ગોપીગીત,શ્લોક:11

7.41
ગોપીગીત//સુરેશ દલાલ શ્લોક:11

ચલસિ યદ્ વૃજાચ્ચારયંપશૂન્નલિનસુંદરં નાથ તે પદમ્?
શિલતૃણાંકુરૈઃ સીદતીતિ નઃ કલિલતાં મનઃ કાન્ત ગચ્છતિ.

હે નાથ ! હે કંથ ! તમારાં ચરણકમળથી પણ સુકોમળ, કમળથી પણ વિશેષ સૌંદર્યવાન, જ્યારે તમે વૃજમાંથી ગાયો ચરાવવા જાઓછો ત્યારે તમારાં ચરણોનું શું થતું હશે? પંથ પર તો કંકર,કંટક,કેટલું બધું અસહ્ય કષ્ટ હશે.તમારા દુઃખના વિચારમાત્રથી અમારું મન બેચેન થઇ જાય છે,થાય છે અમને પારાવાર દુઃખ. અતિપ્રેમ પાપશંકી
આ શ્લોકમાં ગોપી બે સંબોધનોનો ઉપયોગ કરે છે,નાથ અને કંથ.નાથ હોવા છતાંયે કૃષ્ણએ ગોપીને અનાથ કરી મૂકી.નાથ સંબોધનમાં કટાક્ષ છે. વેદનાની ધાર છે.બીજું સંબોધન કંથનું છે,સ્વામી છે,ધણીનું કામ રક્ષણ આપવાનું છે. કૃષ્ણ તો ગોપીને અરક્ષિત કરી ગયા. દુઃખ એનું જ છે કે એ પાસે આવ્યા અને દૂર વહી ગયા,પાસે જ ન આવ્યા હોત તો આ વેદનાનો કોઇ પ્રશ્ન જ ન હતો.
કોઇને પણ એમ લાગે કે ગોપીગીતમાં ક્યાંક ક્યાંક પુનરાવર્તન છે.એમ કહેવાય છે કે પ્રેમીઓને પુનરુક્તિ દોષ નથી હોતો.પ્રેમમાં આમ પણ વાતતો એક જ હોયછે,એને કહેવાની રીતો જુદી હોય. ગમે તેટલી ફ્રેમ બદલો પણ ફોટો તો એ જ રહેવાનો.જે બૌધ્ધિકો છે એને પુનરાવર્તન કઠે.જોકે ગોપીગીત માણવાનું બૌધ્ધિકોનું ઝાઝું કામ પણ નહીં. ગોપીગીત હૃદયશીલ માટે છે.સહૃદય ભાવુક માટે છે એમ કહેવાય છે કે સંગીત કદીયે બૌધ્ધિક નથી હોતું.સંગીતમાં કેવળ સૂર હોય છે,સૂર વાતાવરણઊભું કરે છે.સંગીત બૌધ્ધિક નથી એ અવગુણ નહીં પણ અતિગુણ છે. દરેક વસ્તુ બુધ્ધિથી પ્રમાણવાની ન હોય,એ હૃદયથી માણવાની હોય.મેઘધનુષ્યને આંખથી જોવાય અને ઊછળવાની ઇચ્છા થાય તો એના રંગોથી છલકાઇ જવું, પણ મેઘધનુષના રંગોનું પ્રયોગશાળામાં જઇને પૃથક્કરણ ન કરાય. ગોપીગીત એ પીંજવાની કે ચૂંથવાની વસ્તુ નથી.એ તો મોકળે મને માણવાની કવિતા છે. ટાગોરનું એક વાક્ય યાદ આવે છે : મૂળ વાત એ છે કે અંતરના અંતઃપુરમાં જે ચાલી રહ્યું છે તેની ખબર ઘણીવાર બુધ્ધિના પ્રદેશમાં પહોંચતી નથી. આ શ્લોકમાં અર્થની અનેક છટાઓ છે. અનેક ઝાંય છે, જે કૃષ્ણના પગ આટલા કોમળ હોય એ કૃષ્ણ પોતાના પગ પ્રત્યે આટલો કઠોર હોય, એ ગોપીના કોમળ હૃદયનું શું ધ્યાન રાખવાનો? એને કમળની ઉપમા આપી છે એ પણ સમજવા જેવી છે. કમળ કાદવમાંથી જન્મે છે અને જળમાં રહીને પણ જળથી અલિપ્ત રહે છે. કાદવમાં રહેવું છતાં કાદવથી પર રહેવું,ગાયોની પાછળ ફરવું અને ધૂળથી મલિનથવું.ગોપીઓને પ્રેમઘેલી કરવી અને છતાં ગોપીઓથી અલિપ્ત રહેવું.ગોપી ગોપી છે. કંઇ પૂતના નથી કે એને હણી શકાય. પણ જેણે પૂતનાને ન છોડી, એ ગોપીની શું તમા કરવાનો હતો?ગાયને માટે એને ગમે એટલો પ્રેમ હોય પણ છેવટે તો ગાય પશુ છે. પશુની પાછળ દોડવામાં શું અર્થ છે એ જ સમજાતું નથી.પશુને કાંઇ સીધી વાટ કે કાંકરિયાળો રસ્તો, એનો કોઇ ભેદ નથી હોતો. જ્યાં પશુ જાય ત્યાં કૃષ્ણ પાછળ પાછળ જાય. એમાં પશુની અને કૃષ્ણની, બન્નેની વિવેકશૂન્યતા છે. અમે તો કૃષ્ણને સામે ચાલીને, જો હાજર હોયતો આંખમાં આંખ મિલાવીને દૃષ્ટિમાં દૃષ્ટિ રોપીને માન-મલાજો મર્યાદાને લોપી દઇને ખુલ્લેખુલ્લી વાત કરીએ છીએ. સન્મુખ હોઇએ છીએ,પશુની જેમ પીઠ નથી બતાવતા.
કૃષ્ણને પોતાની પડી હોય કે ન પડી હોય પણ અમને કૃષ્ણની ભારે ચિંતા છે. અમારું મન ડહોળાઇ જાયછે. ચિંતાથી,શંકાથી,આશંકાથી. કહેવાય છે કે અતિસ્નેહી પાપશંકી, અમને એ જ્યાં જાય ત્યાં એક જ વિચાર આવેછે કે કૃષ્ણને કશું થશે તો નહીં ને? શા માટે એણે કાંટાળા પંથે ચાલવું જોઇએ.અમે અધીરાં થઇ જઇએ છીએ અને પ્રેમમાં ધીરજનું નામ તો હોતું જ નથી. મનમાં સતત કલહ થયા કરેછે.શા માટે કૃષ્ણએ પશુની પાછળ ભટકવું જોઇએ? શુંપશુઓનું મહત્વ અમારાં કરતાં વધારે?એની વાંસળી સાંભળીને અમે પાછળ પાછળ દોડીએ છીએ.
આપણે સહેજ વિચાર કરીએ. પ્રેમ લૌકિક હોય કે અલૌકિક ,પ્રેમમાં અનેક ભાવો હોય છે.એક તો માલિકીભાવ.. કૃષ્ણ અમારો એટલે અમારો .અમારા સિવાય કૃષ્ણ કોઇનો નહીં .ગોપીઓને ગાયની ઇર્ષા આવે એ પણ ગોપીના પ્રણયની પરાકાષ્ઠા છે. પ્રેમ હોય ત્યાં ઇર્ષા શાંત હોય જ. હરીંદ્ર દવે કહેછે એમ “પ્રણય પણ ક્યાં રહેછે ,જે પળે શંકા નથી હોતી !” ગોપીને અસહ્ય છે કૃષ્ણનું જવું.કૃષ્ણ ગયા એ સહન નથી થતું.આ અસહ્ય પરિસ્થિતિને ગોપી જુદી જુદી રીતે વાચા આપેછે. એક અર્થ એવો પણ છે કે કૃષ્ણ ગાયો ચરાવવા જાય ત્યારે શું સીધા સીધા ગાયની પાછળ જ દોડતા હશે?એ તો નટખટ છે. તોફાની છે. ક્યાંય જંપીને બેસે એવા નથી. રસ્તામાં જે વનલતાઓ આવે એને પણ એ ભેટ્યા વિના નહીં રહી શક્યા હોય . જ્તાં જ્તાં રસ્તામાં જો વનલતાને આટલું વરદાન આપી શકે તો પછી ગોપીઓને આશ્લેષ અને આલિંગનથી કંઇ વંચિત રાખી શકે? બધાનું સમાધાન હોયછે.શંકાનું સમાધાન નથી હોતું. એકવાર શંકા મનમાં પ્રવેશી પછી ક્યાંય તેનો અંત નથી હોતો. સાચાખોટા અનેક વિચાર આવે ,ગોપી ઊંડેઊંડે એમ પણ કહેછે કે ગાયોની પાછળજવું એ તો બહાર દેખાડવાનું બહાનું છે. ગાયોને આગળ કરીને અને એની પાછળ જઇ જઇને કૃષ્ણની ઇચ્છા તો કોઇ અન્ય બડભાગી સ્ત્રી સાથે સંબંધ માણવાની છે.શંકા માણસને ક્યાં સુધી લઇ જાયછે! કૃષ્ણના મનમાં આવું કશું હોય કે ન હોય, પણ ગોપીના મનમાં છે જ. આવી બધી વૃત્તિઓ પાછળ છેવટે તો પ્રેમનો અતિરેક પોતાનો ભાવ અને ભાગ ભજવે છે. ગોપીની શંકા અને ચિંતાની લાગણીને ગીતમાં આ રીતે પ્રગટ કરી શકાય.:
હું તો તારી ચિંતામાં કંતાઇ રહી રે,
મારાં આંસુની પાછળ સંતાઇ રહીરે.
તારા તે રસ્તામાં કંકર ને કંટક છે,
ધાર્યા, અણધાર્યા કંઇ કેટલાં યે સંકટ છે.

તારી નિકટ છું એટલે હું નંખાઇ ગઇ રે
હું તો તારી ચિંતામાં કંતાઇ રહીરે.

કોમળ તવ અંગ અને તડકાનાં તીર છે,
તારું શું થાશે?-મારાં પ્રશ્નો અધીર છે.
હું તો શંકાથી પળેપળ પીંજાઇ રહી રે.
મારાં આંસુની પાછળ સંતાઇ રહી રે.

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
One comment on “ગોપીગીત,શ્લોક:11
 1. pragnaju કહે છે:

  હું તો તારી ચિંતામાં કંતાઇ રહી રે,
  મારાં આંસુની પાછળ સંતાઇ રહીરે.
  તારા તે રસ્તામાં કંકર ને કંટક છે,
  ધાર્યા, અણધાર્યા કંઇ કેટલાં યે સંકટ છે.
  ખૂબ સુંદર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 354,149 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: