lok geetoo

લોકગીતો
(1) લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યા જો !

 ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યા જો !

રામ ! ત્હમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો !

તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો !
રામ ! ત્હમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો !

 

ત્હમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો !
રામ ! ત્હમારે બોલડિયે હું પરઘર ખાંડવા જઇશ જો !

 ત્હમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઇશ જો !
રામ ! ત્હમારે બોલડિયે હું જળમાં માછલી થઇશ જો !

 ત્હમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઇશ જો !
રામ ! ત્હમારે બોલડિયે હું આકાશવીજળી થઇશ જો !

ત્હમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઇશ જો !
રામ ! ત્હમારે બોલડિયે હું બળીણે ઢગલી થઇશ જો !

 ત્હમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઇશ જો !

——————————————————————————————–
(2)
દાદા ઓ દીકરી છંઇ ઓ કે હમજી, વાગડમાં ના દેશો રે છંઇ;

વાગડની વઢિયારી સાસુ દોહ્યલી!
દિયે દળાવે મને રાતડીએ કંતાવે રે છંઇ,

ઊગતે ને પરોઢિયે પાણીલાં મોકલે રે છંઇ.—વાગડની.

રાસડી ના પોં’ચે મારું સીંચણિયું ના ડૂબે રે છંઇ.
ઊગ્યો ને આથમ્યો દિન કૂવાકાંઠડે રે છંઇ.—વાગડની.
ઊડતાં પંખીડાં મારો સંદેશો લઇ જાજો રે છંઇ,

દાદાને કે’જો કે દીકરી કૂવે પડે રે છંઇ,–વાગડની.

દાદાને કે’જો કે મારી માડીને ના કે’જો રે છંઇ,

માડીને કે’શો તો આંસુડાં સારશે રે છંઇ.—વાગડની.
કૂવે ના પડજો રે દીકરી, અફિણિયાં ના ખાજો રે છંઇ,

અજવાળી આઠમનાં આણાં મોકલું રે છંઇ—વાગડની.
કાકાની કાબરીઆ, મામાના માંજરીઆ રે છંઇ,

વીરાની વેલડી તે આણલે આવશે રે છંઇ—વાગડની.
(3)
લાલ લાલ ચુંદડી રંગાવ મારી માડી
સોનાનું કંકણુ ઘડાવ રે,

ઘેરદાર ઘાઘરો મંગાવ મારી માડી
સેંથે સિંદુર ભરાવ રે!
બારણીયે ઊભા મારા સસરાજી
હસી હસી દીકરી વ_lવ રે!

જેમ જંગલનાં પંખી રે માડી
વ્હાણું વાતાં ઊડી જાય રે;
તેમ પરાઈ થઈ દીકરી
દેશ પરાયે જાય રે!
નનો વીરો મરો રોકે રે પાલખી

 આંસુના ઝરણા વહાવી રે,
બાપુને ધીરજ ધરાવ મરા વીરા

જેણે મને કીધી પરાઈ રે!

(4) લોકગીતો
હાં કે રાજ !

વાવડીના પાણી ભરવા ગ્યાં’તા

મુને કેર કાંટો વાગ્યો. હાં કે રાજ !
વડોદરાના વૈદડા તેડાવો, મારા કાંટડિયા કઢાવો,

મુને પાટડિયા બંધાવો; મુને કેર કાંટો વાગ્યો. હાં કે રાજ !
ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહિ પાથરણાં પથરાવો,

 આડા પડદલા બંધાવો; મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !

ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો,

 મારા ધબકે ખંભા દુ:ખે; મુને કેર કાંટો વગ્યો.

આંગણિયેથી ગાવલડીને કાઢો,

 એના વલોણાંને સોતી;

મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !

સસરાજીને ચોવટ કરવા મેલો,

મુને ઘૂંઘટડા કઢાવો;

મુને કેર કાંટો વાગ્યો.

હાં કે રાજ !
નણંદડીને સાસરિયે વળાવો,

એના છોરૂડાં ને સોતી,
મુને કેર કાંટો વાગ્યો.

 હાં કે રાજ !

ફળિયામાંથી પડોશણને કાઢો,

એના રેંટિયાને સોતી,

મુને કેર કાંટો વાગ્યો.

લોકગીતો (5)
અધમણ સોનું સવામણ રૂપું, તેનો મેં તો વીંઝણો ઘડાવિયો.
વીંઝણો મેલીને હું તો જળ ભરવા ગૈ’તે નાને દિયરિયે લીધો,
નાના દિયર ! તમને ઘોડીલો આલું; આલો અમારો વીંઝણો.
ઘોડીલે તો ભાભી ! બેસતાં ન આવડે, નથી લીધો તારો વીંઝણો.

નાના દિયર ! તમને હાથીડા લઇ આલું, આલો અમારો વીંઝણો.

હાથીડે તો ભાભી ! બેસતાં ના આવડે, નથી લીધો તારો વીંઝણો.
નાના દિયર ! તમને બેની પરણાવું, આલો અમારો વીંઝણો.
તમારી બે’નીને પાટલે પધરાવો, પાછલે પડાળ તારો વીંઝણો. ******************************************************************** (6)
મોરલી તો ચાલી રંગ રૂસણે રે !

 કોણ મનાવવા જાય? રંગ મોરલી !

સસરો મનાવા જાય,રંગ મોરલી !

સસરાની વાળી હું તો નહીં રે વળું રે !

 હં !હં અં ! હોવે ! હું તો મ્હારેં મૈયર જઇશ,

રંગ મોરલી!
મોરલી તો ચાલી રંગ રૂસણે રે !

કોણ મનાવવા જાય,રંગ મોરલી !
સાસુ મનાવવા જાય રંગ મોરલી !

સાસુની વાળી હું તો નહીં રે વળું રે !

હં !હં અં ! હું તો મ્હારે મૈયર જઇશ,

રંગ મોરલી !
મોરલી તો ચાલી રંગ રૂસણે રે !

કોણ મનાવવા જાય, રંગ મોરલી !

પરણ્યો મનાવવા જાય, રંગ મોરલી !

પરણ્યાની વાળી હું તો ઝટ રે વળુ રે !

હં !હં અં ! હોવે ! હું તો મ્હારે મૈયર જઇશ, રંગ મોરલી !

(7)ખમ્મા મારા નંદજીના લાલ!

ખમ્મા મારા નંદજીના લાલ !

 

મોરલી ક્યાં રે વજાડી?

 હું તો સુતી’તી મારા શયન ભવનમાં,
સાંભળ્યો મેં મોરલીનો સાદ,

મોરલી ક્યાં રે વજાડી?—ખમ્મા !0

ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,

ભૂલી ગઇ હું તો ભન સાન,

મોરલી ક્યાં રે વજાડી?—ખમ્મા !0

 

પાણીડાંની મશે જીવણ જોવાને હાલી,

 દીઠા મેં નન્દજીના લાલ,

 મોરલી ક્યાં રે વજાડી !—ખમ્મા !0

દોણું લઇને ગૌ દોહવાને બેઠી,

 નેતરાં લીધા હાથ, મોરલી ક્યાં રે વજાડી?—ખમ્મા !0

વાછરું વરાહે મેં તો છોકરાંને બાંધ્યાં,

નેતરાં લઇને હાથ, મોરલી ક્યાં રે વજાડી?—ખમ્મા !0 ********************************************************************

લોકગીતો—27/07
રામની વાડીમાં રામ આવીને ઊતર્યા રે,

 રામને શાનાં બેસણ દેશું, હે રામ !

 કાયા વાડી રે રામે દાડમી.

રામની વાડીમાં જમરાનાં ઝાડ રે,

રામે વેડ્યાં છે દાડમ દરાખ, હો રામ !

કાયા વાડી રે રામે દાડમી.

ભાઇનો પાદર લગી રે સગો છોકરો રે !

ભાઇનું સ્મશાન લગી સગું કુટુંબ, હો રામ !

કાયા વાડી રે રામે દાડમી.
ભાઇની સોનલા કેરી ચિહા સીંચાઇ,

ભાઇની રૂપલા કેરી કાયા બળે, હો રામ !

 

કાયા વાડી રે રામે દાડમી.

 ભાઇનો સોનલા કેરો ધુમાડો રે,

ધુમાડો તો જાય રે આકાશ, હો રામ !

કાયા વાડી રે રામે દાડમી.

******************

માણેસ, તું મરોય, મ કર આંખ્યો રાતિયા, કુળમાં લાગે ખોય, મરતાં મા ન સંભારિયે.

તરવરિયા તોખાર,હઇયું ન ફાટ્યું હંસલા;મરતાં રા’ખેંગાર ગામતરાં ગુજરાતનાં.
રે, સાબર શિંગાલ, એક દિન શિંગાળાં હતાં; મરતાં રા’ખેંગાર ભવનાં ભીલાં થઇ રહ્યાં.
કાંઉ કેંગરછ મોર, ગોખે ગરવાને ચઢી ? કાપી કાળજ કોર, પિંજર દાઝ્યો પાણિયે.
સ્વામી ! ઊઠો સૈન્ય લઇ, ખડ્ગ ધરો ખેંગાર; છત્રપતિએ છાઇઓ ગઢ જૂંનો ગિરનાર.
વાયે ફરકે મૂછડી, રમણ ઝબૂકે દંત; જુઓ પટોળાંવાળીઓ, લોબડીવાળીનો કંથ.
ઊતર્યાં ગઢ ગિરનાર, તનડું આવ્યું તલાટિયે; વળતાં બીજી વાર.દામોદર કુંડ નથી દેખવો.
ચંપા તું કાં મોરિયો? થડ મેલું અંગાર; મોહોરે કળિયું માણતો, માર્યો રા’ખેંગાર.
ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે, મરતાં રા’ખેંગાર રંડાલો રાણકદેવડી.
ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો? મરતાં રા’ખેંગાર, ખરેડી ખાંગો નવ થિયો.

મ પડ મારા આધાર,ચોસલાં કોણ ચડાવશે? ગયા ચઢાવણહાર, જીવતા જાતર આવશે.
પાણીને પડતે કહો તો કૂવા તો ભરાવિયે, માણેરાં મરતે શરીરમાં સરણાં વહે.

લોકગીતો—

રામની વાડીમાં રામ આવીને ઊતર્યા રે,

રામને શાનાં બેસણ દેશું, હે રામ ! કાયા વાડી રે રામે દાડમી.

રામની વાડીમાં જમરાનાં ઝાડ રે, રામે વેડ્યાં છે દાડમ દરાખ,

હો રામ ! કાયા વાડી રે રામે દાડમી.

ભાઇનો પાદર લગી રે સગો છોકરો રે ! ભાઇનું સ્મશાન લગી સગું કુટુંબ,

 હો રામ ! કાયા વાડી રે રામે દાડમી.
ભાઇની સોનલા કેરી ચિહા સીંચાઇ, ભાઇની રૂપલા કેરી કાયા બળે,

હો રામ ! કાયા વાડી રે રામે દાડમી.

 ભાઇનો સોનલા કેરો ધુમાડો રે, ધુમાડો તો જાય રે આકાશ,

હો રામ ! કાયા વાડી રે રામે દાડમી.

******************

lokgeet

માણેસ, તું મરોય, મ કર આંખ્યો રાતિયા, કુળમાં લાગે ખોય, મરતાં મા ન સંભારિયે.
તરવરિયા તોખાર,હઇયું ન ફાટ્યું હંસલા; મરતાં રા’ખેંગાર ગામતરાં ગુજરાતનાં.

રે, સાબર શિંગાલ, એક દિન શિંગાળાં હતાં; મરતાં રા’ખેંગાર ભવનાં ભીલાં થઇ રહ્યાં.

 
કાંઉ કેંગરછ મોર, ગોખે ગરવાને ચઢી ? કાપી કાળજ કોર, પિંજર દાઝ્યો પાણિયે.
સ્વામી ! ઊઠો સૈન્ય લઇ, ખડ્ગ ધરો ખેંગાર; છત્રપતિએ છાઇઓ ગઢ જૂંનો ગિરનાર.
વાયે ફરકે મૂછડી, રમણ ઝબૂકે દંત; જુઓ પટોળાંવાળીઓ, લોબડીવાળીનો કંથ.
ઊતર્યાં ગઢ ગિરનાર, તનડું આવ્યું તલાટિયે; વળતાં બીજી વાર.દામોદર કુંડ નથી દેખવો.
ચંપા તું કાં મોરિયો? થડ મેલું અંગાર; મોહોરે કળિયું માણતો, માર્યો રા’ખેંગાર.
ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે, મરતાં રા’ખેંગાર રંડાલો રાણકદેવડી.
ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો? મરતાં રા’ખેંગાર, ખરેડી ખાંગો નવ થિયો.

મ પડ મારા આધાર,ચોસલાં કોણ ચડાવશે? ગયા ચઢાવણહાર, જીવતા જાતર આવશે.
પાણીને પડતે કહો તો કૂવા તો ભરાવિયે, માણેરાં મરતે શરીરમાં સરણાં વહે.

*****************
પાપ તારું પરકાશ……

પાપ તારું પરકાશ જાડેજા ! ધરમ તારો સંભાળરે,

તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે ! એમ તોરલ કહે છે જી.
વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી !

વાળી ગોંદરેથી ગાય રે,

બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે !-એમ જેસલ કહે છે જી0
પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી !

પાદર લૂંટી પાણિયાર રે,

વનના મોરલા મારિયા, તોરલ દે રે !—એમ જેસલ કહે છે જી0

ફોડી સરોવર પાળ, તોળી રાણી !

 ફોડી સરોવર પાળ રે,

વનકેરા મૃગલા મારિયા તોરલદે રે !—એમ જેસલ કહે છે જી0
લૂંટી કુંવારી જાન, તોળી રાણી !

લૂંટી કુંવારી જાન રે,

 

સતવીસું મોડબંધા મારિયા, તોરલદે રે !—એમ જેસલ કહે છે જી0
હરણ હર્યાં લખચાર, તોળી રાણી !

હરણ હર્યાં લખચાર રે, એવાં કરમ તો મેં કર્યાં, તોરલદે રે !—એમ જેસલ કહએ છે જી0
જેટલા મથેજા વાળ, તોળી રાણી,

જેટલા મથેજા વાળ રે, એટલા કુકરમ મેં કર્યાં, તોરલદે રે !—એમ જેસલ કહે છે જી0
પુણ્યે પાપ ઠેલાય, જાડેજા !પુણ્યે પાપ ઠેલાય રે,

તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે !—એમ તોરલ કહે છે જી0

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
3 comments on “lok geetoo
  1. Jayshree કહે છે:

    Thank you, kaka…
    તમે તો લોકગીતોનો ખજાનો મુકી દીધો અહીં..

  2. […] સોનલ શાહના સ્વરમાં. નીચે લખેલા શબ્દો ગોપાલકાકાના બ્લોગ પરથી મળ્યા, જે અહીં ગવાયેલા શબ્દો […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,810 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: