a few moments with makrand dave

ત્રીસમી જુલાઇ 2009 ને શ્રાવણ સુદ નોમ

થોડી પળો શ્રી મકરંદ દવે સાથે
અમે રે સૂકું રૂનું પૂમડું,

તમે અત્તર રંગીલા રસદાર;

તરબોળી દ્યોને તારેતારને,

વીંધો અમને વ્હાલા, આરંપાર:

આવો, રે આવો હો જીવણ આમના.
અમે રે સૂના ઘરનું જાળિયું,

તમે તાતા તેજના અવતાર;

ભેદીને ભીડેલા ભોગળ—આગળા,

ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો,રે આવો હો જીવણ, આમના.
અમે રે ઉધઇ—ખાધું ઇંધણું,

તમે ધગધગ ધૂણીના અંગાર;

પડે પડ પ્રજાળો વ્હાલા,વેગથી,

આપો અમને અગનના શણગાર:

આવો,રે આવો હો જીવણ,આમના.
********************************

કોકના તે વેણને વીણી વીણીને વીરા ! ઊછી—ઉધારાં ન કરીએં,

 હૈયે ઊગે એવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમતી ધરીએં,

કોયલ તો કોઇનો ટહુકો ન માગે ને
મોરલો કોઇની કેકા,
માનવીનું કાળજ તે કેવું કર્યું? પીડ પોતાની, પારકા લ્હેકા !
રૂડારૂપાળા સઢ કો’કના શું કામના?

પોતાને તુંબડે તરીએં–

કોઇ કોઇ ચીંધે છે રામટેકરી કોઇ ઓઢા—હોથલની ગુહા,

ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે, ક્યાંક દરદે નીંગળતા દુહા :

જીવતી ને જાગતી જીવનની ખોઇમાં કોઇની ભભૂત ન ભરીએં–

પોતાની વાંસળી પોતે બજાવીએ ને
રેલાવી દઇએ સૂર;
ઝીલાનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર;

ઓલ્યા તો મોતમાં જેવી ગિયા વીરા !

જીવતાં ન આપણે મરીએં–

કોકનાં તે વેણને વીણી વીણીને, વીરા ! ઊછી—ઉધારાં ન કરીએં. ********************************************************************
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ના ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી, પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,

 સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંક્ળી?

 ખાડા ખાબોચિયાંને બાંધી બેસાય,આ તો
વરસે ગગનભરી વ્હાલ.–
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?

સરી સરી જાય એને સાંચવશે ક્યાં લગી?

 આવે તે આપ કરી પળમાં પસંદગી,

મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.–
આવી મળ્યું તે દઇશ આંસુડે ધોઇને,

ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઇને,

આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઇને?

 માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં રણકી ઊઠે કરતાલ !—
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ. =========================================================

જિન્દગીભર જીવતું આલાં જિગર આપો મને,
મુફલિસીમાં મ્હેકતું મગરૂર સર આપો મને,
નૂર આંજેલી નશાઘેરી નજર આપો મને,

પાય કેડી પાડતા, સાબૂત કર આપો મને,
–ને સદા ગાતો જતો સ્હેલાણી સ્વર આપો મને,
ક્યાંય પણ રોનક નથી એ, ને નથી એ રોશની,

ડાહીડમરી ચોતરફ ચાલે હવા કાં રોશની?

 આપની મહેફિલ ! અને ત્યાં બોલબાલા દામની ?

થાય છે: છોળો ઉછાળી દઉં છલકતા જામની–

કોઇ દીવાનાનો દામન તરબતર આપો મને.

 તેજનો વાઘો સજી ફરતા તિમિરનો દોર છે,
રેશમી જાળે વણેલું શું મુલાયમ જોર છે !
જૂઠની જાદુગરી છે, પ્રેતનો કલશોર છે,

કેટલો કોમળ ગુલાબી કેર ચારેકોર છે!–

ના ખપે ફાગણ ફરેબી, પાનખર આપો મને.

જૌં છું વણઝાર વેગીલા કદમની ડૂકતી,

જેમને ઝંઝા ગણ્યા એની સવારી ઝૂકતી,

 ક્યાં ગઇ હસ્તી ભર્યું ઘરબાર હાથે ફૂંકતી?

પાંખની પાછી ધજાઓ થાય આભ ફરુકતી–

આંખમાં એકાદ પળ જો માનસર આપો મને.

મેઘલી રાતો કદી હો, દૂધલી રાતો કદી,

ઓળીઘોળી જાતને આઠે પ્રહર ગાતી જતી,

સિંધુને ખોળે સમાયા હર મુકામે સાબદી,

જિન્દગી કેરી વહો ભ્રપૂર બે કાંઠે નદી–

 

આપજો બસ એટલું કાંઇ અગર આપો મને.
********************************************************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,820 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: