મારી બલ્લા//હરીંદ્ર દવે//ચાંદની તે રાધા રે//પાનું 70
એક જશોદાના જાયાને જાણું
એ દેવકીના છોરાને જાણે મારી બલ્લા.
હોય ગોરસ તો પરસીને નાણું
આ નીરના વલોણાને તાણે મારી બલ્લા.
નિશ્ચે ઓધાજી તમે મારગડો ભૂલ્યા
આ તો ગોકુળનું ગમતીલું ગામ,
વ્રેહની પીડાને દીધી દાંતે દબાવી હવે હોઠને તો હસવાથી કામ.
હોય વાંસળીનો સૂર તો પિછાણું
આ કાલીઘેલી બોલીને જાણે મારી બલ્લા.
રાધાનું નામ એક સાચું,
ઓધાજી બીજું સાચું વૃંદાવનનું ઠામ,
મૂળગી એ વાત નહીં માનો કે કોઇ અહીં વારેવારે બદલે ના નામ.
એક નંદના દુલારાને જાણું
વસુદેવજીના કુંવરને જાણે મારી બલ્લા.
હરીંદ્ર દવેનું ભાવવાહી ગીત
રાધાનું નામ એક સાચું,
ઓધાજી બીજું સાચું વૃંદાવનનું ઠામ,
મૂળગી એ વાત નહીં માનો કે કોઇ અહીં વારેવારે બદલે ના નામ.
એક નંદના દુલારાને જાણું
વસુદેવજીના કુંવરને જાણે મારી બલ્લા.
વાંચતા તો આંખ ભીની થઈ જાય્