World widw web and lokmilap-khissapothi

         વર્લ્ડ વાઇડ વેબ

દિવ્ય ભાસ્કર,સુરત આવૃતિ/17મી ડિસેમ્બર2008/કળશ પૂર્તિ, પાનું ત્રીજું    

1960નો દશક હતો.બ્રાઉન યુનિવર્સિટીના ભેજાબાજ ટેડ નેલ્સન અને એન્ડ્રીસ વાનડેમ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ બન્ને વાન્નેવર બુશની માઇક્રો ફિલ્મ મેમેક્સથી ભારે પ્રભાવિત હતા. એ ફિલ્મ વળી 1945માં લખાયેલા આર્ટિકલ એઝ વી મે થીંક પર આધારિત હતી. એ વાર્તા આખરે વાર્તા જ બનીને રહી ગઇ.પ્રોજેક્ટ કોઇ કારણસર પૂરો ન થયો. કદાચ ઇશ્વર આ મહાન શોધ માટે કોઇ બીજાને અમર બનાવવા ઇચ્છતો હતો.

          1980નું એ વર્ષ હતું જીનિવાની યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચમાં બતૌર વૈજ્ઞાનિક કામ કરી રહેલા ટીમ બર્નર્સ-લીને એક ગતકડું સૂઝ્યું. એણે અગાઉ તૈયાર કરેલી ઇન્ક્વાયર નામની સિસ્ટમ કોઇપણ પ્રકારની માહિતીનો અખૂટ ભંડાર ભરીને જગત આખાના ખૂણેખૂણાને આવરી લે તો કેવું?એવા વિચારે એણે કામ આગળ ધપાવ્યું. આ સિસ્ટમ જો કે અત્યારે વપરાતી સિસ્ટમ કરતાં સાવ જુદી હતી, પણ આવનારાં વર્ષોમાં જે ક્રાંતિ થવાની હતી એનાં મૂળિયાં પણ એમાં જ હતા. ટીમપેલા નેલ્સન જેવો અભાગિયો નહોતો એટલે એણે ધીરજ ધારણ કરીને સંશોધનો પાછળ આખો એક દાયકો કાઢી નાખ્યો.

માર્ચ 1989માં તેણે એક પ્રસ્તાવ તૈયાર કર્યો. એમાં  ઇન્ક્વાયરના હવાલાથી વધુ એડવાન્સ્ડ એવીઇ ન્ફર્મેશન સિસ્ટમની બ્લ્યુપ્રિંટ હતી. રોબર્ટ સેલિયાવ નામના ભાઇબંધની મદદથી તેણે આ જ દરખાસ્ત સુધારીને હાઇપર ટેક્સ્ટ પ્રોજેક્ટ તૈયાર કર્યો, જે પાછળથી વર્લ્ડ વાઇડ વેબ (ડબ્લ્યુ ડબ્લ્યુડબ્લ્યુ)તરીકે ઇતિહાસ સર્જી દેવાનો હતો.

        ટીમ અને રોબર્ટે માહિતીનો સંગ્રહ થઇ શકે તેવા હાઇપર ટેક્ષ્ટ ડોક્યુમેન્ટ તૈયાર કર્યાં, જે જુદાં-જુદાં વેબપેજમાં વહેંચાયેલા હતા. હા, આ બધી માયાજાળ ને ખંખોળવા માટે વળી વેબ બ્રાઉઝર પણ જરૂરી હતું. ઇલેક્ટ્રોનિક બુક ટેક્નોલોજીના આગમનની છડી પોકારાઇ એ સાથે જ  ડબ્લ્યુ ડબ્લ્યુ ડબ્લ્યુ     એ ગિયર બદલ્યું. પ્રારંભમાં યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચે લાઇસંસિંગ પ્રથા ગોઠવી આ વેબપેજ વાચનારાઓ પાસેથી ચાર્જ વસૂલવો એવું નક્કી કર્યું.એમાં થતું એવું કે એકનું એક પેજ બીજી વખત ખૂલી જાય તો પણ તેનો ચાર્જ જે-તે વ્યક્તિ પર ચડી જતો. અતિ ખર્ચાળ એવી આ સુવિધા લાંબું ખેંચે એ વાતે ખુદ રોટીમ પણ સાશંક હતો.

ડિસેમ્બર 25, 1990નો એ દિવસ હતો. નેક્સ્ટકોમ્પ્યૂટર પર ટીમે ક્લિક કર્યું એ સાથે જ તે દુનિયાનું પ્રથમ વેબ  સર્વર અને પ્રથમ વેબ બ્રાઉઝર બની ગયું.ઇન્ટરનેટફંફોસવા જરૂરી હોય એ તમામ ટુલ્સ એણે એમાં તૈયાર કરીઆપેલાં.દુનિયાના એ પ્રથમ વેબ પેજમાં આ પ્રોજેક્ટ શું છે, તેની વિગતવાર સમજ આપવામાં આવેલી.ઓગસ્ટ6,1991નો દિવ્સ પણ ઇન્ટરનેટના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ છે, કેમ કે આ દિવસે  ટીમે એએલટી.હાયપર ટેક્સ્ટ  ન્યૂઝ ગ્રુપ પર ડબ્લ્યુ 3 વિષ એક પોસ્ટ લખી, જેણે પબ્લિસિટી માટેનાં દ્વાર પણ ઉઘાડી નાખ્યાં.

લોકમિલાપની ખીસાપોથીઓ

June 10, 2008

લોકમિલાપની ખીસાપોથીઓ

લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા પશ્ચિમના દેશોની પેપર-બેક ક્રાંતિમાંથી પ્રેરણા લઇને ખીસપોથીઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેનો મુળ ઉદ્દેશ(1) સંક્ષિપ્ત વાચન અનેક લોકો સુધી સસ્તા દરે પહોંચી શકે ઉપરાંત
(2)
પોથીનું કદ નાનું હોવાથી ખીસા કે પર્સમાં પણ સરળતાથી રહી શકે અને
(3)
વાચકોને સંક્ષિપ્ત વાચન બાદ મૂળ પુસ્તક સુધી પહોંચવાની ઇચ્છા પણ થાય અને આમ વાચકો પુસ્તકો વાચવા સુધી દોરાય.
ખીસાપોથીઓની યાદી
નકલ છપાઇ
(1)
આઝાદી કી મશાલ – 50,000
(2)
એબ્રહામ લિંકન(સંક્ષેપ)મણિભાઇ દેસાઇ-
30,000
(3)
પરમસ્ખા મૃત્યુ(સંક્ષેપ)કાકા કાલેલકર
43,000
(4)
મારા ગાંધીબાપુ(સંક્ષેપ)ઉમાશંકર જોશી
2,00,000
(5)
મારી અભિનવ દીક્ષા(સંક્ષેપ)

કાશીબેન મહેતા 20,000
મારી વાચનકથા(સંક્ષેપ)મનુભાઇ પંચોળી
27,000
(7)
મુગ્ધાવસ્થાના ઉંબરે:પ્રેમળ જ્યોતિ’ 70,000 (8) મોતીની ઢગલી:
1: 20,000
(9)
મોતીની ઢગલી:
2: 20,000
(10)
વિચારમાળાનાં મોતી
20,000
(11)
હાસ્યમાળાનાં મોતી
20,000
(12)
દુલારું દામ્પત્ય

10,000 (13)
મારી જીવનકથા(સંક્ષેપ)-બબલભાઇ મહેતા 10,000
કુલ:5,40,000 નકલો(ફેબ્રુઆરી 2008સુધીમાં)

કિમ્મત: છૂટક : રૂ.3/= પ્રતિ નંગ,
100
નકલ:રૂ.2/= લેખે
,
1000
નકલ:રૂ.1/= લેખે

(+
રવાનગી-ખર્ચ)
મેળવવાનું ઠેકાણું: લોકમિલાપ ટ્ર્સ્ટ, પો.બો.23(સરદારનગર) ભાવનગર 364001તથા
તાન્યાસ બુકવર્લ્ડ,અમદાવાદ
વાપી ખાતે ગોપાલ પારેખ મો. 9898792836 નો સંપર્ક સાધવો

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,210 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: