ભજન કરે તે જીતે//મકરંદ દવે

બુધવાર, એકવીસમી મે, 2008 ને વૈશાખ વદ એકમ 2064

ભજન કરે તે જીતે//મકરંદ દવે
(ભજનયોગ **સંકલન-સુરેશ દલાલ **પાનું 1અને 2)

વજન કરે તે હારે રે મનવા !
ભજન કરે તે જીતે.
તુલસી દલથી તોલ કરો તો
બને પવન પરપોટો,
અને હિમાલય મૂકો હેમનો
તો મેરુથી મોટો.
આ ભારે હળવા હરિવરને
મૂલવવા શી રીતે?
એક ઘડી તને માંડ મળી છે
આ જીવતરને ઘાટે.
સાચ-ખોટનાં ખાતાં પાડી
એમાં તું નહીં ખાટે:
સ્હેલીશ તું સાગરમોજે કે
પડ્યો રહીશ પછીતે?
રે મનવા,
ભજન કરે તે જીતે.

આવ,
હવે તારા ગજ મૂકીને વરવાં,
વજન મૂકીને વરવાં,
નવાલખ તારા નીચે બેઠો
ક્યા ત્રાજવડે તરવા?
ચૌદ ભુવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતે,
રે મનવા, ભજન કરે તે જીતે.

માપીને કોઇ પામી શકતું નથી. જે પામતો હોય છે તે માપતો નથી હોતો ને જે માપતો હોય છે તે પામતો નથી. દરેક વસ્તુનાં તોલમાપ ન હોય.અથવા એમ કહીએ કે તોલમાપ કરીએ ત્યારે ભલભલી લાગણી કે વ્યકિત કે લ્હુદ પરમાત્મા પણ વસ્તુ થઇ જાય. સ્વજન હોય તે પ્રેમ કરે, ન્યાય ન તોળે. જે ભકિત કરે છે, ભજન કરે છે તે જીતે છે.વજન કરનારો જીતતો લાગે — પણ જીતે નહીં અંતે તો ભજનનો જ મહિમા.
આપણાં કાટલાંયે ખોટાં ને તોલમાપ પણ ખોટા. તુલસીદલ લાવો કે હેમનો હિમાલય લાવો,નહિવત હોય કે ભારે હોય – હરિવરને મૂલવાય નહીં. એ તો હવાથીયે હળવો છે. એને પામવાની એકજ રીત—અને તે નામસ્મરણ,ભજન.
આપણે મળેલી ક્ષણને વેડફી નાખીએ છીએ.કુંવારી ક્ષણ મળે કેટલી?ખંડિત ક્ષણો મળે છે—અથવા મળેલી ક્ષણને આપણે અખંડિત રહેવા દેતા નથી. આપણે કોરા કાગળ પર હાંસિયા જ દોરીએ છીએ. આ સારું,આ ખોટું, આ પુણ્ય, આ પાપ –આમ ને આમ જ બધું ગુમાવીએ છીએ.સાગરનાં મોજાં પર સહેલવાને બદલે પછીતે પડી રહીએ છીએ. વહેવાને બદલે સ્થગિત થઇએ છીએ.
આપણા ગજ ખોટા અને ટૂંકા. આપણાં વજન વરવાં. રાતરાણીનીમહેક માણવાને બદલે એ મહેકનું પૃથક્કરણ કરીએ તો આનંદ અળપાઇ જાય.પ્રત્યેક વસ્તુ તર્કની લૅબોરેટરીમાં ના લઇ જવાય. પૃથક્કરણનો નશો નહીં –પણ સંયોજનનો આનંદ હોવો જોઇએ. ગણિત કે ગણતરી નહીં—પણ અગણિતનો અર્થ હોવો જોઇએ.. નવલખ તારાની નીચે આપણું વેપારી મન ત્રાજવું લઇને બેઠું હોય—તો આપણે ભિખારી જ પુરવાર થવાના. અલગારી ઇશ્વર તો આપણાથી આઘો ને આઘો જ રહેવાનો.(ભાગવાનો)
ચૌદ ભુવનનો સ્વામી છે તે બહારના વૈભવથી નહીં આવે પણ અંદરના એશ્વર્યથી આવશે.ચપટી ધૂળની પ્રીત હોય—પણ એ પૂર્ણ અને સાચી હોય- તો ખુદ ખુદાને પણ આવ્યા વિના છૂટકો નથી.
આપણી કવિતામાં મકરંદી મિજાજ એ નોખી, અનોખી વાત છે.

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
2 comments on “ભજન કરે તે જીતે//મકરંદ દવે
 1. pragnaju કહે છે:

  મકરંદ દવે જેવા આ પંથના પ્રવાસી લખે
  ચપટી ધૂળની પ્રીતે,
  રે મનવા, ભજન કરે તે જીતે.
  ભજન ગાતા સહજ ભાવ જાગે

 2. jayeshupadhyaya કહે છે:

  આ કવિતામાં મકરંદી મિજાજ એ નોખી, અનોખી વાત છે.
  આ જ યોગ્ય પ્રતીભાવ છે મારા મતે
  http://jayeshupadhyaya.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 529,825 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
મે 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: