લોકમિલાપની ખીસાપોથીઓ

લોકમિલાપ ટ્રસ્ટ-ભાવનગર ની ખીસાપોથીઓ અંગે શ્રી મહેંદ્રભાઇ મેઘાણીનું નિવેદન
રાજા રામ મોહનરાય,સ્વામી વિવેકાન6દ, રવીંદ્રનાથ ઠાકુર અને ગાંધીજી જેવાં કેટકેટલાં રત્નો ભારતમાતાની કૂખમાંથી એકસામટાં છેલ્લા દોઢેક સૈકામાંનીકળ્યાં !એમણે અને એમના પુરોગામી ઋષિમુનિઓએ આપણી પ્રજાને લાડ લડાવેલાં છે, લોકોમાં ઊંચા માનવ મૂલ્યો માટે રુચિ ઊભી કરી છે.
એ યુગપુરુષોની વિદાય પચી આ મૂલ્યોનું જતન કરી તેને વિકસાવવાનું કામ બીજા અગણિત નાના કર્મવીરો કરતા રહેનહીં, તો તે મૂલ્યો ધૂળમાં રગદોળાઇ જઇ શકે. એક બાજુ પ્રજાસત્તાક ની સ્થાપના થઇ રહી હતી ત્યારે બીજી તરફ ભારતની માનવતાને લજવે તેવા ગોઝારા બનાવો પણ બની રહ્યા હતા. તે પછેનાં સાઠેક વરસોમાં દેશમાં દુષ્ટ બળોની એવી રમણા અવારનવાર ચાલતી રહી છે.
આવા કાળમાં પ્રજાને પોતાનાં જીવનમૂલ્યોનું સ્મરણ કરાવનારાં કેટલાંક હૃદયસ્પર્શી અને વિચારપ્રેરક લખાણો એકત્ર કરીને આ પુસ્તિકામાં રજૂ કરેલાં છે. આશરે એક કરોડ જેટલાં ગુજરાતી કુટુંબોમાંથી ફક્ત દસમા ભાગ સુધી પણ એ પહોંચાડવી હોય તો એની દસ લાખ નકલ તો છપાવવી જ જોઇએ. તે કામ કરવાની હોંશ જેમને જેમને થાય તેમને નમ્ર વિનંતી છે કે ‘આઝાદી કી મશાલ’ ની સેંક્ડો નકલ મગાવીને પોતાની આસપાસના સમાજમાં તેનો ફેલાવો કરે; શેરીઓ ને સડકો પર, બજારોમાં ને બસ સ્ટેંડ પર જાતે જઇને હાથોહાથ લોકોને આપે.
પહેલી ડિસેમ્બર, 2007:કાકા કાલેલકર જયંતિ
******************************************
મારી નોંધ: (1)‘આઝાદી કી મશાલ’ ની ઓછામાં ઓછી પાંચ હજાર ને બીજી બધી ખીસાપોથીઓ દસહજાર(કુલ પંદર હજાર) વેચવાનો અભરખો છે,તમે સૌ મદદ કરશો ને?
(2)જો કોઇ આર્થિક મદદ મળવાની શક્યતા હોય તો મદદ આપનારની ઇચ્છા મૂજબની શાળા કે સંસ્થાના વિદ્યાર્થીઓને સસ્તા દરે પણ આ પુસ્તિકાઓ આપી શકાય.(બને ત્યાં સુધી કોઇને પણ સાવ મફત આપવાનું ટાળવું છે.)
મારું ઇ-મૈલ ghparekh414@gmail.com and gh_parekh@yahoo.com //mob-09898792836

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,815 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
મે 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: