ધણ રે બોલે ને../ઝવેરચંદ મેઘાણી

28મી ઓગષ્ટે ઝવેરચંદ મેઘાણીનો જન્મ દિવસ છે તે નિમિત્તે

ધણ રે બોલે ને—//ઝવેરચંદ મેઘાણી
(ઢાળ: ભજનનો)
ધણ રે બોલે ને એરણ સાંભળે હો…જી:
બંધુડો બોલે ને બેનડ સાંભળે હો….જી.
એજી સાંભળે વેદનાની વાત–
વેણે રે વેણે હો સત-ફૂલડાં ઝરે હો…જી.
બહુ દિન ઘડી રે તરવાર,
ઘડી કાંઇ તોપું ને મનવાર;
પાંચ-સાત શૂરાના જયકાર
કાજ ખૂબ ખેલાણા સંહાર:
હો એરણ બેની!—ધણ રે બોલે ને 0
પોકારે પૃથ્વીના કણ કણ કારમા હો… જી
પોકારે પાણીડાં પારવારનાં હો….જી.
જળ-થળ પોકારે થરથરી:
કબરુંની જગ્યા રહી નવ જરી;
ભીંસોભીંસ ખાંભિયું ખૂબ ભરી,
હાય,તોય તોપું રહી નવ ચરી:
હો એરણ બેની! –ધણ રે બોલે ને 0
ભઠ્ઠિયું જલે રે બળતા પો’રની હો…જી.
ધમણ્યું ધમે રે ધખતાપો’રની હો…જી.
ખન ખન અંગારે ઓરાણા,
કસબી ને કારીગર ભરખાણા;
ક્રોડ નરજીવંતા બફાણા–
તોય પૂરા રોટા નવ શેકાણા:
હો એરણ બેની!—ધણ રે બોલે ને0
હથોડા પડે રે આજ જેના હાથના હો…જી.
તનડાં તૂટે રે આજ જેની કાયનાં હો…જી.
સોઇ નર હાંફીને આજ ઊભો,
ઘટડામાં ઘડે એક મનસૂબો:
બાળ મારાં માગે અન્ન કેરી દેગ;
દેવે કોણ—દાતરડું કે તેગ?
હો એરણ બેની!—ધણ રે બોલે ને.
આજુથી નવેલાં ઘડતર માંડવાં હો…જી:
ખડગખાંડાંને કણ કણ ખાંડવાં હો…જી.
ખાંડી ખાંડી ઘડો હળ કેરા સાજ!
ઝીણી રૂડી દાતરડીનાં રાજ,
આજ ખંડ ખંડમાં મંડાય,
એણી પેરે આપણ તેડાં થાય:
હો એરણબેની!—ધણ રે બોલે ને.
ઘડો હો બાળક કેરાં ઘોડિયાંહો…જી.
ઘડો હો વિયાતલ નારના ઢોલિયા હો…જી
ભાઇ મારા! ગાળીને તોપગોળા,
ઘડો સૂઇ-મોચીના સંચ બો’ળા;
ઘડો રાંક રેંટુડાની આરો,
ઘડો દેવ- તંબૂરાના તારો:
હો એરણબેની! –ધણ રે બોલે ને.
ભાંગો, હો ભાંગો, હો રથ રણજોધના હો..જી:
પાવળડાં ઘડો, હો છોરુડાંનાં દૂધ્નાં હો…જી.
ભાઇ મારા લુવારી!ભડ રે’જે,
આજ છેલ્લી વેળાના ઘાવ દેજે;
ઘાયે ઘાયે સંભાર્યે ઘટડામાં,
ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાં:
હો એરણબેની—ધણ રે બોલે ને.

**1932. ‘ફૂલછાબ’ માટે રચાયું હતું.ભજનના ઢાળમાં નિઃશસ્ત્રીકરણનો વિષય ઉતાર્યો છે. ‘જેસલ કરી લે વિચાર’ નામે ભજનના જોશીલા આંતરાનો ઢાળ બેસાડ્યો છે.

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: