જિદગી જીવી જાણો //રાજેન્દ્ર શાહ(ઓસ્ટ્રેલિયા)
લાંબી આ સફરમાં જિંદગીના ઘણા રૂપ જોયા છે,
તમે એકલા શાને રડો છો, સાથી તો અમે ય ખોયા છે.
આપ કહોછો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે.
અરે આપ શું જાણો, આ સ્મિતમાં કેટલા દુઃખ વસે છે.
મંઝિલ સુધી ના પહોંચ્યા તમે, એ વાતથી દુઃખી છો.
અરે ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો તમે સુખી છો
.
આપને ફરિયાદ છે કે કોઇને, તમારા વિશે સૂઝ્યું નથી.
અરે અમને તો “કેમ છો?”એટલું યે કોઇએ પૂછ્યું નથી.
જે થયું નથી એનો, અફસોસ શાને કરો છો,
આ જિંદગી જીવવા માટે છે ,આમ રોજ રોજ શાને મરો છો.
આદુનિયામાં સંપૂર્ણ સુખી, તો કોઇ જ નથી.
એક આંખ તો એવી બતાવો, જેક્યારેય રોઇ નથી.
બસ એટલું જ કહેવું છે,જિંદગીની દરેક ક્ષણ દિલથી માણો.
નશીબથી મળી છે જિંદગી, તો એને જીવી જાણો.
*******************************************
ઘર મને એવું ગમે
આંગણું દે આવકારો, ઘર મને એવું ગમે.
બારણાં બોલે ભલે પધારો, ઘર મને એવું ગમે.
હો પગરખાંનો પથારો, ઘર મને એવું ગમે.
હોય જે ઘરને ઘસારો, ઘર મને એવું ગમે.
કાયમી જ્યાં છમ્મલીલા લાગણીના ઝાડ હો,
કાયમી જ્યાં હો બહારો, ઘર મને એવું ગમે.
નીંદની ચાદર હટાવે,જ્યાં ઝાડવાંના કલરવો,
હો સુગંધી જ્યાં સવારો, ઘર મને એવું ગમે.
જે ઘરે લાગે અજાણ્યાને ય પોતાપણું,
લોક જ્યાં ચાહે ઉતારો, ઘર મને એવું ગમે.
થાકનો ભાર ઉતારે, કોઇ આવી ડેલીએ,
સાંપડે જ્યાં હાશકારો, ઘર મને એવું ગમે .
મંદિરોશી શાંતિ જ્યાં,સાંપડે આ જીવને,
જ્યાં રહે ચડતો સિતારો,ઘર મને એવું ગમે.
બહું મજાની કવિતા..એવું ઘર કોને ન ગમે ?
ઘર મને એવું ગમે
આ રચના રાજેન્દ્ર શાહની નહીં પણ બી. કે રાઠોડ ‘બાબુ’ની છે, આ જુઓ! http://www.gunjarav.com/2008/10/blog-post_02.html