ચારણ-કન્યા/ઝવેરચંદ મેઘાણી

ચારણ-કન્યા//ઝવેરચંદ મેઘાણી
સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે ! વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે ઝાડતણાં પાંદડલાં કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌ એ કાંપે આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગીબીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે!
ડુંગર જાણે ડાચા ફાડે!
જોગી જાણે ગુફા ઉઘાડે!
જમરાજાનું દ્વાર ઉઘાડે!
પૃથ્વીનું પાતાળ ઉઘાડે!
બરછી સરખા દાંત બતાવે
લસ! લસ! કરતી જીભ ઝુલાવે.
બહાદરઊઠે!

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે

બરછી ભાલે કાઠી ઊઠે
ઘરઘરમાંથી માટી ઊઠે

ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઇ ઘરનારી ઊઠે

ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે

માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે
ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે!
ગીરના કુત્તા ઊભો રે’જે!
કાયર દુત્તા ઊભો રે’જે!
પેટભરા ! તું ઊભો રે’જે!
ભૂખમરા ! તું ઊભો રે’જે!

ચોર-લૂંટારા ઊભો રે’જે!
ગા-ગોઝારા ઊભો રે’જે!
ચારણ—કન્યા !
ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડિયાળી ચારણ કન્યા શ્વેતસુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ—કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા જગદંબા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા
ભયથી ભાગ્યો
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો!
**1928 ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઇનામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો.
“તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”
દુલા કાગ

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
82 comments on “ચારણ-કન્યા/ઝવેરચંદ મેઘાણી
  1. pragnaju કહે છે:

    ફરી વાંચી ફરી આનંદ થયો

  2. Purshottamdas Patel કહે છે:

    bahuj saras, charan kanya na sahsne hu bidrau chhu.

  3. Saifuddin કહે છે:

    Only Zaverchand Meghani can write like this.

    Really too good

  4. Saifuddin કહે છે:

    Upendra Trivedi presented this poem very nicely.

    Once I had heard in a TV/radio programme

    Meghani bhai was best author

  5. Raningbhai કહે છે:

    varso pahela a kavita bhanvama avati avu sahitya to meghani ane dula kag sivay koini takat nathi koi goti sake

  6. ishwar gala કહે છે:

    TIS VARAS PAHELA A KAVITA VACHI HATI AJE PHARITHI VACHINE ANAD THAYO

  7. hiren d.chovatiya કહે છે:

    kalpna karta ange ang ma dhrujari uttpann karti kavita

  8. Gurudev Singh કહે છે:

    I love this poem by Zaverchand Meghani, specially when sung in Gujarati style in dayro,

    I am Sikh but Proud to be Gujarati..

    and loved to hear when friends say me “Gujarti Sardar”

    JAY JAY GARVI GUJARAT

  9. Taslim Aarif કહે છે:

    My fevrit kavi zaverchand Meghani
    V LOVE YOU MEGHANI

  10. jigar s patel કહે છે:

    I love this poem by Zaverchand Meghani, specially when sung in Gujarati style in dayro,

    I am Sikh but Proud to be Gujarati..

    and loved to hear when friends say me “Gujarti Sardar”

    JAY JAY GARVI GUJARAT

  11. Rameshgiri Goswami કહે છે:

    ફરી વાંચી ફરી આનંદ થયો
    Jay Bavishi Mataji
    Kotada Bavishi PIN.360530

  12. Rameshgiri Goswami કહે છે:

    Jay Bavishi Mataji
    Kotada Bavishi PIN.360530

  13. Rameshgiri Goswami કહે છે:

    VAH VAH ZAVERCAND MEGHANI CHARN KANYA GIT AEK SHORAY GIT CHE ‘BHARAT MA AAVI KANYA JANAM LETO KOI NI HIMANT NATHI KE SHAME JOVE ?:

  14. Jayendra R Paleja કહે છે:

    Reasing no enough.should play all the articals

  15. Jayendra R Paleja કહે છે:

    Only reading is not enough should play all the articals

  16. […] ચૌદ વરસની ચારણ કન્યા – ઝવેરચંદ મેઘાણી By અમિત, on April 2nd, 2010 in કાવ્ય , ઝવેરચંદ મેઘાણી , ટહુકો , દોહા | ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો. “તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.” દુલા કાગ (આભાર – gopalparekh.wordpress.com) […]

  17. Dr.j.m.chaudhari કહે છે:

    charan kanya kavita varnvar gavanu man thay che.

  18. kalpesh modasiya કહે છે:

    ખરે ખર આજે ઘણા બધા વર્ષો પછી આ કાવ્ય જોઈ ખુબ આનંદ થયો………..

    તમારો ખુબ ખુબ આભાર…………

  19. dhaval makwana કહે છે:

    ketlay vars junu balpan yad avyu…..

  20. lamba dharmesh laxmanbhai કહે છે:

    “real proud of gujarat”

  21. lamba dharmesh laxmanbhai કહે છે:

    the real proud of gujarat

  22. dr ashok jagani કહે છે:

    જયારે હું ચોથા ધોરણ માં ભણતો ત્યારે આ કવિતા એક થી બે શ્વાસ માં પૂરી કરતો . હમણાં બે દિવસ પહેલ જ ડાયરામાં આ કવિતા સંભાળવા મળી અને આનંદ થયો .

  23. Anjana કહે છે:

    I want poem by Zaverchand Meghani
    “Aapna gadvaiya bandhav aapne”
    Please will you find it for me and mail me any link for it?

    Thanking you
    Anjana

    • Rajesh Bandhiya કહે છે:

      — આપણા ઘડવૈયા બાંધવ ! આપણે. —

      આપણે આવળ બાવળ બોરડી,

      કેસરઘોળ્યા ગલના ગોટા જી;

      હલકાં તો પારેવાંની પાંખથી

      મ્હાદેવથીયે પણ મોટાજી,

      આપણા ઘડવૈયા બાંધવ ! આપણે.

      કોઈ તો રચે છે વેળુ છીપથી,

      કોઈ તો જળને હિલ્લોળ જી;

      મરજીવો ઊતરે મ્હેરામણે,

      માથા સાટે મોતી-મોલ જી.

      નજરું ખૂંપી છે જેની ભોંયમાં,

      સામે પૂર એ શું ધાય જી !

      અધીરા ઘટડાનો ઘોડો થનગને,

      અણદીઠ ઓરું એને પાય જી.

      બેઠેલાનું બેઠું રહે વિમાસણે,

      વેળા જુએ નહિ વાટ જી;

      ઝાઝેરો ઝૂક્યો છે આંબો સાખથી,

      વેડે તેને આવે હાથ જી.

      પંડની પેટીમાં પારસ છે પડ્યો,

      ફૂટલાં ફૂટે છે કરંમ જી.

      વાવરી જાણે તે બડભાગિયો,

      ઝળહળ એના રે ભવંન જી.

  24. Sunil કહે છે:

    ઝવેરચંદ મેઘાણીની રચનાઓ સાંભળતા જ સૂતેલો માણસ પણ જાગી જાય,
    બેઠેલું હૃદય પણ પાછું ચાલું થઇ જાય, ને
    મનનો મુંઝાયેલો મોરલો પણ ફરી પાછો ટહુકવા લાગે.

    મેં પહેલી વખત (online) આ ગીત ને ટહુકો.કોમ પર સાંભળ્યું હતું.એમની લગભગ બધી જ કૃતિઓ જુદા જુદા અવાજમાં સાંભળવા માટે Jhaverchandmeghani.com ની મુલાકાત લેવી જરૂરી છે.

    -સુનીલ

  25. Acharya Harikrushna કહે છે:

    Very Nice poem in my childhood this poem was in Gujarati Text. I searched and found.
    Thanks a lot Gopal Parekh, Khub Khob dhanayavad

  26. Acharya Harikrushna કહે છે:

    Gujarati Matao, Adhunik Mammio, tamara nana nana bhoolkao mate english science fiction karata avi kavitao vanchavo

  27. હર હંમેશ જોબનવંતુ કાવ્ય…બાપુ! મેઘાણી સાહેબની ચારણ કન્યા ક્યારેય ઘરડી થાવાની નથ…

  28. mrudula parekjh કહે છે:

    great… charan kanya…nitin devka came to usa and he sang this po

  29. vaghela.indrajitsinh કહે છે:

    aapna desh ni vir virngna o ne lakh lakh lakh var pranam

    jay mataji

    jay bhavani

  30. mhenrabhai d. vasani કહે છે:

    charan kanya vanchavani manavani ghana time thi ieachha hati aj aa iencha puri thai ghano anand thayo

  31. suraj કહે છે:

    I AM HAPYY FOR READ IT.

  32. ashvin કહે છે:

    i love this my drime men at -javercand meghani .i an happy this web site meet

  33. ashvin કહે છે:

    mane bahu khushi thay hu balpan thij javerchand meghani dada no fen chu

  34. ashvin કહે છે:

    mane rasdhar vashi che te vachi mane saurath ni hishtri vishe mane bahu janva maliyu

  35. GOVIND SUTARIYA HIMMATNAGAR કહે છે:

    MANE ZAVERCHAND MEGHANI NI AA RASDAR RACHANA KHUBJ GAMI HATI AAJTHI 32 VARSH PAHELA BHANEL AA RACHANA AAJ PAN YAD SE AENE KAI RITE GAVI TE PAN YAD CHHE

  36. SWATI PRAJAPATI કહે છે:

    AA RACNA AAPNA RUVADA UBHA KARI DESE.AEK 14 VARSH NI CHARAN KANY DANG LAI SINH PACHAD PADE CHHE ANE POTI MAEI GAYELI VACHHARDI NE KHAVA DETI NATHI AANU CHOTDAR VARNAN MEGHNI AE KAREL CHHE………………..

  37. jignesh કહે છે:

    kharekhar bov anand thayo vachine.. .

  38. readsetu કહે છે:

    આ કવિતા જેટલી વાર વાંચીએ એટલી વાર નસોમાં લોહી ઉછાળા મારવા માંડે !!

    લતા હિરાણી

  39. Bhavin Parikh કહે છે:

    Thank you very much for sharing this poem. I was in 4th grade when we used to sing this real loud and today I am 40 and I still read this real loud and absolutely enjoyed it.

  40. Amit birari કહે છે:

    આજની નારી એ ચારન કન્યા જેવી બનવા ની આવશ્યકતા છે.

  41. ramanuj darshan કહે છે:

    suna samdar ni pale kavita mukva vinanti

  42. Reena Kathrotiya કહે છે:

    sache aa kavita jetli var vachye telti var badhi j naso ma charan knya jovu lohi uchhadva lage chhe….
    .

  43. dbsuthar કહે છે:

    બીજી કોઈ કવિતા હોય તો મૂકજો…meghani

  44. Nikunj Zinzuwadiya કહે છે:

    Its so nice to lisson
    Proud to be a kathiyawadi like javerchand meghani

  45. nikunj j d કહે છે:

    woww nanpan na school na divso ni yad aavigay .

  46. Rajendra Luhar કહે છે:

    Keva Hata E Balpan na Divaso Sav Bindast….Visarai Gayu Badhu Buddhi Avyani Satho-Sath…

  47. JAYDEEP MANUBHAI VARIYA કહે છે:

    ITS A INCREDIBLE POET….

  48. SURESH KAPADIA કહે છે:

    Dear Friends , AVA HATA DESH NA SAPUTO JENU KOI MULYA NATHI JEO ANMOL CHE , AJ BHARAT NA SAHITYAKARO , KAVITA LEKHAKO , GADHAVI ANEK SANT PURUSHO, ANEK , MAHATMAO JE BHARAT NE CHAR CHAND LAGAVECHE , LAKO VAR TEO NE NAMAN CHE, ANE GARVA THAY CHE.

  49. Ashish Vaishnav કહે છે:

    Tme aa blog kai rite banavyo?
    Thodu margdarshan aapsho?
    Mare pn mari rachnao prakashut krvi chhe.
    So…if you tell me, I would be very grateful to you.😊

  50. gopal parekh કહે છે:

    dear ASHISH,
    my blog was designed by someone else and not me.sorry i am unable to help u
    with regards
    gopal

  51. Rahul Nanecha કહે છે:

    Really it is amazing poem of zaverchand Meghani…..it was great poet of Gujrat really I proud of him……..

  52. parth vekariya કહે છે:

    The great poem for zaverchand meghani

  53. Rekha patel કહે છે:

    Gujarati sahitya ne mutthi ma kari lidhu. Thanks.

  54. Harshali કહે છે:

    REALLY …AMAZING…

  55. Rameshchandra parekh કહે છે:

    No words for its poem
    Only take experience

  56. BLUE SKY કહે છે:

    ચાલ દિવ ! એક દિવો પ્રગટાવી એ.

  57. rupesh કહે છે:

    Aaj aa kavita vachi mane maru 25 varsh pehala nu maru bacpan yad aavi gyu.

    Khub khub aabhar

  58. SOYAB NOYDA કહે છે:

    Aaje 20 varas pachhi vaychi maja aavi gay 1998 ma std 4 ma hati

  59. Kapdi nisha કહે છે:

    We like meghani ji .charan knya is my favourite poem

  60. amitgadhavi3@gmail.com કહે છે:

    jay ho charan kanya jay mataji….

  61. thecalminganger કહે છે:

    very nice.Please share some more literature like this.

  62. દેવલ દીલીપભાઈ દવે કહે છે:

    આ school ni textbook ના હોય તો ફરી લાવો. 👌👌👍👍

  63. […] દેવલ દીલીપભાઈ દવે પર ચારણ-કન્યા/ઝવેરચંદ મેઘાણી […]

  64. સંજયકુમાર સોલંકી કહે છે:

    શ્રી ઝવેરચંન્દ્વ મેઘાણી… અને હીરાબાઈ ને પ્રણામ… 🙏🙏 હીરાબાઈ ની હિંમત આગળ બધાય ભાગે..જ…. મજા આવી ગઈ… 👌👌👌

  65. Jorubhai khachar કહે છે:

    જ્યમલ ભાઈ પરમાર કાગના પત્રો પુસ્તકમાં લખે છે કે મેઘાણી ભાઈ ખજૂરીના નેસ રૂબરૂ જઈ શક્યા નથી પણ કવિ કાગે આ વાત કરી હતી તેના આધારે આ કાવ્ય રચના કરેલ.

  66. Chahuan kinjalba કહે છે:

    દીકરીઓ ને આવા કાવ્ય રોજ સંભળાજોઈએ

Leave a reply to JAYDEEP MANUBHAI VARIYA જવાબ રદ કરો

વાચકગણ
  • 771,972 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો