sthitapragya naa laxano

Sthitapragya naa laxano

 સ્થિતપ્રજ્ઞના લક્ષણો શ્રીમદ્ ભગવદ્ ગીતા—અધ્યાય બીજો/શ્લોક:54 થી 72

 નોંધ:- સંસ્કૃત શ્લોકો ગીતાપ્રેસ-ગોરખપુરમાંથી લીધેલ છે.

 સમગેય ગુજરાતી પદ્ય ભાષાંતર “ગીતા ધ્વનિ”/કિશોરલાલ મશરૂવાળાનું છે.

ગદ્ય સમજૂતિ ગાંધીજીના “અનાસક્તિયોગ” માંથી છે.

અર્જુન ઉવાચ:

 સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ

 સ્થિતધી:કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ …..54

અર્જુન બોલ્યા:

સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ?

 

બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુધ્ધિનો?…54

 

અર્જુન બોલ્યા:

 હે કેશવ !સ્થિતપ્રજ્ઞનાં એટલે કે સમાધિસ્થનાં શાં ચિહ્ન હોય?સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે, બેસે ને ચાલે?…..54

શ્રીભગવાનુવાચ:

પ્રજહાતિ યદા કામાંસર્વાંપાર્થ મનોગતા

 આત્મન્યેવાત્મના તુષ્ટ: સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે….55

 

શ્રીભગવાન બોલ્યા–

સ્થિતપ્રજ્ઞના લક્ષણો શ્રીમદ્ ભગવદ્ ગીતા—અધ્યાય બીજો/શ્લોક:54 થી 72
નોંધ:-
સંસ્કૃત શ્લોકો ગીતાપ્રેસ-ગોરખપુરમાંથી લીધેલ છે. સમગેય ગુજરાતી પદ્ય ભાષાંતર “ગીતા ધ્વનિ”/કિશોરલાલ મશરૂવાળાનું છે. ગદ્ય સમજૂતિ ગાંધીજીના “અનાસક્તિયોગ” માંથી છે.

અર્જુન ઉવાચ: સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધી:કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ …..54

અર્જુન બોલ્યા: સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ? બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુધ્ધિનો?…54
અર્જુન બોલ્યા: હે કેશવ !સ્થિતપ્રજ્ઞનાં એટલે કે સમાધિસ્થનાં શાં ચિહ્ન હોય?સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે, બેસે ને ચાલે?…..54

શ્રીભગવાનુવાચ: પ્રજહાતિ યદા કામાંસર્વાંપાર્થ મનોગતા આત્મન્યેવાત્મના તુષ્ટ: સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે….55
શ્રીભગવાન બોલ્યા– મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો….55
શ્રીભગવાન બોલ્યા– હે પાર્થ !જ્યારે મનમાં ઊઠતી બધી કામનાઓ મનુષ્ય ત્યાગ કરે છે અને આત્મમાં આત્મા વડે જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે….55 નોંધ:
આત્મામાં આત્મા વડે જ સંતુષ્ટ રહેવું એટલે આત્માનો આનન્દ અંદરથી શોધવો, સુખદુ:ખ દેનારી બહારની વસ્તુઓ ઉપર આનંદનો આધાર ન રાખવો. આનંદ એ સુખથી નોખી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવું ઘટે. મને પૈસા મળે તેમાં હું સુખ માનું એ મોહ. હું ભિખારી હોઉં, ભૂખનું દુ;ખ હોય છતાં હું ચોરીની કે બીજી લાલચમાં ન પડું તેમાં જે વસ્તુ રહેલ છે તે આનંદ આપે છે, તેને આત્મસંતોષ કહી શકાય.
દુ:ખેષ્વનુદ્વિગ્નમના: સુખેષુ વિગતસ્પૃહ: વીતરાગભયક્રોધ: સ્થિતધીર્મુનિરૂચ્યતે…56
દુ:ખે ઉદ્વેગ ના ચિત્તે,સુખોની ઝંખના ગઇ; ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુધ્ધિનો…56 દુ:ખોથી જે દુ:ખી ન થાય, સુખોની ઇચ્છા ન રાખે અને જે રાગ,ભય અને ક્રોધથી રહિત હોય તે મુનિ સ્થિરબુધ્ધિ કહેવાય છે….56
ય: સર્વત્રાનભિસ્નેહસ્તત્ત્પ્રાપ્ય શુભાશુભમ્ નાભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા…57
આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઇ શુભાશુભ; ન કરે હર્ષ કે દ્વેષ તેની પ્રજ્ઞા થઇ સ્થિર….57

જે બધે રાગ રહિત છે અને શુભ પામતાં તેને નથી આવકાર આપતો અથવા અશુભ પામીને નથી અકળાતો તેની બુધ્ધિ સ્થિર છે…..57

યદા સંહરતે ચાયં કૂર્મોઅંગાનીવ સર્વશ: ઇન્દ્રિયાણિઇન્દ્રિયાર્થેભ્યયસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા…58
કાચબો જેમ અંગોને, તેમ જે વિષયોથકી સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઇ સ્થિર….58 કાચબો સર્વ કોરથી અંગો સમેટી લે તેમ આ પુરુષજ્યારે ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી સમેટી લે છે ત્યારે તેની બુધ્ધિ સ્થિર થઇ છે એમ કહેવાય..58 વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિન: રસવર્જં રસોપ્યસ્ય પરં દ્ર્ષ્ટ્વા નિવરતતે…59 નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં,
રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં…59 દેહધારી જ્યારે નિરાહારી રહે છે ત્યારે તેના વિષયો મોળા પડે છે જરૂર; પણ (વિષય પરત્વેનો) એનો રસ નથી જતો;તે રસ તો પરવસ્તુના દર્શનથી,પરમાત્માનો સાક્ષાત્કારથવાથી શમે છે…..59
નોંધ: આ શ્લોક ઉપવાસાદિનો નિષેધનથી કરતો પણ તેની મર્યાદા સૂચવે છે.વિષયોને શાંત કરવા સારુ ઉપવાસાદિ આવશ્યક છે,પણ તેમની જડ એટલે તેમને વિશે ર્હેલોરસ તો કેવળ ઇશ્વરની ઝાંખી થયે જ શમે.ઇશ્વરસાક્ષાત્કારનો જેને રસ લાગ્યો તે બીજા રસોને ભૂલી જ જાય….

યતતો હ્યપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત: ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ હરંતિ પ્રસભં મન:…60 પ્રયત્નમાં રહે તોયે શાણાયે નરના હરે
મનને ઇન્દ્રિયો મસ્ત વેગથી વિષયો ભણી….60
હે કૌંતેય! ડાહ્યો પુરુષ યત્ન કરતો હોય છતાં ઇન્દ્રિયો એવી તો વલોવી નાખનારી છે કે તેનું મન બળાત્કારે હરી લે છે….60 તાનિ સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પર: વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા…61
યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ, ઇન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા સ્થિર….61
એ બધી ઇન્દ્રિયોને વશમાં રાખી યોગીએ મારામાં તન્મય થઇ રહેવું જોઇએ,કેમ કે પોતાની ઇંદ્રિયો જેના વશમાં છે તેની જ બુધ્ધિ સ્થિર રહે છે….61 નોંધ:
એટલે કે ભક્તિ વિના-ઇશ્વરની સહાય વિના, પુરુષ-પ્રયત્ન મિથ્યા છે. ધ્યાયતો વિષયાંપુંસ: સંગસ્તેષૂપજાયતે સંગાત્સંજાયતે કામ: કામાત્ક્રોધોઅભિજાયતે…62

વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઊપજે, જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે….62

વિષયોનું ચિંતવન કરનાર પુરુષના મનમાં તેમને વિશે આસક્તિ ઉત્પન્ન થાય છે.આસક્તિમાંથી કામના થાય છે અને કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે….62
નોંધ:
કામનાવાળાને ક્રોધ અનિવાર્ય છે, કેમ કે કામ કોઇ દિવસ તૃપ્ત થતો જ નથી.

ક્રોધાત્ભવતિસંમોહ:સંમોહાત્સ્મૃતિવિભ્રમ: સ્મૃતિભ્રંશાદ્બુધ્ધિનાશો બુધ્ધિનાશાત્પ્રણશ્યતિ…63 ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે; સ્મૃતિલોપે બુધ્ધિનાશ, બુધ્ધિનાશે વિનાશ છે….63 ક્રોધમાંથી મૂઢતા પેદા થાય છે, મૂઢતામાંથી ભાન ભુલાય છે ને ભાન જવાથી જ્ઞાનનો નાશ થાય છે અને જેના જ્ઞાનનો નાશ થયો તે જાતે જ નાશ પામે છે.(તેની સર્વે પ્રકારે અધોગતિ થાય છે.)…63 રાગદ્વેષવિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન્ આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ….64
રાગ ને દ્વેષ છૂટેલીઇન્દ્રિયે વિષયો ગ્રહે વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા….64 પણ જેનું મન પોતાના કાબૂમાં છે અને જે રાગદ્વેષરહિત એવી તથા પોતાને વશ વર્તનારી ઇન્દ્રિયોથી (ઘટતા) વિષયોનું ગ્રહણ કરે છે તે પુરુષ ચિત્તની પ્રસન્નતા મેળવે છે….64 પ્રસાદે સર્વ દુ:ખાનાં હાનિરસ્યોપજાયતે પ્રસન્નચેતસો હ્યાશુ બુધ્ધિ:પર્યવતિષ્ટતે….65 પામ્યે પ્રસન્નતા તેનાં દુ:ખો સૌ નાશ પામતા;
પામ્યો પ્રસન્નતાતેની બુધ્ધિ શીઘ્ર બને સ્થિર…65 ચિત્તની પ્રસન્નતાથી એનાં બધાં દુ:ખો ટળે છે અને પ્રસન્નતા પામેલાની બુધ્ધિ તરત જ સ્થિર થાય છે…65
નાસ્તિ બુધ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયત: શાંતિરશાંતસ્ય કુત: સુખમ્ ….66
અયોગીને નથી બુધ્ધિ, અયોગીને ન ભાવના; ન ભાવહીનને શાંતિ,સુખ ક્યાંથી અશાંતને?….66 જેને સમત્વ નથી તેને વિવેક નથી, ભક્તિ નથી. અને જેને ભક્તિ નથી તેને શાંતિ નથી. હવે જ્યાં શાંતિ નથી ત્યાં સુખ ક્યાંથી હોય?…..66 ઇન્દ્રિયાણાં હિ ચરતાં યન્મનોઅનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞાં વાયુર્નાવમિવામ્ભસિ…67 ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂઠે જે વહે મન, દેહીની તે હરે બુધ્ધિ, જેમ વા નાવને જળે….67 વિષયોમાં ભટકતી ઇન્દ્રિયોની પાછળ જેનું મન દોડી જાય છે તેનું એ મન –વાયુ જેમ પાણીમાં નૌકાને તાણી લઇ જાય છે તેમ—તેની બુધ્ધિને ગમે ત્યાં તાણી લઇ જાય છે….67 તસ્માદ્યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશ: ઇન્દ્રિયાણિઇન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ટિતા…68 તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયોથકી ઇન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઇ સ્થિર….68 તેથી હે મહાબાહો !જેની ઇન્દ્રિયો ચોમેર વિષયોમાંથી નીકળીને પોતાના વશમાં આવી ગયેલી હોય છે તેની બુધ્ધિ સ્થિર થાય છે…68
યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુને:…69 નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી, જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા….69 જે ટાણે સર્વ પ્રાણી સૂતાં હોય છે તે ટાણે સંયમી જાગતો હોય છેઅને જેમાં (જ્યારે) લોકો જાગતા હોય છે તેમાં(ત્યારે) જ્ઞાનવાન મુનિ સૂતો હોય છે…69 નોંધ: ભોગી મનુષ્યો રાત્રિના બારએક વાગ્યા સુધી નાચ, રંગ, ખાનપાનાદિમાં પોતાનો સમય ગાળે છે ને પછી સવારના સાતાઅઠ વાગ્યા સુધી સૂએ છે.સંયમી રાત્રિના સાતઆઠ વાગ્યે સૂઇ મધરાતે ઊઠી ઇશ્વરનું ધ્યાન ધરે છે. વળી જ્યાં ભોગી સંસારનો પ્રપંચ વધારે છે ને ઇશ્વરને ભૂલે છે ત્યાં સંયમી સંસારી પ્રપંચથી અણજાણ રહે છે ને ઇશ્વરનો સાક્ષાત્કાર કરે છે એમ બંનેના પંથ ન્યારા છે એમ આ શ્લોકમાં ભગવાને સૂચવ્યું છે…
આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં સમુદ્રમાપ: પ્રવિશંતિ યદ્વત્ તદ્વત્કામા યં પ્રવિશંતિ સર્વે સ શાંતિમાપ્નોતિ ન કામકામી….70

સદા ભરાતા અચલપ્રતિષ્ઠ સમુદ્રમાં નીર બધાં પ્રવેશે; જેમાં પ્રવેશે સહુ કામ તેમ, તે શાંતિ પામે નહીં કામકામી…70
બધેથી સતત ભરાતાં છતાં જેની મર્યાદા અચળ રહે છે એવા સમુદ્રમાં જેમ પાણી સમાઇ જાય છે તેમ જે મનુષ્યને વિશે સંસારના ભોગો શમી જાય છે તે જ શાંતિ પામે છે, નહીં કે કામનાવાળો મનુષ્ય….70 વિહાય કામાન્ય: સર્વાંપુમાંશ્ચરતિ નિ:સ્પૃહ: નિર્મમો નિરહંકાર:સ શાંતિમધિગચ્છતિ….71
છોડીને કામના સર્વે ફરે જે નર નિસ્પૃહ, અહંતા—મમતા મૂકી, તે પામે શાંતિ, ભારત…71 બધી કામનાઓને છોડી જે પુરુષ ઇચ્છા, મમતા અને અહંકારરહિત થઇ વિચરે છે તે જ શાંતિ પામે છે….71
એષા બ્રાહ્મી સ્થિતિ:પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વાસ્યામંતકાલેઅપિ બ્રહ્મનિર્વાણમૃછતિ…72
આ છે બ્રહ્મદશા, એને પામ્યે ના મોહમાં પડે; અંતકાળેય તે રાખી બ્રહ્મનિરવાણ મેળવે….72 હે પાર્થ ! ઇશ્વરને ઓળખનારની સ્થિતિ આવી વર્તે છે. તે પામ્યા પછી તે મોહને વશ નથી થતો, અને મરણકાળે પણ આવી જ સ્થિતિ નભે એટલે તે બ્રહ્મનિર્વાણ પામે છે..72
નોંધ: અહીં સ્થિતપ્રજ્ઞના લક્ષણો પૂરા થાય છે, હવે પછી ટુંક સમયમાં ભક્તિયોગ(અધ્યાય બારમો) તથા પુરુષોત્તમ –યોગ મૂકવાની ઇચ્છા છે.

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,825 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: