THANDU MAGAJ

THANDUN MAGAJ/NANABHAI BHATT

ઠંડુ મગજ/નાનાભાઇ ભટ્ટ/’કોડિયું માસિક’માંથી સાભાર

ભરદરિયે ઝૂકાવ્યું હોય.પ્રચંડ વાયુ વાઇ રહ્યો હોય. પર્વત જેવડા મોટા લોઢ આખા જહાજને આમતેમ દોલાવી રહ્યા હોય. ઉતારુઓમાં ગભરાટ હોય, આવે વખતે કપ્તાન—આખા જહાજનો કપ્તાન, ઠંડું મગજ રાખી સુકાન ઝાલીને બેસી રહે છે. કપ્તાન દરિયાને ઓળખે છે,પવનને ઓળખે છે,પોતાના જહાજની તાકાત તેના ખ્યાલમાં છે; પોતાની શક્તિમાં તેને પૂરો વિશ્વાસ છે.

ઘરમાં પતિ બિછાને પડ્યો છે; નાનાં નાનાં છોકરાં અનેક પ્રકારની મસ્તી જમાવી રહ્યાં છે;જમાઇ દીકરીને તેડી જવા આવીને બેઠો છે; બહેનનો પતિ હોનારતમાં મરી ગયાનો તાર આવ્યો છે; પાડોશીએ નળેથી પાણી ભરવાની ના પાડી છે અને કામવાળી બાઇને અંતરાય હોવાથી આવી નથી. છતાં કુશળ ગૃહિણી ઠંડું મગજ રાખીને ઘર ચલાવે જાય છે. તે પતિની સેવા કરી જાણે છે, છોકરાંની મસ્તીને વધાવી શકે છે, જમાઇરાજના મિજાજને ઓળખે છે,પાડોશીને પહોંચી વળે છે; પોતાની તાકાતની તેને બરાબર પરખ છે.
વરસાદના દિવસો હોય, એકી સાથે દશપંદર બિછાનાં પડી ગયાં હોય; કોઇને ટાઇફોઇડ તો કોઇને મેલેરિયા, કોઇનો પગ તો કોઇનો સાથળ, કોઇનું ગળું તો કોઇનું પડખું દુખતું હોય; એક વિદ્યાર્થીએ બીજાને બટકું ભરી લોહી કાઢ્યું હોય તો એકે બીજાને સામી ગાળ દીધી હોય; કોઇ મોટા વિદ્યાર્થીએ નાનાને થપાટ ધરી દીધી હોય તો કોઇ નાનાએ મોટાને દાંતિયાં કર્યા હોય; પટ્ટાવાળો ચોરી કરીને નાસી ગયો હોય અને રસોઇયાએ ઘી સંતાડીને શીરો ક્રીને ખાધો હોય; છાત્રાલયની રસોઇમાં ઇયળ—ધનેડાં આવે છે એ બાબત છાપામાં રીપોર્ટ આવ્યો હોય; હિસાઅબના ગોટાળા માટે ઠપકો આપતાં વિદ્યાર્થી ગૂમ થયો હોય; વિદ્યાર્થીઓમાં ધર્મનો છાંટો નથી એવી સેક્રેટ્રી સાહેબની ફરિયાદ હોય;છતાં કુશળ ગૃહપતિ ઠંડું મગજ રાખી છાત્રાલય ચલાવે જાય છે. માંદાની તે સારવાર કરે છે, વિદ્યાર્થીઓના ટંટા પતાવે છે ને નોકરોને હાથ રાખી જાણે છે,માબાપોને પોતાનું દૃષ્ટિબિંદુ સમજાવે છે અંતે સેક્રેટરી સાહેબને ધર્મના આવિર્ભાવ માટ એધીરજ રાખવા વિનવે છે. આવો ગૃહપતિ તરુણ વિદ્યાર્થીને ઓળખે છે.પોતાના પૈગામને ઓળખે છે,પોતના શાસ્ત્રને ઓળખે છે; ખુદ પોતાની તાકાતને તે બરાબર ઓળખે છે.
આ ઠંડું મગજ કપ્તાનને તોફાનમાંથી પાર ઉતારેછે, સેનાપતિને વિજય અપાવે છે. ગૃહિણીનું ઘર શાંત રાખે છે અને ગૃહપતિના માથાને નાનાં મોટાં મોજાંની ઉપર ટટ્ટાર રાખે છે.
છતાં દરિયામાં કાંઇ હંમેશાં તોફાન નથી હોતું; ગૃહિણીને પણ આડે દિવસે તો અનાયાસે શાંતિ રહે છે. પણ છાત્રાલયમાં તો રોજ તોફાન; દરરોજ નાની મોટી ટપાટપી; દરરોજ નાના મોટા ગોટાળા; દરરોજ વિદ્યાર્થીઓ તરફથી નાનો મોટો નિયમભંગ,દરરોજ ફરિયાદોનો અસ્ખલિત ધોધ; દરરોજ કોઇને કોઇ ભૂલ દેખાડે. આ બધા પ્રસંગોમાં હાડચામવાળા માણસનું મગજ સહેજે તપી જાય છે અને એ તપેલું મગજ આસપાસનાં તોફાનોમાં નવું તોફાન ઊભું કરે છે. ગૃહપતિનું મગજ એકવાર તપી ગયું એટલે તે ચડિયાં વડચકાં કરવા લાગશે. નિર્દોષ ગમ્મતને તોફાન ગણશે.કીડીને કોશનો ડામ દેવા દોડશે,વિદ્યાર્થી ફરિયાદ કરવા આવશે તો થયેલી તકરારમાં પોતે થપાટ લગાવી નવી ફરિયાદ ઉભી કરશે,કોઇ છેટે ઊભા વાતો કરતા હશે તો વહેમાશે અને આખા છાત્રાલયના વ્યવહારમાં કેમ જાણે દુનિયા આખી બગડી ગઇ છે અને વિદ્યાર્થીઓ બધા સડેલા છે એ ધોરણ પર ચાલીને જીવવાનો પ્રયત્ન કરશે. આવું તંગ મગજ છાત્રાલયમાં ન જોઇએ.એ તંગ મગજની પાછળ વિદ્યાર્થીઓમાં અશ્રધ્ધા છે, તરુણ આત્મામાં અશ્રધ્ધા છે, ખુદ પોતામાં અશ્રધ્ધા છે,આવા તંગ મગજને ઢીલું કરવું હોય તો આપણે વિદ્યાર્થીઓમાં શ્રધ્ધા કેળવીએ.તરુણ આત્મામાં શ્રધ્ધા કેળવીએ, આપણા કેળવણીના પેગામમાં શ્રધ્ધા કેળવીએ, ઇશ્વરમાં શ્રધ્ધા કેળવીએ, ખુદ આપણી જાતમાં શ્રધ્ધા કેળવીએ.(1928)

18th August 2009

વિશે

I am young man of 77+ years

Posted in પ્રેરણાદાયક લેખો, miscellenous
4 comments on “THANDU MAGAJ
  1. jjkishor કહે છે:

    અમારું કોડિયું છેક તમારા સુધી પહોંચે છે ! બહુ આનંદ થયો. હવે આ કોડિયું નેટ પર પણ મૂકાવાની તૈયારીમાં છે !!

વિશ્વદીપ બારડ ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,840 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: