પ્રેમળ જ્યોતિ તારો દાખવી//સંપા-કાકાસાહેબ કાલેલકર

પ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવન પંથ ઉજાળ.
દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર;
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવન પંથ ઉજાળ .
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ; દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય….
કર્દમ ભૂમિ કળણ ભરેલી ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ
મને પહોંચાડશે નિજ દ્વાર.
રજની જશે ને પ્રભાત ઉજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ;
દિવ્યગણોનાં વદન મનોહર મારે હ્રદયે વસ્યાં ચિરકાળ.
જે મેં ખોયા હતા ક્ષણવાર.
ખ્રિસ્તીઓના અંગ્રેજી ભજન “લીડ કાઇંડલી લાઇટ”નો આ અનુવાદ શ્રી.નરસિંહરાવ દિવેટિયાએ કરેલો છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સામુદાયિક જીવન જીવવાનો પ્રારંભ કર્યો, ત્યારે ત્યાં રોજ સાંજે પ્રાર્થના થતી હતી. એમાં અંગ્રેજી ભજનો પણ ગવાતાં. એમાંથી એમને જે ભજન અત્યંત પ્રિય હતું તેના ગુજરાતી અનુવાદો,ભારત કાયમ રહેવા આવ્યા ત્યારે, ગાંધીજીએ અનેક કવિઓ પાસેથી મગાવ્યા. એમાં આ અનુવાદ એમને સૌથી વધારે ગમ્યો. અને ખરેખર , ભાવ, ભાષા અને રાગ, બધી દૃષ્ટિએ આ ભજન એટલું સુંદર થયું છે કે અનુવાદ જેવું લાગતું જ નથી.એમજ લાગેછે કે કવિ નરસિંહરાવ પોતાના જ હૈયાના ઉત્કટ ભાવો આમાં ઠાલવી રહ્યા છે.આ ભજનમાં મને અમારા તુકારામનું હ્રદય જ્ડ્યું

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
2 comments on “પ્રેમળ જ્યોતિ તારો દાખવી//સંપા-કાકાસાહેબ કાલેલકર
  1. Niraj કહે છે:

    nice info.. beautiful and touching bhajan..

  2. pragnaju કહે છે:

    કોઈવાર ભજન ગાવાનો સમય આવે તો આ અમારું અતિ પ્રિય બજન
    તેને તરન્નુમમાં મુકવા વિનંતિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,220 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
માર્ચ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: