મીંઢળબંધાઓ નો મકબરો//સંપાદક:ઝવેરચન્દ મેઘાણી

મીંઢળબંધાઓનો મકબરો
(ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસધાર ભાગ બીજામાંથી ‘કાંધલજી મેર’નામની વાર્તાનો સંક્ષેપ)
ચારસો વરસ જૂની વાત છે.
ઢાંક અને ધૂમલીની દેવભોમકા જેઠવા રાણાઓના હાથમાં હતી.રાણાના દરબારમાં બરડાના ગામ ઓડ્દરના કાંધલજી નામે એક મેર અમીર હતા. જેઠવાની સાથે મન દુખાવાથી કાંધલજી રિસાઇઅને જૂનાગઢના દરબારમાં રહ્યા હતા.રા’ના ઘરમાં જેઠવા રાણાની કન્યા હતી.રાણીને કુંવર અવતર્યો.રા’એ હઠ લીધી કે જેઠવા પાસેથી કુંવરપછેડામાં ઢાંક શહેર લેવું.જેઠવો વિચારમાં પડ્યો.પોતાની પુરાતન રાજધાની ઢાંક અપાય?જેને ભીંતડે ભીંતડે શાલિવાહનની સતી રાણીના હાથની ગાર,એ દેવતાઇ નગરી દેવાય?જ્યાં પૂર્વજદેવે માથાનું દાન દીધું, જ્યાં મસ્તક વિનાનું ધડ લડ્યું. શાલિવાહન જ્યાંથી ભોંઠો પડીને ભાગ્યો.એ અમરભૂમિ ઢાંક અપાય? માયા મમતાતોડવાનો વિચાર કરતાં જેઠવાની નસો તૂટવા લાગી. બીજી બાજુ જમાઇઅ રિસાશે એવો ડર લાગ્યો, દીકરીના દુખની ચિંતા જાગી, રા’ના હુમલાની ફાળ પેઠી. જેઠવાને લાગ્યું કે કાંધલજી આબરૂ રાખશે; રિસાયો છે તોય ઢાંકની બેઆબરૂ નહીં સાંખે; માની લાજ જાય ત્યારે દીકરો રિસાઇને બેઠો ન રહે. જેઠવાએ રા’ને કહેવડાવ્યું”અમારા કાંધલજીભાઇ ત્યાં છે. એ જે કર તે અમારે કબૂલ.” કાંધલજી તો આશ્રિત છે,એ બોલે નહીં, એવો વિચાર કરીને રા’એ કચેરીમાં કાંધલજીભાઇને રાણાનો કાગળ વંચાવ્યો. કાંધલજીની છાતી ગર્વથી, પ્રેમથી, ભક્તિથી બે વેંત પહોળી થઇ. અંગરખાની કસો કડડ કડડ તૂટવા લાગી. અંતર્યામી બોલી ઊઠ્યો,”વાહ મારા ધણી ! તેં તો મને ગિરનારને આંગણે ઊજળો કરી બતાવ્યો !”ધોળી ધોળી સાગરનાં ફીણ જેવી દાઢી ઝાપટીને એ બોલ્યા, “બાપા !મારો ધણી તો ગાંડિયો ! એને જવાબ દેતાં ન આવડ્યું.ઢાંક અમારી મા. દીકરીના માગાં હોય,માનાં માગાં દેખ્યાં છે?” બોલતાં બોલતાં એની આંખમાં
અંગારા મેલાઇ ગયા. રા’નાં રૂંવાડાં ઊભાં થઇ ગયાં .”કાંધલજી ! જૂનાગઢના રોટલા બહુ ખાધા ! ભાગવા માંડ્ય ! ત્રણ અ દિવસ આપું છું. ચોથે દિવસે જ્યાં હોઇશ ત્યાંથી ઝાલીને તારા પ્રાણ લઇશ.” કાંધલજી ઊભા થયા. ભેટમાંથી તરવાર ખેંચીને એની પીંછીથી ભોંય પર ત્રણ લીટા કરતાં કરતાંબોલતા ગયા,”આ એક દિવસ, આ બે દિવસ અને આ ત્રીજો દિવસ.રા’! ત્રણ દિવસ પૂરા. લે આવ પડ્માં, કર ઘા.મેરને મરતાં આવડે છે તે જોઇ લે.” કચેરી ઊભી થઇ ગઇ. રા’એ કહ્યું.”એમ મારું તો જગત કહેશે કે આશ્રિતને ઘરમાં માર્યો. માંડ્ય ભાગવા.”
ઘોડી ઉપર ચડીને કાંધલજી ચાલી નીકળ્યા. સાથે જુવાન ભાણેજ એરડો.ઘોડીઓ વણથળી ગામને પાદરેથી નીકળી.
તે દિવસે નવસો નાઘોરીઓ વંથળી પરણવા આવેલા.(નાઘોરી મુસલમાનોની એક જાત છે.)ઢોલધ્રબુકે છે ને જાનૈયાઓ પટ્ટાબાજી ખેલેછે. સેંકડો વટેમાર્ગુ રમતો નીરખવા થંભી ગયા છે.એવે ટાણે આ ચાર-પાંચઘોડેસવારો ઝપાટાભેર કાં ભાગ્યા જાય છે? ઘોડીઓના મોઢામાંફીણ છૂટ્યાં છે તોય અસવાર કાં એડી મારતાં આવેછે? હાથમાં ઉઘાડા ખડ્ગ કેમ?
નવસો વરરાજા દોડીને આડા ફર્યા.ને ઘોડાની લગામ ઝાલી રાખી.”ગામને પાદરેથી મહેમાન આજ કસુંબો લીધા વિના ન જઇ શકે.” કાંધલજી કહે,”ભાઇ ! તમે જ હમણાં ના પાડશો.વાંસે જૂનાગઢની વાર છે.”
“તો ભાઇ હવે રામરામ કરો ! હવે જઇ રહ્યા! જાવા દઇએ તો નાઘોરીની જનેતામં ફેર પડ્યો જાણજો.”
“અરે બાપુ ! તમારે ઘેર આજે વિવા છે. ગજબ થાય.” ”વિવા છે માટે જ ફુલદડે રમશું.કંકુના થાપા તો વાણિયા-બ્રાહ્મણના વિવાહમાંયેહોય.આપણને તો લોહીના થાપા જ શોભે.”
નાઘોરીઓએ વાત જાણી લીધી ને કાંધલજીને કોઠામાં પૂરી દીધા.નવસેં મીંઢળબંધા નાઘોરીઓ તરવાર ખેંચીને પાદર ખડા થઇ ગયા.જૂનાગઢની ફોજ આવી પહોંચી.સંગ્રામ મચ્યો. સાંજ પડતાં નવસોયે મીંઢળબંધા વરરાજાઓ લોહીની પથારી કરીને મીઠી નીંદરમાં .
પડ્યા. કોઇ કદિયે ન જગાડે એવી, નાઘોરણોની સુંવાળી છાતી ઉપરેય ન આવત એવી નીંદર. કોઠા ઉપર બેઠા કાંધલજીએ કસુંબલ ઘરચોળાવાળી, મોડિયાનાં મોતી વીંખતી નાઘોરણ તરૂણીનાં હીબકાં સાંભળ્યાં.કોઠા પરથી કાંધલજી એ પડતું મૂક્યું. તરવારથી પોતાનું માથું ઉતારીને નીચે મૂક્યું.બે ભુજામાં બે તરવાર લઇને ધડ ધીંગાણે ઊતર્યું અને ફોજ પર તૂટી પડ્યું. ભાણેજ એરડાએ કાંધલજીનું રક્ષણ કર્યું. ધડે લશ્કરને એક ગાઉઅ(બે માઇલ) સુધી તગડ્યું. ધડ સીમાડે ને માથું દરબાર ગઢમાં રહ્યાં.
અત્યારે કાંધલજીનું માથું વણથળીના દરબારગઢમાં અને ખાંભી સીમાડે પૂજાય છે. ઉબેણ નદીને કાંઢે રા’એ કાંધલજીને નામે આપેલી જમીન નાઘોરીઓના વંશજ મુંજાવર ભોગવે છે. કાંધલજીના વંશજોએ દર વિવાહે એક કોરી (પાવલા)નો કર નાઘોરીઓને બાંધી આપેલો. એ ધીંગાણા પછી નાઘોરીઓ અને મેરો લોહીભાઇઓ કહેવાય છે. (મેઘાણી પરિવાર/પ્રસાર/લોકમિલાપ ટ્રસ્ટ/સેતુ ટ્રસ્ટના સૌજન્યથી)

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
3 comments on “મીંઢળબંધાઓ નો મકબરો//સંપાદક:ઝવેરચન્દ મેઘાણી
 1. pragnaju કહે છે:

  સરસ
  બને તો આવિ બીજી વાતો પણ છાપશો

 2. kapildave કહે છે:

  wah khubaj saras

  bani shake to meghani ni bijivarta o pan mukjo

 3. gopal h parekh કહે છે:

  zaverchand meghani ni biji vaartao tathaa geeto,kavita itiyaadi mukavanaa pryaaso chalu j raheshe,tamaaraa saunaa pratibhaav badal aabhaar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 522,417 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
માર્ચ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: