ગોપી ગીત શ્લોક:3

ગોપીગીત શ્લોક:ત્રીજો

વિષજલાપ્યાદવ્યાલરાક્ષસાદ્વર્ષમારૂતાદ્વૈદ્યુતાનલાત વૃષમયાત્મજાદ્વિશ્વતો ભયાદૃષભ તે વયં રક્ષિતા મુહુઃ.—-3
હે પુરુષશ્રેષ્ઠ ! હે પુરુષોત્તમ ! યમુનાના ઝેરીલા જળથી અને એને કારણે થતાં મરણથી, અજગરના રૂપમાં અમને ખાઇ જવા આવેલા અધાસુરથી, ઇંદ્રે વૃજભૂમિનો નાશ કરવા મોકલેલા પ્રલયમેઘથી,વર્ષા,આંધી,વીજળી, દાવાનળ તેમજ વ્યોમાસુર, બકાસુર એવા અનેક રાક્ષ્સોથી અનેકવાર તમે અમારી અને વૃજની રક્ષા કરી છે. ગોપીની સ્મરણસંહિતા
ગોપી આસક્તિરૂપા છે અને ભક્તિ સ્વરૂપા છે,ગોપી એટલે કોણ?એનો સતત રહી રહીને વિચાર આવે છે અને મનમાં એક ભાવ જાગે છે. ક્યારેક જવાબ મળે છે લાગણી નામની કુંવારી કન્યા એ ગોપી છે. કન્યા છે અને કુંવારી છે એટલે કશુંક પ્રગટ રીતે જે કંઇ અને જેટલું કહ્યું છે એટલું કહી શકતી નથી અથવા કહે છે તો પણ પૂરેપુરું કહેવાતું નથી લાગણી નામની કુંવારી કન્યાને દિવ્યની તરસ લાગે, પરમાત્માની ઇચ્છા જાગે તે ગોપી. એક ગીત આપમેળે ગૂંથાતું આવે છે:
લાગણી નામની કુંવારી કન્યાને
જાગ્યા પરણવાના કોડ: નામ એણે દીધું કે એક જ રણછોડ.
લાગણી નામની કુંવારી કન્યાને
જાગ્યો પરણવાનો છંદ
એણે કીધું કે શ્યામનો સંબંધ.

લાગણી નામની કુંવારી કન્યાને
લાગ્યો પરણવાનો નાદ
એણે કીધું કે બંસરીનો સાદ.
લાગણી નામની કુંવારી કન્યાએ
લીધું પરણવાનું નામ
આંખ સામે દેખાયે શ્યામ,શ્યામ, શ્યામ. આ શ્લોકનો પહેલો શબ્દ વિષ છે,કૃષ્ણએ હંમેશાં ઝેરનું અમૃતમાં રૂપાંતર કર્યું છે,મીરાંનો ઝેરનો પ્યાલો અમૃતનો કટોરો થઇ ગયો.કૃષ્ણએ પૂતનાનું ઝેર પણ ચૂસી લીધું. કાલી નાગનું દમન કર્યું,જ્યાં કાલી નાગ રહે છે તે યમુના, યમુના શબ્દમાં પણ યમ તો છે જ.કૃષ્ણ મરણ ને મારનારા અને જીવનને આપનારા.વિષય શબ્દમાં પણ વિષ તો છે જ. ગોપીઓ કેવળ વિષયી નથી, એને તો ઇંદ્રિયો દ્વારા ઇંદ્રિયથી પર થવું છે. આપણી વિષયવૃત્તિઓ જ અનેક પ્રકારના રાક્ષસોનું અને રાક્ષસીઓનું રૂપ લે છેગોપી વિરહમાં કૃષ્ણએ કરેલા આજ લગીના અનંત ઉપકારોનું સ્મરણ કરેછે. જે કૃષ્ણ ઝેરી જળથી બચાવી શકે એને સામાન્ય પુરુષ ન કહેવાય.અને એટલે જ અહીં એને એટલે જ અહીં એને માટે પુરુષોત્તમ, શ્રેષ્ઠ પુરુષ એવો શબ્દ પ્રયોગ થયો છે.માણસ હાજરા હજૂર નથી હોતો ત્યારે જ એણે આપણે માટે જે કાંઇ ઉત્તમ કર્યું હોય એનું સ્મરણ થયા વિના રહેતું નથી. કૃષ્ણ એ અર્થમાં સંજીવની સ્વરૂપ છે. જે માણસ અનેક રાક્ષસોથી બચાવી શકે એ માણસ –ઇશ્વર—એ મહામાનવ ક્રૂર થઇને વિરહથી શું કામ વીંધે છે? જ્યારે પ્રકૃત્તિ કોપાયમાન થઇ હોય ત્યારે પણ કૃષ્ણએ વૃજનું અને ગોપીઓનું રક્ષણ કર્યું છે. આ બધું ભૂલ્યું ભુલાતું નથી. અને આમ કૃષ્ણનું અચાનક અદૃશ્ય થઇ જવું એ સમજ્યુ સમજાતું નથી.એણે પવનથી એટલે કે વાવાઝોડાથી અમને ઉગાર્યા છે,જે સ્થૂળ વાવાઝોડાથી ઉગારે એજ કૃષ્ણ, અદૃશ્ય થઇને લાગણીનું વાવાઝોડું શું કામ સર્જે છેએ વાત કેમેય કરીને ગળે ઊતરતી નથી. મરુત, વિદ્યુત અને અનલ એટલે કે આગ –આ બધી આપત્તિમાંથી કૃષ્ણનું રક્ષણ મળ્યું છે.મળી છે એની છત્રછાયા. દર્શનનો યોગ છીનવી લઇને એ એવા અંધકારમાં મૂકી ગયા કે ક્યાંય હવે કશું યે દેખાતું નથી. જોકે આંખને કૃષ્ણ સિવાય બીજા કોઇને જોવા પણ નથી. જે નિર્ભય કરી ગયા એ કૃષ્ણ આજે અમને વિરહથી ભયભીત કરી રહ્યા છે. આવા વિરહભાવથી પીડાવું અને કૃષ્ણ વિના જીવવું એના કરતાં તો મરણ બહેતર છે.એવું તે શું થયું હશે એમને ? કે એણે અમારી આવી દુર્દશા કરી,અને આજ દશા કરવાની હતી તો પછી યમુનાના ઝેરીલા જળમાં પણ મરી શક્યા હોત. સુરતક્રીડા કર્યા પછીઆ પીડા શા માટે? અજગરનો ભરડો તો હજી પણ સહનથાય પણ સ્મૃતિનો ભરડો અસહ્ય છે, આ કૃષ્ણ સમજ્યો સમજાતો નથી,ક્યારેક તારે છે, ક્યારેક ઉગારે છે. અને ક્યારેક વગર અગ્નિએ અમને બાળે છે, પ્રજાળે છે. હરિયાળું વૃજ અમારા હૃદય જેવું છે. ઉજ્જડ થઇ ગયું છે. કોઇ સ્થૂળ વર્ષાથી એ લીલુંછમ નહીં થાય. ઘનશ્યામ પોતે આવીને સ્વયં વર્સે અને અમને સ્પર્શે તો જ પાછી વૃજની ભૂમિ અને અમારું હૃદય હેમખેમ થાય. અત્યારે તો અમે એણે કરેલા ઉપકારોનું માત્ર સ્મરણ કરીએ છીએ.
શ્રીમદ ભાગવતમાં નવધા ભક્તિની વાત થઇ છે.આ નવધા ભક્તિ એટલે શ્રવણ, કીર્તન, વિષ્ણુનું સ્મરણ, પાદસેવન,અર્ચન,વંદન, દાસ્યભાવ, સખાભાવ, આત્મનિવેદન આ ઉપરાંત દશમી ભક્તિ એ પ્રેમલક્ષણા ભક્તિ અને અગિયારમી ભક્તિ તે પરા ભક્તિ. ભક્તિમાર્ગની પરાકાષ્ટાએ પહોંચવાના આ વિવિધ પ્રકારો છે. ગોપીમાં તો આ બધાજ ભાવ શરીરમાં લોહી વહે એમ લયબધ્ધ રીતે વહેતારહ્યા છે, ગોપીગીતમાં એક એક ગોપી ક્યારેક કીર્તન કરે છે, ક્યારેક સ્મરણ કરે છે, ક્યારેક દાસીભાવ અનુભવે છે. ક્યારેક કૃષ્ણને સખા તરીકે ઉપાલંભ-ઠપકો પણ આપે છે. આ બાહ્ય લાગતી ઉપાસના છેવટેઆંતર ઉપાસના છે. આ શ્લોક એટલે કૃષ્ણએ કરેલા અનંત ઉપકારોની સ્મરણ સંહિતા

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
3 comments on “ગોપી ગીત શ્લોક:3
  1. chetu કહે છે:

    આપના બ્લોગ પર ગોપી ગીત નો ભાવાર્થ સરસ સમજવા મળ્યો … પુષ્ટી સંપ્રદાય માં ગોસ્વામીશ્રી યદુનાથજી બાવાશ્રીનાં વચનામૃતનું શ્રવણ અને ખાસ ગોપીગીતનું શ્રવણ કરવાનો લહાવો મળે તો દરેકે એ લહવો લેવા જેવો છે … તેઓશ્રીની વાણીમાં જ એવો પ્રભાવ છે કે આ વિરહ્ગીતથી ભક્તોની આંખો અશ્રુઓ થી છલકી પડે છે…

  2. pragnaju કહે છે:

    જયશ્રી કૃષ્ણ

chetu ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: