ગોપીગીત-શ્લોક:18

ગોપીગીત/સુરેશ દલાલ
શ્લોકઃ 18
વૃજવનૌકસાં વ્યક્તિરંગ તેવૃજિનહ્ન્યત્રયલમ્ વિશ્વમંગલમ્
ત્યજ મનાક્ચ ન ન સત્વરસ્પૃહાત્મનાં સ્વજનહૃદ્રુજાં યન્નિષૂદનમ્

હે પ્રિય ! હે વલ્લભ ! તમારો તો વૃજના વનવાસીઓનાં દુઃખ, ક્લેશ, તાપ-સંતાપનો નાશ કરનારો અને માત્ર વ્યક્તિઓના જ નહીં પણ વિશ્વના કલ્યાણ માટે થયો છે. અમારું હૃદય તો હમેશાં તમારા પ્રત્યે તીવ્ર લાલસાથી સભર સભર છલકાય છે. ભલે ઝાઝા ઉદાર ન થાવ પણ થોડીક તો દવા આપો કે જેથી અમારો હૃદયરોગ નિર્મૂળ થાય. અમે બીજા કોઇનાં નહીં માત્ર તમારાં જ છીએ.
ગોપીભાવની પરાકાષ્ઠા
નાનાલાલની પંક્તિઓ યાદ આવે છેઃ

“મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ ! આવોને,
” મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ !આવોને.
મ્હારા કાળજા કેરી કૂંજમાં, હરિ !આવોને,
મ્હારા આતમ-સરોવર ઘાટ, હવે તો હરિ !આવોને.”

“ હવે તો હરિ આવોને”માં મહત્વનો શબ્દ “હવે તો” છે. હવે હદ થઇ ગઇ. હવે તમારે પ્રગટ થવું જ જોઇએ. તમારું પ્રગટ થવું એટલે પાપનું અદૃશ્ય થવું.પાપનો નાશ થવો,વિશ્વનું કલ્યાણ થવું. અમે તો વૃજની અભણ ગોપીઓ છીએ.અમારી સાથે આટલી બધી કનડગત શાને? અમારી માત્ર આસક્તિ નથી ,પ્રીતિપૂર્ણ ભક્તિ છે અને ભક્તિપૂર્ણ પ્રીતિ છે.
ઇશ્વરની પ્રાગટ્યની ત્રણ પ્રકારની લીલા હોયછે એમ કહેવાય છે, પ્રગટ,અપ્રગટ અને પ્રગટાપ્રગટ .અવતારરૂપે એ આવેછે ત્યારે આમ પ્રગટ હોયછે.પણ અવતારી પુરુષ છે એવી ભાગ્યે જ બીજાને પણ બીજાને પણ ખબર પડે છે,તમારા પ્રગટ થવાથી જડ અને ચેતન બધામાં ચૈતન્યનો અભૂતપૂર્વ સંચાર થાય છે. તમે તો સંચિત પુણ્યના ફળ જેવા છો. તમે અમને ઔષધ આપો. ગોપીઓ ક્યારેક તમે કહેછે, ક્યારેક તું કહેછે .બન્ને રીતે સંબોધવાનો એનો અધિકાર છે. તમે જ એકમાત્ર અમારી સ્પૃહા છો. ગોપીઓને રોગ થયોછે, હૃદયરોગ થયો છે એમાં દવા તો બહાનું છે. એમને દવાની નહીં વૈદની જરૂર છે,અને ઔષધમાં તો એક જ ઔષધ છે—અધર સુધારસ.હકીકતમાં કૃષ્ણતો પ્રાણાધાર છે. પ્રાણાધાર હોવા છતાં યે એ નીકળી ગયાછે.,દૂર થઇ ગયા છે,ક્યાંય દેખાતા જ નથી.જીવનમાં તો શરીરમાંથી જીવ નીકળી જાય તો શરીર શબ થઇ જાય અને છતાં યે પ્રાણ વિના પણ આ ગોપીઓ જીવી રહી છે એમાં આશ્ચર્ય અને આઘાત બન્ને છે,એમાં દાસીભાવ, સખીભાવ, પત્નિભાવ, ચરણકમળ અને શરણકમળને સેવનારીઓ છે..,કૃષ્ણને માટે થતી એક એક ઇચ્છા એ ગોપી છે.અને આ ઇચ્છાપૂર્તિ કરવાનો અધિકાર અન્ય કોઇને નહીં પણ કેવળ કૃષ્ણનો છે. કૃષ્ણનું સ્થાન તો ગોપીના મનની મુલાયમ શૈય્યા પર છે. ગોપી અહીં કૃષ્ણને સ્વજન તરીકે સંબોધે છે. સ્વજન કહેવામાં પણ એક જુદો સંકેત તો છે.સ્વજન એટલે આત્મીયતાની પરાકાષ્ઠા.ગોપી સ્વકીયા છે,પરકીયા નથી. સંયોગ એજ અમારી ઔષધિ છે. ગોપીની વાણી પણ એક પ્રકારની ધેનુકા છે.કહેવાય છે કે વાચમ્ ધેનુમુપાસીત વાણીની ઉપાસના ધેનુરૂપે થાય છે. આમ તો ધેનુની પાછળ પાછળ ફર્યા કરે છે,તો અમારી વાણીની ધેનુને કેમ અવગણે છે? ધેનુના ચાર આંચળ હોય છે. અનુરાગપૂર્ણ અમારી વાણીમાં હરીભરી આદ્રતા છે. આજીજી, અને કાકલૂદી છે. ગાયના ચાર આંચળમાંથી દૂધની ધાર વછૂટે છે,તો અમારી વાણીની ધેનુમાંથી પણ ચાર તત્વો પ્રગટ થવાં જ જોઇએ,તું જ અને તારા પુરુષાર્થથી ધર્મ, અર્થ,કામ અને મોક્ષ આપ.
તારા માટેની સ્પૃહા એટલી બધી છે કે ક્યારેક તો મને લાગે છે કે હું પોતે જ કૃષ્ણછું, પ્રત્યેક ગોપીની આ ભાવ પરાકાષ્ઠા છે, હું પોતે જ રાધા છું.રાધા ગોપીઓમાં અતિશ્રેષ્ઠ છે, એમ પણ ઉક્તિ છે : આત્મૈવ રાધિકા પ્રોક્તા. ચિત્રકાર માટે એમ કહેવાય છે કે ઉત્તમ કક્ષાનો ચિત્રકાર એ છે કે જો એણે ઝાડ દોરવું હોય તો એ ઝાડને એટલી હદે પોતાની આંખમાં અને અંતરમાં ઉતારી લે છે કે એક ક્ષણ એમ થાય કે એ પોતે જ વૃક્ષ છે.આપણા કવિ ઉમાશંકર જોશીએ એક કાવ્યને અંતે લખ્યું છે તે જોવા જેવું છે.

“બે ના બે ! એકત્વ બન્નેનું પૂર્ણ અન્ય એ એકમાં !
પ્રત્યેક પૂરેપુરું એક બને.
તો જ પૂરું જામે બન્નેનું એકત્વ
પ્રત્યેક જણ સાત ડગ પોતાની સાથેય તે
નહીં ચાલે ક્યારેક ક્યારેક?
આત્મા તો રાધિકા……
સાત ડગ પ્રભુની સાથે ય તે
પ્રત્યેક નહિ ચાલે શું ક્યારેક ને ક્યારેક
નવપરિણીત પેલાં
બે જે ચાલ્યાં જતાં પણે….?
ગોપીની વ્યથાનો વિસ્તાર થતો જ રહે છે એ ક્ષણે ક્ષણે ઊંડી થતી જાય છે. જેણે વેદના આપી છે એજ વેદનાનું નિવારણ કરી શકે એમ છે,કારણ સ્વયમ્ નિવારણ થઇ શ્કે એમ છે.ઇશ્વર સિવાય બીજા કોઇ વૈદ્યનો ખપ નથી. કારણ કે આ ઇશ્વર જ ભૂમિનો ભાર ઉતારનારો છે, ભવસાગરને તારનારો છે. પંક્તિ છેઃ
“ભુવો ભરાવતારકમ ભવાબ્ધિ કર્ણધારકમ્
દિને દિને નવમ્ નવમ્ નમામિ નન્દસમ્ભવમ્.

મીરાં હોય,લલ્લેશ્વરી હોય,આંડાલ હોયકે પરદેશની ઇસર ફોગલુ હોય. જ્યાં જ્યાં પરમતત્વ માટેની લાગણીની સચ્ચાઇની, ભક્તિની પરાકાષ્ઠા હોય ત્યાં ત્યાં હૃદયમાં ગોપીભાવ જ હોય.જ્યારે જ્યારે ગોપીની પરાકાષ્ઠાનો વિચાર કરું છું ત્યારે પ્રથમ તો મને બે જ વ્યક્તિઓ દેખાય છે,એક રાધા અને બીજી મીરાં.આ શ્લોકમાં કહેવાયું છે એ મીરાંએ પોતાના હૃદયને ઉકેલીને ગાયું છેઃ
“પિયા કારણ રે પીળી ભઇ રે, લોક જાણે ઘટરોગ,
છપછપલાં મેં કંઇ કરું, મોઇ પિયુને મિલન લિયો જોગ રે.
નાડીવૈદ્ય તેડાવિયા રે, પકડ ઘંઘોળે મોરી બાંહ;
એ રે પીડા પરખે નહિ, મોરે કરક કાળજાની માંહ રે.
જાઓ રે વૈદ્ય ઘરે આપને રે, મારું નામ ના લેશ;
હું રે ઘાયલ હરિ નામની રે, માઇ કેડો લઇ ઔષધ ના દેશ રે.
અધર-સુધા રસ ગાગરી રે, અધરરસ ગોરસ લેશ,
બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ફરીને અમીરસ પીવેશ રે”.

વિશે

I am young man of 77+ years

Posted in ગોપીગીત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,215 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: