હોમી ભાભા

 

              હોમી ભાભા

[30/10/1909 થી 24/01/1966 ]

બહુરત્ના વસુંધરા/સંપાદન:સુરેશ દલાલ*મહેશદવે

ઇમેજ પબ્લિકેશન્સ/પાનું ક્ર્માંક :178

 

હોમી જહાંગીર ભાભાનો જન્મ મુંબઇના પારસી કુટુંબમાં થયો હતો. મુમ્બઇની કેથેડ્રલ અને જહૉન કેનન જેવી ઉચ્ચ સંસ્થાઓમાં તેમણે શાળા શિક્ષણ લીધું હતું. તે પછી ઍલ્ફિંસ્ટન અને ઇંસ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાંથી ભૌતિક શાસ્ત્રમાં શિક્ષણ લીધું. 1930માં તેમણે મિકૅનિકલ સાયન્સની ટ્રાયપોસ મેળવી. 1934માં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. એ જ વર્ષે સર આઇઝેક ન્યૂટન અને 1936માં વરિષ્ઠ શિષ્યવૃત્તિઓ મળી.અહીં તેમણે ભૌતિક વિજ્ઞાનના સંશોધનક્ષેત્રે સૈધ્ધાંતિક કાર્ય કર્યું.

1940માં ભારત પાછા ફરી બેંગલોરની ઇંડિયન ઇંસ્ટિટયુટ ઑફ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન વિભાગમાં જોડાયા ને 1942માં પ્રાધ્યાપક બન્યા. આ સંસ્થામાં તેમણે બ્રહ્માંડ કિરણો ઉપર સઘન સંશોધન કરી સોપાની ઘર્ષણનો સિધ્ધાંત સ્થાપ્યો. ઉપરાંત આ ક્ષેત્રે તેમણે સંશોધન માટે વિજ્ઞાનીઓનું જૂથ તૈયાર કર્યું.

  1948ના ઑગસ્ટમાં પરમાણુ ઊર્જા પંચની રચના થઇ.તેના તે પ્રથમ અધ્યક્ષ હતા. સાથે સાથે તાતા ઇંસ્ટિટ્યૂટ ઑફ ફ ન્ડામેંટલ રિસર્ચના નિર્દેશક તરીકે પણ ફરજો બજાવી. આ સમય દરમિયાન તેમણે પરમાણુ ઊર્જા વિભાગના સચિવ તરીકે સેવાઓ આપી. ભારતમાં એ પરમાણુ યુગના પિતા ગણાય છે.ભાભાની દેખરેખ હેઠળ મુમ્બઇનાં અપ્સરા સાયરસ અને ઝર્લિના રિઍક્ટર તૈયાર કરવામાં આવ્યાં. પરમાણુ ઊર્જા વિભાગનું સચિવાલય દિલ્હી નહીં પણ ટ્રૉમ્બેમાં જ રાખવા ઉચિત આગ્રહ રાખ્યો અને થયું પણ તેમ જ. વિજ્ઞાનીઓ નિર્ણય કરે અને શાસકો તેનો અમલ કરે તેવી વ્યવસ્થા તેમણે ઊભી કરી. ભાભાના આ ક્રાંતિકારી નિર્ણયથી વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. એક વિરલ વિજ્ઞાની  હોવા ઉપરાંત તે કલા, સંગીત અને માનવતાના ક્ષેત્રે ખૂબ જ

સન્માનીય હતા. પરમાણુ ઊર્જાના શાંતિમય ઉપયોગોના એ પ્રખર હિમાયતી હતા.

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જાની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની વિયેના ખાતેની બેઠકમાં હાજરી આપવા ભાભા આવતા હતા ત્યારે આલ્પ્સની ગિરિમાળાના માઁ બાઁ(            )શિખર સાથે વિમાન અથડાવાની કમનશીબ દુર્ઘટના માં 57 વર્ષની નાની વયે તેમનું આકસ્મિક મૃત્યુ થયું.

                            –પ્રહલાદ છ. પટેલ

************************************

        વિજ્ઞાન,કલા ને પ્રકૃતિપ્રેમ

 

હોમી ભાભા જીવનભર કુંવારા જ રહ્યા. એક વાર કોઇકે પૂછ્યું, તમે પરણેલા છો?ભાભાએ જવાબ આપ્યો,હા અને આંખ મીંચકારીને કહ્યું, હું સર્જકતાને પરણ્યો છું!

                 *******

ભાભા સારા ચિત્રકાર, કવિ અને સંગીતપ્રેમી પણ હતા.એમનો ફુરસદનો સમય એ ચિત્રો દોરવામાં, કવિતા લખવામાં અને સંગીત સાંભળવામાં ગાળતા. એમનાં ઘણાં ચિત્રો આજે પણ લંડનની આર્ટ ગૅલેરીઓ શોભવાતાં જોવા મળે છે. એમને પશ્ચિમનું શાસ્ત્રીય સંગીત બહુ ગમતું.

               ********

ટ્રૉમ્બેના ઍટમિક એનર્જી સેન્ટરનું પ્લાનિંગ અને બાંધકામ ચાલતું હતું .ઝીણામાં ઝીણી વિગત પર ભાભા ધ્યાન આપતા. સેન્ટરની આસપાસના પરિસ્રના આયોજનમાં પણ એ બધું જ જોતા. એમણે જોયું કે એ ન્જિનિયરોએ રોડનો જે પ્લાન બનાવ્યો હતો તેમાં મુખ્ય રોડ એવી રીતે સૂચવ્યો હતો કે તેની બરાબર વચમાં એક બહુ જૂનું આંબાનું ઝાડ આવતું હતું. રોડ બનાવનારા ઇજનેરોનો પ્રસ્તાવ હતો કે તે ઝાડ કાપી નાખવું.આ પ્રસ્તાવથી ભાભા દુઃખી થઇ ઊઠયા. તેમને લાગ્યું કે જે વૃક્ષ પાછલાં કેટલાંય  વર્ષોથીત્યાં ઊભું હતું તેને ત્યાં રહેવાનો એટલો જ અધિકાર છે. રોડની યોજના બરાબર તપાસીને ભાભાએ ખૂબ વિચાર કર્યો. એમણે રોડનું નવું એલાઇનમેન્ટ શોધી કાઢ્યું. રોડને આડે આવ્યા વગર કે પરિસરના સૌંદર્યને નુકશાન કર્યા વગર વૃક્ષને બચાવી શકાય એમ છે. તેમણે તરત જ ઇજનેરોને બોલાવ્યા અને પોતે વિચારેલ રોડ સૂચવ્યો. ઇજનેરોને પણ સૂચન ગમ્યું. તેનાથી વધારાનો  કોઇ  ખર્ચ થતો નહોતો કે રોડના સૌંદર્યને બાધા આવે તેમ નહોતું. એ નવા એલાઇનમેન્ટપ્રમાણે રોડ બન્યો. આજે પણ એ વૃક્ષ કોઇ પ્રાચીન હેરિટેજની જેમ ઊભું છે !

             ********

  હોમી ભાભાએ દેશને અને વિશ્વને બતાવી આપ્યું કે વૈજ્ઞાનિક જ્ઞાન અને સિધ્ધિ મેળવવામાં ભારતીય નાગરિકો કોઇ પણ બીજા દેશથી પાછળ નથી. અઢારમી મે, 1974નો દિવસ ભારતન અણુવિજ્ઞાનના શિખર જેવો સાબિત થયો. તે દિવસે ભારતીય વિજ્ઞાનીઓએ રાજસ્થાનમાં પોખરણના રણમાં અણુબૉમ્બનો વિસ્ફોટ કર્યો.

    વિશ્વની ન્યુક્લિયર કલ્બમાં જોડાયેલા દેશોમાં ભારતનો નંબર છ્ઠ્ઠો હતો. જોકે ભારતે કરેલો અણુશક્તિનો વિકાસ યુધ્ધ્નાં સંહારક કાર્યો માટે નહીં, પણ વિકાસનાં રચનાત્મક કાર્યો માટે છે. ભાભાએ ઇલેક્ટ્રોનિક્સ, અવકાશવિજ્ઞાન, રેડિયો એસ્ટ્રોનોમી અને માઇક્રોબાયૉલૉજીના અભ્યાસને પણ પ્રોત્સાહન આપ્યું. ભાભાનું ગૌરવ કરવા ભારત સરકારે ટ્રૉમ્બેમાં રચાયેલા ઍટમિક એનર્જી કમેશનનું ભાભા ઍટમિક એનર્જી સંશોધન કેન્દ્ર એવું નામકરણ કર્યું છે.

 

વિશે

I am young man of 77+ years

Posted in વ્યક્તિવિશેષ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,210 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: