ખુદા હાફિજ

ખુદા હાફિજ !
‘ આ ભવઠાણ ક્યાં આવ્યું?’
’બહુ દૂર… અહીંથી બહુ દૂર ….જ્યાં ન તો તું કદી આવી શકીશ કે ન હું ફરી અહીં પાછો આવી શકીશ.’
‘યા અલ્લાહ ! આટલું બધું દૂર ?’
‘ હા,બહુ દૂર, ઠીક, તો આવજે ! ……..નમસ્તે !’
ખુદા હાફિજ !’
બાવીસ વરસ થઇ ગયાં આ વાતને, છતાં આજે ય આ શબ્દોનો ધ્વનિ મારા કાનમાં ગૂંજ્યા કરે છે. બાવીસ વરસ પહેલાં હું તાજો ડૉકટર થઇને આર્મી મેડિકલ કોરમાં ભરતી થયેલો. સીધ્ધું યુધ્ધ્મોરચે જવું પડ્યું.જો કે યુધ્ધ થંભ્યું હતું. અમારી જાટ બટેલિયન કહેવાતા આઝાદ કાશ્મિરના એક પહાડી ગામ પાસે પડાવ નાખીને પડી હતી. વચ્ચે એક નદી વહેતી હતી. તેના પરનો પુલ બેઉ બાજુને જોડતો હતો.
યુધ્ધ શરૂ થતાં જ સ્ત્રી-પુરુષ, બાળબચ્ચં, ઢોર બધાં જ કોણ જાણે ક્યાં ભાગી ગયાં હતાં ! પરંતુ યુધ્ધબંધી થતાં ધીરે ધીરે બધાં પાછા આવવા લાગ્યાં, ઝૂંપડીઓનાં છાપરાંમાંથી ફરી ધુમાડો નીકળવા લાગ્યો. મકાઇનાં ડૂંડા ફરી ખેતરોમાં ડોલવા લાગ્યાં.
ગામલોકો ધીરેધીરે અમારા દોસ્ત બની ગયા. આ વિસ્તારમાં હું એક માત્ર ડૉકટર હતો. હજારેક સૈનિકો માટે તો હું દુનિયાનો બેલી હતો જ. ધીરેધીરે ગ્રામજનો માટે પણ અ એવો જ બની ગયો.
’દાકતરસાહેબ ! બે દિવસથી અંગઅંગ તૂટે છે.’
’બેગમની તબિયત કાંઇક નરમ છે.’
’અલ્તાફ મિયાં ને તાવ ધગધગી રહ્યો છે.’
પાકિસ્તાન બાજુના દરદી મારી પાસે આવતા, દવા લઇ જતા અને દુઆ દઇ જતા. શેખ દાઉદ મારો સારો દોસ્ત બની ગયેલો.એક દિવસ આવીને મારા હાથમાં નાની પોટલી મૂકીને ઊભો.
’આ વળી શું લાવ્યા, શેખ સાહેબ ?’

’મકાઇના બે રોટલા અને સરગવાનું થોડું શાક.બેગમે મોકલ્યું છે, ખાઇ લો, પછી વાત કરું’
દસ મિનિટમાં તો બધું સફાચટ કરી ગયો.કોઇક ગૃહિણીન અહાથના ભોજનની ખરીમજા ત્યારે જ જણાય જ્યારે તમે તમારા ઘરથી દૂર વેરાનમાં પડ્યા હો,.
પછી શેખે પોતાની મૂંઝવણ કહી: ‘મારા એકના એક દીકરા જાવેદની બેગમ પરવીન. એની પહેલી સુવાવડ છે. બેગમને ચિંતા છે કે વહુનું પેટ મોટું દેખાય છે, કદાચ જોડિયાં બાળક હોય. ગામની દાયણ પહોંચી ન વળે તો તમે આવશો ને?’

‘જરૂર આવીશ. અડધી રાતે ઉઠાડી જજો ને !’
અને ખરેખર અડધી રાતે જ મને ઉઠાડ્વો પડ્યો. મહિનામાસ પછી રાતે બે વાગે દાઉદ દોડતો હાંફળો-ફાંફળો આવ્યો. એની સાથે પહોંચ્યો તો દાયણ એકદમ ગભરાયેલી હતી. પહેલી છોકરી તો બહાર આવી ગઇ, પણ બીજું બાળક આડું પડી ગયેલું. એની પ્રસૂતિ થતી નહોતી.
તે દિવસે મેં મારી બધી આવડત કામે લગાડી.પૂરા કલાકની મથામણ બાદ છેવટે ગર્ભાશયમાં હાથ નાખીને મેં બાળકને બહાર ખેંચી લીધું.ત્યારે મારા મનમાં સતત નામસ્મરણ ચાલતું હતું. મને પૂરો વિશ્વાસ છે કે તે દિવસ શેખ દાઉદ ની ઝૂંપડીમાં મારા રામ અને બેગમ પરવીનના અલ્લાહ મિયાં બંને અવશ્ય હાજર હતા.
દિવસો વીતતા ગયા.પરવીનનાં બાળકો બે-અઢી માસનાં થયાં હશે, તેવામાં મને મારી ભવઠાણ લશ્કરી હોસ્પિટલમાં બદલી થયાનો હુકમ મળ્યો. મારે તુરત જ ત્યાં પહોંચવાનું હતું.એટલે બીજે દિવસે જીપમાંસામાન ભરીને નીકળ્યો.જવાનોની વિદાય લલીધી. જીપ પુલ નજીક પહોંચી ત્યારે મને થયું, કોઇ મને બૂમ પાડે છે.
જીપ થોભાવી જોયું તો પુલ પરથી જાણે આખું ગામ દોડતું આવતું હતું, સૌથી આગળ પરવીન અને જાવેદ હતાં. બંનેના હાથમાં એક એક પોટલી હતી.પાસે આવી જાવેદ બોલ્યો,’અમારાથી નારાજ છો? અમારી કાંઇ ભૂલચૂક?’
પરવીન એકીશ્વાસે બોલી ગઇ: ‘તમે શું કામ જાઓ છો? ક્યાં જાઓ છો?’
પરવીને પોતાના હાથમાંની પોટલી મારા પગમાં મૂકી દીધી. મેં ઊંચકીને જોયું તો અંદર અસલમ મિયાં મોંમાં અંગૂઠો ચૂસતા આરામથી પોઢ્યા હતા.
’ભાઇજાન ! તે દિવસ તમે ન હોતતો હું ને અસલમ અલ્લાહને પ્યારા થઇ ગયાં હોત….હું ગરીબ તમારું ઋણ શી રીતે ચૂકવું?……હા, એક વચન આપું છું. મારા અસલમને હું ક્યારેય ફોજમાં નહીં જવા દઉં. અલ્લાહના કસમ,ભૈયા ! મજહબ કે બે ગુંઠા જમીન માટે એ કોઇની પીઠમાં ખંજ્ર નહીં ભોંકે.’
મારી આંખો ઊભરાઇઆવી. બોલવા મારી પાસે કોઇ શબ્દ નહોતા. એક અભણ ગામડિયણે મને નિઃશબ્દ બનાવી દીધો. શેખની બેગમે મારા હાથમાંરોટલા ને શાકની પોટલી પકડાવી દીધી. પરવીન ફરી ફરી પૂછી રહી હતી, ‘ભાઇજાન ! આ ભવથાણ ક્યાંઆવ્યું?’
(વિનય વાઇકરની સત્ય ઘટના આધારિત કથાને આધારે

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
2 comments on “ખુદા હાફિજ
  1. Wafa કહે છે:

    લાગણીનાં તારોને હલાવી દેતી વાર્તા. આંખોમાંથી આંસુ સરી પડ્યાં.મને વિશ્વાસ છે,હજી આપણાં માહ્યાલામાં માણસ જીવે છે, એને જિવવા દેવો પડશે. એ મરી શકતો નથી.હા! પણ એને જગાડતો રહેવો પડશે.આવાં નેક સર્જન દ્વારા.
    મુહમ્મદઅલી’વફા’ 30જુલાઈ2008

  2. Pinki કહે છે:

    bahut khub

    allah aur ishwar to kahi pe hai

    aur kabhi kabhi aise hi dikhai bhi dete hai

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,825 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: