gita ch.17

શ્રધ્ધા-ત્રય-વિભાગ-યોગ શ્રીમદ્ ભગવદ્ ગીતા –અધ્યાત સત્તરમો
શાસ્ત્રને એટલે કે શિષ્ટાચારને પ્રમાણ ગણવો એમ સાંભળતાં અર્જુનને શંકા થઇ કે જે શિષ્ટાચારને કબૂલ ન કરી શકે પણ શ્રધ્ધાથી વર્તે તેની કેવી ગતિ થાય, તેનો જવાબ આપવાનો આ અધ્યાયમાં પ્રયત્ન છે. પણ શિષ્ટાચારરૂપી દીવાદાંડી છોડ્યા પછીની શ્રધ્ધામાં ભય રહ્યા છે તે બતાવીને ભગવાને સંતોષ માન્યો છે, અને તેથી શ્રધ્ધા અને તેની ઓથે થતાં યજ્ઞ, તપ, દાનાદિના ગુણ પ્રમાણે ત્રણ વિભાગ કરી બતાવ્યા છે ને અંતે ઔમ તત્ સત્ નો મહિમા ગાયો છે.
—ગાંધીજી અર્જુન ઉવાચ–
યે, શાસ્ત્રવિધિમ્ , ઉત્સૃજ્ય, યજંતે, શ્રધ્ધ્યા, અંવિતા:, તેષાંમ્ , નિષ્ઠા, તુ, કા, કૃષ્ણ, સત્ત્વમ્ , આહો, રજ:, તમ: ……..1
અર્જુન બોલ્યા– શાસ્ત્રના વિધિને છોડી શ્રધ્ધાથી પૂજન કરે, તેની નિષ્ઠા ગઉણે કે’વી સત્ત્વ, કે રજ, કે તમ?….1 હે કૃષ્ણ ! શાસ્ત્રવિધિ એટલે શિષ્ટાચારને જતો કરી જે કેવળ શ્રધ્ધાથી જ પૂજાદિ કરે છે તેની વૃત્તિ કેવી ગણાય? સાત્ત્વિક, રાજસી કે તામસી?…1
શ્રીભગવાનુવાચ– ત્રિવિધા, ભવતિ, શ્રધ્ધા, દેહિનામ્ , સા, સ્વભાવજા, સાત્ત્વિકી, રાજસી, ચ, ઇતિ, તામ્ , શ્રુણુ …………2
શ્રી ભગવાન બોલ્યા–
ત્રણ પ્રકારની શ્રધ્ધા દેહીઓની સ્વભાવથી,- સાત્ત્વિકી,રાજસી, તેમ તામસી, સુણ, તે સહુ. …..2
માણસને એના સ્વભાવ પ્રમાણે ત્રણ પ્રકારની શ્રધ્ધા હોય છે: સાત્ત્વિકી, રાજસી ને વળી તામસી; તે તું સાંભળ. …….2 સત્ત્વાનુરૂપા, સર્વસ્ય, શ્રધ્ધા, ભવતિ, ભારત, શ્રધ્ધામય:, અય , પુરુષ:, ય:, યચ્છૃચ્દ:સ:, …..3
હે ભારત ! બધાની શ્રધ્ધા તેમના પોતાના પ્રકૃતિ-સ્વભાવને અનુસરે છે, મનુષ્યને કંઇક ને કંઇક શ્રધ્ધા તો હોય જ. જેવી જેની શ્રધ્ધા તેવો તે થાય છે. ….3
યજંતે,સત્ત્વિકા:, દેવા , યક્ષરક્ષાંસિ, રાજસા:, પ્રેતા ,
ભૂતગણા , ચ, અન્યે, યજંતે, તામસા:, જના: …..4
સાત્ત્વિકો દેવને પૂજે, રાજસો યક્ષ—રાક્ષસો; પ્રેતો—ભૂતગણો પૂજે, જે લોકો તામસી જગે. …..4 સાત્ત્વિક લોકો દેવોને ભજે છે, રાજસ લોકો યક્ષોને અને રાક્ષસોને ભજે છે, બાકી રહેલા તામસ લોકો ભૂતપ્રેતાદિને ભજે છે. ….4
અશાસ્ત્રવિહિતમ્ , ઘોર ,તપ્યંતે, યે, તપ:, જના:,
દમ્ભાહંકારસંયુક્તા:, કામરાગબલાંવિતા:. …..5 કર્ષયંત:, શરીરસ્થમ્ , ભૂતગ્રામમ્ , અચેતસ:, મામ્ ,
ચ, એવ, અંત:, શરીરસ્થમ્ , તાન્ , વિધ્ધિ, આસુરનિશ્ચયાન્ , …6

શાસ્ત્રવિરુધ્ધ ને ઘોર, જે જનો તપ આચરે; અહંતા-દંભથી યુક્ત, કામ—રાગ—બળે ભર્યા; …..5
દેહનાં પંચભૂતો ને હૃદયે વસતા મ’ને, પીડે જે અબુધો જાણ, તેના નિશ્ચય આસુરી. …6
દંભ અને અહંકારવાળા તેમ જ, કામ અને રાગના બળથી પ્રેરાયેલા જે લોકો શાસ્ત્રીય વિધિ વિનાનું ઘોર તપ કરે છે, તે મૂઢ લોકો શરીરને વિશે રહેલાં પંચમહાભૂતોને, તેમ જ અંત:કરણમાં રહેલા મને પણ કષ્ટ આપે છે.આવાને આસુરી નિષ્ઠાવાલા જાણ. 5—6
આહાર:,તુ, અપિ, સર્વસ્ય, ત્રિવિધ:, ભવતિ, પ્રિય:,
યજ્ઞ:, તપ:, તથા, દાનમ્ , તેષામ્ , ભેદમ્ , ઇમમ્ , શ્રુણુ, ….7
આહારે પ્રિય સર્વેના ત્રણ પ્રકારના જુદા: તેમ યજ્ઞો તપો, દાનો,-તેના આ ભેદ સાંભળ. ….7 આહાર પણ મનુષ્ય ત્રણે પ્રકારે પ્રિય હોય છે.તેમ જ યજ્ઞ,તપ તથા દાન પણ ત્રણ પ્રકારે પ્રિય હોય છે. તેમના આ ભેદ તું સાંભળ. …..7 આયુ:સત્ત્વબલારોગ્યસુખપ્રીતિવિવર્ધના:. રસ્યા:, સ્નિગ્ધા:, સ્થિરા:, હૃદ્યા:, આહારા:, સાત્ત્વિકપ્રિયા: …8 આયુ, સત્ત્વ, બળ, સ્વાસ્થ્ય, સુખ, પ્રીતિ,વધારતા, રસાળ,રોચક, સ્નિગ્ધ, સ્થિર તે સાત્ત્વિક પ્રિય. …8 આયુષ્ય, સાત્ત્વિકતા,બળ,આરોગ્ય, સુખ, અને રુચિ વધરનારા, રસદાર,ચીકણા,પૌષ્ટિક, ને ચિત્તને સંતોષ આપનારા આહાર સાત્ત્વિક લોકોને પ્રિય હોય છે. …8 કટ્વમ્લલવણાત્યુષ્ણતીક્ષ્ણરૂક્ષ્વિદાહિન:, આહારા:, રાજસસ્ય,ઇષ્ટા:, દુ:ખશોકાભયપ્રદા:. …9
ખારા,ખાટા, ઘણા ઊના, તીખા, લૂખા, બળે,કટુ; દે દુ:ખ, શોક કે વ્યાધિ, આહારો રાજસ-પ્રિય. …9 તીખા, ખાટા, ખારા, બહુ ગરમ, તમતમા, લૂખા, બાળે એવા આહાર રાજસ લોકોને ગમે છે, (જોકે) તે દુ:ખ, શોક ને રોગ પેદા કરનારા છે. ….9 યાતયામમ્ , ગતરસમ્ , પૂતિ, પર્યુષિતમ્ , ચ, યત્ ,
ઉચ્છિષ્ટમ્ , અપિ,ચ, અમેધ્યમ્ , ભોજનમ્ , તામસપ્રિયમ્ , …10
પો’ર ટાઢો, થયો વાસી,ગંધાતો,સ્વાદ ઊતર્યો, એઠો,નિશિધ્ધ આહાર, તામસી જનને પ્રિય. …10 નિષિધ્ધ—અમેધ્ય; જેને ધર્મકાર્યમાં ન વાપરી શકાય તેવો; જેમ કે કૂતરા, કાગડા વગેરેએ બગાડેલો, ગંદી જગ્યામાં પડેલો, ધોઇને સ્વચ્છ કર્યા વિનાનો ઇત્યાદિ.
પહોર લગી પડી રહેલું,ઊતરી ગયેલું,ગંધાતું,રાતવાસી, એઠું, અપવિત્ર ભોજન તામસ લોકોને પ્રિય હોય છે. …10
અફલાકાંક્ષિભિ:, યજ્ઞ:, વિધિદૃષ્ટ:, ય:, ઇજ્યતે, યષ્ટવ્યમ્ , એવ, ઇતિ, મન:, સમાધાય, સ:, સાત્ત્વિક:. …..11 ન રાખી ફળની આશા, યજ્ઞે જ ધર્મ જાણતા, સ્થિરચિત્તે થતો યજ્ઞ, વિધિપૂર્વક સાત્ત્વિક……11
યજ્ઞ કરવો એ ધર્મ છે એટલા જ માટે .
જેમાં ફળની અપેક્ષા નથી, જે વિધિપૂર્વક કર્તવ્ય સમજી, મનને તેમાં પરોવીને થાય છે તે યજ્ઞ સાત્ત્વિક છે….11
અભિસંધાય, તુ, ફલમ્ ,દમ્ભાર્થમ્ , અપિ, ચ, એવ, યત્ ,
ઇજ્યતે, ભરતશ્રેષ્ઠ, તમ્ , યજ્ઞમ્ , વિધ્ધિ, રાજસમ્ . …..12
ફળને દૃષ્ટિમાં રાખી, તેમ જે દંભભાવથી, જે યજ્ઞ થાય છે લોકે, રાજસી યજ્ઞ તે કહ્યો. ….12 હે ભરતશ્રેષ્ઠ ! જે ફળના ઉદ્દેશથી ને વળી દંભથી થાય છે તે યજ્ઞને રાજસી જાણ. …12

વિધિહીનમ્ , અસૃષ્ટાન્નમ્, મંત્રહીનમ્, અદક્ષિણમ્ ,
શ્રધ્ધાવિરહિતમ્ , યજ્ઞમ્ , તામસમ્ , પરિચક્ષતે. …..13
જેમાં ન વિધિ, ના મંત્ર, ન યે સર્જન અન્નનું; ન દક્ષિણા, નહીં શ્રધ્ધા, તામસી યજ્ઞ તે કહ્યો. ….13 જેમાં વિધિ નથી, અન્નની ઉત્પત્તિ અને સંતર્પણ નથી,મંત્ર નથી,ત્યાગ નથી, શ્રધ્ધા નથી તે યજ્ઞ તામસ યજ્ઞ કહેવાય છે. ….13 દેવદ્વિજગુરૂપ્રાજ્ઞપૂજનમ્ , શૌચમ્ , આર્જવમ્ ,
બ્રહ્મચર્યમ્ , અહિંસા, ચ, શારીરમ્ , તપ:, ઉચ્યતે. …14 દેવ-દ્વિજ- ગુરુ-જ્ઞાને તેની પૂજા, પવિત્રતા, બ્રહ્મચર્ય, અહિંસા ને આર્જવ દેહનું તપ. …14 દેવ,બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીની પૂજા, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા એ શારીરિક તપ કહેવાય છે. …14
અનુદ્વેગકરમ્ , વાક્યમ્ , સત્યમ્ , પ્રિયહિતમ્ , ચ, યત્ ,
સ્વાધ્યાયાઅભ્યાસનમ્ , ચ, એવ, વાંગમયમ્ , તપ:, ઉચ્યતે. …15
અખૂંચતું, સત્ય ને મીઠું હિતનું વેણ બોલવું; તથા સ્વાધ્યાય, અભ્યાસ, વાણીનું તપ તે કહ્યું. ….15 દુ:ખ ન દે એવું સત્ય, પ્રિય, હિતકર વચન અને ધર્મગ્રંથનો અભ્યાસ એ વાચિક તપ કહેવાય છે. ..15 મન:પ્રસાદ:, સૌમ્યત્વમ્ , મૌનમ્ , આત્મવિનિગ્રહ:,
ભાવસંશુધ્ધિ:, ઇતિ, એતત્ , તપ:, માનસમ્ , ઉચ્યતે. ..16
આત્મનિગ્રહ ને મૌન, મન કેરી પ્રસન્નતા, મૃદુતા, ભાવની શુધ્ધિ,મનનું તપ તે કહ્યું. ..16 મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મસંયમ, ભાવના શુધ્ધિ એ માનસિક તપ કહેવાય છે. …16
શ્રધ્ધયા, પરયા, તપ્ત , તપ:,ત , ત્રિવિધ , નરૈ:,
અફલાકાંક્ષિભ:, યુક્તૈ:, સાત્ત્વિક , પરિચક્ષતે. ….17
યોગથી,અતિશ્રધ્ધાથી, આચરે આ ત્રણે તપો, ન સેવી ફળની આશા, તે કહેવાય સાત્ત્વિક. ….17 સમભાવી પુરુષોજ્યારે ફલેચ્છાનો ત્યાગ કરીને પરમ શ્રધ્ધાપૂર્વક આ ત્રણ પ્રકારનું તપ કરે છે,ત્યારે તેને ડાહ્યા લોકો સાત્ત્વિક તપ કહે છે. …17
સત્કારમાનપૂજાર્થમ્ , તપ:, દ્મ્ભેન, ચ, એવ, યત્ ,
ક્રિયતે, તત્ , ઇહ, પ્રોક્તમ્ , રાજસમ્ , ચલમ્ , અધ્રુવમ્ , …..18
સત્કાર—માન—પૂજાર્થે તથા જે દંભથી કરે;
તે તપ રાજસી લોકે, કહ્યું ચંચળ, અધ્રુવ. ….18 સત્કાર,માન અને પૂજાને અર્થે દંભપૂર્વક જે થાય છે તે અસ્થિર અને અનિશ્ચિત તપ રાજસ કહેવાય છે. .,..18
મૂઢગ્રાહેણ,આત્મન:, યત્ , પીડ્યા,ક્રિયતે,તપ:, પરસ્ય, ઉત્સાદનાર્થમ્, વા, તત્ , તામસમ્ , ઉદાહૃતમ …19 મૂઢાગ્રહે તપે જેઓ પીડીને અંતરાત્મને,
પરના નાશ માટે વા,તપ તે તામસી કહ્યું. …19 .
જે તપ પીડાઇને, દુરાગ્રહથી અથવા પારકાના નાશને અર્થે થાય છે તે તામસ તપ કહેવાય છે. …19 દાતવ્યમ્ , ઇતિ, યત્ , દાનમ્ દીયતે, અનુપકારિણે,
દેશે, કાલે, ચ, પાત્રે, ચ, તત્ , દાનમ્ , સાત્ત્વિકમ્ , સ્મૃતમ્ ,….20

કશો ના પાડ તોયે જે દેવાનો ધર્મ ઓળખી, યોગ્ય પાત્રે—સ્થળે—કાળે આપે, તે દાન સાત્ત્વિક. …20
(દાન કરવું એ ધર્મ છે એટલા માટે જ. )
આપવું યોગ્ય છે એવી સમજથી, તેમ જ બદલો મળવાની આશા વિના, દેશ, કાળ અને પાત્ર જોઇને જે દાન થાઅય્છે, તેને સાત્ત્વિક દાન કહ્યું છે. ..20

યત્ , તુ, પ્રત્યુપકારાર્થમ્ , ફલમ્ , ઉદ્દિશ્ય, વા, પુન:,
દીયતે, ચ, પરિક્લિષ્ટમ્ , તત્ , દાનમ્ , રાજસમ્ , સ્મૃતમ્ ,. ….21
ફેડવા પાછલો પાડ, હેતુ વા ફળનો ધરી, કે કોચાતા મને આપે, તે દાન રાજસી ગણ્યું…..21 બાહ્ય વિષયોમાં જેને આસક્તિ નથી એવો પુરુષ અંતરમાં જે આનન્દ ભોગવે છેતે અક્ષય્ય આનંદ પેલો બ્રહ્મપરાયણ પુરુષ અનુભવે છે…..21 નોંધ:-જે અંતર્મુખ થયો છે તે જ ઇશ્વરસાક્ષાત્કાર કરી શકે અને તે જ પરમ આનંદ પામે. વિષયોથી નિવૃત રહી કર્મ કરવાં અને બ્રહ્મસમાધિમાં રમવું એ બે નોખી વસ્તુ નથી, પણ એક જ વસ્તુને જોવાની બે દૃષ્ટિ છે—એક જ સિક્કાનાં બે પાસાં છે.
અદેશકાલે, યત્ , દાનમ્ , અપાત્રેભ્ય:, ચ, દીયતે,
અસત્કૃતમ્ , અવજ્ઞાતમ્ , તત્ , તામસમ્ , ઉદાહૃતમ્ …..22
અપાત્રે દન જે આપે, અયોગ્ય દેશકાળમાં, વિના આદરસત્કાર, તે દાન તામસી ગણ્યું…….22 ખોટે સ્થાને, કટાણે અને કુપાત્રને આપેલું અથવા માન વિના, તિરસ્કારથી આપવામાં આવેલું દાન તામસી કહેવાય છે….22
ઔમ્ તત્સત્ , ઇતિ, નિર્દેશ:, બ્રહ્મણ:, ત્રિવિધ:, સ્મૃત:,
બ્રાહ્મણા:, તેન, વેદા:, ચ, યજ્ઞા:, ચ, વિહિતા:, પુરા….23

ઔમ્ (3),તત્ , સત્ , ત્રણે નામે થાય નિર્દેશ બ્રહ્મનો, બ્રાહ્મણો, વેદ ને યજ્ઞો સર્જયા તેણે જ આદિમાં….23
બ્રહ્મનું વર્ણન ઔમ્ તત્ સત્ એમ ત્રણ રીતે થયેલું છે, અને એ વડે પૂર્વે બ્રહ્મણો, વેદો અને યજ્ઞો નિર્મિત થયા…..23 તસ્માત્ , ઔમ્ , ઇતિ, ઉદાહૃત્ય, યજ્ઞદાનતપ:ક્રિયા:,
પ્રવર્તંતે, વિધાનોક્તા:, સતતમ્ , બ્રહ્મવાદિનામ્, ….24
તેથી ઔમ્ (3) વદી ફેલાં, યજ્ઞ—દાન—તપ—ક્રિયા,
બ્રહ્મવાદી તણી નિત્ય પ્રવર્તે વિધિપૂર્વક……24
તેથી બ્રહ્મવાદીઓની યજ્ઞ,દાન અને તપરૂપી ક્રિયાઓ હંમેશાં ઔમ્ નું
ઉચ્ચારણ કરીને વિધિવત્ થાય છે…..24

તત્ , ઇતિ, અનભિસંધાય, ફલમ્ , યજ્ઞતપ:ક્રિયા:,
દાનક્રિયા:, ચ, વિવિધા:, ક્રિયંતે, મોક્ષકાંક્ષિભિ:. ….25
ત વડે ફળને ત્યાગી, યજ્ઞ ને તપની ક્રિયા,
વિવિધ દાન કર્મોયે આચરે છે મુમુક્ષુઓ …..25
વળી ‘ત ‘ એમ ઉચ્ચાર કરી ફળની આશા રાખ્યા વિના મોક્ષેચ્છુ યજ્ઞ, તપ અને દનરૂપી વિવિધ ક્રિયાઓ કરે છે. ….25

સદ્ભાવે, સાધુભાવે, ચ, સત્ , ઇતિ, એતત્ , પ્રયુજ્યતે,
પ્રશસ્તે, કર્મણિ, તથા, સત્ , શબ્દ:, પાર્થ, યુજ્યતે ….26
સારું ને સત્ય દર્શાવા સત્ શબ્દ વપરાય છે;
તેમ સત્ શબ્દ યોજાય પ્રશંસાયોગ્ય કર્મમાં. ….26
સત્ય તેમ જ કલ્યાણના અર્થમાં સત્ શબ્દનો પ્રયોગ થાય છે. અને હે પાર્થ ! શુભ કર્મોમા6 પણ સત્ શબ્દ વપરાય છે. …..26
યજ્ઞે, તપસિ, દાને, ચ, સ્થિતિ:, સત્ , ઇતિ, ચ, ઉચ્યતે, કર્મ, ચ, એવ, તદર્થીયમ્ , સત્, ઇતિ, એવ, અભિધીયતે ….27
યજ્ઞે, તપે તથા દાને વર્તે તેનેય સત્ કહે;
તે માટે જે થતાં કર્મો, તે બધાં પણ સ કહ્યાં. ….27
યજ્ઞ,તપ અને દાનને વિશે દૃઢતા એ પણ સત્ કહેવાય છે. તેમને અર્થે જ કર્મ છે એવો સંકલ્પ એ પણ સત્ કહેવાય છે…27
નોંધ:- ઉપલા ત્રણ શ્લોકોનો ભાવાર્થ એ થયો કે પ્રત્યેક કર્મ ઇશ્વરાર્પણ કરીને જ કરવું, કેમ કે ઔમ્ એ જ સત્ છે, સત્ય છે.તેને અર્પેલું જ ઊગે..
અશ્રધ્ધયા, હુતમ્, દત્તમ્ , તપ:, તપ્તમ્ , કૃતમ્ , ચ, યત્ ,
અસત્ , ઇતિ, ઉચ્યતે, પાર્થ, ન, ચ, તત્ , પ્રેત્ય, નો, ઇહ …..28
અશ્રધ્ધાથી કર્યા કર્મ, યજ્ઞ, દાન, તપો વળી; અસ કે’વાય તે સર્વ, વ્યર્થ તે બેઉ લોકમાં. ….28 હે પાર્થ ! જે યજ્ઞ, દાન, તપ કે બીજું કાર્ય શ્રધ્હ્દા વિના થાય છે તે અસ કહેવાય છે. તે નથી અહીંના કામનું કે નથી પરલોકના કામનું. …..28 ઔમ્ તત્સત્

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘શ્રહ્ધ્દા—ત્રય—વિભાગ—યોગ ‘નામનો સત્તરમો અધ્યાય અત્રે પૂરો થાય છે. 4થી નવેમ્બર2009 ને કારતક વદ બીજ 2066ને બુધવાર

વિશે

I am young man of 77+ years

Posted in GEETA ETLE, miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,814 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: