ગોપીગીત શ્લોક:4

26મી ઑગષ્ટ 2008
ગોપીગીત//સુરેશ દલાલ
શ્લોક:4
ન ખલુ ગોપિકાનન્દનો ભવાનખિલદેહિનામંતરાત્મદ્ક.
વિરવનસાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયિવાન સાત્વતાં કુલે.

તમે માત્ર યશોદાના પુત્ર છો એટલું જ નથી. તમે માત્ર યશોદાનન્દન નથી,પણ વિશ્વની રક્ષા કરવા માટે બ્રહ્માની પ્રાર્થનાથી તમે યદુવંશમાં પ્રગટેલા અવતાર છો.તમે સમસ્ત શરીરધારકોના હૃદયમાં વસો છો. સૌના અંતઃકરણના સાક્ષી છો.

પ્રભુ! તમારી પ્રિયતમા હું

કૃષ્ણ અદૃશ્ય થયા, એમનું આ રીતે અદૃશ્ય થવું એની પાછળ કોઇક તાત્ત્વિક અને સાત્ત્વિક હેતુ હતો. જે કૃષ્ણ કાલી નાગને નાથી શકે તે કૃષ્ણગોપીઓના અહમના વિષનાગને પણ નાથી શકે. અહમ જેવું કોઇ જીવલેણ વિષ નથી. હવે તો કૃષ્ણ અમારો છે,અમારે કોની પરવા? એવો જે ગોપીઓમાં અહમ પ્રગટ્યો એને કારણે પ્રિયતમ પ્રભુ અદૃશ્ય થઇ ગયા.આમ પણ જીવનમાં જો અહમ્ જગ્યા રોકે તો પ્રેમને ઊભા રહેવાનું પણ સ્થાન નથી મળતું.જ્યાં અહમ્ હોય ત્યાં પ્રેમ ન હોય અને જ્યાં પ્રેમ હોય ત્યાં અહમ્ ન હોય.વૃજ હરિયાળું હતું કારણકે હરિ હતા,અહમ્ બધું જ ઉજ્જડ કરી શકે છે. હૃદયના તમામ કોમળ ભાવો આપમેળે નષ્ટ થાય છે,અહમ્ આવે એટલે નમ્રતા ચાલી જાય.દયા, અનુકંપા કશું રહે નહીં.જ્યાં જ્યાં પ્રેમ હોય,નમ્રતા હોય, દયા અનુકંપા અને કરુણા હોય.સર્વસમર્પણની ભાવના હોય ત્યાં ત્યાં વૃજભૂમિ જ હોઇ શકે. જ્યાં સુધી અહમ્ ની આહુતિ અપાતી નથી ત્યાં સુધી પ્રેમ પ્રગટ થતો નથી.
ગોપીઓ કૃષ્ણને પગથી માથા સુધી ઓળખે છે. એના અનંત ઉપકારની એટલે તો સ્તુતિ કરે છે, એના ગુણગાન ગાય છે અને કીર્તન કરે છે. ગોપીઓને કૃષ્ણ સાથે કેવળ ઉપરછલ્લી ઓળખાણ નથી,કૃષ્ણ સાથે આત્મિયભાવ છે.ગોપીઓ બધું જ જાણે છે.ગોપીઓ બધું જ જાણે છે. કૃષ્ણ કોણ છે અને શું શું કરી શકે છે ,તેમજ કૃષ્ણનો અવતાર શા માટે છે ,ઓળખવું અને જાણવું એ એક વાત છે અને સમગ્ર વ્યક્તિત્વને એની તમામ અખિલાઇ માં પામવું એ બીજી વાત છે .ગોપીઓ જ્ઞાની નથી પણ પ્રિયતમા છે.જ્ઞાનથી તમે જે જાણો તેની એક હદ હોય છે. જ્ઞાનની એક સીમા છે.પ્રેમને કોઇ સીમા નક્થી. પ્રેમ અસીમ છે. પ્રેમને હદ નથી.પ્રેમ અનહદ છે. આ અનહદને કારણે ગોપીપ બૃહદ જાણે છે,બૃહદને માણે છે , અને જાણવા છતાં યે ખબર ન પડે એમ તેમના મનમાં અભિમાનના અસુરો-રાક્ષસો પ્રગટ્યા છે. આ અભિમાનનો સંહાર થાય તો જ એનો અર્થ. અભિમાન માણસને વિવેકશૂન્ય કરી મૂકે છે. અહમ્ હંમેશાં આડો આવે.અહમ્ સ્વભાવે જિદ્દી અને જક્કી હોય છે.પ્રિયકાંત મણિયારની અહમ્ વિશેનીપંક્તિઓ જોવા જેવી છે.

ત્રાસી ગયોછું હું,
અજબ છે આ એક મારો હું,
રહ્યો મારી મહીં,
મૂજને કદી મૂકે નહીં.
એ જડ અને મક્કમ કશા તે વૃક્ષ સરખો,
જ્યાં ઊગ્યો તે ત્યાં જ ઊભો,
નિજની જગા બદલે નહીં.

તમે કેવળ યશોદાના પુત્ર નથી એમ કહેછે ત્યારે એમાં અનેક ભાવ છે.તમે યશોદાના પુત્રથી પણ કંઇક વિશેષ છો, તમે યશોદાનાપુત્ર નથી પણ અમારા પ્રિયતમ છો, તમે અમારી રક્ષા કરી એ વાત સાચી પણ તમારો જન્માઅખાવિશ્વની રક્ષા માટે થયો છે.પ્રેમ કરવો એ અમારો સ્વધર્મ છે. રક્ષણ કરવું એ તમારો સ્વધર્મ છે, પ્રેમ માટે આકર્ષણ ન હોય એવું જગતમાં ભાગ્યે જ બને.આકર્ષણ એ પ્રેમનું પ્રથમ પગથિયું છે, પણ પ્રથમ પગથિયે બેસી ન પડાય. કેવળ આકર્ષણમાંઆળોટિયે તો એ સ્થૂળ આસક્તિ થાય. આસક્તિમાંથી ભક્તિ તરફ જવાનો રસ્તો એ એકમાત્ર પ્રેમ જ છે. અમે આ જ રસ્તે છીએ,અમે પ્રેમ પંથના પ્રવાસી છીએ અને એનાં જ પિયાસી છીએ.જ્ઞાનીઓ ભલે માને કે તમે બ્રહ્માની પ્રાર્થનાથી પ્રગટ્યા પણ અમે તો એમ જ માનીએ છીએ કે તમે અમારા પ્રેમને કારણે અમારા હૃદયમાં છો. એટલા માટે તો અમે તમને અંતર્યામી કહીએ છીએ.તમે અંતર્યામી હો તો તમારા વિના અમારી શું સ્થિતિ છે એ જાણ્યા વિના કેમ રહી શકો? અમારી પ્રેમની અનુભૂતિની ત્મને જો એકવાર પણ પ્રતીતિ થાય તો તમે અહીં આવીને અમારા આંસુ લૂછી શકો, અમે તમારા પૌરુષની પરાક્રમગાથાઓ ગાઇએ છીએ,પણ એ ગાથા પાછળ પણ અમારી એક વ્યથા છુપાયેલી છે. તમે અમને છોડ્યા છે પણ અમને તરછોડ્યા નથી.અમારી કોઇ ભૂલચૂક થઇ હોય તો માફ કરવાની તમારી પાસે ઉદારતા હોવી જોઇએ. અમને સમજાય કે ન સમજાય તો પણ અમે અમારી ભૂલ કબૂલ કરવા તૈયાર છીએ, તમે અમને શિક્ષા આપો પણ આટલી આકરી નહીં. બધું સહન થાય,તમારું અદર્શન સહન ન થાય.અન્ન વિના રહી શકીએ, ઉજાગરો પણ સહન કરી શકીએ. ગમે તે પ્રકારના દેહદમન સહન થાય પણ જીવથી તમારો વિરહ કેમે કરીને સહન થતો નથી. તમે અમને બધાથી ઉગારી શક્યા તો તમારાથી જ તમે અમને કેમ તારી શકતા નથી. તમે અચાનક આટલા ક્રૂર કેમ થઇ શક્યા? તમે અમારાથી આટલા દૂર કેમ જઇ શક્યા?અમને તો તમારા આકાર સાથે પારાવાર નિસબત છે.

તમે નિરાકાર થાઓ એમાં અમને રસ નથી.આકારરૂપે પણ તમે જ છો અને નિરાકાર રૂપે પણ તમે જ છો .આ બધું અમે જણીએ છીએ પણ પ્રેમમાં કોઇનું જાણપણું કે શાણપણ ક્યારેય પૂર્ણપણે કામમાં નથી આવતું.નિરાકાર સાથે નાતો બાંધવાનું કામ જ્ઞાનીઓનું છે, અમે સ્વીકારીએ છીએ કે અમે જ્ઞાનીઓ નથી. અમે કેવળ તમારી પ્રિયતમા છીએ.તમે ગયા અવતારમાં રામ હો કે આ અવતારમાં શ્યામ હો, તમે કોઇપણ અવતારમાં કોઇપણ રૂપે હો, અમારું તો એક જ સ્વરૂપ –તમારી પ્રિયતમાનું–
પ્રભુ ! તમારી પ્રિયતમા હું, દેવ તમારી દાસી.
સાંવરિયાની રાધિકા ને મીરાં જનમપિયાસી.
રામ ! તમારું ધનુષ્ય છું, રામ તમારું તીર.
રામ ! તમારી આંખો વચ્ચે છું હું નજરું થીર.

પંથ નિરંતર જોયા કરતી આંખો આ ઉપવાસી
પ્રભુ ! તમારી પ્રિયતમા હું, દેવ તમારી દાસી.
શિવ ! તમારી ઉમા છું હું,
જનમજનમના ડૂમા છું હું
. તમે તરુવર,હું છું તુલસી,
તમે ઉપવન ને હું વનવાસી,
પ્રભુ !તમારી પ્રિયતમા હું, દેવ તમારી દાસી.

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,400 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: