BE  KAVITAAO

બે કવિતાઓ

 

બૃહત્ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ/સં:સુરેશ દલાલ/ઇમેજ/પાનું 279માંથી

1)શિવ પંડ્યા(1928થી 14/07/1978)

ઉત્તમ કક્ષાના વ્યંગ ચિત્રકાર.મરણોત્તરસંગ્રહ ‘કાવ્યો’ (1979)માં પ્રગટ થયો.

હવે–

મુંબઇ આવો

ત્યારે–

લેતા આવજો

મશરૂના કપડે વીંટીને–

કોયલનો અખબારી ટહુકો,

ભીની માટીની મૈથુની સુગંધ,

 મોરની ગૌરવાંવિત ચાલ,

ભાંભરતી ગાયની પવિત્રતા,

બોઘરણે પડઘાતી દૂધ—ધારાનો

મંજુલ ધ્વનિ,

ઘંટીમાં દળેલો પ્રભાતિયાનો રવ,

વલોણાના દહીં નો લયબધ્ધ વલોપાત–

કેટલું લખું?

ત્યાં સુધી–

ફ્લાવરવાઝનાં ફૂલોને

જોયા કરીશ

હું

અપ્રસન્ન ચિત્તે.

**************************

2)હરિકૃષ્ણ પાઠક(05/08/1938)

કાવ્યસર્જન માટે કુમારચંદ્ર્ક. ‘સૂરજ કદાચ ઉગે’ એ પ્રથમ કાવ્યસંગ્રહ.ગીત,ગઝલ એ અછાંદસ.રેખાંકનો પણ કરે છે.

બૃહત્ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ/સં:સુરેશ દલાલ/ઇમેજ/પાનું:373

માંથી

નેજવાંની છાંય તળે

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો

        એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન,

કરચલીએ કરમાયાં કાયાનાં હીર

       તોય ફૂલ જેમ ખૂલ્યું છે  મન

આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો

      ને ફરફરતો  તોરણનો ફાલ,

એવું લાગે રે ઘડી, ઊગી છે આજ ફરી

         વીતેલી રંગભરી કાલ !

છોગાની શંકાએ માથે ફેરીને હાથ

        ખોળે ખોવાયેલું ગવન.

ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે

         ને છલકાતું એ જ નર્યું રૂપ,

કંકુનાં પગલાંમાં મ્હોરી ગૈ વાત

      જેને રાખી’તી માંડ માંડ ચૂપ !

સમણાંને સાદ કરી, હુક્કો મંગાવ્યો જરી,

       ઘૂંટ ભરી પીધું ગગન.

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો

       એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન.

 

વિશે

I am young man of 77+ years

Posted in કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,210 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
માર્ચ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: