દીકરા…. અમારે તને અજમેર લઇ જવો છે/અરુણ ત્રિવેદી/અખંડ આનંદ, ફેબ્રુઆરી,2010 પાનું નં: 94

ગોધરાકાંડનોએક મોટો તણખો નરોડામાં પડ્યો. મુસ્લિમ વસ્તીમાં નાસભાગ મચી ગઇ. દુકાનો લૂંટાણી,સળગાવી અને…. લોકટોળાં ખુલ્લા સડકો પર આવી ગયાં.

 નરોડા ગામની દરગાહની બરાબર સામે આવેલી સોસાઇટીના એક મકાનમાં રાંધેલા ધાન રઝળી રહ્યાં હતાં. ઘર આખું ઘેરી ગમગીનીમાં ડૂબી ગયું હતું. પોતાના સ્વજનસમા અયુબ ડ્રાઇવરની આખા ઘરમાં ચિંતા હતી.

‘હરેશ…. અયુબની ભાળ લેવા તો કોઇક જાવ….’ ઇન્દુબેનથી ના રહેવાયું.’

 ‘મમ્મી…. આ ટોળામાંથી જવું કઇ રીતે? અને પાટિયા બાજુ તો ધમાલ વધારે છે…’ હરેશે ઊંડો નિ:શ્વાસ મૂક્યો. એવામાં જ ફોનની ઘંટડી રણકી.

 ‘હરેશભાઇ, અયુબ બોલું છું. આ તરફ ધમાલ વધી રહી છે. અમને બચાવવા તમે આવી શકશો?’ હરેશે ઘરમાં સમાચાર વહેતા મૂક્યા. અયુબના સમાચારથી ઘરનું આખું ટોળું ફોન પાસે આવી ગયું.

 ‘પણ…. અયુબ, ભઇલા ત્યાં આવવું કઇ રીતે?

’ ‘મને તમારી ગાદી આપો’ તો ઉપકાર તમારો.હું ગાડીમાં મારા પરિવારને ગમે ત્યાં સલામત જગાએ લઇ જઇશ.’ હરેશ મૂંઝાયો. સાત દશકા પૂરા કરે ચૂકેલા દશરથભાઇએ રસ્તો બતાવ્યો…. અને હરેશે એની ગાડી મારી મૂકી.

ફોન પર નક્કી કરેલા સ્થળે અંધારાની આડશે અયુબ એના પરિવાર સાથે આવી ગયો. હરેશે એને રોકડ રકમ, નાસ્તો અને થોડાં કપડાં આપી વિદાય કર્યો.

 પછીના ત્રણ-ચાર દિવસ સુધી અયુબના કોઇ સમાચાર મળ્યા નહીં. તપાસ કરવી તો પણ ક્યાં?

દસ દિવસ પૂરા થઇ ગયા.અને એક સવારે… અયુબનો ફોન રણક્યો.’હરેશભાઇ….એક કૅમ્પમાં અમે બધાં જ સુખરૂપ છીએ. અહીંયા ક્યાંય ફોનની વ્યવસ્થા ન હતી.એટલે સમાચાર આપવામાં નોડું થયું છે. બાકી, ગાડીએ લાજ રાખી. બૉનેટ ઉપર ત્રિશૂળમાં ભરાવેલી લાલ ચૂંદડી જોઇને કેટલાંય ટોળામાંથી ગાડી શાંતિથી નીકળી ગઇ.બાકી ગાડી તમે લેવા આવો છો કે, થોડી શાંતિ થયા બાદ હું આવીને આપી જાઉં?’ ઇન્દુબહેને વળતો જવાબ કહેવડાવ્યો, ‘ગાડીના બહાને અમે જ તને મળવા આવીએ છીએ….’

અને…. એક દિવસ હરેશનું, આખું ઘર એ રાહત છાવણી પર જઇ પહોંચ્યું. અયુબનું આખું કુટુંબ હિબકે ચડી ગયું. ‘હરેશભાઇ…. આ ત્રિશૂળે અને લાલ ચૂંદડીએ જ અમને બચાવ્યાં….’ બધું થાળે પડે એટલે આપણે અંબાજી દર્શને જવું છે…’ હરેશ અને મનિષાબહેન હજુ તો કાંઇ જવાબ આપે એ પહેલાં ઇન્દુબહેને વાત હાથમાં લઇ લીધી…. ‘ દીકરા, એ પહેલાં તો અમારે તને અજમેર લઇ જવો છે…’ અને ત્યાં હાજર રહેલું મોટું ટોળું હર્ષાશ્રુમા6 ખોવાઇ ગયું.

વિશે

I am young man of 77+ years

Posted in પ્રેરણાદાયક લેખો, miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
એપ્રિલ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: