bhaj govindam two

BHAJA GOVINDAM-TWO

યાવદ્ વિત્તોપાર્જનસક્ત-
સ્તાવન્નિજપરિવારો રક્ત:
પશ્ચાદ્ ધાવતિ જર્જરદેહે
વાર્તા પૃચ્છતિ કોઅપિ ન ગેહે:….5

“માણસજ્યાં સુધી ધનદોલત કમાતો હોય ત્યાંસુધી જ એનો પરિવાર એના પર પ્રેમ વર્ષાવે છે. પાછળથી જ્યારે ઘડપણથી જીર્ણ બનેલું એનું શરીર લથડિયાં ખાતું થાય ત્યારે એના જ ઘરમાં એનો કોઇ ભાવ પૂછતું નથી.” અગાઉના શ્લોકમાં જીવનની નશ્વરતાનું વર્ણન કર્યું. એથી કોઇ પૂછે કે, જીવનને ફિક્કું બનાવતી આવી વાતો કરવાથી શો લાભ? જોતા નથી…. મને મારાં સ્વજનો કેટલું ચાહે છે? સ્વજનોનો પ્રેમ અને વૈભવનો આનંદ લૂંટ્વાનું છોડી જીવનને ઉદાસીનતાથી ભરવામાં ક્યું ડહાપણ છે?આવો પ્રશ્ન કરનાર સંસારી માણસ ભૂલી જાય છે કે પ્રકૃતિ પ્રતિક્ષણ કરવટ બદલતી રહે છે. વ્યક્તિવ્યક્તિનો પ્રેમપોતપોતાના સ્વાર્થને કારણે જ છે ને તે માટે જ ટકે છે. આમાં પ્રેમ કરનાર તેમ જ પાછળથી પ્રેમ ન કરનાર વ્યક્તિનો દોષ નથી. પ્રતિક્ષણ બદલાતી પરિસ્થિતિ જ એમ કરાવે છ. વ્યક્તિનો સૌથી વધુ પ્રેમ પોતાના વિષે જ હોય છે.બીજા બધા પ્રેમ કે અનુરાગોનું માધ્યમ પોતાનો દેહ જ છે. એ દેહ જ્યારે જરજીર્ણ થાય કે રોગગ્રસ્ત બને ત્યારે વશમાં રહેતો નથી. ઇચ્છ્યું કરતો નથી, તો બીજાની ક્યાં વાત? પરમાત્માપ્રીતિ તેમ જ આત્મસાક્ષાત્કારને જ પરમ કર્તવ્ય માનનાર મનુષ્ય સ્વાર્થી નહીં પણ સાચા અર્થમાં પરાર્થી છે. એ પોતાના મોહમુક્ત અને વિવેકપૂર્ણ જીવનમાં જે કાંઇ કરશે તે પોતાની નજીકનાં તેમજ દૂરનાં, સૌ કોઇના કલ્યાણમાં જ પરિણમશે. “આત્માર્થે પૃથિવીં ત્યજેત્ ” ‘આત્મા માટે આખી ધરતીનો ત્યાગ કરવો’ એમ કહેનાર મહાભારત આત્મર્થીની વિવેકપૂર્ણ જીવનદૃષ્ટિની સર્વોપકારક્તા તરફ જ આંગળી ચીંધે છે. સ્વંજનોના મોહમાં ગળાડૂબ માણસ જ્યારે પોતાની અવસ્થા બદલાતાં તે જ સ્વજનોના વ્યવહારમાં પ્રીતિનો અભાવ જુએ છે ત્યારે, તે ખૂબ હતાશ અને દોષદર્શી બની જાય છે. એના એવા વર્તન માટે બીજું કોઇ જ નહિ પણ એ પોતે જ જવાબદાર છે. કારણ કે એણે વાસ્તવિક્તાને કદી પિછાણી જ હોતી નથી. અને જ્યારે જીવનનું સત્ય નગ્ન રૂપમાં સામે આવીને ઊભું રહે છે ત્યારે, એની માન્યતાઓના ભુક્કા થઇ જતા જોઇને તે અકળાય છે ને વલોપાત કરી સ્વાભાવિક રીતે આવી પડેલી યાતનાને અનેક ગણી વધારી મૂકે છે.બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્યે પોતાની પ્રિયા મૈત્રેયીને આ જ વાત કહી છે: ”ના વા અરે ! પત્યુ: કામાય પતિ: પ્રિયો ભવતિ, આત્મનસ્તુ કામાય પતિ: પ્રિયો ભવતિ “2,4,5. અરી પાગલ ! પત્ની પતિને ચાહવા માટે, પતિના આનંદ માટે, નથી ચાહતી પણ અપોતાની ખુશી માટ એ ચાહે છે. આવું જ પતિના પત્ની પ્રત્યેના તેમ જ અન્યોન્યના સંબંધમાં જાણવું. પોતાને અન્ય કોઇ સુખ નહિ આપી શકે પણ પોતાનું સદ્ વર્તnતેમ જ સત્ય માર્ગનું અનુસરણ અને વાસ્તવિક દૃષ્ટિ જ સુખ આપી શકે, આ વાત સૌ કોઇએ સમજી લેવી ઘટે.

યાવજ્જીવો નિવસતિ દેહે
કુશલં તાવત્પૃચ્છતિ ગેહે..
ગતવતિ વાયૌ દેહાપાયે
ભાર્યા બિભ્યતિ તસ્મિનકાયે….6
“જ્યાંસુધી દેહમાં જીવ હોય ત્યાંસુધી ઘરમાં કુશળસમાચાર પુછય છે. જ્યારે પ્રાણ નીકળી જાય ને દેહ શબ બની જાય ત્યારે તે જ શરીરને જોતાં ભાર્યા પણ ભયભીત થઇ જાય છે.”<
જીવતા પુરુષને તેની પત્ની વહાલથી કુશળસમાચાર પૂછે છે, તેના સુખની ચિંતા કરે છે. જે શરીર માટે તે વહાલ વરસાવે છે તે જ શરીર જીવ જતાં બિહામણું બની જાય છે. આ વાત સર્વ પ્રકારના સંબંધોમાંબનતી હોય છે. પ્રાણહીન શરીર બેઠું થાય તો તેને જોઇ એ જ સ્વજનો એને ભૂત સમજી ભાગાભાગી કરશે. જે શરીરને માટે અપાર આસક્તિ હતી તે જ શરીર નિશ્ચેતન દશામાં જુગુપ્સાજનક બની જાય છે. આ કુદરતી પરિવર્તનને નિશ્ચિત સમજીને પ્રથમથી જ શરીરનો મોહ ન કરવો. આનું તાત્પર્ય એવું નથી કે કોઇએ કોઇના પ્રત્યે અનાદર કે અણગમો રાખવો. પણ પરિવર્તનશીલ સંસારમાં અનુકૂળ અને પ્રતિકૂળ પરિવર્તનો અચૂકપણે આવતાં જ હોય છે. માટે કોઇ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે મોહ ન રાખતાં વિવેકબુધ્ધિથી તેના પ્રત્યે ઘટતો પ્રેમ જ રખાય અને સંયોગની જેમ વિયોગની સ્થિતિની પણ સંભવના ધ્યાનમાં રાખવી જોઇએ,. મહાભારત કહે છે: ક્ષયાંતા:સંચયા: સર્વે પતનાંતા: અમુચ્છૃયા:… સંયોગા વિપ્રયોગાંતા મરણાંતં ચ જીવિતમ્ …. બધા જ સંચયો (જોડાણ) અંતે નાશ પામે છે.ઉપર ચઢેલા નીચે પછડાય છે. સંયોગ વિયોગમાં પરિણમે છે ને જીવનનો અંત આખરે મરણ જ છે. બાલસ્તાવ ક્રિડાસક્ત
સ્તરુણસ્તાવ તરુણીરક્ત: વૃધ્ધ્સ્તાવ ચિંતામગ્ન:
પરે બ્રહ્મણિ કોઅપિ ન લગ્ન: …..7
“ બાળક રમતગમતમાંમશગૂલ હોય છે, યુવાન યુવતી સાથે વિલાસમાં રત છે, વૃધ્ધને વળી દુનિયાભરની ચિંતા સતાવે છે. આમ દરેક પોતપોતાની સાંસારિક પળોજળમાં મશગૂલ હોય છે. ભલા !પરબ્રહ્મમાં કોઇનું યે ચિત્ત પરોવાયેલું નથી.” સૌ કોઇ પોતપોતાની અવસ્થાને અનુરૂપ સંસારની નાશવંત પ્રવૃતોમાં રાચે છે. યુવાની પ્રણયલીલાના નશામાં ક્યારે વીતી ગઇ તેનું ભાન રહેતું નથી. વૃધ્ધાવસ્થા પોતાનાં પુત્ર્પુત્રીઓની જ નહીં પણ દુનિયાભરની ઘટનાઓને પોતાની રીતે નિહાળવામાં અને પોતાની અક્કલ પ્રમાણે ન ચાલવામાં સંતાનોપ વગેરે દુ:ખી થશે એવી વિમાસણમાં વિતાવે છે.સૌ કોઇ જે કાંઇ સરકી રહ્યું છે, નાશપામી રહ્યું છે, તેની આસક્તિમાં તરબોળ છે, પણ જે પામવાથી કાયમી સુખશાંતિ સાંપડે તે પ્રત્યે બેદરકાર છે. સમસ્ત જગતને સાચા પુરુષાર્થથી વિમુખ જોઇને આચાર્યનું કરુણા છલકતું હૃદય જાણે વલોવાય છે.
કાતે કાંતા ? કસ્તે પુત્ર:?
સંસારો અયમતીવ વિચિત્ર:..
કસ્ય ત્વં? કુત આયાત:?
તત્ત્વં ચિંતય તદિદં ભ્રાત:….8
”તારી પત્ની કોણ? તારો પુત્ર કોણ? ભલા ! આ સંસાર ખૂબ વિચિત્ર છે.તું પોતે કોણ છે ને ક્યાંથી આવ્યો છે?અરે ભાઇ ! આના તત્ત્વનો—રહસ્યનો—જરા વિચાર તો કર.” તારો અને તારી પ્રાણપ્રિયાનો સંબંધ ક્યારથી થયો ને ક્યાંસુધી રહેશે ? જે પુત્રપુત્રી માટે તું અપાર દુ:ખ વેઠી ધનસંચય કરવા માંડ્યો છેતેમનો અને તારો સંબંધ પણ કેટલો? તું જાતે શું છે? દેહ અને નામ તો જન્મ પછી મળ્યાં પણ તે અગાઉ તું ક્યાં હતો ?ક્યાંથી આવ્યો ને આખરે ક્યાં જશે? ખરેખર જાણવા જેવી આ બધી બાબતોનો કદીવિચર કર્યો છે.? જે દેહને શણગારવામાં અને લાડ લડાવવામાં તું રાતદિન મશગૂલ છે તેનું, તેની સાથે જડાયેલીઇન્દ્રિયોનું, તારાં મનબુધ્ધિ તેમ જ પ્રાણ નું મૂળ ક્યાં છે? એમનો ને તારો કેટલો ને કેવો સંબંધ છે? તેઓ તને સુખ આપે છે કે દુ:ખ?અથવા તેઓ દુ:ખ આપતાં હોય તો તેનું કારણ શું?એમાં તારી બેવકૂફીનો હિસ્સો કેટલો?આ બધી મહત્ત્વપૂર્ણ હકીકતો પ્રત્યેતું બેધ્યાન રહે છે અને તુચ્છ બાબતોની પાછળ રાતદિન લાગ્યો રહે છે; આ તે કેવી પામરતા ! સંસારના પદાર્થો તેમ જ વિવિધ સંબંધો સુખદાયીલાગે છે, પરંતુ એમાં તથ્ય કેટલું? ભુલભુલામણી કેટલી? સંસાર ખરે જ વિચિત્ર છે. એના સોહામણા સ્વરૂપમાં ક્યા દુ:ખદાયી કંટકો છુપાયેલા છે તેનો વિવેક થતો રહે, તો કંટકોથી બચીને એના સાચા સ્વરૂપનું અતુરતાપૂર્વક સેવન થઇ શકે. સ્વને- આત્માને વીસરી તેના પ્રકાશમાં પ્રકાશતાં ને તેના આધારે પ્રવૃત્તિ કરતાં દેહેન્દ્રિયોની આળપંપાળમાં જાતને ખોઇ નાખી, આત્માને જ વિસારી મૂકવો એમાં ડહાપણનું દેવાળું જ છે, એમ કહી આચાર્ય શંકર મૂઢ માનવને સભાન કરવા પ્રેમભિંજ્યા કોરડા ફટકારે છે .

વિશે

I am young man of 77+ years

Posted in bhaj govindam, miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: