maandageene….

માંદગીને ખંખેરી નાખો/ ભાગ 2
પાનું: 2 1

કોરા કાગળની ડાયરી હાથવગી રાખો
તમે એક નોંધપોથી રાખો અથવા હાથવગા કાગળો રાખો. જેથી તમે કંઇક લખી શકો તે લખો. રોજને રોજ લખો. તમને કેવું લાગે છે એ લખો,વિગતે લખો. તમને જે પ્રશ્ન મૂંઝવતા હોય એ પ્રશ્નોની યાદી પણ રાખો. તમારી નોંધપોથી, જ્યારે તમે ડૉક્ટરને મળશો ત્યારે ડૉકટરને શું કહેવું એ વિશે તમને મદદ કરશે અને ડૉક્ટર જો કોઇ પ્રશ્ન પૂછે તો જવાબ આપવામાં તમને રાહત આપશે. જ્યારે તમે ચિંતાને કારણે તાણ અનુભવતા હો ત્યારે કહેવાનું કશુંક ભુલાઇ પણ જાય અને જ્યારે ડૉક્ટર તમને કોઇ માહિતી આપે કે સૂચના આપે ત્યારે તમારી નોંધપોથીમાં લખી પણ લો.
તમારી ડાયરીથી તમને અને તમારા ડૉક્ટરને તમારા શરીરમાં શું થઇ રહ્યું છે એની સમજણ પડે.

 ————————————————————————-

પાનું:22
તમે તમારા વિશે અને તમારી દવા વિશે સ્પષ્ટ રહો.
તમને શું લાગે છે એ વિશે એટલે કે, તમારા શરીર વિશે અને જીવન
વિશે, તમે જેટલું જાણો છો એટલું કોઇ જાણતું નથી. તમને જે કંઇ થતું હોય એની રજેરજ વાત તમારે તમારા કુટુંબને અને તમારા ડૉક્ટરને જણાવવી જોઇએ.
ડૉક્ટર પાસે કે તમારા અત્યંત નજીકના સ્વજન પાસે કશું છુપાવાય નહીં. ક્યારેક એવું બને કે તમે પોતે કોઇ તબક્કે ઉપચાર વિશે નિર્ણય નથી લઇ શકતા, તો આ નિર્ણય લેવાનું કામ તમે તમારા ડૉક્ટરને અને સ્વજનને સોંપી દો.
*********************************************************

પાનું:2 3

માંદગીના ખર્ચા વિશે તમને આગોતરી અટકળ કે જાણ હોવી જોઇએ.

વીમાની વાત કોઇને પસંદ પડે કે ન પડે,પણ વીમો એ શિયાળામાં ધાબળા જેવો છે, ઉનાળા કે વરસાદમાં છત્રી જેવો છે. જ્યારે તમને જરૂર પડે ત્યારે એ હાથવગો હોવો જોઇએ.
લોકો તો આવે ને જાય,થાય એટલી તમને મદદ કરે, પણ તમારી સગવડ માટે, સમજણપૂર્વક આજે નહીં તો કાલે, ક્યારેક તો માંદગી આવશે એમ વિચારીને તમારા વીમાની વ્યવસ્થા કરવી જોઇએ.
શેનો શેનો વીમો ઉતરી શકે છે એની વિગતવાર જાણકારી હોવી જોઇએ, જેથી માંદગીને સમયે વળતરને કારણે તમને પૂરતી રાહત મળે. તમે જે જાણો છો એના લીલાછમ પ્રદેશમાં રહેવાનું પસંદ કરજો.

 —————————————————————————

પાનું:25
કશાયથી શરમાવા (કે કરમાવા) જેવું નથી.
માની લો કે તમારા વાળ ખરે છે.
વાળ સતત ઊતરતા રહે છે,
તો એનાથી સહેજે ય શરમાવા જેવું નથી.
પ્રત્યેકને નાનું મોટું કશુંક થતું જ હોય છે. ઉપાય અને ઉપચાર માણસ પાસે હોય જ છે.
વાળ ખરતા હોય તો તમે હેટ પણ પહેરી શકો અને સાવ વાળ જ ન હોય એવી પરિસ્થિતિમાં વીગ પણ પહેરી શકો. કોઇપણ બાબતમાં માણસે, શરમ,ભોંઠપ કે ગભરામણ ન અનુભવવી જોઇએ.
23 જુલાઇ,2009 ને શ્રાવણ સુદ એકમ,2065
******************************************************

પાનું:26
તમારા બગીચાની તમે જ માવજત કરો.
કોઇક ડાળી કોમળ હોય છે, તો કોઇક ડાળી મજબૂત, કેટલાંક પાંદડાં એવાં હોયછે કે આછો અમથો તાપ પડે ત્યાં કરમાઇ જાય છે. દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય છે. જતનથી કેટલાંકને જાળવી શકાય છે. ફૂલોને કરમાતાં રોકી શકાય છે. કેટલાંક વાતવાતમાં ભાંગી પડે છે. એની ઉદાસી અને એનાં આંસુનો ભેદ આસપાસના વાતાવરણને ઉદાસ કરી મૂકે છે. કેટલાંકનો વિકાસ જ કુંઠિત થઇ જાય છે. કેટલાંકને એના મૂળથી ઊખેડીને ફરી પાછા એમને તન્દુરસ્ત ભૂમિમાં રોપવા પડે છે.એની જાળવણી કરવી પડે છે. ભાંગી પડેલાને વધુ ભાંગી પડવા દેશો નહીં, નાની મોટી આંધીઓ તો આવે ને જાય, પણ સદા માટે તમારા બગીચાનું સૌંદર્ય કદી ય ન કરમાય. તમાર બગીચાની માવજત તમારે જ કરવાની છે.—પૂરેપૂરા પ્રેમથી.

પાનું:27
પોષાક પણ….
રંગોની પણ એક ભાષા હોય છે.
રંગોનું પણ એક તેજ હોય છે. તમે માંદા હો ત્યારે ભડકામણા રંગના નહીં,
પણ તમે અરીસામાં જુઓ ત્યારે, તમારી આંખોને ઠારે અને મનને પ્રસન્ન કરે એવા ખુશખુશાલ વસ્ત્રો પહેરો.
એનાથી શરીર અને મનને સારું લાગશે.
પોષાકનો પણ એક આનંદ હોય છે. માંદા હોઇએ અને કપડાં કધોણ પહેરીએ ત્યારે, છીએ એના કરતાં વધુ માંદા લાગીએ.

માંદગી પછી ચહેરા પર નિખાર તો આવતો જ હોય છે, પણ માંદગી દરમ્યાન કોઇ લીલીછમ પાંદડીની જેમકે, કળીની જેમ, કે ગુલાબની જેમ આપમેળે મહોર્યા કરવું. ચામડીની જેમ પોષાક પણ તમારા શરીરનો એક મહત્વનો ભાગ છે. ***************************************************
પાનું:28

જો જિંદગીમાં પડકાર ન હોત તો જિંદગી આખી નર્યો કંટાળો હોત.
જિંદગી સાવ સરળગતિએ વહેતી રહેશે—- એવું કોઇએ તમને વચન તો નથી આપ્યું, તમને કોઇએ એવું પણ વચન નથી આપ્યું કે જીવનમાં બધું જ તમારી ઇચ્છા પ્રમાણે થશે ને સમૂસુતરું પાર ઊતરશે.
જ્યાં જ્યાં પડકાર હોય
ત્યાં-ત્યાં એ પડકારને ઝીલવો જોઇએ. એ પડકારને ઝીલતાં શીખો,

તમે ઉત્તમ માટે જ જન્મ્યા છો. તમારું ભાવિ કોઇ બીજા યે નહીં , પણ તમારે જ ઘડવાનું છે. એવો સંકલ્પ કરો. આજ અભિગમને કારણે તમારા જીવનનો વિજય થશે.
=================================================
પાનું:31

ફરી ફરી ઊથલો મારતી લાંબા સમયની માંદગીને પહોંચી વળવાની વાત.
પ્રત્યેક દિવસે, તમારે જે કરવું છે એ તમે કરી શકો છો.એ અમૂલ્ય સોગાત છે.

આ સોગાત માટે આભાર માનો,
કશુંક કરતા રહો, જેમાં રસ પડે એવા નાના-મોટા કામો કર્યા કરો.
કશુંક ને કશુંક વાંચો; પછે એ કવિતા હોય,વાર્તા હોય કે લેખ હોય.
જે કંઇ કરી ન શકતા હો એને , તદ્દન વિસારે પાડી દો– કોઇપણ જાતના વસવસા વિના. જે કંઇ ઉત્તમ છે તેના પર મનને એકાગ્ર કરો. આજનો દિવસ તો તમારો છે અને
આજની ઘડીને રળિયામણી બનાવો. ********************************************************
પાનું:32
નરી હળવાશથી જીવો.
જે કંઇ પરીસ્થિતિ છે એને સ્વીકારીને,
આ પરીસ્થિતિમાં તમારે એક જ વાર પસાર થવાનું છે
એમ માનીને હળવાશ અને આસાએશથી જીવો.
એકાદ ફૂલ સાથે દોસ્તી બાંધો. જે કંઇ કરો તે નિરાંતને જીવે કરો. કોફી પીવાની હોય તો પણ પૂરતી ધીરજથી, શાંતિથી પીઓ. શરીરને જે ખોરાક નડતો હોય એને આઘો જ રાખો.
નિરાંતની આ ક્ષણને
ઝાલી રાખો.

પાનું:3 4
સાંભળવાની કળા પણ કેળવો.

તમે પસંદ કરેલી વ્યક્તિ સાથે
વાત ભલે કરો
પણ વાતને પીંજ્યા ન કરો. સાંભળનારની પણ એક મર્યાદા હોય છે. એવી રીતે વાત કરો કે સાંભળનાર થાકી ન જાય. તમારે તો તમારા મનને ખુલ્લું કરવાનું છે.
મનને મોકળું કર્યા પછી
તમે તમારામાં શ્રધ્ધા રાખો.
માત્ર તમારી જ વાત ન કરો.
સાંભળનારને રસ પડે એવી વાત પણ કરો. પછી એ નોકરીની હોય કે સંતાનની હોય, કે પછી માબાપની હોય,
કે ભરત—ગૂંથણની હોય,
કે રાજકારણની હોય.
માત્ર તમે જ બોલો એમ નહીં, (સામાને) એને પણ રસથી સાંભળો. ********************************************************
પાનું:33
કોઇક સાથે વાત તો કરો.
એ તમારો પતિ હોય કે બાળપણનો સખા હોય, કે તમારી ખાસ બહેનપણી હોય કે માનસશાસ્ત્રી હોય, કે તમારો કે તમારી કોઇ વિશ્વાસુ વ્યક્તિ હોય.

કોઇની પણ પસંદગી કરો અને એની જોડે
મન મૂકીને વાત કરો.
એક જ વ્યક્તિ હોઇ શકે અથવા
બે-ત્રણ પણ હોઇ શકે
તમારા વિશેની રજેરજ વાત કરો.
ઘૂંટણ દુ:ખતા હોય કે માથું દુ:ખતું હોય, પેટમાં ચૂંક આવતી હોય કે મનને બેચેની લાગતી હોય કે ક્યારેક ડૂમો પણ ભરાઇ જતો હોય
મનને ખાલી કરો. કોઇક સાથે વાત કરવી એટલે
ગૂંગળામણને હાંકી કાઢવી. બંધ બારણાને ખોલી નાખવા જેવી આ વાત છે. =================================================
પાનું:36
પ્રકૃતિને માણો.
પસાર થતી હવાની
લહેરખીનો સ્પર્શ પણ માણો. ફૂલને સૂંઘો.

આકાશ તો જાતજાતના ને ભાતભાતના
કેટલાંય રંગ ધારણ કરે છે.
એના ભૂરા, ગુલાબી,જાંબલી– રંગોની દુનિયામાં મહાલો. ઘાસ અને પાંદડાંનો લીલોછમ
જીવંત રસ તમને શાતા આપશે.
આ બધા રંગો તમારા જ છે, તમારે માટે જ છે, એ વાતને સતત ધ્યાનમાં રાખો, મન આપોઆપ મેઘધનુષ થઇને ઝૂલશે. **********************************************************

પાનું:37

રડવું આવે ત્યારે રડી લો.
તમે પ્રકૃતિના અંશ છો અને
તમારી પ્રકૃતિમાં પણ કંઇક અવળું—સવળું હોઇ શકે.
આંસુ દ્વારા તમે જે કંઇ ચિત્ર-વિચિત્ર અનુભવતા હો
એ બધું જ બહાર નીકળી જશે.
રડવાથી તમારું સ્વાભાવિક સુખ
ફરી પાછું તમે જોઇ શકો એમ સપાટી પર આવી જશે.
રડવાનું રોકો નહીં. રડવું આવે ત્યારે રડી લેવું,
એમાં કોઇ શરમ કે ભોંઠપ નથી.

નિરાંતને જીવે ટી.વી. જુઓ, વાંચો કે સંગીત સાંભળો. રડવાનું શરૂ થાય ત્યારે રોકો નહીં.
આંખને ટોકો નહીં. આંસુમાં વહી જવા દો તમારી વ્યથાઓ,
તમે એટલા માટે રડી લો કે ફરી પાછા તમે હસી શકો. જરીક પણ રોકાવ નહીં.
બધીજ વસમી લાગણીઓને વહી જવા દો.
તમને સારું લાગશે.
આંસુ વહી જાય છે, પછી મન સ્વચ્છ અને પારદર્શક થઇ જય છે.

પાનું:38
તમારા શરીરને સાંભળો

તમારા શરીરની બારાખડી
જેટલી તમે જાણો છો
એટલી કોઇ નથી જાણતું.
કોઇની સારી સલાહને અવગણો નહીં પણ,
ના કહેતાં પણ શીખો.
તમને શું થાય છે? એ તમારા સિવાય કોઇ જાણતું નથી.
બધાને ધ્યાનપૂર્વક સાંભળો અને
તમારી સમજણ પ્રમાણે જે સ્વીકાર્ય હોય
એને પૂર્ણ પ્રેમથી સ્વીકારો. **********************************************************
પાનું:41
ઓપરેશન માટેની તૈયારી
ડૉક્ટર વાઢકાપ કરે એ સિવાયનું પણ આપણામાં ઘણું છે. જેને કોઇ ન કાઢી શકે.

ડૉક્ટરે જે કરવું હોય તે કરે એ એનું કાર્યક્ષેત્ર છે. છતાં પણ તમે એ તમે જ છો.
એ વાત યાદ રાખવા જેવી છે;
ડૉક્ટર શરીરને સ્પર્શે છે, પણ તમારા મન અને આત્માને તો
તમે જ સ્પર્શી શકો. તમારા સિવાય કોઇ નહીં.
તમારું મન અને તમારો આત્મા તમારો જ છે. ================================================= પાનું:42

પ્રાર્થના અને શુભેચ્છાઓને આવકારો.
હવે તો એ વાત નિશ્ચિત છે કે
પ્રાર્થનાની કોઇ જુદી જ શક્તિ છે. પ્રાર્થના તન્દુરસ્ત અને મનદુરસ્ત કરી શકે છે.

દવા અને દુવા ભેગી થવી જોઇએ. પ્રાર્થના અને શુભેચ્છાઓને સહજપણે સ્વીકારો. એ તમને માંદગીમાંથી બહાર કાઢશે. —————————————————————————
પ આનું:43

ભયને જીતો
મને ભય લાગે છે એ વાતને પહેલાં સ્વીકારો. આપમેળે એ નીકળી જશે.
ભયને અનુભવો અને એનો મુકાબલો કરો.
મુકાબલો કરશો પછી ભય રહેશે નહીં.

તમને જે લાગતું હોય તે બોલી નાંખો.
ભય પણ તમારો છે અને
તમે જ ઊભો કરેલો છે. એકવાર ભયને કાબૂમાં લેશો પછી
ભય એ ભય નહીં રહે. તમે નિર્ભય થઇ જશો. —————————————————————————
પાનું:45
તમારી જે કંઇ ઇચ્છા હોય તે લખી નાખો.

એક દિવસ તો એવો આવશે જ્યારે આપણે આ જગત છોડવું પડશે. આ જગત છોડ્યા પછી તમારો અગ્નિસંસ્કાર ક્યાં અને કઇ રીતે કરવો એ તમારી ઇચ્છા હોય એ પ્રમાણે લખવું. જીવનભરના તમારા અનુભવને અંતે તમે જીવન વિશે શું માનો છો એ વિશે તમે લખી શકો.
તમારી સંપત્તિ કોને કોને આપવી એની પણ સ્પષ્ટતા હોવી જોઇએ જેથી તમારી પાછળ રહેલાં ધુમ્મસમાં ન અટવાય.
તમારી મનગમતી વસ્તુઓ કોને આપવી એ વિશે વિગતે લખવું જોઇએ. તમે કોઇ વસ્તુ અત્યંત ગુપ્ત રાખી હોય તો એ ક્યાં છે એની એધાંણી આપવી જોઇએ. તમારા વસિયતનામાની નકલ જે તમારી ખૂબ જ નજીક છે એને આપવી જોઇએ. ********************************************************** પા નું:47
તમારા સર્જન(Surgeon)ની પસંદગી પૂરેપૂરી કાળજીથી કરો.
ડૉક્ટર એના ક્ષેત્રમાં નિષ્ણાત હોય.એની કામગીરીની પ્રતિષ્ઠા હોય,
વર્ષોનો અનુભવ હોય.એના ક્ષેત્રમાં એ પાંચમાં પૂછાતો હોય.
સમાજમાં જ્ઞાન અને અનુભવને કરણે એનો દરજ્જો હોય.
એની પાસે જેમણે ઓપરેશન કરાવ્યાં છે એવા દર્દીઓનો પણ અનુભવ શો છે એ વિશે શક્ય હોય તો જાણી લેવું જોઇએ.
તમે એકઠી કરેલી માહિતી તમને સુયોગ્ય ડૉક્ટર તરફ જ લઇ જશે.

વાત એવી વ્યક્તિ જોડે કરવી કે જેની જોડે વાત કરવાનો તમને અધિકાર હોય. એ વ્યક્તિ પણ તમારી જોડે મોકળે મને ખુલી શકે. તમારા પ્રશ્નોના જવાબ પણ આપી શકે. તમને જેનામાં શ્રધ્ધા હોય એને જ પૂછો. રોતલ માણસોને પૂછવાનું માંડી વાળજો. હસી શકે એવા હકારાત્મક અભિગમ ધરાવતા માણસોને પૂછજો. ********************************************************** પ આનું:49
પારાવાર પ્રશ્નો પૂછો.
કોણ ઓપરેશન કરશે? એની સાથે ક્યા ડૉકટર હશે? એ વિશે પૂછીને જાણી લો. કઇ હૉસ્પિટલ? ક્યા માળે? ઓપરેશન પછીની સારવાર વિશે શું?
સાજા થતા કેટલો સમય લાગશે?
ઘરે ગયા પછી પણ કોઇવ્યક્તિની મદદ માટે કેટલો સમય માટે જરૂરત રહેશે એ વિશે પણ પૂછવું, ઓપરેશન પછી કંઇક મુશ્કેલી ઊભી થાય તો શું? આવું જ ઓપરેશન કરાવેલા દર્દીને મળવું હોય તો એ પણ તમે પૂછી શકો.
પૂછો એટલું જ નહીં, પણ જે કંઇ જવાબ આપે
એને ધ્યાનપૂર્વક સાંભળો. **********************************************************
પાનું:46
બીજો અભિપ્રાય મેળવવો જોઇએ.
ડૉક્ટર હંમેશાં રોગના નિદાન વિશે એકમત થાય એવું નથી પણ હોતું. ઓપરેશન કરાવતાં પહેલાં કોઇ બીજો અભિપ્રાય મેળવવો જોઇએ. બીજા ડૉક્ટર પાસે જતી વખતે તમારા રિપોર્ટ સાથે લઇ જવા જોઇએ. કદાચ એવું પણ બને કે પહેલા ડૉક્ટર સાથે સંમત થાય પણ ખરા અથવા એમને વધુ માહિતી માટે વધુ રિપોર્ટની પણ જરૂર પડે.
જો બંને અભિપ્રાયોમાં મતભેદ હોય તો બંને ડૉક્ટર્સ એકમેક સાથે વાતચીત પણ કરી શકે. ચર્ચાના અંતે એ લોકો એકમત પણ થાય.માની લો કે એકમત ન થાય તો એ વાતને તમારે સમજવી જોઇએ. જો તમારા ડૉક્ટરો એકમેક સાથે વાત કરવા તૈયાર ન હોય તો બીજા ડૉક્ટર પણ શોધી શકો જે વાત કરવાને તૈયાર હોય. =================================================
પાનું:50
તમારા સંતાનો જોડે વાત કરો
તમને જો સંતાન હોય. તો એની સાથે નિરાંતને જીવે બેસો અને
તમને શું શું થાય છે એ વિશે એમની જોડે વાત કરો.
તમે એમની જોડે વાત કરશો તો એમને પણ આ પરિસ્થિતિમાં તમારી પાસે શી અપેક્ષા રાખવી એનો ખ્યાલ આવશે.
એ લોકો જે કંઇ પ્રશ્નો પૂછે એ વિશે તમે વાત કરો
અને એમના પ્રશ્નોના જવાબ આપો.
તમારાથી એમને માટે જો કંઇ ચા-નાસ્તો કરી શકાય તો એમને કરી આપો. એમની જોડે આંખમાં આંખ પરોવીને પૂરી પ્રામાણિકતાથી વાત કરો. **********************************************************
પાનું:52
તમારી ગમતી અને જરૂર પડે એવી વસ્તુઓ ભેગી કરો.

તમને જે વસ્તુઓ ખુબ ગમતી હોય એ વસ્તુઓ તમે પાસે રાખો. એ કદાચ તમારું પ્રિય પુસ્તક હોય. તમારું પ્રિય સામયિક હોય. શબ્દ રમતનું પુસ્તક પણ હોય. કેસેટ—પ્લેયર અને થોડી ગમતી કેસેટ અને અરીસો લેવાનું ભૂલતા નહીં. અનિવાર્ય હોય એ લઇ લેવું.
ટુથબ્રશ પણ. *********************************************************
પાનું:55
હૉસ્પિટલ તરફ
તમારી પાસે
તમારું સૌંદર્ય પણ છે અને બાળપણ.
સૌંદર્ય અને બળ માટે તો લોકો મથતા હોય છે.

તમારી નીચેના માળ પર
હમણાં જ કોઇને ઇમર્જંસી રૂમમાં લઇ જવાયા, એ જીવન માટે ઝઝૂમે છે.
તમારી સ્થિતિ એના કરતાં
પ્રમાણમાં સારી છે.

તમારે સારા થવાનું છે.
એ નિશ્ચય કરી લો. **********************************************************
પાનું:56
પરિચારિકાઓની કદર કરો.
તમારા શરીરના બગીચાનું ધ્યાન
તમારી નર્સ રાખે છે. એને બરાબર ખબર છે કે
તમે કથળેલી સ્થિતિમાંથી
કઇ રીતે બહાર નીકળી રહ્યા છો.
તમે એની સાથે સ્મિતની લેવડ દેવડ કરો. એના બાળક વિશે પૂછો. એના બાળકને માટે શક્ય હોય તો
કોઇ ભેટ સોગાત આપો.
નર્સને જે સારું લાગે
એના વિશે વાત કરો. સારસંભાળ બંને પક્ષે હોવી જોઇએ. ********************************************************** પા નું:57
રસ અને રૂચિ પ્રમાણે ખોરાક લો.
ડૉક્ટરની પરેજી પૂરેપૂરી પાળ્યા પછી, ડૉક્ટર જ્યારે તમને ખાવાપીવાની
છૂટ આપે ત્યારે, ડૉક્ટરને પૂછીને જે ખૂબ
ભાવતું હોય તે તમે ખાઓ.
મનગમતું ભોજન હૉસ્પિટલના વાતાવરણને
જીવંત કરશે. તમે નિરાંતને જીવે આહાર લો. નરી પ્રસન્નતાને માણો.

ફરી પાછો જીભને સ્વાદ લાગ્યો છે એની તમને પ્રતીતિ થશે.
અને, તમારી તબિયત હવે સુધારા પર છે એની તમને પણ જાણ થશે.
બે કોળિયા વચ્ચે થોડુંક અંતર રાખીને
એક—એક કોળિયાને માણો.
તમને જે ફળ ખૂબ ભાવતાં
હોય એનો પણ પૂરતો સ્વાદ લો. ============================================
પાનું:58

હોઠ ભીના થાય ત્યારે
માંદગીમાં તમે એવો અનુભવ કર્યો હશે કે
વારેવારે ગળું સુકાઇ જાય,
હોઠ પણ સાવ સુક્કા થઇ જાય.
અરીસામાં જુઓ ત્યારે
ચહેરો ફિક્કો થઇ ગયો હોય.
તમારું શરીર ધીરેધીરે સાજું થાય છે ત્યારે માંદગીનાં બધાં ચિહ્નો આપમેળે અદૃશ્ય થાય છે.
પ્રિય વ્યક્તિના સ્પર્શની ઝંખના થાય છે. અને તમારી ત્વચા ધીમેધીમે અસલ હતી
એવી રેશમી થતી જાય છે.
પાનું:59
તમને જે ગમે તે કરો.

દરેક માણસને પોતાના ગમા—અણગમા હોય છે. કોઇકને પ્રકાશ ગમે છે,કોઇકને અંધકાર, મોટા ભાગ્ના માણસોને અજવાળું ગમતું હોય છે.

તમારી ઇચ્છા પ્રમાણે
હૉસ્પિટલના તમારા રૂમના પડદા ખોલી નાખો. એટલું અજવાળું ઓછું પડતું હોય તો
નર્સને કહીને રૂમમાં લાઇટ પણ કરો.
પ્રકાશ જીવંતને વધુ જીવંત બનાવે છે. અને જો તમને અંધકાર ગમતો હોય તો બારી પર પડદા નાખીને, દીવાબત્તી બુઝાવીને
અંધકાર ઓઢી લો.
અને પૂર્ણ આસાએશ સાથે અંધકારને માણો. *************** * ************************************ પાનું:60
તમારું શરીર બગીચો છે.
બગીચો ઊછરે છે
જળથી અને પ્રકાશથી
જળ જેવું કોઇ પણ ઔષધ નથી.
તમે પૂરતા પ્રમાણમાં પાણી પીઓ.
ઠંડુ કે ગરમ -તમારી જરૂરિયાત પ્રમાણે પીઓ. શરીરને પણ જળસિંચન જોઇએ છે.
જળ ઔષધ પણ છે. અને અન્ન પણ. ————————————————– પાનું:61
તમને ચશ્મા હોયતો તમારી પાસે રાખો.

તમે માંદા છો એ ખબર પડતાં, તમારા સગાંવહાલાં, તમારા મિત્રો
તમને ફૂલો મોકલશે. એ લોકો તમને મળવા પણ આવશે.
ચશ્માં પહેરી બધું જ જુઓ, અને બધાંને જ જુઓ. ચશ્મા પહેરશો એટલે
બધું દૂરનું નહીં,
પણ નજીકનું લાગશે.
બધાંને જુઓછો એનો તમને જુદો જ આનંદ થશે. ફૂલો અને સ્વજનોને કારણે
તમારી આસપાસ
એક સુંદર બગીચો રચાઇ જશે. =================================================
પાનું:62 પોષાકની પણ શરીર પર અસર હોય છે.
માંદા પડ્યા હતા એ વાતને
ભૂલી જાઓ.
માંદગીને મહોત્સવ ન બનાવો.
હવે તમને કશું જ નથી વીતી ગઇ તે વાત. હવે તો અંધારી રાત પછીનું પ્રભાત.
જે કોઇ મળવા આવે એની સાથે
આનંદથી, ઉત્સાહથી,સ્ફૂર્તિથી વાત કરો.
અવાજ મોળો કે માંદલો ન હોય.
જે મળવા આવે એ લોકો પણ
એક પ્રકારનો આનંદ લઇને જાય. કે હાશ, તમે હવે એવાને એવા જ છો.
આંખનેગમે એવો પોષાક પહેરો.
પોષાકની પણ આપણા અને
બીજાના (સામાના)મન પર
અસર થતી જ હોય છે.
================================================= પાનું;65 પૂરતો આરામ કરો.
આવરા-બાવરા થયા વિના પરિસ્થિતિને સરળતાથી સ્વીકારો.
શરીર છે તો માંદુ પણ પડે.
માંદગીની ઝાડીમાં તમે અટવાઇ ગ્યા હતા. હવે એમાંથી બહાર નીકળ્યા છો.
સમય પણ સમયનું કામ કરે છે અને સમય પણ ઔષધ છે.
હવે તમે તમારી જાતની આળપંપાળ કરો. પળે પળ તાજગી અનુભવો. વાંચવું હોય તે વાંચો, ગાવું હોય તો ગાઓ, સાંભળવું હોય તો સાંભળો.
ગીત-સંગીત સાંભળો કે
સાંભળો કોઇનું પ્રેરણાદાયી પ્રવચન. તમને ઠીક લાગે તે કરો. આનંદ આવે તે કરો. આનંદ જેવું કોઇ ઔષધ નથી.
ચપળતાથી હરો ફરો. તમારી ખુશાલીથી વાતાવરણ
પણ ખુશનુમા બનશે.
હવે તમને એમ લાગશે કે
તમે ગુલાબની ગાદીએ
પોઢી રહ્યા છો. ================================================= પાનું:66
સાજા થવું એ ભરતી-ઓટ જેવી પ્રક્રિયાછે.
સાજા થઇએ એ પરિણામ છે. પણ લાંબી માંદગી આવી હોય તો રાતોરાત
કોઇપણ માણસને સારું થતું નથી. સાજા થવા માટે માંદગી થોડો સમય માંગે છે.
એમાં ભરતી-ઓટ પણ આવે.
આજે સારું લાગે,કાલે સારું ન પણ લાગે.
આવી પરિસ્થિતિમાં હિંમત હારવી ન જોઇએ.
સારું થતાં થોડી વાર પણ લાગે. માંદગી તો સારવાર માંગે છે. એ તો ઘોડાવેગે આવે
ને કીડીવેગે જાય.
બારીમાંથી જે દૃશ્યો દેખાય
એને પણ જુઓ, અદૃશ્ય ભયને જોયા
ડરવાનો કોઇ અર્થ નથી. આકાશ તરફ જુઓ અને ઊંડો શ્વાસ લો.
પ્રત્યેક ક્ષણ માણવા જેવી છે એ વાતને હમેશાં યાદ રાખો. **********************************************************
પાનું:67
નાની નાની ફરિયાદોથી અળગા રહો.
માંદગીમાં ક્યારેક વાળ પણ ઊતરે, ચહેરો નાનો થઇ જાય. શરીર કંતાતું જાય. જે થવું હોય તે થાય.
સમય પાસે બધાના ઉપાય છે.
તમે છો તો બધું જ છે.

‘શિર સલામત તો પઘડિયાં બહોત’ ચિંતા ન કરો, ચિંતાને બદલે પ્રાર્થના કરો. મનમાં એક જ વાત રટ્યા કરો. ’ચિત્ત તું શીદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.
ખુદમાં ભરોસો રાખો, ખુદામાં ભરોસો રાખો.
================================================= પાનું;68 મન ફાવે તે કરો.
અત્યારે તમારી પાસે પૂરતો સમય છે. તમે અનેક પ્રકારની સરસ કલ્પનાઓ કરી શકો. હસી શકો, તકિયાને પડખામાં લઇ શકો. જ્યારે ઇચ્છા થાય ત્યારે વસ્ત્રો બદલી શકો. અરીસા સાથે મસલત કરી શકો, ઊંચે છતને જોઇ શકો.
માણસો ગમતાં હોય તો મળી શકો. ન મળવું હોય તો મળવાનું ટાળી શકો.
આ સમય પૂરેપૂરો તમારો છે.
માંદગીને કારણે તમે થોડા વેરણ છેરણ થયા છો, તમે તમારી જાતને એકત્રિત કરીને
અખંડ થઇ શકો. ********************************************************** પાનું:70 કોઇકનું જતન પણ કરી શકો.

તમે બધે તો ન પહોંચી શકો.
બધાની દરકાર તો ન લઇ શકો,
જે વ્યક્તિએ તમારું જતન કર્યું હોય એને માટે
તમારા હૃદયની લાગણીને કાગળ પર મૂકી શકો.
પછી એ બે ચાર વાક્યો હોય કે કાવ્યો હોય.
તમારા પ્રિય મિત્રનું ચિત્ર દોરી શકો. કે એનું કાર્ટુન પણ કરી શકો. તમારી પ્રિય નર્સને ફૂલ મોકલી શકો. કોઇ તમારું કંઇક કરે છે એ તમને જેમ સારું લાગે છે.
તેમ તમે પણ અ કોઇકનું જતન કરો તો એને પણ સારું લાગશે. ================================================= પાનું:71
દરેક વસ્તુને આંખથી પંપાળો
તમારી બાજુમાં પુસ્તકો પડ્યા છે, એકાદ પુસ્તક હાથમાં લો, એના રંગીન મુખપૃષ્ઠને જોયા કરો.
તમારા ખંડમાં ફલાવરવાઝમાં
ફૂલો ગોઠવાય છે. એ ફૂલો સાથે દોસ્તી બાંધો. એને આંખથી પંપાળો.
ફૂલો ગોઠવાઇ શકે તો
આપણે કેમ નહીં? આ પ્રેમમાં કોઇ
પૂર્વશરત હોતી નથી. જીવનમાં બળ મળે છે.

પળે—પળે
પ્રસન્નતા અને ઉષ્માના
વૈભવને માણો.(અનુભવો) =================================================
પાનું:73 હસવા જેવી કોઇ દવા નથી.

આપણે જે દુનિયામાં જીવીએ છીએ. એ દુનિયા ભારે વિચિત્ર છે. હસવું અને હસી કાઢવું
એના જેવી કોઇ વાત નથી.
દુ;ખની કોઇ વાત નહીં.
એવા મિત્રોને સાથે રાખો જે હસતા હોય અને હસાવતા હોય.
જીવનને કે માંદગીને કે કશાયને
પણ ગંભીરતાથી લેવાની જરૂર નથી.
નરી હળવાશથી જીવો—જલસા કરો અને
હસતા રહો. હાસ્ય અને સ્મિત
તમારા શરીર અને મનના
ઘા અને ઘસરકાને
આપમેળે રુઝાવશે. =================================================

વિશે

I am young man of 77+ years

Posted in પ્રેરણાદાયક લેખો, miscellenous
1 comments on “maandageene….

Leave a comment

વાચકગણ
  • 772,752 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જુલાઇ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો