મન પ્રસન્ન, ચિંતાહર પ્રાર્થનાઓ
(1)
ક્ષમા હું ચાહું સર્વથી,
હું પણ સર્વને કરૂ ક્ષમા,
મૈત્રી મારી બધાથી હો,
કોઇથી ના હું વેર કરૂં.
જૈન પ્રાર્થના
(2)
જીતો અક્રોધથી ક્રોધ,
સાધુત્વથી અસાધુતાને,
કંજૂસી દાનથી જીતો,
સત્યથી અસત્યને
વેરથી વેર મટે નહીં કદી,
મૈત્રીથીજ મટે વેર,
એજ સનાતન ધર્મ
બૌધ્ધ પ્રાર્થના
(3)
હે ઇશ્વર !
મારે જે કહેવું છે
એના વિષે હું પુરેપુરું જાણું નહીં,
ત્યાં સુધી મારી વાણીના તીરને
મ્યાન કરવામાં મદદ કર.
ૐ શાંતિ ! ૐ શાંતિ ! ૐ શાંતિ
-ફિલ બોસ્મંસ
(4)
આપણા સંજોગો બદલવાની પ્રાર્થના કરવી, એના કરતા આપણે પોતાને બદલવાની પ્રાર્થના કરવી એ વધુ સારું છે.
પૉલ મૅકાલરૉય
(5)
દયાવાનને કરૂ પ્રણામ,
કૃપાવાનને કરૂ પ્રણામ,
વિશ્વ સકલનો માલિક તૂ,
અંતિમ દિન નો ચાલક તૂ,
તારી ભક્તિ કરૂ સદા,
તારી માન્યતા કરૂ સદા,
દેખાડ અમને તૂ સીધી રાહ,
જેના પર હોય તારી રહમ નિગાહ !
એવાની જે સીધી રાહ,
દેખાડે અમને તે સીધી રાહ,
જેના પર કરે તૂ ક્રોધ,
ભ્રમિત થયાને ગુમરાહ
એ પથનું લઉના નામ
દયાવાનને કરૂ પ્રણામ !
ઇસ્લામની પ્રાર્થના
પ્રતિસાદ આપો