aadhunik saptapadi

 

AADHUNIKA SAPTAPADI

 

 

આધુનિક સપ્તપદી

લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે એક સુંદર, કલાત્મક કંકોતરી મળી, કંકોતરી ખોલતાં જ સપ્તપદી વાંચવા મળી. ચાલો સાથે માણીએ 

 

(1)ઔમ્ ઇષ  એકપદી ભવ I

આપણે જીવનપથનું પ્રથમ પગલું સાથે માંડીએ. 

  

(2)ઔમ્  ઉર્જે દ્વિપદી ભવ  

આપણે સક્રિય અને ગતિશીલ જીવનના સહભાગી બનીએ.

 

(3)ઔમ્  રાયસ્યોષાય ત્રિપદી ભવ  

આપણે ઉદાત્ત અને આદર્શ જીવન જીવીએ.

(4) ઔમ્  ભયોભવાય ચતુસ્પદી ભવ

આપણે સુખી અને પ્રસન્ન દામ્પત્યજીવનના સાથીદાર બનીએ.

(5) ઔમ્ પ્રજાભ્ય: પંચપદી ભવ

આપણે સુસંતાન માટે પ્રભુને પ્રાર્થીએ.

(6)ઔમ્ ઋતુભ્ય: ષટ્પદી ભવ

આપણે જીવનના તડકાછાયા સાથે ઝીલીએ.

(7)ઔમ્ સખે સપ્તપદી ભવ

આપણે વિચાર અને વર્તનમાં સંવાદિતા ધરાવતા સાચા સહચર બનીએ.

લગ્ન એક સામાજિક સંસ્કાર છે, પરંતુ તેના વિધિવિધાનો ધર્મની અસર હેઠળ છે. દરેક વિધિ પાછળ કંઇક ગૂઢ અર્થ રહેલો છે. જેમ કે હસ્તમેળાપની ક્ષણ એ બે હાથોનું શુષ્ક મિલન નથી કે નથી ભેટ્ની આપ-લે કરવાની ઔપચારિક વિધિ. આ તો છે બે અલગ વ્યક્તિત્વની એક જ અસ્તિત્વમાં ભળી જવાની પાવન ક્ષણ.

અલબત્ત, આ બધી વાતો તદ્દન સાચી છે, પરંતુ લગ્ન એક અત્યંત જટિલ જવાબદારી છે. આધુનિક યુગમાં તો ખાસ., ખાસ  ને ખાસ… કેમ કે આજની યુવાન પ્રજા શિક્ષિત છે. સમજદાર છે, જવાબદારીનું ભાન જરૂર છે, પરંતુ બંનેમાં (પતિ-પત્ની) સહનશીલતાનો અભાવ છે અને તેઓ ઇગો પ્રોબ્લેમથી પીડાય છે. બેમાંથી કોઇને નમતું જોખવું નથી.જાણેઅજાણે બંને ટકરાતા રહે છે. એમ ભલે વર્ષોથી કહેવાતું હોય કે લગ્ન લાકડાનો લાડુ છે, ખાય તે પણ પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય. આ વાત બધા જાણે છ. છતાં લગ્ન કરવા અનિવાર્ય છે અને બધા લગ્ન કરે છે. અરે, લગ્ન કરો અને તેનું આકર્ષણ માણો ને…. સહુ થાય રાજી રાજી….. અને સુખી લગ્નજીવન માણો.

  આ છે સુખી લગ્નજીવનની આધુનિક સપ્તપદી.

 

(1)દંપતિ વચ્ચે સખ્યભાવ હોવો જરૂરી છે.

(2)લગ્નજીવનની નાવ માત્ર ને માત્ર વફાદારીવિશ્વાસથી ચલાવવી. તેમાંશંકાસંશય વહેમને કોઇ સ્થાન ન મળે. નહીં તો લગ્નરૂપી નાવમાં પાણી ભરાવા લાગશે.

(3)પતિપત્ની બંની સત્ય બોલવું. એકમેકથી કશું છુપાવવું નહીં .

(4)બંને જણા બહાર કામ કરતાં હોવાથી ઘરે પણ બંનેએ સાથે મળીને કામની વહેંચણી કરવી.

(5) બાળકની જવાબદારી બંનેએ સાથે મળીને નિભાવવી. ડાયપર બદલવું હોય કે તેને ખવડાવવું હોય કે સ્કૂલમાં મોકલવા માટે તૈયાર કરવાનું હોય કે સ્કૂલમાં પેરેંટસ મિટિંગમાં હાજર રહેવાનું હોય.

(6) બંની એકબીજાની સારસંભાળ (કેરિંગ) અને પારસ્પરિક હૂંફની કાળજી કરવી.

(7) પતિપત્નિ બંને એ ખાસ ધ્યાન રાખવું કે બંને એકબીજાને નિભાવતા નથી., પરંતુ સાથે મળીને સુમધુર,સ્નેહમય, સુસંવાદિતામય અને સંગીતમય જીવન જીવવાનું છે.

કિરણ કાણકિયા(મુંબઇ સમાચાર,રવિવાર તા. 15નવેમ્બર2009)

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: