ભજન-પંચામૃત

                     ભજનપંચામૃત

    

                  [1]

અખિયાં હરિ-દરશન કી પ્યાસી !/સૂરદાસ

   (રાગ:ગૌરી-તીન તાલ)

 

અખિયાં હરિ-દરશન કી પ્યાસી !

દેખ્યો ચાહત કમલ નૈન કો, નિસદિન રહત ઉદાસી. અખિયાં..

આયે ઊધો ફિર ગયે આંગન, ડારિ ગયે ગલ ફાંસી. અખિયાં…

કેસરી-તિલક મોતીન કી માલા, વૃંદાવનકો વાસી. અખિયાં….

કાહૂકે મનકી કૌ ન જાનત, લોગન કે મન હાંસી. અખિયાં…

સૂરદાસ પ્રભુ !તુમ રે દરશન બિન,લૈ હો કરવત કાસી.અખિયાં…

***********************************

                 [2]

તુમ્હારે હાથોમેં /સ્વામિ સત્યમિત્રાનંદગિરિ

 

અબ સૌંપ દિયા ઇસ જીવનકા, સબ ભાર તુમ્હારે હાથોમેં…

હૈ જીત તુમ્હારે હાથોમેં, ઔર હાર તુમ્હારે હાથોમેં….2

મેરા નિશ્ચય બસ એક યહી, એકબાર તુમ્હેં પા જાઉં મેં…

અર્પણ કર દું દુનિયાભરકા, સબ પ્યાર તુમ્હારે હાથોમેં …2

જો જગમેં રહું તો ઐસે રહું, જ્યોં જલમેં કમલકા ફૂલ રહે…

મેરે સબ ગુણ દોષ સમર્પિત હો, કરતાર તુમ્હારે હાથોમેં….2

યદિ માનવકા મુઝે જન્મ મિલે, તો તવ ચરણોંકા પૂજારી બનુ….

ઇસ પૂજક કી ઇક ઇક રગકા, હો તાર તુમ્હારે હાથોમેં….2

જબ જબ સંસારકા કૈદી બનું, નિષ્કામ ભાવસે કર્મ કરું….

ફિર અંત સમયમેં પ્રાણ તજું, નિરાકાર તુમ્હારે હાથોમેં….2

મુઝમેં તુઝમેં બસ ભેદ યહી, મૈં નર હું  તુમ નારાયણ હો….

મૈં હું સંસાર કે હાથોમેં, સંસાર તુમ્હરે હાથોમેં…2

====================================

                      [3]

પરથમ પરણામ મારા/રામનારાયણ પાઠકશેષ

પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે,

                         માન્યું જેણે માટીને રતન જી;

ભૂખ્યાં રહૈ  જમાડ્યાં અમને, જાગી ઊંઘાડ્યા,એવાં

                        કાયાનાં કીધલાં જતન જી.

બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે

                        ઘરથી બતાવી જેણે શેરી જી;

બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,

                        ડુંગરે દેખાડી ઊંચે દેરી જી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે

              જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;

એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે

                        અગમ નિગમની બોલ્યા વાચા જી.

ચોથા પરણામ મરા, ભેરુઓને કહેજો રે

                       જેની સાથે ખેલ્યા જગમાં ખેલ જી;

ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા;

                      હસાવી ધોવરાવ્યા અમારા મેલ જી.

પાંચમાં પરણામ મારા વેરીડાને કહેજો રે

                        પાટુએ ઉઘાડ્યાં અંતર દ્વાર જી;

અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે

                        ઊંડા ઊંડા આતમના અંધાર જી,

છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને કહેજો રે

                          સંસારતાપે દીધી છાંય જી;

પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે

                        આતમને કહેજો એક સાંઇ જી.

સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજો રે

                        ઢોરનાં કીધાં જેણે મનેખ જી;

હરવાફરવાના જેણે મારગ ઉઘાડ્યા રૂડા

                       હારોહાર મારી ઊંડી મેખ જી.

છેલ્લા પરણામ અમારા, જગતને કહેજો  જેણે

                      લીધા વિના આલ્યું સરવસ જી;

આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે, જ્યારે

                   ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.

++++++++++++++++++++++++++++++++++

                    [4]

કાહે રે ! બન ખોજન જાઇ !/ગુરૂ નાનક

કાહે રે ! બન ખોજન જાઇ !

સર્વ-નિવાસી સદા અલેપા, તોહી સંગ સમાઇ ધ્રુ..

પુષ્પ મધ્ય જ્યોં બાસ બસત હૈ, મુકુર માહિં જસ છાઇ,

તૈસે હી હરિ બસૈં નિરંતર, ઘટ હી ખોજો ભૈ,….કાહે રે…

બાહર ભીતર એ કૈ જાનો, યહ ગુરુ જ્ઞાન બતાઇ,

જ્ન નાનક બિન આપા ચીન્હે, મિટૈ ન ભ્રમકી કાઇ…કાહે રે…

 

                       [5]

જતનસે ઓઢી ચદરિયા/કબીર

 

ઝીની ઝીની ઝીની ઝીની

                   બિની ચદરિયા..ધ્રુવ.

કાહે કૈ તાના, કાહે કૈ ભરની

                   કૌન તારસે બિની ચદરિયા.

ઇંગલા પિંગલા તાના ભરની

                   સુષમન તારસે બિની ચદરિયા.

આઠ કંવલ દશ ચરખા ડોલૈ

                   પંચ તત્ત્વ, ગુન તિની ચદરિયા .

સાંઇ કો સીયત માસ દસ લાગે

                   ઠોકઠોકકે બિની ચદરિયા

સો ચાદર સુર નર મુનિ ઓઢી

                   ઓઢીકે મૈલી કિની ચદરિયા.

દાસ કબીર જતનસે ઓઢી

                   જ્યોંકી ત્યોંધરિ દિની ચદરિયા.

 

વિશે

I am young man of 77+ years

Posted in ભજન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,840 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: