SHREEMAD   BHAGWAT NO PATH

શ્રીમદ્  ભાગવત નો પાઠ 

(ભાગવતરૂપી આંબાનું ધોળ )

વેદ વાણી, મન જાણી, શ્રીહરિ વલ્લભ, વિઠ્ઠલા,

ચારવેદનો અર્થ કહું, શ્રીભાગવત અમૃત કથા.

ભગવાને શ્રીબ્રહ્માને કહ્યું, નારદજીએ તે સાંભળ્યું, 

શ્રીવ્યાસજીએ હૃદયે ધર્યું, શુકદેવજીએ પાઠ કર્યું.  

ધન્ય શુકદેવ, ધન્ય પરીક્ષિત, જેને મુખે અમૃત ઝરે, 

શ્રીભાગવત પૂરે શાખ, કોટિ કોટિ જન્મના પાતક હરે.

શ્રીવ્યાસ વલ્લ્ભે કહી, આ પૂણ્ય કથા પ્રમાણ,

તે આજ હું તુજને કહું, વિચારી જુગતે જાણ.  

શમીકઋષિ બેઠા વનની છાંય, વાળી પલાઠી ધ્યાન ધરાય.

મૃગયા રમવા ગયા પરીક્ષિત રાય, કળિયુગ આવી લાગ્યો તેને પાય,

મને રહેવા આપો પ્રભુ ઠામ, એટલું કરો સેવકનું કામ.

કનક, દ્યુત  મદ્ય ને હિંસા સ્થાન, તારે રહેવું જઇ એ ઠામ,  

એટલે મુગટમાં કીધો પ્રવેશ, ફરી બુધ્ધિ પરીક્ષિત નરેશ.

ઋષિ સમાધિમાં ન દીધાં માન, રાજા સમજ્યો એનું અપમાન,

ડોકે નાંખ્યો એક મરેલો સાપ, દીઠો શ્રુંગી પુત્રે દીધો શાપ.

જેણે દુભવ્યા મારા તાત, તેને સાતમે દિન પ્રભાત,

ડંસ મારશે તક્ષક નાગ, પ્રાણ એ નિશ્ચય કરશે ત્યાગ.

સુણી પુત્રને તાત કહે વાત, કેમ દીધો રાયને તેં શ્રાપ?

આજ્ઞા લઇને તે શિષ્યો જાય, આવીને ઊભા સભામાંય,

રાયે આવતા દીઠા ઋષિરાય, આપી આસન બેસાડ્યા ત્યાંય.

કીધાં સ્વાગત દીધાં માન, પૂછ્યાં ક્ષેમકુશળ ને કામ,

મનુષ્ય મન છે દોહ્યલુ6, ન આણશો રીસ નૃપ.

આજથી સાતમે દિન, ડંસશે તક્ષક નાગ અચૂક,

તોય રાજાને ચડી ન રીસ, એણે શ્રાપ ચડાવ્યો શિશ. 

અર્ઘ્યપાત્ર લઇ કીધું પૂજન, સંતોષીને વળાવ્યા ઋષિજન,

પછી રાયે તેડ્યા વિપ્ર અપાર, દાન દીધા વિવિધ પ્રકાર.

મોતી માણેક હીરા સાર, મણિ રત્ન મોંઘા ભંડાર,

જન્મેજયને સોંપ્યું રાજ, મંત્રીને સમજાવ્યાં કાજ .

રાજા પધાર્યા ગંગાને તીર, જેના પવિત્ર નિર્મળ નીર.

ભવ્ય ભાગીરથીને તીર, બેઠા આસન વાલી વીર.  

રાજા કહે શુકદેવજી મહારાજ, મને હરિકથાની કહો વાત,

શુભ મારગ મુજને દેખાડો, જેથી મળે વૈકુંઠ રાય.

એટલે શુકદેવજી બોલિયા, તમે સાંભળો રાજન,

સંભળાવું છું ભાગવત કથા, જો હોય તમારું મન. 

નિશ્ચય તમારું કરો, દેહનું કલ્યાણ, 

અન્ન-ઉદક પરહરો, ધરો હરિનું ધ્યાન. 

બ્રહ્માએ હરિની સ્તુતિ કરી, પૃથ્વી ગાય રૂપે અવતરી

સારંગધરને મન ચિંતા થઇ,દેવનું કારજ કરવું સહી,

કંસ ભગિની દેવકે સાથ, થયો વાસુદેવનો વિવાહ,

આપ્યા હાથી ઘોડા ખૂબ, ઉત્સવ ઉજવાયો દિન શુભ.

બહેનને વળાવવા બંધુ જાય, એટલે આકાશવાણી થાય,

કંસ ખૂટ્યો છે તારો કાળ, તને મારશે બહેનીનો બાળ.

તારી બેન દેવકીનો વંશ, આઠમો તને મારશે કંસ,

તારો ભાણેજ કરશે ધ્વંશ, તારા કાળનો એનામાં અંશ.

કંસ રથેથી નીચે ઊતર્યો, અને ખડગ લીધું હાથ,

દેવકીનો સાહ્યો ચોટલો, કરવા મહા ઉત્પાત,

વસુદેવ કંસને વિનવે, મહારાજ સાંભળો મારી વાત.

લખ્યા લેખતે નહિ મટે, તમે શીદ કરો ઉચાટ.

બહુ બહુ પ્રકારે વિનવ્યા, પણ કહ્યું ન માને કંસ.

ત્યારે વસુદેવે વચન આપ્યું, તેને સોંપવા નિજ વંશ,

બેડી જડી બેઉને, નાખ્યા કારાગૃહ મોજાર.

કર્મ તણાં ફળ ભોગ્વો, કરો ભાવિના વિચાર,  

થોડે સમે પુત્ર પ્રસવિયા, ગઇ ખબર કંસની પાસ.

કંસે મન વિચાર્યું શીદ કરું આનો નાશ,  

સંતાન સાત શત્રુનથી, છે આઠમો મુજ કાળ.

તો સાતને છોડી દઇ, હણીશ આઠમું બાળ,

પણ નારદે કંસને કહ્યું, તું ભૂલે ભાવિ નિર્માણ. 

છપ્પન કોટિ યાદવ બધા, છે શત્રુ તારા જાણ,

વચન સૂણી નારદ તણાં, કંસે કર્યો નિરધાર.

એક પછી એક મારિયા, વસુદેવ કેરાં બાળ. 

સાત બાળ માર્યા બંધુએ, પડી આઠમાની ફાળ, 

આકાશવાણી સાંભળી, એ કંસ કેરો કાળ, 

શ્રાવણ માસની અષ્ટમીની, આવી એ મધરાત.

દેવકીને દર્શન થયાં, શ્રીકૃષ્ણનાં સાક્ષાત્ ,

પાયે પદ્મ સોહામણાં, મુખ તેજનો ઝળકાટ.

રમણીય  રૂપ  દેવીએ, શોભે અજબ વૈકુંઠનાથ.

બંધન અમારાં ક્યમ શ્રીબાલકૃષ્ણ  બોલિયા, તમે સાંભળો મા વાત.

તમ દુ;ખ કરવા દૂર આજે અવતર્યા મધરાત,

ગોકુળ અમને લ ઇ જાવ, શ્રીનન્દરાયને ઘેર,

શ્રીજશોદાને પુત્રી અવતરી, મુજ સાથ કરો હેરફેર  

મને ત્યાં પડતો મૂકી, મુજ સાથ કરો હેરફેર 

મને ત્યાં પડતો મૂકી, પુત્રી લાવો તાત,

કંસ મામાને કહેજો કે, જન્મી છે પુત્રીજાત

વસુદેવ બોલિયા કેમ, કઠણ થાયે કાજ. 

બંધન અમારાં ક્યમ ખૂલે, પહોંચાય કેમ કરી આજ?

બહાર દરવાજે ઊભા, ચોકી કરે ચોકીદાર,.

 

અંધારી રાતે કેમ ઊઘડે, ભોગળ વાસ્યાં દ્વાર.

એટલે શ્રીકૃષ્ણે કૌતુક કર્યું, તૂટ્યા બેડીના બંધ,

દ્વારપાળ લાગ્યા ઘોરવા, થાય છતી આંખે અંધ.

કરંડિયામાં સુવાડ્યા કૃષ્ણને, વસુદેવે મૂક્યા શિર,

ઝરમર વરસે મેહુલો, ને વીજ ચમકે ગંભીર.

શ્રીયમુનામાએ માર્ગ દીધો, થાય તરત બે ભાગ.

વસુદેવ ચાલ્યા હરખથી, સરિતાએ દીધો માર્ગ.

નાગે છત્ર કીધાં, ફેણે દીધાં ઓછાર,

રખે ફોરાં લાગશે, જન્મ્યા શ્રી જગદાધાર

વસુદેવ ગોકુળ પહોંચિયા, ને બદલી લીધાં બાળ.

કન્યાને લઇ પાછા ફર્યા,પછી જાગ્યા રખેવાળ.

કારાગૃહે બાળા રડી, ગભરાયા ચોકીદાર,

સંતાન પ્રસવ્યું  દેવકીને એમ કહ્યા સમાચાર,

કંસ આવ્યો દોડતો એને પડી પેટે ફાળ.

જ્યાં બાળ લીધું ઝૂંટવી, દેખી વિમાસણ થાય

આ કન્યાથી મોત, મારું નિપજાવાય?

પણ પકડીને અફાળ્યો દેહ, પાપીના દિલમાં નહિ સ્નેહ,

વીજળી થઇ આકાશે ગઇ,જતાં જતાં એ કહેતી ગઇ

મને મારી શું હરખાય? તારો કાળ જીવે છે રાય,

ગોકુળ ગામે ઊછરે બાળ, કંસ ! થશે એ તારો કાળ!

સાંભળીને બેનને લાગ્યો પાય, મેં તુજને કીધો અન્યાય,

બેનનાં બાળક માર્યા સાત, એ મારે માટે અપરાધ,

કારાગૃહથી છૂટાં કર્યાં, દુ:ખડાં બન્નેનાં સહુ હર્યા.

પછી  વિચારે છે એકાંત, ચિત્ત બન્યું એનું અશાંત,

પોતાનો જીવે છે કાળ, એને હૈયે પડી ફાળ,

કેશી દૈત્ય કહે, ન કરો ખેદ, આણી આપીશ એનો ભેદ.

કહો પૂતન રાક્ષણીને જાય , કરે ગોકુળમાં બાળહત્યાય.

તોરણ બંધાયાં નંદને દ્વાર, ભજન કીરતન ને સોળ શણગાર,

જન્મ્યો જશોદાને બાળકુમાર, નંદરાજને હરખ અપાર.

ગોપીઓ સૌ ટોળે મળી, જુવે કુંવરનું મુખ વળી વળી,

લાડમાં કુંવર મોટો થાય, ગોવાળો સંગ રમવા જાય.

ગોવળો આવે ઊતાવળા શ્રીકૃષ્ણ વેણું વાય,

ખેલે, કૂદે, ગાયો ચરાવે,ગીત ગોપી ગાય.

ગોપીઓ આવે મલકતી, હૈયે અનેરો સ્નેહ,

દહીં દૂધનાં છાંટ્યાં છાંટણાં, છંટાય સારો દેહ.

 

મહીની મટુકી શિર ધરી, ગોપીઓ ચાલી જાય,

રોકે કનૈયો વાટમાં, પછી દાણલીલા થાય.

રંગે રમે સૌ રાસલીલા, કાન બંસી બજાય,

ઘરકામ સૌ પડતાં મૂકી, રાધા ને ગોપી ધાય,

ગોકુળના ગોવાળ સૌ, મથુરામાં મહિ ભરી જાય,

કંસરાજાની રાણીઓ એ દૂધ ગંગે ન્હાય.

નંદ આવી વસુદેવને મળ્યા, આંખો તણાં આંસુ ઢ્ળ્યાં

ક્ષેમકુશળની પૂછી વાત, કંસે માર્યા બાળ સાત.

છાના  મૃગલી ડગલાં ભરે, જળ માંહી જેમ મીન જ ભળે.

હૈયું હળાહળ ઝેર ભરી, ધવડાવવા કૃષ્ણને બેઠાં ફરી,

 શોષ્યા પ્રાણ તે શબ થઇ પડી, શકટાસુર ત્યાં આવ્યો ચડી.

એ રીતે શકટાસુર હણ્યો, ત્યાં મહિષાસૂર બીજો ડર્યો.

આકાશે મચાવ્યો ઉત્પાત,ગોવિંદાએ કીધો ઘાત,

એમ અસૂરો માર્યા અનેક, તો યે કંસએ તજ્યો ન ટેક.

ગર્ગાચાર્ય આવ્યા ઘેર, નંદે માન દીધા બહુ પેર.  

દક્ષિણામાં દીધાં બહુ દાન, બળભદ્ર, કૃષ્ણ પડાવ્યા નામ.

ગોઠણિયે કાયા ઘસડાય, કાદવ ખરડ્યા માટી ખાય.

ક્ષણ ક્ષણમાં રૂપો બદલાય, મોટાં નાના ઘડે ઘડી થાય.  

, 

માના મન હરખે ભર્યા, ને મુખ દીઠાં વિકાસ,

ચૌદ ભુવન દેખાડિયાં, થયાં અચરજ ને ઉલ્લાસ.  

ફરીથી માનો છેડો સાથ, માયાનો નહિ પાર પમાય, 

રડવા માટે જીવ લલચાય, ચૂલે દૂધ ઉભરાયાં જાય. 

ઉછરંગે સ્તનપાન કરાય, બોકી દઇ જશોદા હરખાય

ફોડે ગોળી માખણ ખાય, દૂધ—દહીંની રેલ રેલાય

માખણિયાં નહીં ઢોળો પુત્ર, એના પર ચાલે ઘરસૂત્ર,

ડગમગતાં હરિ ડગલાં ભરે, ચૌદ લોકમાં એ સંચરે.

ગોપીથી ફરિયાદ કરાય, બાંધે દોર નહિ બંધાય, 

જેમ જેમ બાંધવા કોશિશ થાય, તેમતેમ દોરડે ટૂંકી થાય,

વિષ્ણુલોક બાંધ્યા નવ જાય, માયા પ્રભુની અજબ મનાય.

માની ઉપર કરુણા કરી, જાણી જોઇ જાતે બંધાય,

હરિ દામોદર બાંધ્યા દામણે, કેશવ છાના છપના રડે,

યમલાર્જુન બોલ્યા એમ, શ્રાપ નિવારણ કેધો કેમ ?

નન્દ જશોદા કરે ઉચાટ, ગોકુળમાં થઇ રહ્યો ઉત્પાત,

વૃંદાવન છે ઠામોઠામ આપણે જઇ કરીએ વિશ્રામ.

સકળવેલ જોડાવે કરી, રોહિણે જશોદા બેઠાં મળી,

માથે મુગટ ઝાકમઝાળ, કંઠે શોભે વૈજયંતિ માળ.

કનકન ગેડી કૃષ્ણને હાથ, ગાયો ચારવા જાય સંગાથ,

રઘુનાથ આવ્યો પશુરૂ, વત્સાસુરનું લઇ સ્વરૂપ

.નાઠી ગયો ને બહાના ગોપ,  કૃષ્ણે માર્યા તેને ચોક,

અઘાસુર આવ્યો અધ્ધર  ચઢી, તુટી પડ્યો ગર્જી કડકડી,

વજરદેહ મોઢું વિકરાળ, કૃષ્ણે આણ્યો તેનો કાળ.

ગોવાળોનો ભાગ્યો ભ્ય, વૃંદાવન કીધું નિર્ભય,

કરવા ભક્તજનોનો ઉધ્ધાર, અવતર્યા એ શ્રી દેવમોરાર.

દાળ, દહીં, દૂધ, કરમદાં, આદુ, બીલી, ભાત,

યમુના કાંઠે હરિ જમે, ગોવાળોની સાથ.

જમી જમાડે ફરી જમે, શોભે વૈકુંઠનાથ,

બ્રહ્મા વાછરું હરી ગયા, એવી નિપજાવી સાર.

બ્રહ્માએ કૌતુક જોયું, માટે સ્તુતિ કરી અપાર.

એ છે અકળ સ્વરૂપ, કોઇના કલ્યા ન જાય,

એ છે મોટા વિષ્ણુ, પાર ન એનો પમાય,

આ અપ્રાધ ક્ષમા કરજો, તમે છો દીનદયાળ,

મોહન બજાવે મોરલી, ગાયો ચારવા ગોવિંદ જાય

આવ્યા ધેનુક, દૈત્યની જાત, કૃષ્ણે મારી એને લાત.

 એ તો ઊડીને ઊછળે આકાશ, એના નીકળી ચૂક્યા સ્વાસ.,

અજા, મહિષી ગૌરી સાહી, ગોવાળરૂપે આવ્યો પ્રલંબ ત્યાંહી.

મલ્લ મોટો એણે લીધો દાવ, બળદેવે કીધો મસ્તકે ઘાવ.

છૂટ્યા પ્રાણ ને થયો ઘૂચવાટ,ત્યારે કંસને થયો ઉચાટ.

કૃષ્ણ ગેડીદડા તે ખેલે, એક દાવ લે બીજો મેલે.

આવ્યો કૃષ્ણ કનૈયાનો દાવ, માર્યો ફટકો કસીને લીધો લ્હાવ.

દડો ઊછળીને જળમાં ગયો, ગોવાળોને આનંદ થયો.

શરત પૂરી કરવા તૈયાર થાઓ, યમુનાજીમાં જઇને દડો લાવો.

કૃષ્ણ ચડ્યાં કદંબની ડાળ,મારી તે ઊંડા જળમાં ફાળ.

ગોપ વિસ્મિત થઇ જોઇ રહ્યાં, કોઇએ ખબર જઇ નંદને કહ્યા.

યમુના તીર સૌ  ભેગા થાય, આંસુ ધારા આંખે ઊભરાય,

ક્રુષ્ણ સંચર્યા તે પાતાળ,  સૂતો મણિધર વિષધર વિષધર કાળ.

છંછેડીને સૂતો જગાડ્યો,અંગુઠો તે મસ્તક લગાડ્યો

નાગણીઓનું કહ્યું  ન માન્યું, યુધ્ધ જાણી જોઇને આણ્યું.

ડસ્યો સર્પે થઇને અધીર, થયા કૃષ્ણજી શ્યામ શરીર.

કાળી નાગને કૃષ્ણે નાથ્યો, નાગણીઓના ડરને ઉથાપ્યો.

કરે નાગણેઓ સ્તુતુ અપાર, બક્ષો હે તાત કૃષ્ણ મોરાર.

કરે કાલાવાલા તે લક્ષમાં લીધા, શરત કરીને સ્વામી છૂટાં કીધા

પછી જળથી નીકળ્યા બહાર,ત્યારે થઇ રહ્યો જય જયકાર.

દોડી ભ્ટ્યાં જશોદા માત, ગોપગોપી થયાં રળિયાત,

કૃષ્ણ કથારસ કેટલા કહીએ, પાર પરાક્રમનો નવ લહીએ.

દાવાનળ બુઝાવ્યો વન માંહ્ય, ગોવર્ધન તોળ્યો કર માંય.

યમુના પૂરમાં ડૂબ્યા ગોવાળ,એમને ઉગારી લીધા ગોપાળ.

વ્રત કાશીનાં સૌ કરો, પૂજો ગૌરી કુમાર,

બેઉ ક્ર જોડી વીનવું, માગું કૃષ્ણ ભરથાર.

પીતાંબર અંબર ધરી, ચડ્યો કદંબને ઝાડ.

જળમાં ગોપી વલવલે, વસ્ત્ર આપો વૈકુંઠનાથ.

દીન મુખે વિનંતી કરે, જોડીને બે હાથ.

વસ્ત્રહરણ લીલા કરી, ગોપ ગોપીની માયાહરી.

યજ્ઞ થયો જાનીને ઘેર, અન્ન થાયે રામ શુભ પેર,

જાનીએ ન જાણ્યો ધર્મ, ઋષિ પત્નીએ જાણ્યો મર્મ.

સકળ અન્ન ફળ આણી આલ્યાં, એ તો કૃષ્ણને મન ભાવ્યાગિરિ ગોવર્ધનને ધાર્યો, મદ સુર અસુરનો ઉતાર્યો.

ઇન્દ્ર તણાં ઉતારયા માન, ગાયાં ભક્તજનનાં યશગાન.

નંદને વરુણ હરી ગયા, લઇ આવ્યા વૈકુંઠરાય,

જળ યમુનાનાં ઝીલંતા, મોહનજી વેણુ વાય.

 વ્યાકુળ થઇ ગોપાંગના, તજી ઘેર ભરથાર,

અવળાં વસ્ત્રો પહેરિયાં, કંઇ માથે તે બાંધ્યા હાર.

નયણે સિંદુર સારિયા,સેંથે કાજળ રેખ,

ભૂલી કંકણ હાથના, ડોકે નાખ્યા કટિમેખ.

ગ્પી વચ્ચે ગોવિંદ રમે, ખેલે રાસલીલા સંગાથ,

ચંદ્ર ખીલ્યો આકાશમાં,તેવા શોભે વૈકુંઠનાથ.

શંખચૂડ ત્યાં આવિયો, જ્યાં ગોપીઓ રમતી’તી રાસ.

શ્રીકૃષ્ણે તેને સંહારિયો, એના નીકળી ગયા જીવ ને શ્વાસ.

એમ કંઇક અસુરને પછાડિયા, જેની ગણનાઓ નહિં પાર,

એટલે નારદ આવિયા. કંસરાયને દરબાર  !

પાણી ચડાવ્યું કંસને , કીધો અવળો ઉપદેશ,

કંસે અક્રૂરને તેડાવિયા, એને અંતર જાગ્યો ક્લેશ.

આવો પધારો અક્રૂરરાજ, અમને પડ્યું તમારું કાજ,

મામાજીનં કરો કામ આજ, જાનીએ જતા વાળ્યા રાજ.

ગંગાજળ ઘોડા જોતર્યા, અક્રૂરજી હરિ પાસ સંચર્યા,

જો કૃષ્ણના ચરણે જાઉં,તો તેમનાં આલિંગન પાઉં,

સમી સાંજે ગોકુળ ગયા, અક્રૂરજી શ્રીહરિને મળ્યા.

કૃષ્ણજીને કહે એ તો વાત, તમે મથુરા આવો મરી સાથ,

માત તાતની  લો સંભાળ, કોઇ વાંકો ન કરશે વાળ.

સુણી કૃષ્ણ તૈયાર થયા, થઇ વ્યાકુળ ગોપી –નાર.

નન્દ—જશોદાને કીધા પ્રણામ, ગોપબંધુઓને રામ રામ !

ગોપીઓની આંખે આંસુ ધાર, વિનંતી કરતી ને પડતી પાય,

વલવલતી સૌ પૂઠ જાય, કર કૃષ્ણના કરગરી સાહય.

ઓધવ રૂપે મળશુ એવું આશ્વાસન આપે હરિ.

 કૃષ્ણ કહે કાકાજી જઇએ આપણે મથુરા ભેગા થઇએ  

રથ જોડ્યા હણહણતા તોખાર, કીધી યમુના ઝટપટ પાર,

તરૂવર છાયા શીતળ શાંત, રથ મધ્યાન્હે નિરાંત.

અક્રૂર્જે જળમાં સંચર્યા, ત્યાં તો દીઠું અકળ સ્વરૂપ

ઊંચું જોયું ને વિમાસણ થાય, એ તો અવતારી નવખંડ ભૂપ.

સ્તુતિ કીધી કીધા પ્રણામ. હાથ જોડીને માંગ્યા વરદાન

,ગર્ભવાસના દોહ્યલા દુ:ખ, મુક્તિ દેજોને ચિરંજીવ સુખ.

પ્રથમ મચ્છા રૂપ ધર્યું, પેઠા સમુદ્ર મોજાર,

શંખાસુરને મારિયો, ને વેદ મળ્યા ચાર  !

બીજે કચ્છ રૂપ ધર્યા ને સમુદ્ર મધ્યે સાર,

ચૌદ ભુવનના નાથને, ઘર લક્ષ્મીજી આવ્યાં નાર.

ત્રીજું વરાહરૂપ ધર્યુંધને, પ્રાણ વધ્યા અપાર,

ચોથે નરસિંહનું રૂપ ધર્યું, ભક્તના કરવા કાજ,

હિરણ્ય કશ્યપને મારિયો, પ્રહલાદને આપ્યું રાજ.

પાંચમે વામન બન્યા ને, ભરી અલૌકિક ત્રણ ફાળ,

ત્રણ ડગલાં ધરતી લેતાં, બલિરાજા ચાંપ્યો પાતાળ

છઠ્ઠે ફરસીને ફેરવી પરશુરામ ધર્યુ નામ,

પ્રદક્ષિણા પૃથ્વીની ફર્યા હણ્યા ક્ષત્રી તમામ,

સાતમે અસુર સૂર અવતર્યો, તમે ભક્તજન પ્રતિપાળ,

રામરૂપે પુત્ર દશરથ, રાવણનો કીહો કાળ.

આઠમે શ્રીકૃષ્ણ અવતર્યા, વસુદેવકેરા તન,

શ્રાવણ માસની અષ્ટમીએ, દર્શન પતિત પાવન.

દેવકીની કુખ ઉજાળી, યાદવ કુળ શણગાર,

પાયે પદ્મ સોહામણાં, ને ઉદરે રેખા ચાર,

લાંછન ભાલે ઝળહળે, શોભે શ્રી દીનદયાળ,

કાને કુંડળ રત્નનાં, કંઠે વિજય વરમાળ,

શંખ, ચક્ર ગદા પદ્મ ધર્યા, તબુરે નારદ ગાય.

દશમો લીધો શ્રીકૃષ્ણે કલકી અવતાર,

પૃથ્વી પાછળ ફેરા ફર્યા, શ્રી લક્ષ્મીના ભરથાર !

પહેલી પોળ પેસતાં શુભ શુકન શ્રીકૃષ્ણને થયા,

મથુરાનગરીના સેવકો સત્કારવા સામા ગયા.

કનકથાલળે કેસર ચંદન લઇ, કુબ્જા નારી સામી ગઇ,

ભકિતભાવે પૂજ્યા ભગવાન, નવયોવનનાં દીધા વરદાન,

યોગેશ્વરે ઉચુ જોયું દઠું દિવ્ય સ્વરુપ,

બ્રહ્માજીએ પારખયું એ અગમ દૈવી સ્વરુપ.

અક્રુરે પણ ઓળકી લીધા એમને અવિનાશ,

હાથ જોડયા ને કહ્યું, હું છું દાસ્અનો પણ દાસ.

મહેલે ચડી શાળવીએ જોયું કંસે દીઠો કાળ,

જેવી જેની ભક્તિ, ભાસે દીઠા જમની ઝાળ.

મેડીએથી મલ્લ ધ્રુજ્યા, આણી મનમાં ખેદ,

મંડપ હેઠે પછાડયા ને વળ્યો રાયને પ્રસ્વેદ.

ગદા સરી ગઈ હાથથી ને વર્ત્યો જયજયકાર,

ઉગ્રસેનને પાટે બેસાડયા, અભય સોંપ્યા રાજ,

માતાપિતાને ભેટયા ને આનંદ વર્ત્યો આજ.

શ્રીકૃષ્ણ ઘેર ઓચ્છવ થયો, દીધાં દાન-ધર્મ અપાર,

એ રીતે સૌ મંગળ થયું, હરખ્યો સકળ સંસાર.

અવંતી નગરી નામે ગામ, સાંદિપની બ્રાહ્મણનું નામ.

ભણવા મૂક્યા એમને ત્યાં, સુદામા સ્નેહી ભેટયા જ્યાં.

ગોર તણા આણી આપ્યા પુત્ર, સકળ શાસ્ત્ર ભણિયા બહુસુત્ર.

ગાય દોહતાં ગોરાણી મળ્યાં, જોઇ કૃષ્ણ દોણી વિસર્યા,

કૃષ્ણે કર વધર્યા ત્યાં , દોણી પાણી આપી ત્યાં.

કૃષ્ણ કહે ઓધવ સાંભળો, વેગે ફરી ગોકુળ સંચરો.

વળી વલોણે બોલે વાત, નહિં જશોદા કરે વિલાપ.

એજ અમારો પ્રાણાધાર, એના વિના જીવન ધિક્કાર.

કહે ગુરુ તું સાંભળ રાય, નહિ અક્રુર એ ઓધવરાય.

ઓધવ કરે વિવેક વિચાર, શ્રીકૃષ્ણ આરોગે એણી વાર.

બાંસઠ પાનની બીડી ધરી, લવિંગ સોંપરી એલચી ભરી.

ઢાળ્યા ઢોલિયા ચાંપે પાય, નંદના નંદન ઢોળે વાય.

વિશે

I am young man of 77+ years

Posted in શીમદ્ ભાગવત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,825 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: