PURUSHOTTAM-YOG
પુરુષોત્તમ—યોગ
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પંદરમો

આ અધ્યાયમાં ક્ષર અને અક્ષરથી પર એવું પોતાનું ઉત્તમ સ્વરૂપ ભગવાને સમજાવ્યું છે.—ગાંધીજી.

શ્રીભગવાનુવાચ– ઉર્ધ્વમૂલમ્ , અધ:શાખમ્ , અશ્વત્થમ્ , પ્રાહુ:, અવ્યયમ્ ,
છંદાસિ, યસ્ય, પર્ણાનિ, ય:, તમ્ , વેદ, સ: વેદવિત્ ,…..1
શ્રી ભગવાન બોલ્યા– ઊંચે મૂળ તળે ડાળો,શ્રુતિઓ પાંદડાં કહ્યાં; એ અવિનાશ અશ્વત્થ જાણે, તે વેદ જાણતો…..1
જેનું મૂળ ઊંચે છે , જેની શાખા નીચે છે, અને વેદો જેનાં પાંદડાં છે એવું જે અવિનાશી અશ્વત્થ સંસારવૃક્ષ કહેવાય છે તેને જે જાણે છે તે વેદને જાણનારો જ્ઞાની છે…….1 નોંધ:- ’શ્વ’ એટલે આવતીકાલ. તેથી અ—શ્વ—ત્થ એટલે આવતીકાલ લગી ન ટકનાર એવો ક્ષણિક સંસાર. સંસારનું પ્રતિક્ષણ રૂપાંતર થયા કરે છે માટે તે અશ્વત્થ છે.પણ એવી સ્થિતિમાં તે હંમેશાં રહેનાર છે તેથી અને તેનું મૂળ ઊર્ધ્વ એટલે ઇશ્વર છે તેથી શાશ્વત અવિનાશી છે. તેને વેદ ના એટલે ધર્મના શુધ્ધ જ્ઞાનરૂપી પ્આતરાં ન હોય તો તે ન શોભે. આમ સંસારનું યથાર્થજ્ઞાન જેને છે અને જે ધર્મને જાણનાર છે તે જ્ઞાની છે.
અધ:,ચ, ઉર્ધ્વ , પ્રસૃતા:, તસ્ય, શાખા:, ગુણપ્રવૃધ્ધા:, વિષયપ્રવાલા:, અધ:, ચ, મૂલાનિ, અનુસંતતાનિ, કર્માનુબન્ધીનિ, મનુષ્યલોકે……2 ઊંચે-તળે ડાળ-પસાર તેનો,
ગુણે વધ્યો, ભોગથી પાલવ્યો જે; નીચે, વળી, માનવલોક માંહી મૂળો ગયાં, કર્મ વિષે ગૂંથાયાં,………2
(ડાળોનો પસારો)

ગુણોના સ્પર્શ વડે વૃધ્ધિ પામેલી અને વિષયરૂપી કૂંપળવાળી તે અશ્વત્થની ડાળીઓ નીચે—ઉપર પ્રસરેલી છે; કર્મોનાં બંધન કરનારાં તેનાં મૂળ મનુષ્યલોકમાં નીચે ફેલાયેલાં છે…….2 નોંધ:- સંસાર્વૃક્ષનું અજ્ઞાનીની દૃષ્ટિવાળું આ વર્ણનછે. તેનું ઊંચે ઇશ્વરમાં રહેલું મૂળ તે નથી જોતો,પણ વિષયોની રમણીયતામાં મુગ્ધ રહી ત્રણે ગુણો વડે એ વૃક્ષને પોષે છે ને મનુષ્યલોકમાં કર્મપાશમાં બંધાયેલો રહે છે.
ન, રૂપમ્ , અસ્ય, ઇહ, તથા, ઉપલભ્યતે, ન, અંત:, ન, ચ, આદિ:, ન, ચ, સંપ્રતિષ્ઠા, અશ્વત્થમ્ , એનમ્ , સુવિરૂઢમૂલમ્ , અસંગશસ્ત્રેણ, દૃઢેન, છિત્વા…..3
તત:, પદમ્ , તત્ , પરિમાર્ગિતવ્યમ્ , યસ્મિન્, નિવર્તંતિ, ભૂય:, તમ્, એવ,ચ, આદ્યમ્ , પુરુષમ્ , પ્રપદ્યે, યત:, પ્રવૃત્તિ:, પ્રસૃતા, પુરાણી….4
તેનું જગે સત્ય ન રૂપ ભાસે, ન આદિ—અંતે નહિ કોઇ પાયો; લૈ તીવ્ર વૈરાગ્ય તણી કુહાડી,
અશ્વત્થ આવો દૃઢમૂળ તોડ……3
(દૃઢમૂળવાળો)
શોધી પછી તે પદને પ્રયત્ને જ્યાં પોં’ચનારા ન પડે ફરીથી– તે પામવું આદિ પરમાત્મ રૂપ, પ્રવૃત્તિ જ્યાંથી પસરી અનાદિ…..4
આ વૃક્ષનું યથાર્થ સ્વરૂપ જોવામાં આવતું નથી.તેને અંત નથી, આદિ નથી, પાયો નથી; ખૂબ ઊંડે ગયેલા મૂળવાળા આ અશ્વત્થ વૃક્ષને અસંગરૂપી બળવાન શસ્ત્રથી છેદીનેમનુષ્ય આ પ્રાર્થના કરે:’જેમાંથી આ સનાતનપ્રવૃત્તિ—માયા પ્રસરેલી તે આદિપુરુને હું શરણે જાઉં છું !’ અને તે પદને શોધે કે જેને પામનારાને ફરી જન્મમરણના ચક્રમાં પડવું નથી પડત્તું……3—4 નોંધ:- અસંગ એટલે અસહકાર,વૈરાગ્ય. જ્યાં લગી મનુષ્ય વિષયોની જોડે અસહકાર ન કરે, તેમનાં પ્રલોભનોથી દૂર ન રહે ત્યાં લગી તે તેમાં
ખૂંચ્યા જ કરવાનો. વિષયોની સાથે રમત રમવી ને તેમનાથી અસ્પૃષ્ટ રહેવું એ ન બનવા યોગ્ય છે એ આ શ્લોકો બતાવે છે.

નિર્માનમોહા:, જિતસંગદોષા:, અધ્યાત્મનિત્યા:, વિનિવૃત્તકામા:, દ્વન્દૈ:, વિમુક્તા:, સુખદુ:ખસંજ્ઞૈ:, ગચ્છંતિ,અમૂઢા:, પદમ્ , અવ્યયમ્, તત્ ,…..5
નિર્માન, નિરમોહ, અસંગવૃત્તિ,
અધ્યાત્મનિષ્ઠા, નિત, શાંતકામ; છૂટેલ દ્વંદ્વ સુખદુ:ખરૂપી,
અમૂઢ તે અવ્યય ધામ પામે……5
(શાંતકામ—જેની વાસનાઓ શમી ગઇ છે.)
જેણે માનમોહનો ત્યાગ કર્યો છે, જેણે આસક્તિથી થતા દોષોને દૂર કર્યા છે, જે આત્મામાં નિત્ય નિમગ્ન છે, જેના વિષયો શમી ગયા છે, જે સુખ-દુ:ખરૂપી દ્વંદ્વોથી મુક્ત છે તે જ્ઞાની અવિનાશી પદને પામે છે. ….5
ન, તત્ , ભાસયતે, સૂર્ય:, ન, શશાંક:, ન, પાવક:, યત્ , ગત્વા, ન, નિવર્તંતે, તત્ , ધામ, પરમમ્, મમ…..6

સૂર્ય તેને પ્રકાશે ના, ના ચંદ્ર, અગ્નિયે નહીં. જ્યાં પોં’ચી ન ફરે પાછા, મારું તે ધામ ઉત્તમ….6
ત્યાં સૂર્યને, ચન્દ્રને કે અગ્નિને પ્રકાશ આપવાપણું નથી હોતું.જ્યાં જનારને ફરી જન્મવું નથી પડતું એ મારું પરમધામ છે….6
મમ, એવ, અંશ:, જીવલોકે, જીવભૂત:, સનાતન:, મન:ષષ્ઠાનિ, ઇન્દ્રિયાણિ, પ્રકૃતિસ્થાનિ,કર્ષતિ…..7 મારો જ અંશ સંસારે જીવરૂપ સનાતન,
ખેંચે પ્રકૃતિમાંથી તે મન ને પાંચ ઇન્દ્રિયો……7 મારો જ સનાતન અંશ જીવલોકમાં જીવ થઇને પ્રકૃતિમાં રહેલ પાંચ ઇન્દ્રિયો અને મનને આકર્ષે છે….7 શરીરમ્ , ય ત્, અવાપ્નોતિ, ય ત્, ચ, અપિ, ઉત્ક્રામતિ, ઇશ્વર:, ગૃહિત્વા, અતાનિ, સંયાતિ, વાયુ:, ગન્ધાન્ , એવ, આશયાત્ , ……8
જેમ વાયુ ગ્રહે ગંધ, વસ્તુનો નિજ સાથમાં, તેમ દેહી ગ્રહે આ સૌ ધારતાં—છોડતાં તનુ….8 શરીરનો સ્વામી એટલે કે જીવ જ્યારે શરીર છોડે છે અથવા ધારણ કરે છે ત્યારે જેમ વાયુ પુષ્પાદિ ઠામમાંથી ગંધ લઇ જાય છે તેમ ઇન્દ્રિયો સહિત મનને સાથે લઇ જાય છે
. …8

વિશે

I am young man of 77+ years

Posted in bhagawad geeta, bhagwad geeta, GEETA ETLE, miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,825 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: