલ્પના કરતો હતો.

        નમું નમું થતી સંધ્યા આખરે નમી પડી. ફાગણ સુદ બારસના ચન્દ્રે વસંતની એ રાત્રિને પોતાની મીઠી જ્યોત્સનાથી હસીને અજવાળી હતી. જમીપરવારીને દસ વાગ્યાના સુમારે અમે ગંગાઘાટે પહોંચી ગયા. બે નાવડીઓ તૈયાર હતી. રાજામહારાજાની ખાસ બંધાવેલી અને સજાવેલી નાવનો ખ્યાલ મને કંઇક હતો,પરંતુ આ નાવને જોઇને પ્રસન્નતા થાય એમ હતું. એનો ઘાટએની સજાવટ, એનું રૂપ, એનીસ્વચ્છતા એ બધું સુઘડ હતું અને એના માલિકના ઐશ્વર્યનો ખ્યાલ આપતું હતું. પૌરસ્ત્ય ઢબે અને ઠાઠથી શણગારેલા કોઇ નાના શા દીવાનેખાસમાં બેઠા હોઇએ એવી લાગણી અંદર બેઠા પછી થઇ આવી. પરંતુ એ લાગણીને તો વહેતી ગંગાએ અને નીતરતી ચાંદનીએ કલ્પનાની પાંખો પર બેસાડીને અધ્ધર કરી દીધી. હું તો હજી આ વાતાવરણની મોહકતા માણતો હતો, ત્યાં એક અંતેવાસીએ આવીને કહ્યું:

        “મહારાજ, બીજી નાવ વિદ્યાધરીને માટે મોકલું છું .હજી એમનું ગંગાસ્નાન બીજે ઘાટે પૂરું નથી થયું. એમના બજવૈયા તો આવી ગયા છે. ”

        મહારાજાએ સંમતિ દર્શાવી એટલે બીજી નાવ ધીરે રહીને સરી ગઇ. પચાસેક મિનિટ પછી એ નાવડીએ આવીને અમારી બાજુમાં જ લંગર કર્યું. એમાંથી એક સૌમ્ય છતાં તેજ્સ્વી બાઇ ઊતરીને અમારી નાવડીમાં આવી.સૌએ સન્માન કર્યું.એનીપાછળ એના સાજિન્દાઓ પણ આઅવ્યા. બીજી નાવડીમાં રાજાસાહેબના થોડાક માણસો બેઠા અને બન્ને નાવે ગંગાજળમાં ગતિ ધારણ કરી. બીજી નાવનું મુખ પહેલી નાવના અંતને સ્પર્શતું હતું .મધ્ય પ્રવાહમાં આગળ ગયા ત્યારે નાવનો આકાર ગંગાજળ ઉપર ઉપસી આવ્યો. હંસયુગલ જીવનયાત્રાએ નીકળ્યું હોય એવું સુરમ્ય ચિત્ર રચાઇ  ગયું.

                વિદ્યાધરીને નામથી અને એની કલાવંત પ્રતિભાને આધારે આધારે હું ઓળખતો હતો. પણ હું જો એ જ્ઞાનથી બેખબર હોત તો આ સ્ત્રીને મેં કોઇ યોગિની જ માની હોત. સુવર્ણચંપાના રંગની કિનારી વિનાની રેશમી સાડી પહેરી હતી. બન્ને હાથે મોગરાના ગજરા, જમણે હાથે એ જ કુસુમોનો બાજુબંધ, ગળામાં એ જ પુષ્પોની માળા અને અંબોડાની વેણીમાં પણ અમોગરો જ મહેકતો હતો. વયે તો વિદ્યાધરી વન વટાવી ગઇ હતી. પરંતુ ઘાટરૂપે તો એ મધ્યાનુ6 પણ માન હરે એવી શોભતી હતી. આ પ્રગલ્ભા જોઇને મારા મનમાં શાયરીની એક પંક્તિ ઊગીને આથમી ગઇ :

        “ખંડહર દીખા રહેં હૈ ઇમારત બુલંદ થી.”

 

        પરંતુ સારંગીમાંથી ઊઠેલી સૂરાવલિએ મારી દૃશ્ટિને પાછી ગંગાલહરી પર આણી મૂકી. પછી તો કાનડો વહેતો થયો એટલે તો ત્યાં રંગદર્શી કુતૂહલ ઓસરી ગયું. કાનડાની અકથ્ય મસ્તીમાં જયદેવની કવિતાએ વહેવા માંડ્યું. બાગેસરી અને બિલાવલની સૂરછટાએ પણ જયદેવની ભાવસરિતાને લહેરાવી દીધી અને અંતે રામકલીમાં આરોહ તથા અવરોહ પામીને એ કવિતા જ્યારે ભૈરવીમાં  સ્થિર થઇને છંદસિધ્ધ સુરાંગના બની ત્યારે તો જિજ્ઞાસા જીવી ગઇ અને મારા અંત:કરણે અભિનવ સાક્ષાત્કારનો રોમાંચ અનુભવ્યો.

        મૌન પથરાયું છે. ગંગાલહરી ઉપર ચંદ્રની મસ્ત ચા6દની વિસ્તરી છે. હંસયુગલ સમી બન્ને નાવ ધીરે ધીરે સરી રહી છે. સંગીત વકાશમાં ડૂબી ગયું.

        માત્ર પ્રવાહનો કલકલ નાદ જીવતો હતો.

 

વિશે

I am young man of 77+ years

Tagged with: ,
Posted in પ્રેરણાદાયક લેખો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,821 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: