8:55/16/07/2009
પણ, અમૃત હવે નહિ મળે/શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/પ્રકરણ13મું

પરીક્ષિતે પૂછેલા પ્રશ્નના જવાબમાં શુકદેવ કહે છે: ’તસ્માત્ ભારત સર્વાત્મા ભગવાન્ હરિરીશ્વર:
શ્રોતવ્ય: કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતાભયમ્ .’
‘અભય ઇચ્છનારે સર્વાત્મા, હરિ, ઇશ્વર, ભગવાનનું શ્રવણ,કીર્તન,સ્મરણ કરવું.’આનો શબ્દાર્થ તો સામાન્ય છે; અને એ સામાન્ય શબ્દાર્થ જ, આપણે ત્યાં ભક્તિને નામે વેવલાઇ અને ધૂર્તતા લાવવા માટે જવાબદાર છે. શુકદેવ ‘ભગવાન’ એટલો શબ્દ વાપરીને જ માત્ર નથી બેસી રહેતા. ભગવાનની વિશેષ ઓળખાણ પણ તેઓ આપે છે.કેવા અને ક્યા ભગવાનનું શ્રવણ,કીર્તન અને સ્મરણ કરવાનું છે?તો કહે છે કે જે સર્વાત્મા છે, સર્વવ્યાપક છે તે ભગવાનનું.
આ સર્વાત્મા શબ્દ જ શુકદેવજીના જવાબની ચાવી સમાન છે.સમસ્ત વિશ્વમાં આત્મા રૂપે જે ‘એક’ વસેલો છે(નામ ગમે તે આપો: હરિ,ઇશ્વર,ભગવાન અથવા બીજું કંઇ) તેનું જે તે સતત સ્મરણ રહે તે માણસ અવળે રસ્તે જાય કેવી રીતે? એને કોના પર ક્રોધ આવે? કોને વિશે મોહ થાય?કોને એ નીચા ગણે કોને ઊંચા? કોનાથી એ ડરે? કોને એ ડરાવે?
તત્ર કો મોહ: ક: શોક: એકત્વમનુપશ્યત: એ ઉપનિષદ્ વચન જ ભાગવતકારની દૃષ્ટિ સામે હોય એમ નથી લાગતું? મહાભારતમાં એક કથા આવે છે—ઉત્તંક ઋષિની. રાજસ્થાનના રણ પ્રદેશમાં એમનો આશ્રમ છે. જગતનું લકલ્યાણ ઇચ્છતા તે તપમાં રત રહે છે. મહાભારતના યુધ્ધ બાદ શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને હસ્તિનાપુરના સિંહાસને બેસાડી દ્વારકા જવા નીકળે છે. રસ્તામાં ઉત્તંક ઋષિનો આશ્રમ આવતાં સહજ ભાવે તેમને મળવા જાય છે. ઉત્તંક ઊઠીને શ્રીકૃષ્ણને પ્રણામ કરે છે. અને અભિનંદન આપતાં કહે છે:’ મહારાજ, તમે ખૂબ પ્રયાસ કર્યો, દુર્યોધન માની ગયો અને મહાયુધ્ધ થવાનું હતું તે ન થયું. આપે મહા જીવ હિંસા અટકાવી’

ભગવાને હસતાં હસતાં કહે છે:’આપે મને જે મુબારકબાદી આપી તેને હું યોગ્ય નથી.હકીકતમાં દુર્યોધન માન્યો નહિ, યુધ્ધ થયું અને કૌરવોનો નાશ થયો.’
‘હેં! આ બધું થઇ ગયું?’ ઉત્તંક ઋષિના હ્રદયમાંથી હાય નીકળી ગઇ અને સાથે જ શાપ આપ્યો શ્રીકૃષ્ણને, ‘જેમ કૌરવો નાશ પામ્યા તેમ, તારા યાદવો પણ નાશ પામશે.’ શ્રીકૃષ્ણ આ સાંભળીને હસે છે. કારણકે એ યોગસ્થ છે. હસતાં હસતાં તેઓ કહે છે.:’તમે શાપ ન આપ્યો હોત તો પણ એમજ થવાનું છે, કારણ કે તેઓ(યાદવો) પણ મારું માનતા નથી.’ શ્રીકૃષ્ણનો શાંત,ધીર-ગંભીર જવાબ સાંભળીને ઉત્તંક ઢીલો પડે છે અને માફી માગે છે.
શ્રીકૃષ્ણ તેના બાળક જેવ્આ નિર્મળ સ્વભાવની કદર કરે છે અને દ્વારકા જવા નીકળતાં પહેલાં ઉત્તંકને કંઇ જોઇતું હોય તો તે માગવાનું કહે છે. ’હે કૃષ્ણ !’ ઉત્તંક માગે છે,’અહીં પાણીની ખૂબ આપદા છે, માટે જરૂર પડે તે સમયે પાણી મળે તેમ કરો.’
ભગવાન તો તથાસ્તુ કહીને રજા લે છે.ક્ષણાર્ધમાં ઋષિને પાણીની જરૂર પડી,ને ભગવાનને યાદ કર્યા.તેને થયું સરવાણી ફૂટશે,ઝરણું વહેશે, વરસાદ આવશે. પણ તેવું તો કંઇ જ ન થયું. પણ જુએ છે તો એક ચમાર પાણીની મશક લઇને આવી રહ્યા છે.ઋષિ પાસે આવીને પૂછ્યું:’મહારાજ !પાણી પીશો?’ ઉત્તંક તો ગુસ્સે થઇ ગયો અને બોલી ઊઠ્યો:’આઘો ખસ ! મને અભડાવી દઇશ !’
ઉત્તંક મનોમન બહુજ વ્યાકુળ થયો:શું કૃષ્ણે મને વરદાન આપ્યું? મારે આવા ચમારના હાથનું પાણી પીવાનું?શું આવો ગમાર સમજે છે મને? ’જા,જા,ભાગ અહીંથી !’ ઉત્તંક ફરી તાડૂકી ઊઠ્યો. અને ચમાર ચાલ્યો ગયો. પછી પોતે દોડ્યો શ્રીકૃષ્ણની પાછળ .શ્રીકૃષ્ણ તો હજુ ત્યાં જ હતા.એમને જોતાં વેંત જ ઉત્તંક બરાડી ઊઠ્યો:’હરામખોર !મને તું આવું પાણી પાવા માગતો હતો? હું બ્રહ્મણ, શું હું ચમારના હાથનું પાણી પીઉં? શ્રીકૃષ્ણ આ સાંભળી હસી પડ્યા અને બોલ્યા:’મહારાજ ! તમારા ભાગ્યમાં અમૃત પીવાનું નહોતું લખ્યું એમ લાગે છે. એ પાણી નહોતું, અમૃત હતું.તમને આપવા માટે મેં ઇન્દ્રને કહ્યું,ઉત્તંક માટે અમૃત લઇ જા !પણ ઇન્દ્રે કહ્યું:”મહારાજ,ઉત્તંક અમૃતને લાયક નથી.કહો તો કસોટી કરી બતાવું.”
‘દેવરાજ ઇન્દ્ર તમારા માટે મશક ભરીને અમૃત લાવ્યા, પણ તમે કસોટીમાં નાપાસ થયા.’ શ્રીકૃષ્ણે ખુલાસો કર્યો.
વળી પાછો ઉત્તંક ગળગળો થઇ ગયો,ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું: ‘તું ભોળો છો.જા હવે તને પાણી મળશે,પણ અમૃત નહિ મળે.’ **************

શુકદેવજી પરીક્ષિતને કહે છે:’આ શરીર,મન, ચિત્ત, જે શોકસાગરમાં ડૂબેલ છે અને મૃત્યુ ધીમે પગલે આપણી તરફ આવી રહ્યું છે તે માટે ,હે પરીક્ષિત !સર્વાત્મા,ભગવાન, હરિ, ઇશ્વરને સદા—સર્વદા સાંભળ, એનું કીર્તન કર અને એનું જ સદા સ્મરણ કરતો રહે.’ તસ્માદ્ ભારત સર્વાત્મા ભગવાન્ હરિ ઇશ્વર:. અહીં પરમાત્માનાં જે ચાર નામો આપ્યાં છે,સર્વાત્મા,ભગવાન, હરિ, અને ઇશ્વર તે બધાં અર્થસૂચક છે. પહેલું તો એ યાદ રાખવું ઘટે કે પરમાત્મા છે તે સર્વાત્મા છે. આપણે તો ઉત્તંક જેવા છીએ.આપણો સર્વાત્મા એવો છે. પણ ઇશ્વર સૌમાં વસેલો છે. સૌનો આત્મા એ એનો જ અંશ છે. ઇશ્વર ફક્ત મારામાં કે તારામાં જ નથી; સર્વત્ર છે. આખું વિશ્વ એ એનો દેહ છે; અને આખા વિશ્વનો એ આત્મા છે. વિશ્વ એ ઇશ્વરનું જ જાણે બીજું નામ છે: ઇદં હિ વિશ્વં ભગવાનિવેતર:. ભગવાન શબ્દનો અર્થ છે, તમામ ઐશ્વર્યોથી ભરપૂર છે એવા સૌન્દર્ય સ્વરૂપ પરમાત્મા સુંદર છે. સાચું ઐશ્વર્ય અને સૌન્દર્ય એ સર્વાત્મામાં વસે છે. એ જ હરિ, એટલે કે પાપ-હર,ભ્ય-હર.આપણે બહુ ભારે છીએ.પરિગ્રહનો ભાર,હિંસાનો ભાર, દ્વેષનો ભાર…. આ સર્વ ભારનું હરણ કરનાર તે હરિ છે. અને એ જ ઇશ્વર,એટલે કે સકલનો સ્વામી, નિયંતા અને શાસક એ જ કર્તુમ્ ,અકર્તુમ્ ,અન્યથા કર્તુમ્ એવો હ્રદય્ંત: હ્રદયમાં વસેલો છે.ધૂનોતિ પંખો ફેરવે છે, અને જેમ બધી જાતની ગરમીને દૂર કરે છે,તેમ આપણા જીવનમાં ઉત્પન્ન થતા ત્રિવિધ તાપોને દૂર કરતો રહયો છે,રહે છે એ પરમેશ્વર.
શુકદેવજી પરીક્ષિતને પ્રબોધે છે:’તું એને સાંભળ.’ એને સાંભળ, એટલે શાસ્ત્રોનું શ્રવણ કર એમ નહિ,પણ તારા અને સર્વના હ્રદયમાં વસતા એ પરમાત્માના અવાજને કાન દઇને સાંભળ અને એનું જ અનુકરણ કર,એનું જ સ્મરણ, રટણ કર—જો તારે અ-મૃત બનવું હોય તો. શ્રોતવ્ય:કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યો ભૂતિમિચ્છ્તા.

વિશે

I am young man of 77+ years

Posted in પ્રેરણાદાયક લેખો, miscellenous
2 comments on “
 1. રાકેશ ઠક્કર, Vapi કહે છે:

  શ્રીમદ્ ભાગવત કથા વાંચવાની ગમી.

 2. gopal h parekh કહે છે:

  my phone no is 09898792836, rakeshbhai vapi maa j chho to maleene aanand thashe,pahela fon karo
  j.k.
  gopal

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 529,815 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: