SHREEMAD BHAGWAT(LOK-BSHREEMAD BHAGWAT(LOK-BHAAGWAT)MANUBHAI GADHAVI લોક-ભાગવતમાં ના પ્રસંગો//મનુભાઇ ગઢવી ** શ્રીકૃષ્ણ ભગવાન હસ્તિનાપુર કૌરવો સાથે યુધ્ધ ન થાય તે અંગે સંધિ કરવા આવ્યા છે તે પ્રસંગ છે: વિદુરજીના પત્ની સુલભાજી તો ભગવાનના પગમાં પડ્યા ને રોવા માંડ્યાં. શ્રીકૃષ્ણ ભગવાને સીધું કીધું: મા ! મને ભૂખ લાગી છે.સુલભાજી ના હાથમાં એક કેળું આવ્યું એટલે છલ્ય કાઢીને શ્રીકૃષ્ણને આપી અને કેળું ફેંકી દીધું આટલા ભાવવિભોર થઇ ગયેલા. દર્શનમાં બેભાન છે અને શ્રીકૃષ્ણ ચાલ્ય પણ પ્રેમ થી ખાઇ ગીયા. ભગતીની વાતું કરતાં કરતાં ત્રણેય જણાએ મીઠા વગરની ભાજી પ્રેમથી ખાધી.શ્રીકૃષ્ણ ભગવાનના મુખ ઉપર છપ્પન ભોગ આરોગ્યાની તૃપ્તિ દેખાણી.

 ** કંસ, રાવણ,દુર્યોધન, શિશુપાલ કોઇ પાત્ર પોતાની જાતને દુષ્ટ ગણવાનું સમજ્યા નથી. એક કૈકેયી જ એવું પાત્ર છે કે જેને પોતાની ભૂલ છે એ સમજાણું છે. લોક-ભાગવત કે છે, રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી વલ્કલ પેરીને હાલ્યાં અને અજોધાના પાદરમાં હશે ત્યાં કૈકેયીને પસ્તાવો શરૂ થીયેલો. ને થીયું અરે આવું મહાપાપ હું કરું છું. રામને જઇને પગે પડીને પાછો વાળી લઉં.પણ બીજી જ પળે સમજાણું કે હું અભાગિણી બુધ્ધિ વગરની છું,. હું મારો નિર્ણય હવે બદલું પણ હવે રામ નિર્ણય બદલીને પાછા વળે ઇ વાતમાં માલ નથી. એટલે કે છે દશરથના મૃત્યુ પછી કૈકેયી કાળાં લૂગડાં પેરીને મોઢું ઢાંકીને કાયમ બેહતા.રામ વનમાંથી પાછા અજોધા પધાર્યા ને પેલા કૈકેયીના મેલમાં પગે લાગવા ગીયા.કાળે લૂગડે મોઢું ઢાંકીને પગ ને સોતા સંતાડી બેઠાં છે.રામજી પગે લાગ્યા, ભીંતમાં ગાબડાં અને લાલ લાલ ડાઘ જોયા ને રામે પૂછ્યું કે મારી માના ઓરડામાં કોઇ દિ કાંઇ કામ જ નથી કરાવ્યું.પ્લાસ્તર ખરી ગીયાં છે ને ડાઘા પડ્યા છે.માણહે કીધું,બાપુ, આપને વનમાં મોકલ્યા ત્યારથી રોજ સવાર સાંજ ચૌદ ચૌદ વખત માથું ભીંતમાં પછાડે છે એના લોઇના ડાઘા છે અને ભીંતમાં ખાડા પડ્યા છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. HAAGWAT)MANUBHAI GADHAVI

લોક-ભાગવતમાં ના પ્રસંગો//મનુભાઇ ગઢવી
**
શ્રીકૃષ્ણ ભગવાન હસ્તિનાપુર કૌરવો સાથે યુધ્ધ ન થાય તે અંગે સંધિ કરવા આવ્યા છે તે પ્રસંગ છે: વિદુરજીના પત્ની સુલભાજી તો ભગવાનના પગમાં પડ્યા ને રોવા માંડ્યાં. શ્રીકૃષ્ણ ભગવાને સીધું કીધું: મા ! મને ભૂખ લાગી છે.સુલભાજી ના હાથમાં એક કેળું આવ્યું એટલે છલ્ય કાઢીને શ્રીકૃષ્ણને આપી અને કેળું ફેંકી દીધું આટલા ભાવવિભોર થઇ ગયેલા. દર્શનમાં બેભાન છે અને શ્રીકૃષ્ણ ચાલ્ય પણ પ્રેમ થી ખાઇ ગીયા. ભગતીની વાતું કરતાં કરતાં ત્રણેય જણાએ મીઠા વગરની ભાજી પ્રેમથી ખાધી.શ્રીકૃષ્ણ ભગવાનના મુખ ઉપર છપ્પન ભોગ આરોગ્યાની તૃપ્તિ દેખાણી.
** કંસ, રાવણ,દુર્યોધન, શિશુપાલ કોઇ પાત્ર પોતાની જાતને દુષ્ટ ગણવાનું સમજ્યા નથી. એક કૈકેયી જ એવું પાત્ર છે કે જેને પોતાની ભૂલ છે એ સમજાણું છે. લોક-ભાગવત કે છે, રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી વલ્કલ પેરીને હાલ્યાં અને અજોધાના પાદરમાં હશે ત્યાં કૈકેયીને પસ્તાવો શરૂ થીયેલો. ને થીયું અરે આવું મહાપાપ હું કરું છું. રામને જઇને પગે પડીને પાછો વાળી લઉં.પણ બીજી જ પળે સમજાણું કે હું અભાગિણી બુધ્ધિ વગરની છું,. હું મારો નિર્ણય હવે બદલું પણ હવે રામ નિર્ણય બદલીને પાછા વળે ઇ વાતમાં માલ નથી. એટલે કે છે દશરથના મૃત્યુ પછી કૈકેયી કાળાં લૂગડાં પેરીને મોઢું ઢાંકીને કાયમ બેહતા.રામ વનમાંથી પાછા અજોધા પધાર્યા ને પેલા કૈકેયીના મેલમાં પગે લાગવા ગીયા.કાળે લૂગડે મોઢું ઢાંકીને પગ ને સોતા સંતાડી બેઠાં છે.રામજી પગે લાગ્યા, ભીંતમાં ગાબડાં અને લાલ લાલ ડાઘ જોયા ને રામે પૂછ્યું કે મારી માના ઓરડામાં કોઇ દિ કાંઇ કામ જ નથી કરાવ્યું.પ્લાસ્તર ખરી ગીયાં છે ને ડાઘા પડ્યા છે.માણહે કીધું,બાપુ, આપને વનમાં મોકલ્યા ત્યારથી રોજ સવાર સાંજ ચૌદ ચૌદ વખત માથું ભીંતમાં પછાડે છે એના લોઇના ડાઘા છે અને ભીંતમાં ખાડા પડ્યા છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.

વિશે

I am young man of 77+ years

Posted in પ્રેરણાદાયક લેખો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: