કરૂણ અનુભૂતિ

KARUN  ANUBHOOTI

કરૂણ અનુભૂતિ

અમાસના તારા/કિશનસિંહ ચાવડા

        સ્વીટ્ઝર્લેંડમાં અમારું મુખ્ય મથક મોંત્રો નામના એક હવા ખાવાના સ્થળને બનાવ્યું હ્તું અને ત્યાં રહીને મોટર દ્વારા આખા દેશનું પરિભ્રમણ કરવાનું નક્કી કર્યું હતું. મોંત્રો લેમન સરોવરના સુરમ્ય કિનારાને છેક છેવાડે વસ્યું છે. સામે કિનારે આલ્પ્સની ગિરિમાળા પથરાઇને પડી છે. અમે ઊતર્યા હતા એ મોંત્રો પેલેસ હોટેલ આખી દુનિયાની મશહૂર હોટેલોમાંની એક હતી. જાણીતા રાજદ્વારીઓ, જુદા જુદા દેશના વડા અને પરદેશખાતાના પ્રધાનો, મહારાજાઓ  અને મોટા માણસો જ આ હોટેલમાં ઊતરે એવો એનો ઇતિહાસ અને એની પ્રતિષ્ઠા હતાં, કારણ ત્યાં ઊતરવું એ બહુ જ ખર્ચાળ હતું. બસ, આ જ એક વસ્તુ મહત્તાનો કીમિયો હતી. એટલે એટલા પૈસા ખર્ચીને જે ત્યાં ઊતરે તે મોટા માણસ કહેવાતા, પછી ભલે એઓ જે હોય તે !

        હોટેલના રજિસ્ટરમાં અમારી મંડળીના વડાનું નામ હિંદુસ્તાનના નીલમનગર રાજ્યના મહારાજા તરીકે નોંધાયું હતું. રોજ ભાડાની ટેક્સી વાપરીને મોંમાગ્યા પૈસા આપવા અને ગમે તેવી મોટર વાપરવી એના કરતાં કોઇ સારી ખાનગી મોટર ભાડેથી મળે તો રાખવી એ ઇરાદાથી અમે એક સારી ઊંચી બનાવટની મોટર ભાડે રાખી હતી અને એમાં જ અમે મુસાફરી કરતા હતા. ટ્રેનનો ઉપયોગ તો ભાગ્યે જ કરતા.

        એક વખત અમે અમારા હોટેલના મૅનેજરને કહ્યું કે અમે શનિરવિ બર્ન જવા માગીએ છીએ. કોઇ સારી હોટેલની વ્યવસ્થા કરાવી રાખજો. શનિ આવ્યો ત્યારે મહારાજાએ અસ્વસ્થ તબિયત હોવાથી ના પાડી એટલે હું અને મહારાજકુમાર અમારી આલીશાન મોટરમાં બર્ન જવા ઊપડ્યા. અમારો ડ્રાઇવર કાબેલ અને ચલતાપૂર્જા હતો. બરાબર ધારેલ વખતે અમને એક ઉત્તમ હોટેલમાં લઇ આવ્યો. મૅનેજર બહુ જ સદ્ ભાવ અને સન્માનપૂર્વક અમને અમારા ઓરડાઓમાં દોરી લાવ્યો. ઓરડાઓ સાચે જ સારા અને વ્યવસ્થિત હતા. ફરનિચર અને બધું જ રાચરચીલું ઊંચા પ્રકારનું હતું. અમે  જરા સ્વસ્થ થયા ન થયા ત્યાં તો એ મૅનેજર કલાકેક પછી પાછો આવ્યો અને નીચે ઘણા માણસો મળવા આવ્યા છે એવું કહ્યું. અમને બહુ આશ્ચર્ય થયું. અમારે બર્નમાં કંઇ જ ઓળખાણ નહોતું. મારા મનમાં કે અમારાં હિંદી નામો જોઇને કોઇ બીજા હિંદી મુસાફર હળવા-મળવા માગતા હશે. એટલે મહારાજકુમારને મૂકીને હું કપડાં પહેરીને નીચે ગયો.

        જોઉં છું તો હોટેલના દીવાનખાનામાં દસબાર યુરોપિયન સ્ત્રીપુરુષો વાટ જોઇને બેઠાં હતાં. પેલા મૅનેજરે સૌની ઓળખાણ કરાવી. એઓ એક અથવા બીજી રીતે પત્રકારો અને પત્રપ્રતિનિધિઓ હતા. મેં રિવાજ પ્રમાણે મળવાનો આનંદ પ્રદર્શિત કર્યો. એમણે હિંદ અને હિંદના દેશી રાજાઓ વિષે કેટલાક સવાલો પૂછ્યા. મેં જવાબો આપ્યા. બેત્રણ જણે મારા ફોટોગ્રાફ પાડી લીધા. મેં વળી મારી ઉદારતા અને રીતભાતનો દેખાવ કરવા સૌને થોડાંક પીણાં આપ્યાં અને સૌ વીખરાયા.

        બીજે દિવસે મારા આશ્ચર્ય વચ્ચે સવારે વર્તમાનપત્રોમાં મારી તસવીર જોઇ અને મને ન સમજાય એવી ફ્રેંચ ભાષામાં આખાં બે કોલમ ભર્યાં હતાં. મેં અમારી હોટેલના મૅનેજરને પેલી છપાયેલી હકીકત વિષે પૂછ્યું ત્યારે ભેદ ફૂટ્યો કે પેલા પત્રકારોએ મને જ મહારાજા ધારીને આખો હેવાલ પ્રસિધ્ધ કર્યો હતો.

        રવિવારે રાતે પાછા મોંત્રો આવ્યા. સોમવારે સવારે ટપાલ આવી તેમાં પેલાં વર્તમાનપત્રો જેમાં મારી છબી અને હેવાલ આવ્યાં હતાં તેની નકલો હતી. મેં ફોડીને એ વર્તમાનપત્રો ફાડી જ નાંખ્યાં. મહારાજાને કે મહારાજકુમારને આ અકસ્માતની ખબર જ ના પડી !અજ્ઞાન એ આશીર્વાદ હોય છે અને અનુભવને આધારે મળેલું જ્ઞાન દુ:ખદ અને ક્યારેક હાસ્યાસ્પદ હોય છે એ કરુણ અનુભૂતિ કોઇને કહેવાય પણ શી રીતે?

 

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો
One comment on “કરૂણ અનુભૂતિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,216 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: