ગોત!-યોગેન્દ્ર ભટ્ટ

ગોત ! –યોગેન્દ્ર ભટ્ટ
(મારી ડાયરીનાં પાનાં-સંગ્રાહક: બી.એ.પંડ્યા/પાઠશાળા પ્રકાશન,સુરત)

હીરા-માણેક-રત્ન-ખજાના, બધ્ધું છે જા, અંદર ગોત !
સૂરજ-ચંદર-ધ્રુવ ને તારા, બધ્દ્ધું છે જા, અંદર ગોત !

ભરતી ઓટ તોફાન સઘળું, અનિવાર્ય કુદરતનો ક્રમ,
આસન તારું અડોલ રાખે, એવું જબરું લંગર ગોત !

આપત્તિના પહાડી કિલ્લા,કંઇકને આડા આવ્યા છે,
અટકીશ મા, ધર બુધ્ધિ, સધ્ધર શક્તિ-સ્ત્રોત પુરંદર ગોત!

ડૂબવાનું છો હો નિર્માયું, તોય અલ્યા ! તું માટી થા !
છોડ ઢાંકણી,ખાડા કૂવા, નાળા છોડ,સમંદર ગોત!

એક જ થાપે આશીર્વાદે, એક જ મીટમાં ન્યાલ થઇશ,
પરચૂરણિયા મૂક નકામા, જોગી કોક કલંદર ગોત !

શુભ-અશુભ ને સાચ-જૂઠના, જગત ખેલથી ક્યાં ભાગીશ?
કશું ન સ્પર્શે એવું ખાખી, ભગવું એક પટંતર ગોત !

ઊપડ્યો છે તો કે’દીનો, –ને હલ્લેસાં પણ બહુ માર્યાં,
ભલા આદમી ! ક્યાં જાવું છે? પોતીકું ક્યાંક બંદર ગોત !

ઝાઝાં થોથાં,ઝાઝી બુધ્ધિ,ઝાઝા વાદ વિવાદે શું?
જડીબુટ્ટી તો આ સામે રહી, સત્ય,શિવ ને સુંદર ગોત!

મળ્યા અને મળનારા જન્મે, તસુ-તસુ પણ ચડતો જા,
પાછો નહીં પડતો …જોગંદર, અંતર ગોત !નિરંતર ગોત !

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,814 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: