ગંગાસતીના ભજનો

ગંગાસતીના ભજનો

આ ભજનો (1) ગંગાસતીનું અધ્યાત્મ દર્શન/ભાણદેવ/પ્રવીણ પુસ્તક ભંડાર,રાજકોટ તથા (2)હરિરસ/સંપાદક:વિનોદિની શાહ,સુરેંદ્રનગર તથા અન્ય સામગ્રીમાંથી ઉતારેલા છે.

[1]

બુધ્ધિયોગ

[ભજન -1/પાનું:147/ગંગાસતીનું અધ્યાત્મ દર્શન]

મેરુ તો ડગે પણ જેના મન નો ડગે,

મરને ભાંગી પડે રે ભરમાંડજી

વિપત્તિ પડેને તો યે, વણસે નહીં,

સોઇ હરિજનના પરમાણજી….મેરુ…

ચિત્તની વરતી જેની સદાય નિરમળ ,

ને કોઇની કરે નહિ આશજી

દાન દેવે, પણ રહે અજાચી

રાખે વચનુમાં વિસવાસ જી….મેરુ…

ભાઇરે હરખને શોકની આવે નહિ હેડકી

ને આઠે પોર આનંદજી

નિત રે નાચે સતસંગમાં પાનબાઇ

ને તોડે માયા કેરા ફંદજી…..મેરુ…

તન-મન-ધન જેણે પરભુજીને અરપીયા

તે નામ નિજારી નર ને નારજી

એકાંતે બેસીને આરાધના માંડે,

તો અલખ પધારે  એને દુવારજી….મેરુ…

સદ્ ગુરુ વચનમાં શુરા થઇ ચાલે,

ને શીશ તો કર્યા કુરબાનજી;

સંકલ્પ વિકલ્પ જેના એકે નહિ ઉરમાં,

જેણે મેયલા અંતરના માનજી….મેરુ…

સંગતુ કરો તો તમે એવાની કરજો,

જે ભજનમાં રહેવે ભરપૂરજી

ગંગાસતી એમ બોલિયા પાનબાઇ

જેને નેણ તે વરસે ઝાઝા નૂરજી….મેરુ….

ભાઇ રે! ભગતિ કરો તો તમે એવી રીતે કરજો પાનબાઇ,

રાખે વચનુમાં વિશ્વાસજી

ગંગાસતી એમ બોલિયા,

તમે થાજો સદ્ ગુરુના દાસજી રે…મેરુ…

=============================

[2]

[ભજન 29મું/પાનું:165/ગંગાસતીનું અધ્યાત્મ દર્શન]

સજાતિ વિજાતિની યુક્તિ

વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઇ !

નહિતર અચાનક અંધારા થાશે જી;

જોતજોતામાં દિવસો વયા ગયા પાનબાઇ !

એકવીશ હજાર છસોને કાળ ખાશેજી…વીજળીને ….

જાણ્યા જેવી વસ્તુ આ તો અજાણ છે પાનબાઇ !

આ તો અધૂરિયાંને નો કે’વાય રે;

આ ગુપત રસનો ખેલ છે અટપટો,

આંટી મેલો તો પૂરણ સમજાયજી…વીજળીને….

નિરમળ થઇને આવો મેદાનમાં પાનબાઇ !

જાણી લિયો જીવની જાત;

સજાતિ વિજાતિની જુગતી બતાવું,

ને બીબે પાડી દઉં બીજી ભાત જી…વીજળીને…

પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ,

તેનો દેખાડું હું તમને દેશ રે,

ગંગાસતી એમ બોલિયાં જી,

ત્યાં નહિ માયા લવલેશ રે…વીજળીને…

++++++++++++++++++++++++++++

[3]

નમ્ર બનીને રહેવું

[ભજન:12મું/પાનું:154]

ભક્તિ કરવી તેણે રાંક થઇને રહેવું ને,

મેલવું અંતરનું અભિમાન રે;

સદ્ ગુરુ ચરણમાં શીશ નમાવી,

કર જોડી લગવું પાય…ભક્તિ..

જાતિપણું છોડીને અજાતિ થાવું ને,

કાઢવો વરણ વિકાર રે;

જાતિ પાંતિ નહિ હરિકેરા દેશમાં ને,

એવી રીતે રહેવું નિર્માન રે…ભક્તિ…

પારકા અવગુણ કોઇના જુએ નહિ રે,

એને કહીએ હરિના દાસ રે;

આશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં,

એને દૃઢ કરવો વિશ્વાસ રે…ભક્તિ…

ભક્તિ કરો તો એવી રીતે કરજો, પાનબાઇ !

રાખજો વચનુમાં વિશ્વાસ રે,

ગંગાસતી એમ બોલિયા રે,

તો તો જનમ સફળ થઇ જાય રે…ભક્તિ…

[4]

આનંદ હેલી ઊભરાણી

[ભક્ત કળહસંગના સાત ભજનોમાં નું એક/ભજન:સાતમું/પાનું:191]

આનંદ હેલી ઊભરાણી સંતો !

આનંદ હેલી ઊભરાણી…..સંતો આનંદ.

ચંદ્ર સૂરજ તો વા ઘટ નાહીં,

નહિ પવન નહિ પાણી;

અષ્ટકુળ પર્વત વા ઘટ નાહીં,

નહિ વેદ નાહિ વાણી….સંતો આનંદ

સોહમ્ જપંતો  સાક્ષી જોતાં,

નિર્ગુણ જાત જણાણી;

એક અખંડ અંતર ધુન લાગી,

સૂરત શૂન્યમાં સમાણી….સંતો આનંદ

નૌતમ સામે નિરંતર નીરખ્યા,

સૂરત નૂરતમાં સમાણી;

એ ઘટ પોંખ્યા સન્મુખ દેખ્યા,

સદ્ ગુરુ કેરી નિશાની….સંતો આનંદ.

જ્યોતિ જાગી, ભ્રમણા ભાંગી,

મટી ગઇ આદિ ખાણી;

હીરાદાસ ચરણે કહળસંગ,

સૂરતા શૂન્યમાં સમાણી…સંતો આનંદ.

વિશે

I am young man of 77+ years

Posted in ભજન
9 comments on “ગંગાસતીના ભજનો
 1. દક્ષેશ કહે છે:

  great ! There is a large collection of Ganga Sati bhajans on Swargarohan with audio for many bhajans @
  http://www.swargarohan.org/bhajans/ganga-sati/

 2. deep કહે છે:

  pl send me all bhajans of gangasati in mp3 in my email

 3. mrudula parekjh કહે છે:

  great bhajans by gangasati

 4. kesharsinh solanki કહે છે:

  these bhajans are an asset of the Gujarati literature. kesharsinhsolanki, ahmedabad

 5. jagdish jariwala કહે છે:

  The bhajans of gangasati are the best. I want to get total bhajans of her in form of MP3 player form. Please guide me.

 6. jaydeep waghela કહે છે:

  i like gangasati. in bhajan’s there is full of secret .jay ramaapir.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 522,216 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: