માંદગીને ખંખેરી નાખો/ભાગ :3
પાનું:74

તમારા ચહેરાની આળ પંપાળ કરો

તમે એ વાતને ભૂલી ન જાઓ કે
ઇશ્વરે ખભા ઉપર તમને
રંગીન ફુગ્ગો નથી આપ્યો, પણ એક સરસ ચહેરો આપ્યો છે.
તમારો ચહેરો એ તમારો જ ચહેરો છે,
તમે એનું જતન કરો.
અરીસામાં જુઓ ત્યારે,
ચહેરાની કરચલીઓ ગણવામાં ના પડતા,

વરસોના અનુભવી ચહેરાની એક આભા હોય છે.,ગૌરવ હોય છે.
તમારા મનની પ્રસન્નતા ચહેરા પર આપમેળે પ્રગટશે.

તમને પોતાને લાગશે કે તમારી પાસે પ્રેમ કરવા જેવો સ્મિતથી હર્યોભર્યો રૂપાળો ચહેરો છે.
અરીસામાં જોવાનો પણ એક આનંદ છે.
એ આનંદને ભરપૂર માણો. ================================================= પાનું: 75
સ્નાનનો પણ એક આનંદ છે.

શરીર પર ટાઢું-ઊનું પાણી રેડવું એટલે નાહવું એમ નહીં.

તમે બાથરૂમમાં નહાવા માટે જાઓ છો ત્યારે
તમને તમારું એકાંત મળે છે.
નાહવું અને નાહી નાખવું એ બંને એક નથી.

ગાંધીજી રવિશંકર નામના રસોઇયા માટે કહેતા
કે એ નહાય પણ ધૂએ નહીં.
નાહવું –ધોવું શબ્દ સાથે જ વપરાય છે.
સગવડ હોય તો તમને અનુકૂળ એવા ગરમ કે ઠંડા કે
કોકરવરણા પાણીના ટબમાં પડી રહો.

તમને ફુવારામાં નાહવાનું ગમતું હોય તો એ રીતે નહાવ.
સાબુની સુગંધને પણ માણો. રામનારાયણ પાઠક કહે છે એમ
‘આ જગતમાં પાણી અને પ્રેમ સિવાય બીજું કંઇ નથી,

નાહવાય ધોવાય અને સ્વચ્છ થવાય.

જળ શરીરને સ્વચ્છ કરે છે. પ્રેમ મનને પ્રસન્ન કરે છે.’
********************************************************** પાનું: 76
કોઇ તમને પૂછે તો
દરેકને તમારી માંદગીનો ચિતાર વિગતે આપ્યા ન કરો.

 બીજાઓ માટે એ વાત કંટાળાજનક છે.

 અને તમારા માટે એ નર્યું પુનરાવર્તન છે.
કોઇ તમને પૂછે તો લાંબુલચ કર્યા વગર,

 અત્યંત ટૂંકાણમાં તમને જે લાગતું હોય તે કહી દો.

સિફતથી વાત બદલી નાખો.સંગીતની કે અન્ય કોઇની,

–બંનેને પરસ્પર રસ પડે એવી વાત કહો.
બધી વાતો કરવાનો અર્થ ડૉક્ટર પાસે છે.
મિત્રોને તો
ફૂલોમાં
અને
હરીભરી વાતોમાં રસ હોય છે. =================================================પાનું:77
ઝીણવટ અને સાવધાની
હૉસ્પિટલમાં, તમારી સારવાર થઇ,

તમારી પૂરેપૂરી દરકાર લેવાઇ,
આ બાધાનું બીલ ચૂકવવું પડે છે.
હૉસ્પિટલના કર્મચારીઓ પણ ભૂલ કરી બેસે,

ક્યાંક બીલમાં ઓછુંવત્તું પણ થાય.
તમારે બીલ તપાસવું જોઇએ, ચકાસવું જોઇએ.

એના પરથી તમે કેટલા
જાગ્રત થઇ ગયા છો
એનો તમને જ ખ્યાલ આવશે અને….
તમારો પૈસો વપરાશે પણ
વેડફાશે નહીં. ================================================= માંદગીને ખંખેરી નાખો

તમારે જીવનનો અભિગમ કેળવવાનો છે

કેમેરાનો એંગલ બદલવાનો છે.
જીવન જીવવા માટે છે
પ્રેમ કરવા માટે છે

પળેપળ એનો સ્વાદ માણવા માટે છે.
સારા થાઓ. બધીરીતે સાજા થાઓ.

 પછી તમે તમારા કામે લાગી જાઓ.
જીવવા જેવી બીજી કોઇ ચીજ નથી.

પહેલાં કામની ગતિ ધીમી રાખો અને પછી

 ધીમે ધીમે તમે તમારા કાર્યમાં ડૂબતા જાઓ.(ખૂંપી જાઓ)
કારણકે હવે તમી માંદગીને ખંખેરીને
ઊભા થઇ ગયા છો.

નિરામય અને નરવા થઇ ગયા છો. ================================================= પાનું;81
તમે તમારા રોજિંદા જીવનમાં ફરીથી પ્રવેશ કરો.
તમે તમારી જાતનું નવેસરથી નિર્માણ કરો.
જીવનમાં આવો એક તબક્કો આવ્યો અને ગયો.

એમ પણ લાગ્યું કે થોડીક થોડીક ઊથલપાથલ થઇ ગઇ.
આછી અમથી લહેર હોય કે વાવાઝોડું–

છેવટે બધું જ પસાર થઇ જાય છે.
પ્રત્યેક (અંધારી) રાતના અંત પછી સવાર જ આવે.
હવે પ્રકાશ તરફ જુઓ

 જુઓ પ્રકાશની આરપાર એ તમારે માટે જ છે.
અત્યાર સુધી જે પરેજી પાળવાની હતી એ તમે પાળી.

 તમે સારા નરવા થઇ ગયા હવે હરવા ફરવા
જેવા થઇ ગયા.

 તમારે માટે હજી જીવન છે.

જીવનનો સમય પૂરેપૂરો માણો.
તમને સંજીવની મળી ગઇ,

તમે ફરી પાછા નવા નક્કોર થઇ ગયા. =================================================

પાનું;82
તમે તમારા કામે ફરી પાછા લાગી જાઓ.
તમે ઘરની બહાર કામ કરતા હો તો
ફરી પાછા ઑફિસે જવાનું શરૂ કરી દો.

શરૂઆતમાં થોડાક કલાક જ કામ કરો.
ઘરે કામ કરતા હો તો ધીમેધીમે
તમારું રોજિંદુ કામ ઉપાડી લો.
બધું જ એક સાથે કરવાનું ન રાખો.

ધીમે ધીમે રોજને રોજ કામની ગતિ
આપમેળે વધતી જશે.
કામમા તમારું ત્નમન પરોવાશે

 એટલે બીજાને તો ઠીક પણ

તમને પોતાને પણ લાગશે કે હવે

તમે હતા એવા ફરી પાછા થઇ ગયા. ================================================= પાનું :83
બીજાને માટે પણ કશુંક કરતા રહો.
આપણે માટે આપણે કરીએ
એ સ્વાભાવિક છે.

તમે બીજાને માટે પણ કંઇક કરો.
તમારી આસપાસ કોઇ વયોવૃધ્ધ હોય
અને એ વાંચી શકે એમ ન હોય તો
એની પાસે બેસીને થોડુંક વાંચો.

 જેથી એનો આનંદ શો હોઇ શકે
એનો તમને ખ્યાલ આવશે.
તમારાં જુનાં વસ્ત્રો કોઇને આપો.

પાડોશીના બાળકોમાં રસ લો.

અઠવાડિયામાં કમસે કમ એક કલાક તો
એવો શોધી કાઢો કે
જેથી તમે કોઇને એને
જે જોઇએ છે એવી મદદ કરી શકો.
જો અજાણ્યા પાસે તમે ન પહોંચી શકો તમે જેને ખૂબ ચાહતા હો એને માટે,

 તમારા પોતાના આનંદ માટે, કશુંકને કશુંક કરો.
બારીમાંથી પસાર થતું
એક વાદળ હોય કે
ઘર આંગણમાં એક ગુલાબ હોય.

તો એની સાથે પણનાતો બાંધો.
તમારા સ્મિતમાં જ તમારી પસંદ છે. ================================================= પાનું:85
તમે જે શીખ્યા છો એનો
લાભ અન્યને પણ આપો.
તમે એક જુદા પ્રકારના અનુભવમાંથી પસાર થયા.

તમને શું શું થયું,તમારા પર શું શું વીત્યું–

આ બધાથી તમને કોઇ જાણકારી મળી.

પુસ્તકમાંથી ન મળે એવી અનુભવ ગઠરિયા તમારી પાસે છે.
તમારી જેમ કોઇ આવી માંદગીનો મુકાબલો કરતું હોય–

પછી એ તમારો મિત્ર હોય કે– મિત્રનો મિત્ર હોય.

એને તમારી વાતો કરો અને
ભયંકર નિરાશામાં કેવી આશા હોય છે.

 એનો સાચો ચિતાર આપો.
જો લખવાની હથોટી હોય તો

તમારા અનુભવો લખો, અને છપાવો જેથી
બીજાને પણ એનો લાભ મળે.
આપણા અંગત સ્વાર્થ વિના જો
આપણી વાતથી કોઇને લાભ થતો હોય તો
આ કરવા જેવું કામ છે. ================================================= પાનું:87
સાવ સારા રહો
સાવ સારા રહો.

એકવાર અંદરથી સારું લાગવા માંડ્યું

એટલે બહારની દુનિયા પણ બદલાઇ જશે.
કોઇ તમને પૂછે કે હવે કેવું લાગે છે.

 તો બેધડક કહેજો કે અદ્ ભુત
અથવા સાવ સાદી રીતે પણ કહી શકો કે
ખૂબ સારું લાગે છે.
આટલું બોલતા તમારા હોઠ પર સહજ સ્મિત આવશે
અને એ સ્મિત તમારી વાણી પર સહી કરતું હશે.
કોઇ ખબર પૂછે તો શબ્દોમાં આભાર માન્યા વિના પણ
હાથ મિલાવીને ઘણું કહી શકશો
અને આમ તમારી ઉષ્મા આભાર રૂપે પ્રગટ થશે.
અનેક વૈભવી રંગોમાં અને પ્રકાશમાં,
તમારી જિંદગી પૂર્ણપણે મહોરી ઊઠશે.

“માંદગીને ખંખેરી નાખો/Watering Wilted Flowers by Gini Gauf Green
નો ગુજરાતી અનુવાદ/અનુવાદક:સુશી સુરેશ દલાલ/ઇમેજ પ્બલિકેશંસ

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,815 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: