mitai-geeti-makarand dave

મિતાઇ ગીતિ—મકરંદ દવે/સમર્પણ 17,ઑક્ટોબર 1965

 

(1)પ્રથમ પ્રીતિ

 

દેખો મિતાઇ !અંધ ઘુમડ વેગે

આવે ઝંઝા દૂર દિગંતે

રુદ્ર તડિત  તેજે

 

નિયમ કરમ ઘોળ્યાં જાય રે

ધરમ બને ધૂળ;

હૈયું ક્યાંથી હાકલ્યું રહે?

હચમચે ધરમૂળ–

 

ટગલી ડાળે મન તો જાણે

થથરે પીળું પાંદ;

આંધી પાછળ ઊગતો આવે

આછો કાનાઇ ચાંદ.

===================

(2) દ્વિધા

 

હાય રે, મિતાઇ !અસહ્ય હાહાકાર!

દ્વિધા જડિત હૃદય

ઘડી ઘરમાં, ઘડી બહાર.

 

આવડું મોટું ઇજન, સખી !

આટલું બધું માન?

કોઇને કાજે કોઇ તે આપે

આવું સહન દાન?

કાનાઇ કાજે પ્રાણ ઓવારું

આજે અહીં ને અહીં,

અંધ હૃદય, બંધ નયન

બોલે નહીં રે નહીં.

************************

(3)આત્મખોજ

 

ચરણ મારા અટક્યાછે અધવાટે,

જઇ શકું ના ઘેર હું મિતાઇ

જઇ શકું ના ઘાટે.

 

અધફૂટ્યાં એ વેણની તરે

અરધપરધ ઝાંય

નયણાં એનાં નોતરે ને સઇ,

તરછોડે જો બાંય?

 

કેમ કહું રે કપટી કાનાઇ,

કેવું વદન રાંક?

મૂરખ મારું કાળજું મિતાઇ !

મારો જ હશે વાંક.

 

(4)અસહાય

 

મિતાઇ !

મારા હાથની જો હોત બાજી,

આઘેથી હું વંદના કરત,

આઘેથી ર્હેત રાજી.

 

કોણ જાણે, કોઇ હડસેલે, હાય !

કાંઇ ન કહ્યું માને,

નહીં તો આવા ઊંડા જળમાં

કોઇ તે પડે શાને ?

 

ડૂબવા લાગ્યું આજ તો જીવન,

ઘૂંટાય ઘેરા શ્વાસ,

કાનાઇ, મારા પ્રાણ ન મૂકે

તો ય ઘેલો વિશ્વાસ.

**********************

(5)અવલંબન

 

મોરે મનભાવન ગોપાલ,

મારી નાખે તો ય તે મિતાઇ !

ઊલટું છૂટે વ્હાલ,

 

સીધાં વેણથી વાત કરે નહીં

સીધાં વેણ ન તાકે,

છેતરાતું જાય હૈયું એવું

છેતરાઇ ને છાકે.

 

મદીલ બાંકી મૂરત પરે

ઉર નિહાલ નિહાલ

મોહન પ્યારે, મોહન પ્યારે

મોહન પ્યારેલાલ

====================

(6)ઝાંખી

 

દયા લાવી, દેખો તો ભઇ મીત !

સામેની ફૂલ કુંજમાં તે શું

ફરક્યું વસન પીત ?

 સુન તો સખી, કોઇ પુકારે

ધીરે મારું નામ ?

ક્યાંથી બજે મુરલી મોહન ?

ક્યાં છે નયનરામ ?

હાય રે, મારું ભ્રમણાનું જગ

ચિત્તનો આ ચગડોળ.

ખોટું મિતાઇ ?રૂપની કેવી

ઊઠે અરૂપ છોળ !

************************

(7)મૌન

 

ના, હવે સઇ ! ના હવે નહીં બોલું,

ગાંઠ વાળી જે ગોપન તે હું

કોઇ ના કને નહીં ખોલું.

 

ઘડીક ચૂવે નેણ નોધારાં

ઘડીક ફૂટે હાસી,

કોને કહું ?કોણ બન્યું આ

      કમલવનનું વાસી ?

 

મિતાઇ, ભરી નિંદરામાંથી

જીવ તો જાગે જાગે,

સબહારાના દેશમાં મારી

મોહન મોરલી વાગે.

========================

 

 

વિશે

I am young man of 77+ years

Posted in કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 558,177 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: