padadaanee aarpaar

 

પૂજારી, તારા–

આતમને ઓઝલમાં ઢાંક મા.
વાયુ વીંઝાશે નેદીવડો હોલાશે એની
ભીતિ વંટોળિયાની ભાખ મા,

આડે ઊભો તારો દેહ અડીખમ, બાપુ, ભળી જાશે ખાખમાં.

 પૂજારી તારા — આતમને ઓઝલમાં ઢાંક મા.

ઊડી ઊડીને આવ્યાંપંખી હેમાળેથી,

થાક ભરેલો એની પાંખ માં;

સાત સમુંદરને પાર કર્યા એનું નથી રે ગુમાન એની આંખમાં.

 પૂજારી તારા–

આતમને ઓઝલમાં ઢાંક મા.
આંખનાં રતનતારાં છોને હોલાય,

 છોને હીરા લૂંટાય તારા લાખના;
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કો’થી,

ખોટા હીરાને ખેંચી રાખ મા.

 પૂજારી તારા–

આતમને ઓઝલમાં ઢાંક મા.

પુ.લ. દેશપાંડેએ એક એકાંકી લખ્યું હતું.એનો અનુવાદ તારક મહેતાએ કર્યો.નામ રાખ્યું: ’ને રણછોડે રણ છોડ્યું’. વિષય કંઇક આવો હતો. મંદિરમાં રહીને ઇશ્વર થાકી ગયા છે. ભાવના ભૂખ્યા ઇશ્વર માટે ભક્તો ફૂલ-ફળ લાવે છે.અન્નકૂટ ધરાય છે.પણ એમને તો કશું જ પહોંચતું જ નથી. ભક્તોની શ્રધ્ધા પણ ભગવાન કરતાં જાણે કે પૂજારીમાં વિશેષ છે એ બધું પૂજારીને ધરવામાં આવે છે.અને આ બધું ઇશ્વરને નામે, ધર્મને નામે થાય છે. ઇશ્વરને એમ થાય છે કે આ મંદિર નથી પણ કેદખાનું છે. એક દિવસ ઇશ્વર પ્રગટ થાય છે અને કહે છે કે મારે આ મંદિર છોડીને ચાલ્યા જવું છે. આ ક્ષણે મંદિરમાં વકીલ હાજર હોય છે. એ કહે છે કે તમે ગીતા પર હાથ રાખીને પુરવાર કરો કે તમે ઇશ્વર છો. એક બજારુ સ્ત્રી કહે છે કે તમે મારી પિત્તળની બરણીને સોનાની કરી આપો તોમાનું કે તમે ઇશ્વર છો.ઇશ્વરની આપણે આવી પરિસ્થિતિ કરી મૂકી છે.
ઇશ્વરના દરવાજા તો સહુને માટે હંમેશાં ખુલ્લા રહેવા જોઇએ. અમુક સમયે જ દર્શન થાય અને પછે દર્શન બંધ થઇ જાય એમાં તો ધક્કામુક્કીને કારણે ઇશ્વરની અલપઝલપ ઝાંખી થાય તો થાય. ઇન્દુલાલ ગાન્ધીને ગીતનો પ્રકાર સહજ. એમનું એક પ્રસિધ્ધ ગીત ‘આંધળી માનો કાગળ’ એક જમાનામાં ખૂબ પ્રચલિત હતું. આ ગીત પ્રજાને કંઠે વસેલું. કેટલાયે લોકો એવા હશે કે જેને આ ગીત ખબર હોય પણ કવિના નામથી અજાણ હોય.ઉપાડની પંક્તિ જ અનન્ય છે. ગીતમાં ઉપાડની પંક્તિનું અત્યંત મહત્ત્વ છે. રમેશ પારેખની એક કવિતામાં આવે છે એમ આવી પંક્તિ જનોઇવઢ ઘા કરનારી હોય છે. પ્રભુજીને પડદામાં રાખવાનો શો અર્થ?પણ અહીં કેવળ મંદિરના સ્થૂળ પડદાની વાત નથી. બીજી પંક્તિમાં કહે છે ‘આતમને ઓઝલમાં ઢાંક મા’ આપણું શરીર એક પડદો જ છે. શરીરની પાછળ આપણો આત્મા છૂપાયેલો છે. જીવનમાં આપણે જેટલા પ્રેમથી નથી જીવતા એટલા ભયથી જીવીએ છીએ. મોટા ભાગના ભય આપણે ઊભા કરેલા છે. ભય સ્વયં આવે એ પહેલાં આપણે જાતજાતની ચિત્રવિચિત્ર વિષમ કલ્પનાઓ કરીએ છીએ અને અંદર ને અંદર અસ્વસ્થ થઇએ છીએ.
શરીરને શરીરનો ભય હોય છે. શરીરનો ભય પીડાનો હોય છે. મનનો ભય યાતનાનો હોય છે. આ પીડા અને યાતના માણસને બેચેન કરે છે. એક ભય છે કે જો વંટોળિયો આવે તો દીવો હોલવાઇ જશે. અડીખમ દેહની પાછળ રહેલો આત્મા એમ કેમ ઓલવાઇ જાય !અને માની લો કે દેહ પડ્યો તો પણ આત્માને તો કશું જ થતું નથી. ‘નૈનમ્ છિન્દંતિશસ્ત્રાણિ નૈનમ્ દહતિ પાવક:’—આત્માને શસ્ત્રો વીંધી શકતાં નથી,અગ્નિ પ્રજાળી શક્તો નથી. એ જાણીતું ભગવદ્ ગીતાનું વચન છે. આત્મા નીકળી જાય છે પછી શરીર જ રહે છે. શિવ નીકળી જાય પછી શવ-શબ છે. જે બળે છે તે દેહ બળે છે આત્મા તો પંખી જેવો છે. એની પાંખમાં અંતે થાક હોય તોપણ એ સાત સમંદરને પાર કરીને ક્યાંય પણ જતો હશે તોપણ એનામાં ગુમાન નથી. ઇન્દુલાલ ગાંધીનાં ગીતોમાં ક્યાર્ક ક્યારેક અર્થનું અજવાળું ઓછું હોય પણ ધુમ્મસનાં વલયો ઝાંઝા હોય એટલે દરેક શબ્દનો અર્થ બેસાડી ન શકાય કે અમુક અર્થથી ઝાઝું અર્થઘટન કરી ન શકાય.

શરીરનો મહિમા ઓછો નથી.આત્મા જેવા આત્માએ પણ શરીરમાં રહેવું પડે છે.શરીરની વૃધ્ધાવસ્થા હોય છે. આત્માની વૃધ્ધાવસ્થા નથી હોતી.શરીરને કરચલીઓ પડે છે. આત્માને નહીં.આંખને મોતિયો આવે છે,પણ આત્મદર્શન કદીયે ઝાખું થતું નથી.આપણે શરીરને વળગીયેએ છીએઅને આત્માને ઓળખતા નથી. શરીરાંતે ખોટો હીરો પુરવાર થાય છે. આપણે જેને કોહિનૂર માનતા હતા એનું નૂર કોહી જાય છે.હૈયાનો હીરો કોઇ લૂંટી ન શકે.જે થાય છે એ શરીરને થાય છે.આત્મા તો હંસલાની જેમ શરીરના જૂનાદેવળને છોડીને ક્યાંક જતો રહે છે.

padadaanee aarpaar/poem by shri indulal gandhi/geetano bhavaarth; shri suresh dalal/bhajan yog/image publications

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 665,258 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 278 other followers
તારીખીયું
ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: