bhaj govindam -2

 સત્સંગ્ત્વે નિસ્સંગત્વં

નિસ્સંગત્વે નિર્મોહત્વમ્ . 

નિર્મોહત્વે નિશ્ચલચિત્તં  

નિશ્ચલચિત્તે જીવનમુક્તિ: …..

 

જ્યારે મનુષ્ય સંતોનો સંગ કરે છે ત્યારે એ નિ:સંગઅનાસક્ત બને છે.અનાસક્તિથી મોહમુક્તિ થાય છે. મોહ ટળી જ્તાં ચિત્ત નિશ્ચલસ્થિર થાય છે,ને ચિત્તની નિશ્ચલતા થતાં  જીવન્મુક્તિ મળે છે. 

સંગ માનવના ઘડતરમાં અગ્ત્યનો ભાગ ભજવે છે. જન્મે બ્રાહ્મણ હોવા છતાં વાલ્મીકિ લૂંટારાઓની સોબતમાં લૂંટારા બન્યા.તેઓ અનેકની હત્યા કરવામાં રાચતા હ્તા. નારદ વગેરે સંતમહાત્માઓની સોબત થતાં એ જ ક્રૂર વાલ્મીકિ અમર ભક્તકવિ અને સંત બન્યા.સંગનો રંગ લાગ્યા વિના રહેતો નથી.સંતનો સંગ નશ્વર વસ્તુઓની નિરર્થકતા સમજાવે છે.આસક્તિનું મૂળ મોહ છે.આસક્તિ નિર્મૂળ થતાં મોહનો ઉચ્છેદ સરળ બની જાય છે.મોહ ટળતાં ચિત્ત સ્થિર ય્હાય છે. મોહ ચિત્તને મૂઢ બનાવી જ્યાં ત્યાં ભટકાવે છે. મોહ જેને માટે હોય તે પદાર્થનું ઉપલકિયું આકર્ષણ આસક્તિ જન્માવે છે.આસક્તિ નિર્મૂળ બનતાં મોહ પણ નિર્મૂળ બને છે. મોહ અને આસક્તિ પરસ્પરનાં પોષક છે. એક બળવાન બને તો બીજું પણ ફૂલેફાલે અને એકનો વિવેકપૂર્વક ઉચ્છેદ કરતાં બીજાનોયે ઉચ્છેદ સરળ બને.

વસ્તુના યથાર્થદર્શનમાં ચિત્તની સ્થિરતા સર્વથા જરૂરી છે.
નિશ્ચલ ચિત્ત વિવેક અને વૈરાગ્યને પ્રગટાવે છે. વિવેક
વૈરાગ્યની ઉપલબ્ધિ સાંસારિક બંધનોની જડ ઉખાડી  નાખે છે.હંમેશાં આત્મા વિષે સભાન રહેવું ને ચારે તરફ લહેરાતાં સાંસારિક ભાવો પ્રત્યે અસંગભાવ ધરવો, એનું જ નામ જીવન્મુક્તિ. જીવનના સર્વ વ્યવહારો ચાલતા રહે છતાંએ કોઇ પણ વિષય પર આસક્તિ ન રહે, તેને જીવનમુક્તિ કહેવાય. સમુદ્ર પર તરંગો ઊઠે ને શમી જાય છે., પરંતુ સમુદ્ર જેમનો તેમ રહે છે.તેમ સુખદુ:ખ આવે ને જાય, પણ તેથી જેનું ચિત્ત ક્ષુબ્ધ થતું નથી  તે જીવનમુક્ત મહાત્મા છે. માનવજીવનના પરમ ઉત્કર્ષની સ્થિતિ  સુધી લઇ જનાર છે સત્સંગ. માટે જ સંગ કરતાં ખૂબ સાવધાન રહેવું અને સચ્ચરિત્ર સજ્જનોનો, સંતપુરુષોનો જ સંગ કરવો ઘટે.

વયસિ ગતે ક: કામ વિકાર: ?

      શુષ્કે નીરે ક: કાસાર: ?

ક્ષીણે વિત્તે ક: પરિવાર: ?

           જ્ઞાતે તત્ત્વે ક: સંસાર: ?……

 

યુવાની વીતી જતાં કામવિકાર ક્યાં રહેશે?નીર સુકાઇ જતાં

તળાવનું તળાવપણું ક્યાં રહે છે? વિત્ત નષ્ટ થતાં પરિવાર કેવો? ને તત્ત્વજ્ઞાન થતાં સંસાર કેવો ?

ગ હડપણ આવતાં યુવાનીને સુલભ કામાદિ વિકારો જેમ આપમેળે  શમી જાયછે, પાણી સુકાઇઅ જતાં તળાવ જેમ શુષ્ક જમીન માત્ર બની રહે છે ને એના કમળ અને પશુપંખીઓનો સહચાર આટોપાઇ જાય છે, જેમ ગરીબી આવી પડતાં કહેવાતાં સ્વજનો અને મિત્રો વગેરેનો મીઠો વ્યવહાર છૂ થઇ જાય છે; તેમ આત્મતત્ત્વનું જ્ઞાન થતાં સંસાર પણ આપોઆપ સરી જાય છે.

જ્યાંસુધી સંસારની વાસનાઓ સતાવતી હોય ત્યાંસુધી જ લાભહાનિના વિચારે થતો હર્ષ કે અસંતોષ સતાવે છે. ચિત્ત અંતર્મુખ બની સર્વ સુખના ઉદ્ ગમસ્ત્રોતઆત્માનું દર્શન કરે ત્યારે બહારની વસ્તુઓનું આકર્ષણ આપોઆપ શમી જાય છે. આ સ્થિતિ વિષયાસક્તિની નિરર્થકતાઅને આત્મદર્શનની મહત્તાની પાકી સમજમાંથી જ પેદા થાય છે. ગ્રંથનું અધ્યયન, કથાદિશ્રવણ, જપતપ વગેરે જો અંતર્મુખતા, વિષયો પ્રત્યેની અનાસક્તિ અને સર્વાત્મભાવને ન પોષે તો તેમની સાર્થકતા નથી.

યુવાનીમાં મન બળવાન હોય છે. ત્યારે જો તેને શુભસંક્લ્પોથી ભરી દેવાય તો જ વૃધ્ધાવસ્થામાં પણ તેને વિવેક સાથે વિનિયોગ ન થાય તો શક્તિઓનો બેફામ વેડફાટ થાય છે. પરિણામે આસક્તિ ભડભડતીહોય પણ ઇન્દ્રિયોની ભોગશક્તિ ન હોય એવી વૃધ્ધાવસ્થાનાં મંડાણ અથતાં પહેલાં જ તેને અનુરૂપ ચિત્તવૃત્તિ કેળવાય તો જ સંતાપને બદલે સમાધાનનો અનુભવ થાય.

 

ધન,સંબંધીઓ અને યૌવનનો ગર્વ ન કર. એ બધાં આંખના પલકારામાં કાળનો કોળિયો થઇ જાય છે. આ બધું માયામય છે એમ સમજી, એમને ત્યાગી, તું બ્રહ્મપદમાં પ્રવેશ કર.

ધન,અનેક પ્રકારના સંબંધો  તેમ જ યૌવન વિષે સમજપૂર્વક વ્યવહાર કરવો ઘટે. ધન સાવ અસ્થિર છે એ અનેક દાખલાઓ દ્વારા જોવા મળે છે. સંબંધો પણ અસ્થિર છે. આજે જે સ્વજન કે મિત્ર હોય તે કાલે એકદમ સામે પાટલે જઇ બેસે એવું પણ બને. યુવાની જોતજોતામાં વીતી જાય છે, કાળ આ બધાને દાઢમાં લઇને જ બેઠો છે,એવું ભાન સતત રહેવું  જોઇએ. મહાભારત કહે છે કે

ગૃહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરેત્ .

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: