bamukund dave

< BAL MUKUND DAVE

 

(1)સોનચંપો રંકની વાડીએ મોર્યો સોન રે ચંપાનો છોડ:

અમને ન આવડ્યાં જતન જી !

ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે,

જેનાં નંદનવન હોય રે વતન જી?

 વજ્જર છાતી કરીએ, તોય રે દુલારા મારા !

ધીરે જીવન કોરે ઘનાં ઘારાં જી :

કૂવાના થાળે જેવા કાથીકેરા દોરડાના —

ધોડે ધોડે લાગે રે ઘસારા જી !

દેશ રે ચડે ને જેવો અંધારે ભમતો પંથી ગામની ભાગોળે સારી રાત જી :

ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ બાવરી બનેલી તારી માતજી !

 બાવળની કાંટ્યજેવી ભવની ભૂલામણીમાં આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી !

 સામે રે કાંઠે તારા દૈવી બગીચા બેટા ! વચ્ચે આડા આંસુના અખાતજી !

 (2)લાડકડી

] પીઠી ચોળી લાડકડી !

ચૂંદડી ઓઢી લાડકડી !

 ચૂંદડીએ ધબકારા ઢાંક્યા —

ને કરમાં કર સોંપ્યા લાડકડી !

મીઠી આવે લાડકડી !

કેમ કહું જાઓ લાડકડી ?

 તું શાનો સાપનો ભારો ? —

તું તુલસીનો ક્યારો લાડકડી !

 ચરકલડી ચાલી લાડકડી,

રહેશે ના ઝાલી લાડકડી !

 

આછેરી શીમળાની છાયા :

એવી તારી માયા લાડકડી !

 સોડમાં લીધાં લાડકડી !

 આંખ ભરી પીધાં લાડકડી !

હીબકાંને હૈયામાં રૂંધ્યા ને પારકાં કીધાં લાડકડી ! =================================

(3)સદ્ ગત પ્રહ્ લાદ પારેખને

 મેહુલો ગાજે ને બંધુ !આવે તારી યાદ !

 નીતરે નેવાં કે આ તે વરસે પ્રહ્ લાદ ?

 (4)હરિનો હંસલો

કોણે રે દુભ્યો ને કોણે વીંધિયો ? કલંકીએ કોણે કીધા ઘા ?

કોણ રે અપરાધી માનવજાતનો જેને સૂઝી અવળી મત આ ?

રુધિરે રંગાયો હરિનો હંસલો !

પાંખ રે ઢાળીને હંસો પોઢિયો,

ધોળો ધોળો ધરણીનો અંક;

કરુણા—આંજી રે એની આંખડી,

રામની રટણા છે એને કંઠ,

રુધિરે રંગાયો હરિનો હંસલો !

હિમાળે સરવર શીળાં લે’રતાં

ત્યાંનો રહેવાસી આ તો હંસ;

આવી રે ચડેલો જગને ખાબડે,

 જાળવી જાણ્યો ના આપણ રંક !

 રુધિરે રંગાયો હરિનો હંસલો !

સાંકડાં ખોદો રે અંતરખાબડાં,

રચો રે સરવર રૂડાં સાફ;

 અમરોનો અતિથિ આવે હંસલો;

 આપણી વચાળે પૂરે વાસ.

 

 રુધિરે રંગાયો હરિનો હંસલો !

======================

 

વિશે

I am young man of 77+ years

Posted in કવિતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,417 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: