jeevan-darpan

Jeevan dapran
1 જીવન-દર્પણ

કબીંરજી એ લખ્યું છે: માનવીનું મન લુચ્ચું છે, દોંગું છે, દગાબાજ છે, બેવકૂફ છે, અનાડી છે. જેડલાં વીશેષણો, આ પ્રકારના અર્થ નાં શોધી કાઢી શકાય તે બધાં તેને લાગુ પડી શકે. મનને ઓળખવું એ બહુ jસંવેદનશીલ-sensitive છે. એ સંસ્કારને તો પકડે છે પણ વિકારને પહેલાપકડે છે.
ગીતા માં કહ્યુ છે : ‘જ્ઞાનાગ્નિદ્રગ્ધકર્માણ’ કર્મો આજનાં નથી, જન્મોજન્મનાં છે. એ સંસ્કારો એવા પડયા છે કે જેને ટાળવા ધણા મુશ્કેલ છે. એને માટે ખૂબ પ્રયત્નો કરવા પડે છે. જ્યારે હાથમાંનું બળ ઓછું થઇ જાય, એની લગામ ઢીલી થઈ જાય ત્યારે, જે વિચારો ન કરવા જોઈએ, તે આવે છે. ‘યોગ’ છે એ મન પર પટેલા સંસ્કારો, વિચારો ને બદલવાની ક્ર્યા છે. મનને બદલવાને, મનની ક્ર્યા બદલવાને માટે જ્ઞાનયોગ છે, કર્મયોગ છે, ભકિતયોગ છે, કીર્તનયોગ છે. જે ઠીક લાગે તે યોગ, પણ મૂળ વાત મનને બદલવાની છે.

કેમ બદલાય એ મન ? પહેલા તો જેમાં તમે પોતાની જાતને બરાબર જોઇ શકો, જેવા તમે પોતે છો તેવા દેખાઈ ચકો તેવું દર્પણ બનાવવાનું છે.આપણી પાસે જે દર્પણ
છે તે દર્પણ ઠગારું છે. એ એવુ છે કે એમાં આપણી ક્ષતિઓ ઢંકાઈ જાય છે. દર્પણ તો એવું જોઈ કે આપણી ક્ષતિઓ સો ગણી દેખાઈ આવે.

મહાભારતનો એક પ્રસંગ લઈએ. કુરુક્ષેત્રમાં બધા યુદ્ધ માટે આવી ગયા.શંખો ફુંકાયા. પ્રવૃત્તે શસ્ત્રસંપાતે- લડાઈ શરૂ થઈ ગઈ. ભગવાન શ્રીકૃષ્ણ પોતે પણ આવ્યા, અર્જુન સાથે.
અર્જુને ધનુષ હાથ માં લીધુ બણ ચઢાવ્યુ, પણ એ છોડતાં પહેલાં એને મન થયું, દર્પણ માં જોવાનું.’ હું ક્વો લાગું છું ?’ અને એણે ભગવાનને કહ્યું.
ભગવાન સાથે અર્જુને ભાષા જરા જુદી વાપરી છે. એને કહ્યું, ‘મારો રથ જરા આગળ લો. મારે જોવું છે કે મારી સામે કોણ કોણ છે?’

શુ અર્જુન આ જાણતો નથી? એ જાણ્યા વગર આવ્યો છે લડવા? પણ પોતાના મન માં પડી રહેલી પ્રછન્ન વસ્તુઓની, એ ખબર કાઢવા માંગે છે.
ભગવાન રથ આગળ લેતા કહે છે: ‘ભલે, તારે જોવું છેને? જોઇ લે! પશ્યૈતાંસમવેતાન્ આ બધા ઊભા છે તેને જોઈ લે!’
કોણ છે એ? બધા પોતાના જ છે. અર્જુનને થયુ, આ બધા મારાં જ છે અને એ ગભરાઈ ગયો. અર્જુનની ઉંમર ઘણી મોટી છે. એણે ગણા યુદ્ધો ખેલ્યાં છે, પણ આજે નવું દર્પણ મળ્યુ ચી; જે ભગવાને પોતે પુરું પાડ્યું છે એને કહીને કે, ‘લો, તું કહે છે તે આ લડાઈ છે!’
ત્યારે અર્જુનને કહ્યું,’ હું નહી લડુ.’ શું કારણ આપ્યુંએનું? ગુરુ દ્રોણ અને ભિષ્મ, જેના ખોળા માં હું રમતો હતો, એમને મા થી કેમ મરાય? અર્જુન ભુલી ગયો કે મહાભારતનું આ યુદ્ધ શરુ થયું તે પહેલા—ફક્ત એક જ મહિના પહેલા—વિરાટનગરના પાદરમાં યુદ્ધ થયુ હતુ. જેમાં ગુરુ દ્રોણ, કૃપાચર્ય, પિતામહ ભીષ્મ, કર્ણ —બધા હાજર હતા અને એક માત્ર અર્જુન , જે એ વખતે બૃહન્ન લાના નામે અને પાવૈયા રૂપે વિરાટ્નગર્માં છુપા કે તેઓ કદી ભૂલે નહિ. એ જ અર્જુન આજે કહે છે ક એમની સામે કેમ લડઈ?
આનું કારણ શું? તે વખતે અર્જુન પાસે દર્પણ ન હતુ; ભગવાન ન હતા. આ જે એ ભગવાન ને પુછે છે અને ભગવાન કહે છે: ‘ તારા મનને પૂછી જો !’
અર્જુનના મનમાં દ્રોણ માટે, ભીષ્મ માટે ધિક્કાર છે , પણ સાથે સાથે તેઓને માટે અનુકંપા પણ છે . એને માટે યુદ્ધ પણ છે. એને માટે યુદ્ધ પણ અને અયુદ્ધ પણ છે .તો
આમાં સાચું શું છે?
‘મનુષ્યે પોતાની જાતને, પોતાના મનને અવારનવાર તપાસતાં રહેવું જોઈએ.’

shreemad bhagwat/karsandas manek/navabhaarat

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: