jayadrath-vadh

30જુલાઇ 2009 ને શ્રાવણ સુદ નોમ(બગીચા નોમ)2065

જયદ્રથ વધ
કૃષ્ણ અને માનવ સંબંધો/હરીંદ્ર દવે/પ્રકરણ 27/પાના નં 214 થી219
જયદ્રથના વધ માટે અર્જુને આમ તો વગર વિચાર્યે આવેશમાં આવી પ્રતિજ્ઞા લીધી હતી. કુરુક્ષેત્રના યુધ્ધમાં દ્રોણ જેવા આચાર્ય સામે હોય, અને શસ્ત્રયુક્ત હોય ત્યારે અવી પ્રતિજ્ઞા પાર પાડવી અસંભવિત જ છે. અર્જુન અભિમન્યુના શોકમાં એટલો ગરક થયેલો છે કે આ પ્રતિજ્ઞા લેતી વખતે તેની ગંભીરતા સમજી શક્યો ન હતો. સાથે જ અર્જુનને કૃષ્ણમાં પૂરી શ્રધ્ધા હતી.કૃષ્ણ અર્જુનંવ કહે છે:
અસંમંત્ર્ય મયા સાર્ધમતિભારોઅય્મુદ્યત:, કથં નુ સર્વલોકસ્ય નાવહાસ્યા ભવેમહિ.

(દ્રોણપર્વ:53:3)

મારી સંમતિ લીધા વિના તેં આવડો મોટો ભાર ઉઠાવી લીધો.આવી દશામાં આપણે સૌ લોકોના ઉપહાસપાત્ર ન બનીએ તો જ નવાઇ.કૃષ્ણ અર્જુનને તેની પ્રતિજ્ઞા કેટલી વિકટ છે એ સમજાવે છે.દ્રોણે જયદ્રથની રક્ષાકરવાનો ભાર લીધો છે .કર્ણ,ભૂરિશ્રવા,અશ્વત્થામા,વૃષસેન, કૃપાચાર્ય અને શલ્ય જેવા છ મહારથીઓ જ્યદ્રથની આસપાસ ઘેરાઇને રહેવાના છે,. આ સંજોગોમં સૂર્યાસ્ત પહેલાં જયદ્રથનો વધ કરવાનું કેટલું વિકટ છે એ વાત કૃષ્ણ અર્જુનને સમજાવે છે. અર્જુનના ઉત્તરમાં પ્રથમ તો આપણને થોડોક ‘હું ‘કાર લાગે. પરંતુ અર્જુનની આઉક્તિ પાછળની ભૂમિકા એ પ્રગટ કરે છે ત્યારે કૃષ્ણ સાથેની તન્મયતાનો ખ્યાલ આવે છે.અર્જુનાઅ બધું કેવળ પોતાના બળ પર નથી કહેતો.એ કહે છે:

ગાંડીવં ચ ધનુર્દિવ્યં યોધ્ધા ચાહં નરર્ષભ, ત્વં ચ યંતા હૃષીકેશ કિં નુ સ્યાદજિતં મયા. (દ્રોણપર્વ:53:50)

 એક તો ગાંડીવ જેવું દિવ્ય ધનુષ્ય, મારા જેવો યોધ્ધો અને તમે સારથિ: પછી આ પૃથ્વીમાં હું કોને ન જીતી શકું? અર્જુનની કૃષ્ણનિષ્ઠા અનન્ય છે. જેમ બ્રાહ્મણમાં સત્ય, સાધુમાં ન્મ્રતા અને દક્ષ પુરુષમાં શ્રી ‘ધ્રુવ’ (અચળ) છે. એમ (ધ્રુવો નારાયણે જય: ) જ્યાં કૃષ્ણ હોય ત્યાં જય પણ ‘ધ્રુવ ‘છે—જય પણ નિશ્ચિત છે.
જયદ્રથવધનો અર્જુનનો સંકલ્પ કૃષ્ણ જે રીતે પાર પાડે છે તેમાં કૃષ્ણાર્જુન સખ્યને સૌથી ઉત્તમ કસોટી આવે છે. એ રાત્રે કોઇ સૂતું નથી.અર્જુનની પ્રતિજ્ઞા પૂરી થશે કે નહિ થાય, એવા ભયે પાંડવોના શિબિરમાં કોઇને નિદ્રા નથી; અર્જુન પ્રતિજ્ઞા પૂરી કર્યા વિના નહિ રહે એવા ભયે કૌરવોના શિબિરમાં કોઇ સૂતું નથી.કૃષ્ણ અને દારૂક એ રાત્રે જાગે છે.કૃષ્ણ દારૂકને કહે છે: મને સ્ત્રી, મિત્ર,જ્ઞાતિ બાંધવો—કોઇપણ અર્જુન કરતાં વધારે પ્રિય નથી.આગળ ચાલતાં કહે છે :

યસ્તં દ્વેષ્ટિ સ માં દ્વેષ્ટિ યસ્તમનુ સ મામનુ, ઇતિ સંકલ્પ્યતાં બુધ્ધ્યા શરીરાર્ધ મમાર્જુન:. (દ્રોણપર્વ: 56:30)

જે અર્જુનનો દ્વેષ કરે છે એ મારો દ્વેષ કરે છે.જે એને અનુસરે છે એ મને અનુસરે છે.તું તારી બુધ્ધિથી એવો સંકલ્પ કર કે અર્જુન એ મારું અર્ધું શરીર છે. અર્જુનસાથેની આ તદ્રૂપત કૃષ્ણ પ્રગટ કરી રહ્યા છે, ત્યારે અર્જુનના સ્વપ્નમાં કૃષ્ણ આવે છે, અને કૃષ્ણ તેને શિવ પાસે લઇ જાય છે. અને પાશુપતાસ્ત્રનું વરદાન મળે છે.કૃષ્ણ અને અર્જુન શંકરને પ્રસન્ન કરી શિબિરમાં પાછા ફરે છે,એમ 57મો અધ્યાય પૂરો થાય છે. જ્યારે 58મો અધ્યાય શરૂ થાય છે ત્યારે 56મ અધ્યાયના કૃષ્ણ—દારૂક—સંવાદની કડી જ આગળ વધે છે.’અહીં કૃષ્ણ અને દારુક મેં કહી એ વાત કરતા હતા ત્યાં રાત વીતી ગઇ,’ એવો અહેવાલ સંજય કહે છે.અહીં વ્યાસની કથાગૂંથણીની કલા પણ આવે છે; સાથે સાથે આવા મહાસંકલ્પની રાત્રિ કેટલી વિકટવીતી એનો પણ ખ્યાલ આવે છે. બીજા દિવસની સવારે પણ સૌની એ જ ચિંતા છે. યુધિષ્ઠિર જ્યારે કૃષ્ણને અર્જુનની પ્રતિજ્ઞા પૂરી કરવામાં મદદરૂપ થવા પ્રાર્થના કરે છે ત્યારે કૃષ્ણ કોલ આપે છે :’આગ જેમ ઇંધણને સળગાવી દે એ રીતે અર્જુન દુર્યોધનની સેનાને સળગાવી દેશે અને સૌભદ્રઘાતી જયદ્રથ અર્જુનના બાણનો ભોગ બની એ માર્ગે જશે,જ્યાંથી એના જીવનું ફરી દર્શન આ લોકમાં શક્ય નહિ બને.’(દ્રોણપર્વ:60:17-18) સંજય આ કથા ધૃતરાષ્ટ્રને કહે છે ત્યારે શોક અને પુત્રનિંદાની ધૃતરાષ્ટ્રની પ્રકૃતિ પ્રબળ બને છે. અને સંજય તેને હમેશની માફક વારે છે:

ગતોદકે સેતુબંધો યાદક્ તાદ્ ગયં તવ, વિલાપો નિષ્ફલો રાજન્ મા શુચો ભરતર્ષભ.

 (દ્રોણપર્વ: 62:2)
પાણી વહી ગયા પછી સેતુબંધ(પુલ) જેમ નકામો છે, એમ તમારો આ વિલાપ પણ નિષ્ફળ છે. તે દિવસના યુધ્ધ્ના આરંભમાં જ્યારે સૌ પ્રથમ દ્રોણ અને અર્જુન સામસામા આવે છે, ત્યારે અર્જુન રણભૂમિ પર જેનો પરાજય અશક્ય છે એવા દ્રોણને ગુરુ—ભક્તિની ભૂમિ પર ઘાયલ કરી નાખે છે. એ દ્રોણને કહે છે : તમે મારા માટે પિતા, મોટાભાઇ ધર્મરાજ અને સખા કૃષ્ણ જેવા છો: હું તમારા માટ એઅશ્વત્થામા જેવો છું.એટલે જ–

તવ પ્રસાદદિચ્છામિ સિંધુરાજાનમાહવે, નિહંતું દ્વિપદાં શ્રેષ્ઠા પ્રતિજ્ઞાં રક્ષ મે વિભો ! (દ્રોણપર્વ:66:6)

તમારા પ્રસાદથી હું સિંધુરાજને યુધ્ધમાં મારવાની ઇચ્છા રાખું છું.હે પ્રભુ, તમે મારી પ્રતિજ્ઞાની રક્ષા કરો. દ્રોણ અર્જુનને બરાબરીનું યુધ્ધ આપે છે.પણ આજે કૃષ્ણ કોઇ જુદા જ મિજાજમાં છે.એ જાને છે કે સાંજ પહેલાં અર્જુનએ જયદ્રથનો વધ કરવાનો છે. એ માર્ગમાં જુદા જુદા મહારથીઓ સાથે યુધ્ધ કરવા રોકાઇ જશે તો સૂર્યાસ્ત પહેલાં જયદ્રથ સુધી નહિ પહોંચી શકે. એટલે એ તરત જ અર્જુનને સજાગ કરે છે:
પાર્થ પાર્થ મહાબાહો ન ન: કાલાત્યયો ભવેત્ .

એ ઉતાવળમાં છે એટલે પાર્થને બે વાર સંબોધન કરે છે—અને કહે છે: અહીં વધુ સમય ન વીતે એનો ખ્યાલ રાખ.દ્રોણ સાથે દિવસોના દિવસો સુધી અર્જુન લડે અને યુધ્ધ પૂરું જ ન થાય. અર્જુન તરત જ દ્રોણની પ્રદક્ષિણા કરી આગળ વધે છે: કૃષ્ણઅર્જુનના રથને આગળ લઇ જાય છે. દ્રોણ તરત જ ટકોર કરે છે:
નનુ નામ રણે શત્રુમજિત્વા ન નિવર્તસે.
(દ્રોણપર્વ:66:32) અર્જુન, તું તો રણમાં શત્રુને પરાજિત કર્યા વિના કયારેય જતો નથી,તો આજે કેમ ભાગે છે? અર્જુનનો ઉત્તર ફરી એક વાર દ્રોણને ભક્તિની ભૂમિ પર ઘાયલ કરી દે છે:
ગુરુર્ભવાન ન મે શત્રુ:શિષ્ય: પુત્રસમોઅસ્મિ તે, ન ચાસ્તિ સ પુમાંનલ્લોકે યસ્ત્વાં યુધિ પરાજ્યેત્ .
દ્રોણપર્વ: 66:33) તમે તો મારા ગુરુ છો, મારા શત્રુ નથી. હું તમારો પુત્ર સમોવડશિષ્ય છું અને આ લોકમાં તમને યુધ્ધ્માં પરાજિત કરે એવો કોઇ હું જોતો નથી. જયદ્રથવધના યુધ્ધને મહાકવિ વ્યાસે ખૂબ બહેલાવ્યું છે. પરંતુ આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે કૃષ્ણની ચિંતા એક જ છે:
ચિંતયામાસ વાર્ષ્ણેયો ન ન: કાલાત્યયો ભવેત્ .
(દ્રોણપર્વ: 67:24) વાર્ષ્ણેયની (કૃષ્ણની) ચિંતા એ જ છે કે અહીં વધુ સમય વીતી ન જાય. અર્જુનને રસ પોતાનું પરાક્રમ દાખવવામાં છે.એ યોધ્ધો છે: કૃષ્ણ સારથિ છે.પ્રતિજ્ઞા અર્જુને લીધી છે, પણ એ નભાવવાની છે કૃષ્ણે. અને એથી જ કૃષ્ણ’અહીં સમય વીતી જાય ‘એની ચિંતામાં અર્જુનને આગળ ને આગળ વધવા કહે છે. એક સુંદર પ્રસંગ વચ્ચે આવે છે. શ્રુતાયુધની પાસે એવી ગદા છે, જે ‘અયુધ્યમાન’ –લડતો ન હોય એવી વ્યક્તિ પર એ ફેંકે તો એ પાછી ફરી મારનારનો જ સંહાર કરે છે.શ્રુતાયુધ એ ગદા કૃષ્ણ પર ફેંકે છે:’જેમ વાયુ વિંધ્ય પર્વતને કંપાવી શકતો નથી, એમ એ ગદા કૃષ્ણને કંપાવી ન શકી. ‘પણ પાછી ફરી શ્રુતાયુધનો જ વધ કરે છે.
કૃષ્ણ અર્જુનના રથને શત્રુસેનામાં ધીરે ધીરે એના લક્ષ્ય તરફ જ દોરી રહ્યા છે.
રથશિક્ષાં તુ દાર્શાહો દર્શયામાસ વીર્યવાન્ .
ઉત્તમાધમધ્યાનિ મંડલાંનિ વિદર્શયન્ .
(દ્રોણપર્વ:74:6)
દશાર્હવંશી,વીર્યવાન એવા કૃષ્ણ પોતાની રથશિક્ષાને ઉત્તમ,અધમ અને મધ્યમ એવાં ત્રણે મંડળો દ્વારા પ્રદર્શિત કરી રહ્યા હતા. કૃષ્ણ સારથિ તરીકેની પોતાની કળાને પ્રગટ અકરી રહ્યા હતા.
આવા પ્રસંગે કૃષ્ણ અને અર્જુનની મહત્તાને સિધ્ધ કરતો એક પ્રસંગ બને છે. યુધ્ધમાં સામાન્ય રીતે યોધ્ધાનું ધ્યાન પોતા પર જ હોય; સારથિનું ધ્યાન પણ પોતાના લક્ષ્ય બનતા બચાવવામાં હોય. પરંતુ અર્જુન કૃષ્ણને કહે છે :અશ્વો બાણથી પીડાયા છે: જયદ્રથ હજી ઘણો દૂર છે. મને લાગે છે કે રથ છોડીને અશ્વોના શરીરમાંથી બાણ કાઢવાં જોઇએ.
ઘોર યુધ્ધ ચાલી રહ્યું છે,ત્યારે અર્જુનને આ વાત સૂઝે તેની નવાઇ લાગે છે.કૃષ્ણ પણ કહે છે: ‘અર્જુન, તેં એ જ વાત કરી, જે મારો પણ મત છે’.સાતવળેકરજી સિવાયની આવૃત્તિમાં એક નવું પ્રતિરૂપ છે. અર્જુન એકલે હાથે ભૂમિ પર ઊભો રહીને કૌરવસેનાને રોકી રાખે છે.આ લગભગ અશક્ય છે: એટલે તો ધૃતરાષ્ટ્ર પૂછી બેસે છે:
અર્જુને ધરણીં પ્રાપ્તે હયહસ્તે ચ કેશવે, એતદંતમાસાદ્ય કથં પાર્થો ન ઘાતિત:.
અર્જુન ધરતી પર ઊતરી આવ્યો અને કૃષ્ણ અશ્વોની ચિકિત્સામાં જોડાયા. આ તો અજબનો અવસર છે.એ મોકો ઝડપીને મારા સૈનિકોએ અર્જુનનો વધ કર્યો કે નહિ? સંજયનો જવાબ એટલો જ ધરદાર છે:
સદ્ય: પાર્થિવ પાર્થેન નિરુધ્ધા: સર્વપાર્થિવા:, રથસ્યા ધરણીસ્થેન વાક્યમચ્છાંદસં યથા.
અછાંદસ વાક્ય જેમ અસ્વીકાર્ય બને(અથવા રૂઢિગત અર્થમાં વેદવિરુધ્ધ વાક્ય જેમ અગ્રાહ્ય બને) તેમ બધા જ રાજવીઓને અર્જુને રોકી લીધા. આવા અપૂર્વ નરસંહાર વચ્ચે પ્રાણી પ્રત્યેની દયાની આ ઘટના વિરલ છે. વાત અહીં જ અટકતી નથી. કૃષ્ણ અર્જુનને કહે છે: અશ્વોને જળ પીવું છે. અને અર્જુન પૃથ્વીમાં બાણ સાંધી સ્વચ્છ જળથી યુક્ત જળાશયની રચના કરે છે.એટલું જ નહિ પણ બાણો દ્વારા કૃષ્ણની આસપાસ દીવાલ રચી દે છે.કૃષ્ણ જાણે સ્ત્રીઓની મધ્યે ઊભા હોય એમ અર્જુનએ રચેલા શરગૃહની વચ્ચે હસતાં હસતાં ઊભા રહી અશ્વોને જળ પાતા હતા. સ્નાન કરાવતા હતા. સંહારની સામે જીવદયાની આ સમતુલા વ્યાસ જેવા સમર્થ કવિ જ કરી શકે એવી છે.

વિશે

I am young man of 77+ years

Posted in મહાભારત, miscellenous
3 comments on “jayadrath-vadh
  1. munna કહે છે:

    Good one, keep continue with all mahabharta’s charactors.

    Best regards,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,814 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: